ચિત્રકલા

શેફર, ઍરી (Scheffer, Ary)

શેફર, ઍરી (Scheffer, Ary) (જ. 1795, હોલૅન્ડ; અ. 1858) : ડચ રંગદર્શી ચિત્રકાર. તેમણે તેમનું લગભગ સમગ્ર જીવન ફ્રાંસમાં વિતાવેલું. ફ્રેંચ ચિત્રકારો પ્રુધોં (Prudhon) અને ગુઇરી (Guerin) હેઠળ તેમણે ચિત્રકલાની તાલીમ લીધેલી. એ દરમિયાન સહાધ્યાયી ચિત્રકારો જેરિકો (Gericault) અને દેલાક્રવા(Delacroix)નો પ્રભાવ પણ તેમણે ઝીલ્યો હતો. દેલાક્રવાની માફક શેફરે પણ દાંતે,…

વધુ વાંચો >

શેમ્ઝા, અનવર જલાલ

શેમ્ઝા, અનવર જલાલ (જ. 1928, સિમલા; અ. 1985, પાકિસ્તાન) : આધુનિક પાકિસ્તાની ચિત્રકાર. 1940માં તેઓ લાહોરની મેયો સ્કૂલ ઑવ્ આર્ટમાં જોડાયા અને 1947માં ત્યાં કલા-અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ 1956થી 1958 સુધી તેમણે લંડનની સ્લેડ સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યો. સુલેખનાત્મક (calligraphic) ચિત્રો ચીતરવા માટે શેમ્ઝા જાણીતા છે. તેઓ અરબસ્તાનની કુફી…

વધુ વાંચો >

શેરગીલ, અમૃતા

શેરગીલ, અમૃતા (જ. 30 જાન્યુઆરી 1913, બુડાપેસ્ટ, હંગેરી; અ. 6 ડિસેમ્બર 1941, લાહોર, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. અત્યંત નાની ઉંમરે ઉત્કૃષ્ટ ચિત્રસર્જન કરી તેમણે પોતાની કલા દ્વારા અનુગામીઓ પર જબરદસ્ત પ્રભાવ મૂક્યો છે. મહારાજા રણજિતસિંહની પૌત્રી પ્રિન્સેસ બામ્બા એક યુરોપયાત્રા દરમિયાન એક હંગેરિયન મહિલા મેરી ઍન્તૉનિયેતને મળેલી. એ મહિલાને…

વધુ વાંચો >

શૈલાશ્રય ચિત્રો

શૈલાશ્રય ચિત્રો : આદિમ માનવ દ્વારા પાષાણકાલ દરમિયાન પર્વત(શૈલ)ની કુદરતી ગુફાઓની ભીંત પર દોરાયેલાં ચિત્ર. જગતમાં ચિત્રકલાના સૌથી પુરાણા નમૂના પાષાણકાલનાં છે. આદિમ માનવી જે ગુહાશ્રયો(rock-shelters)માં રહેતો તેમની ભીંતો પર તેણે  ચિત્રો આલેખ્યાં હતાં. તેની કલાપ્રવૃત્તિ પાષાણનાં ઓજારોના નિર્માણ પૂરતી સીમિત ન રહેતાં ચિત્રોના સર્જન સુધી વિસ્તરી હતી. સૌપ્રથમ ઈ.…

વધુ વાંચો >

શોકાડો, શોજો (Shokado, Shojo)

શોકાડો, શોજો (Shokado, Shojo) (જ. 1584, યામાટો, જાપાન; અ. 3 નવેમ્બર 1639, જાપાન) : જાપાની ચિત્રકાર. મૂળ નામ : નાકાનુમા. બૌદ્ધ ધર્મના શિન્ગૉન સંપ્રદાયના તેઓ પુરોહિત હતા; પરંતુ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને તેઓ ઓટોકો પર્વતના ઢાળ ઉપર આવેલ ટાકિનોમોટોબો નામના નાનકડા બૌદ્ધ મંદિરમાં રહેવા ચાલ્યા ગયા. અહીં તેમણે ચિત્રકલા, કવિતા અને…

વધુ વાંચો >

શ્નોર, ફૉન કેરોલ્સ્ફીલ્ડ જુલિયસ (Schnorr, Von Carolsfeld Julius)

શ્નોર, ફૉન કેરોલ્સ્ફીલ્ડ જુલિયસ (Schnorr, Von Carolsfeld Julius)(જ. 26 માર્ચ, 1794, લિપઝિગ, જર્મની; અ. 24 મે, 1872, ડ્રૅસ્ડન, સેક્સની, જર્મની) : ચિત્રકળાની ‘નેઝારેને’ (Nazarene) ચળવળમાં અગત્યનો ભાગ લેનાર જર્મન ચિત્રકાર. પિતા હાન્સ ફીટ શ્નોર (Hans Veit Schnorr) પાસેથી શ્નોરે પ્રાથમિક તાલીમ લીધી. 1818માં શ્નોર રોમ ગયા અને ત્યાં ‘લુકાસ બ્રધરહૂડ’…

વધુ વાંચો >

શ્મિટ્-રૉટ્લૂફ, કાર્લ (Schmidt-Rottluff, Karl)

શ્મિટ્–રૉટ્લૂફ, કાર્લ (Schmidt-Rottluff, Karl) (જ. 1 ડિસેમ્બર 1884, કૅમ્નીટ્ઝ, જર્મની; અ. 9 ઑગસ્ટ 1976, પશ્ચિમ જર્મની) : નિસર્ગચિત્રો અને નગ્ન માનવ-આકૃતિઓ ચીતરવા માટે જાણીતા જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 1905માં ડ્રેસ્ડન ખાતેની સ્થાપત્ય-શાળામાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા. ત્યાં કાર્લની દોસ્તી લુડવિગ કર્ખનર અને એરિક હેકલ નામના બે સહાધ્યાયીઓ સાથે થઈ. એ ત્રણેય…

વધુ વાંચો >

શ્લેમર, ઑસ્કાર (Schlemmer, Oskar)

શ્લેમર, ઑસ્કાર (Schlemmer, Oskar) (જ. 4 સપ્ટેમ્બર 1888; અ. 13 એપ્રિલ 1943) : આધુનિક જર્મન ચિત્રકાર. જર્મન ચિત્રકાર એડોલ્ફ હોલ્ઝેલ (Holzgl) હેઠળ તેઓ કલાની તાલીમ પામેલા. યુરોપની આધુનિક કલાશાળાના બાઉહાઉસ ખાતે શ્લેમરે 1920થી 1929 સુધી અધ્યાપનકાર્ય કર્યું હતું અને એ કલાશાળાના તેઓ એક મહત્વના શિક્ષક ગણાયા. તેમણે રંગમંચની પિછવાઈઓ (Back…

વધુ વાંચો >

શ્વિટર્સ, કર્ટ (Schwitters, Kurt)

શ્વિટર્સ, કર્ટ (Schwitters, Kurt) [જ. 20 જૂન 1887, હેનોવર, જર્મની; અ. 8 જાન્યુઆરી 1948, લિટલ લૅન્ગ્ડેલ (Langdale), વૅસ્મૉલૅન્ડ, બ્રિટન] : જર્મન દાદા ચિત્રકાર અને કવિ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી પરંપરાગત સૌંદર્યશાસ્ત્રનાં સિદ્ધાંતો અને મૂલ્યો પર આધારિત સમગ્ર પશ્ચિમની કલાનો નાશ કરવાની નેમ ધરાવતી નકારાત્મક ચળવળ દાદા પ્રત્યે શ્વિટર્સ આકર્ષાયા; પરંતુ દાદા…

વધુ વાંચો >

શ્વિન્ડ, મોરિટ્ઝ ફૉન (Schwind, Moritz Von)

શ્વિન્ડ, મોરિટ્ઝ ફૉન (Schwind, Moritz Von) (જ. 21 જાન્યુઆરી 1804, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 8 ફેબ્રુઆરી 1871, મ્યૂનિક, જર્મની) : જર્મનીના ઉમરાવો, કિલ્લાઓ અને ગ્રામીણ પરિવેશની રંગદર્શી ચિત્રણા માટે જાણીતા જર્મન ચિત્રકાર. કિશોરાવસ્થાથી જ શ્વિન્ડ રખડેલ પ્રકૃતિનો ભટકતો જીવ હતા. છૂટક કામ મેળવી કમાઈ લઈ તત્કાલીન જરૂરિયાતોનો નિવેડો લાવવાની બોહેમિયન જીવનશૈલી…

વધુ વાંચો >