ચિત્રકલા

શાહ, સોમાલાલ

શાહ, સોમાલાલ (જ. 14 ફેબ્રુઆરી 1905, કપડવણજ, ખેડા જિલ્લો, ગુજરાત; અ. 1994, અમદાવાદ) : ગુજરાતની અસ્મિતાને ચિત્રફલક ઉપર બંગાળ-શૈલીમાં રંગો અને રેખાઓ વડે તાદૃશ કરનાર પ્રસિદ્ધ ચિત્રકાર. 186 સેમી. (છ ફૂટ અઢી ઇંચની) ઊંચાઈ ધરાવતો કદાવર દેહ અને કાળી ડિબાંગ ત્વચા ધરાવનાર આ ચિત્રકાર સોમાલાલે ગુજરાતના ગ્રામસમાજનું અત્યંત સાચુકલું આલેખન…

વધુ વાંચો >

શાહ, હકુ વજુભાઈ

શાહ, હકુ વજુભાઈ (જ. 26 માર્ચ 1934, વાલોડ, દક્ષિણ ગુજરાત) : ગુજરાતના અગ્રણી આધુનિક ચિત્રકાર તથા ગુજરાતના આદિવાસી-લોક, જનજીવન અને તેમની કલાના ઉપાસક-સંશોધક. આદિવાસી વિસ્તારમાં પ્રકૃતિના સાન્નિધ્યમાં તેમનો જન્મ અને ઉછેર. પિતા જમીનમાલિક હતા અને આદિવાસીઓ તેમના કામદાર હતા. આદિવાસી કલા અને સંસ્કૃતિની ગરિમા હકુભાઈને નાનપણથી જ સમજાઈ ગયેલી અને…

વધુ વાંચો >

શાહ, હિંમત

શાહ, હિંમત (જ. 1932, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ગુજરાતના ચિત્રકાર અને શિલ્પી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં ચિત્રકલાના વિદ્યાર્થી  તરીકે 1962માં દાખલ થયા, પણ અહીં શિસ્ત ખૂબ આકરી લાગતાં 1964માં દિલ્હી ભાગી છૂટ્યા. અહીં બેકાર હાલતમાં ખોરાક અને માથે છત્રની શોધમાં કારમી ભૂખ, ગરીબી, લાચારી તથા અપમાનનો…

વધુ વાંચો >

શિબા, કોકન

શિબા, કોકન [જ. 1738, એડો (ટોકિયો), જાપાન; અ. 1818, એડો (ટોકિયો), જાપાન] : એડો યુગનો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત જાપાની ચિત્રકાર. મૂળ નામ ઍન્ડો કિચિજીરો. અન્ય નામો – શિબા શુન, કાત્સુસાબુરો, કુન્ગાકુ. પહેલાં ચીની ચિત્રપદ્ધતિઓથી પ્રભાવિત કાનો શૈલીના એક ચિત્રકાર પાસે પ્રારંભિક તાલીમ લીધી. ત્યારબાદ લોકપ્રિય કાષ્ઠછાપકલા ઉકિયો-ઈના એક શ્રેષ્ઠ ચિત્રકાર…

વધુ વાંચો >

શીરાઝ ચિત્રશૈલી

શીરાઝ ચિત્રશૈલી (14મી સદીથી 16મી સદી) : ઈરાનમાં પ્રાચીન પર્સિપોલિસ નગરનાં ખંડેરો નજીક આવેલ નગર શીરાઝની ચિત્રશૈલી. મૉંગોલ ખાન રાજવંશ દરમિયાન આ ચિત્રશૈલીનો પ્રારંભ થયેલો. કવિ ફિરદોસીના કાવ્ય ‘શાહનામા’ માટે પોલો રમી રહેલા શાહજાદા સેવાયુશને આલેખતું ચિત્ર આ ચિત્રશૈલીની પ્રથમ કૃતિ ગણાય છે. તેમાં લયાત્મક સુંદર રેખાઓ અને રંગો ભરીને…

વધુ વાંચો >

શીલે, એગોન (Schiele, Egon)

શીલે, એગોન (Schiele, Egon) [જ. ? 1890, ટુલ (Tullu), ઑસ્ટ્રિયા; અ. 30 ઑક્ટોબર 1918, વિયેના, ઑસ્ટ્રિયા] : ભયના ઓથાર હેઠળની ત્રસ્ત મનશ્ર્ચેતનાને કલા દ્વારા વ્યક્ત કરનાર મહત્વનો અભિવ્યક્તિવાદી (expressionistic) ચિત્રકાર. રેલવેસ્ટેશનમાં જ આવેલા રહેણાકમાં તેનો જન્મ થયેલો અને બાળપણ વીતેલું. પિતા ઍડોલ્ફ વિયેના નજીકના ટુલ નગરમાં સ્ટેશનમાસ્તર અને ઇજનેર હતા.…

વધુ વાંચો >

શુક્લ, યજ્ઞેશ્વર

શુક્લ, યજ્ઞેશ્વર (જ. 1907, પોરબંદર, ગુજરાત; અ. 1986) : ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર. તેમનો જન્મ મૂળ હળવદના બ્રાહ્મણ પરિવારમાં થયેલો. મૅટ્રિક્યુલેશન કર્યા પછી 1929માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો. અહીં પ્રસિદ્ધ ચિત્રકાર જગન્નાથ અહિવાસી તથા પ્રિન્સિપાલ સોલોમન તેમના કલાગુરુ બનેલા. સહાધ્યાયીઓમાંથી અબ્દુર્રહીમ આલમેલકર, રસિકલાલ પરીખ,…

વધુ વાંચો >

શુબુન, તેન્શો (Shubun, Tensho)

શુબુન, તેન્શો (Shubun, Tensho) (જ. ચૌદમી સદીનો અંત ?, ઓમિ, જાપાન; અ. 1444-48 ?, ક્યોટો, જાપાન)  : જાપાની ચિત્રકાર. જાપાનમાં એકરંગી (monochromatic) શાહી વડે આલેખિત ચિત્રોના વિકાસમાં તેનો મુખ્ય ફાળો છે. ચીની ચિત્રશૈલીઓને અનુસરતા જાપાની ચિત્રકારો પાસેથી શુબુન ચિત્રકલા શીખેલો. ક્યોટોમાં શોકોકુ-જી (Shokku-Ji) મંદિરમાં એ પોતે ધર્મગુરુ હતો. આ જ…

વધુ વાંચો >

શેખ, ગુલામમોહમ્મદ નૂરમોહમ્મદ

શેખ, ગુલામમોહમ્મદ નૂરમોહમ્મદ (જ. 16  ફેબ્રુઆરી 1937, વઢવાણ, ગુજરાત) : ગુજરાતના અગ્રણી આધુનિક ચિત્રકાર, કલાગુરુ અને ગુજરાતી કવિ. એક ગરીબ પરિવારમાં જન્મ અને ઉછેર થયેલો. સુરેન્દ્રનગરમાં મૅટ્રિક્યુલેશન કર્યા પછી વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં કલાના વિદ્યાર્થી તરીકે જોડાયા અને કલાગુરુ રવિશંકર રાવળની નાણાકીય સહાય…

વધુ વાંચો >

શેન ચોઉ (Shen Chou)

શેન ચોઉ (Shen Chou) (જ. 1427, સુ ચોઉ, કિયાન્ગ્સુ, ચીન; અ. 1509) : ચીની ચિત્રકાર. એક સુખી, સંપન્ન અને પ્રતિષ્ઠિત કુટુંબમાં શેનનો જન્મ થયો હતો. લાંબા જીવન દરમિયાન તેમણે ચિત્રકાર ઉપરાંત સુલેખનકાર (caligrapher) તરીકે પણ નામના મેળવી હતી અને તેઓ કવિતામાં ઊંડો રસ દાખવતા. તેમનાં ઘણાં ચિત્રોમાં, ખાસ કરીને તેમનાં…

વધુ વાંચો >