અપભ્રંશ-પાલિ-પ્રાકૃત સાહિત્ય

મયણપરાજયચરિઉ (મદનપરાજયચરિત)

મયણપરાજયચરિઉ (મદનપરાજયચરિત) : અપભ્રંશ ભાષામાં રચાયેલી સુંદર રૂપક-કથા. બે જ સન્ધિ ધરાવતી આ લઘુકૃતિ અદ્યાપિ અપ્રકાશિત છે. તેની એક જ ખંડિત હસ્તલિખિત પ્રતિ ઉપલબ્ધ છે. આમેર શાસ્ત્રભંડારમાં સચવાયેલી તે હસ્તપ્રતનાં 25.40 સેમી. × 11.426 સેમી.(10 × 4 ½ ઇંચ)ના કદનાં કુલ 23 પાનાં છે. તેના દરેક પૃષ્ઠ ઉપર 12 પંક્તિ અને…

વધુ વાંચો >

મહાવીરચરિય (1083)

મહાવીરચરિય (1083) : પ્રાકૃત ભાષાનું ઉત્તમ ગદ્યકાવ્ય. આ કૃતિના કર્તા ગુણચન્દ્ર પ્રસન્નચન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમનું બીજું નામ દેવભદ્રસૂરિ હતું. તેઓ સુમતિવાચકના પણ શિષ્ય હતા. તેમણે ‘કહારયણકોસ’, ‘પાસનાહચરિય’, ‘અનંતનાથસ્તોત્ર’, ‘વીતરાગસ્તોત્ર’ અને ‘પ્રમાણપ્રકાશ’ વગેરે ગ્રંથો રચ્યા છે. ગુરુના ઉપદેશથી અને છત્રાલનિવાસી શેઠ શિષ્ટ અને વીરની પ્રાર્થનાથી આ કૃતિ રચાઈ હતી. પ્રાકૃતભાષાબદ્ધ, ગદ્યપદ્યાત્મક…

વધુ વાંચો >

મહીપાલકથા

મહીપાલકથા : 1,800 પ્રાકૃત ગાથાઓમાં સંભવત: ઈ.સ.ની બારમી સદીમાં લખાયેલી ચંદ્રગચ્છના મુનિચંદ્રસૂરિના શિષ્ય વીરદેવગણિની રચના. શ્રી હીરાલાલ દ્વારા સંશોધિત આ ગ્રંથ સં. 1998માં અમદાવાદથી પ્રકાશિત થયો છે. બૃહત્ તપાગચ્છના ચારિત્રસુંદરગણિકૃત મહીપાલચરિત્ર આનું સંસ્કૃત રૂપાંતર છે. તેનો રચનાસમય ઈ.સ.ની પંદરમી સદીનો મધ્યભાગ હોવાનો સંભવ છે. આ કથામાં નવકારમંત્રનો પ્રભાવ, ચંડીપૂજા, શાસનદેવની…

વધુ વાંચો >

મિલિન્દ પણ્હ

મિલિન્દ પણ્હ (મિલિન્દ પ્રશ્ન) : બૌદ્ધ ધર્મના અનુપિટક સાહિત્યનો મહત્વનો ગ્રંથ. મિલિન્દે (ગ્રીક રાજા મિનેન્ડરે) પૂછેલા પ્રશ્નોનું ભદન્ત નાગસેન નામના ભિખ્ખુએ જે સમાધાન કર્યું હતું તે આ ગ્રંથનો મુખ્ય વિષય છે. તેનો રચનાસમય ઈ. સ. પૂ.નો મનાય છે. કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોના મતે આ કૃતિ એક સળંગ રચના નથી, પરંતુ તેનું…

વધુ વાંચો >

મુનિ પુણ્યવિજયજી

મુનિ પુણ્યવિજયજી (જ. 27 ઑક્ટોબર 1895, કપડવણજ, જિ. ખેડા; અ. 14 જૂન 1971, મુંબઈ) : આગમાદિ જૈન સાહિત્યના પ્રખર સંશોધક, સંપાદક, ભાષ્યકાર તથા હસ્તપ્રતવિદ્યાવિદ જૈન મુનિ. જન્મનામ મણિલાલ. પિતા ડાહ્યાભાઈ દોશી. માતા માણેકબહેન. જિન આગમોના વૈજ્ઞાનિક સંશોધન-સંપાદનના પિતામહ ‘આગમપ્રભાકર’ તરીકે પંકાયેલા મુનિ પુણ્યવિજયજી જૈન શ્વેતાંબર પરંપરાના મહાન જ્ઞાનોદ્ધારક મનીષી હતા.…

વધુ વાંચો >

મુનિ સુવ્રતસ્વામી

મુનિ સુવ્રતસ્વામી : જૈન પરંપરાના વીસમા તીર્થંકર. સ્થાનાંગ, સમવાયાંગ અને ભગવતીસૂત્રમાં તેમજ આગમિક ટીકાસાહિત્યમાં તેમની અલ્પ માહિતી મળે છે. ‘ચઉપન્નમહાપુરિસચરિયં’માં તેમનું સંક્ષિપ્ત ચરિત્ર મળે છે. તેમાં તેમના તીર્થંકર ભવનું નિરૂપણ છે. પ્રાણતકલ્પમાંથી ચ્યવન પામીને તેઓ ભરતક્ષેત્રની રાજગૃહ નગરીમાં સુમિત્ર રાજા અને પદ્માવતી રાણીના પુત્ર રૂપે જન્મ્યા. કાળક્રમે લગ્ન કરી, રાજ્યનું…

વધુ વાંચો >

મૂલશુદ્ધિ પ્રકરણ

મૂલશુદ્ધિ પ્રકરણ (ઈ. સ. દસમી સદી) : જૈન ધર્મનો પ્રતિમાની પૂજા વગેરે વિશેનો ગ્રંથ. આનાં ‘સ્થાનકપ્રકરણ’ અને ‘સ્થાનકાનિ’ એવાં નામ પણ મળે છે. આખો ગ્રંથ પ્રાકૃત પદ્યમાં છે. તેના રચયિતા પૂર્ણતલ્લગચ્છના પ્રદ્યુમ્નસૂરિ (ઈ. સ.ની દસમી સદી) છે. આનો વિષય પ્રતિમાઓ, મંદિરો, ગ્રંથો તથા ચતુર્વિધ સંઘ પ્રત્યેની શ્રાવકની ફરજોનો હોઈ તેનું…

વધુ વાંચો >

મૂલાચાર

મૂલાચાર : જૈન ધર્મનો મુખ્ય આગમ ગ્રંથ. દિગમ્બરોના આગમોના ચાર અનુયોગમાંના ચોથા ‘ચરણાનુયોગ’નો અતિ મહત્વપૂર્ણ ગ્રંથ. તે ‘આચારાંગ’ પણ કહેવાય છે. દિગમ્બર સાધુઓના 28 મૂલ ગુણોનું અર્થાત્ આચારના આદર્શનું સાંગોપાંગ વર્ણન કરનાર પ્રથમ ગ્રંથ. પછીના આચારગ્રંથોના આધારરૂપ. ચારિત્ર્ય ઉપરાંત જ્ઞાન-ધ્યાન-તપમાં મગ્ન સાધુઓની જ્ઞાનવૃદ્ધિ માટે સહાયક વિષયો પણ તે પ્રતિપાદિત કરે…

વધુ વાંચો >

મોદી, મધુસૂદન ચીમનલાલ

મોદી, મધુસૂદન ચીમનલાલ (જ. 20 નવેમ્બર 1904, ઠાસરા, જિ. ખેડા; અ. 23 માર્ચ 1974, બીલીમોરા) : સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી ભાષાના મર્મજ્ઞ વિદ્વાન તેમજ તુલનાત્મક વિવેચનાની શાસ્ત્રીય પદ્ધતિપૂર્વકની ગ્રંથસંપાદનની કલાના અભ્યાસી. 1922માં મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી થોડો સમય વડોદરામાં અને પછી પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવી…

વધુ વાંચો >

યશોવિજયજી

યશોવિજયજી (જ. આશરે 1619; અ. 1687, ડભોઈ) : જૈન ધર્મ અને તત્વજ્ઞાનના પ્રકાંડ પંડિત સાધુ. કવિ આચાર્ય સિદ્ધસેન દિવાકર, કુંદકુંદાચાર્ય, સમંતભદ્ર, હરિભદ્રસૂરિ, અકલંક, વિદ્યાનંદ અને હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ જૈન વિદ્વાનોની શ્રેણીમાં વિક્રમની સત્તરમી સદીમાં થઈ ગયેલા ઉપાધ્યાય યશોવિજયજીનાં નામ અને કામ યશસ્વી છે. તેઓ જૈન ધર્મ અને દર્શનના પ્રતિભાસંપન્ન વિદ્વાન,…

વધુ વાંચો >