અપભ્રંશ-પાલિ-પ્રાકૃત સાહિત્ય

યોગશતક

યોગશતક : પ્રાકૃત ભાષાની યોગવિષયક રચના. ‘યોગશતક’ આચાર્ય હરિભદ્રસૂરિએ પ્રાકૃત ભાષામાં રચેલી યોગવિષયક 100 ગાથાપ્રમાણ કૃતિ છે. તેમણે યોગવિષયક અન્ય ત્રણ કૃતિઓ ‘યોગર્દષ્ટિ-સમુચ્ચય’, ‘યોગબિંદુ’ અને ‘યોગવિંશિકા’ની રચના પણ કરી છે. તેમના યોગ-વિષયક ગ્રંથોમાં તેમણે મુખ્યત્વે ચાર બાબતો વિશે ચર્ચા કરી છે : (1) યોગમાર્ગના અધિકારી અને અનધિકારી, (2) યોગમાં અધિકાર…

વધુ વાંચો >

રઇધૂ

રઇધૂ (અનુમાને 1457–1536) : અપભ્રંશ ભાષાના મહાકવિ અને વિદ્વાન લેખક. મહાકવિ રઇધૂએ અપભ્રંશ સાહિત્યનું વિપુલ સર્જન કર્યું છે. તેમનામાં પ્રબન્ધકાર, દાર્શનિક, આચારશાસ્ત્ર-પ્રણેતા અને ક્રાન્તિ-દ્રષ્ટાનાં તત્વોનો સમન્વય જોવા મળે છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને હિન્દી ભાષા પર તેમનું ખૂબ પ્રભુત્વ હતું. રઇધૂનું અપર નામ સિંહસેન હતું. તેઓ સાહ હરિસિંહના પુત્ર અને…

વધુ વાંચો >

રત્નપ્રભસૂરિ

રત્નપ્રભસૂરિ (બારમી સદી) : આચાર્ય વાદી દેવસૂરિના શિષ્ય, વિશિષ્ટ પ્રતિભાશાળી તાર્કિક કવિ. તેઓ પ્રાકૃત ભાષાના પણ અપ્રતિમ કવિ હતા. એમણે ‘પ્રમાણનયતત્ત્વાલોક’ પર 5,000 શ્લોકપ્રમાણ ‘રત્નાકરાવતારિકા’ નામનો વિવેચનગ્રંથ લખ્યો છે. ‘અવતારિકા’નો પ્રથમ ફકરો કાવ્યમય અનુપ્રાસરચના તથા ગદ્યશૈલીનો સરસ નમૂનો છે. ‘ઇન્દ્રિયપ્રાપ્યકારિતા’નું પ્રકરણ આશરે એક સો (100) વિવિધ છંદોનાં કાવ્યોમાં કરેલી રચના…

વધુ વાંચો >

રયણચૂડરાયચરિય (રત્નચૂડરાજચરિત)

રયણચૂડરાયચરિય (રત્નચૂડરાજચરિત) : પ્રાકૃતમાં લખાયેલી ગદ્યકથા. ‘આખ્યાનકમણિકોશ’ના રચયિતા સુપ્રસિદ્ધ જૈનાચાર્ય નેમિચન્દ્ર(વિ. સં. 1129)નું ‘રયણચૂડરાયચરિય’ પ્રાકૃત ગદ્યમાં રચાયેલું ધર્મકથાપ્રધાન ગદ્યકાવ્ય છે. એમાં ગૌતમ ગણધર રાજા શ્રેણિકને રત્નચૂડની કથા સંભળાવે છે. આઠ વર્ષનો થતાં રત્નચૂડને વિદ્યાશાળામાં  પાઠવવામાં આવ્યો. ત્યાં તે પંડિત જ્ઞાનગર્ભ કલાચાર્ય પાસે છંદ, અલંકાર, કાવ્ય, નાટક વગેરે ભણ્યો. તે મોટો…

વધુ વાંચો >

રયણસેહરીકહા (રત્નશેખરીકથા)

રયણસેહરીકહા (રત્નશેખરીકથા) : પ્રાકૃત ગદ્યપદ્યમય કથા. જયચંદ્રસૂરિના શિષ્ય જિનહર્ષગણિ તેના કર્તા. તેમણે ‘વસુપાલચરિત્ર’, ‘સમ્યક્ત્વકૌમુદી’ અને ‘વિંશતિસ્થાનકચરિત્ર’ પણ લખ્યાં છે. પંદરમી સદીના અંતમાં થયેલા આ લેખક સંસ્કૃત અને પ્રાકૃતના પંડિત હતા. ચિતોડમાં લખાયેલી ‘રયણસેહરીકહા’ની પાટણ ભંડારની પ્રતિલિપિ સં. 1512માં થયેલી છે. એટલે તેની રચના તે પહેલાં થયેલી હોવી જોઈએ. આત્માનંદ જૈન…

વધુ વાંચો >

રંભામંજરી (1384)

રંભામંજરી (1384) : સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલી નાટ્યકૃતિ. એક સુંદર સટ્ટક. ત્રણ યવનિકાવાળી નાટિકા છે. કર્તા કૃષ્ણર્ષિગચ્છના નયચન્દ્રસૂરિ. તેઓ જયસિંહસૂરિશિષ્ય પ્રસન્નચંદ્રના શિષ્ય અને ગ્વાલિયરના તોમરવંશીય રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ હતા. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ દ્વારા 1889માં, પ્રાચીન સંસ્કૃત ટિપ્પણી સાથે, પ્રકાશિત. સંપાદક પંડિત રામચન્દ્ર દીનાનાથ શાસ્ત્રી. આમાં કુલ 106…

વધુ વાંચો >

રાસ/રાસો

રાસ/રાસો : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જૈન સાધુકવિઓને હાથે ખેડાયેલો અને વિકસેલો પદ્યપ્રકાર. મૂળમાં ‘રાસ’ એક નૃત્યપ્રકાર હતો. મંદિરમાં સ્ત્રીઓ-પુરુષો તાળી કે દાંડિયાના તાલ સાથે વર્તુળાકારે ગાન-વાદન સહિત આવો રાસ રમતાં. ‘રેવંતગિરિ રાસુ’માંની ‘રંગિહિં એ રમઈ જો રાસુ’ જેવી પંક્તિ તેમજ ‘સપ્તક્ષેત્રિ રાસુ’માં ‘તાલરાસ’ અને ‘લકુટરાસ’ – એમ 2 પ્રકારના…

વધુ વાંચો >

લઘુપ્રબન્ધસંગ્રહ

લઘુપ્રબન્ધસંગ્રહ : પ્રાચીનતમ ઉપલબ્ધ પ્રબન્ધગ્રન્થ. ચાર હસ્તપ્રતોને આધારે જયન્ત ઠાકરે તૈયાર કરેલી સર્વતોમુખી અધ્યયન સાથેની સમીક્ષિત આવૃત્તિ વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરે મ. સ. વિશ્વવિદ્યાલય સંશોધન ગ્રંથમાળામાં 197૦માં પ્રકાશિત કરી છે. ‘પ્રબન્ધ’ એટલે ઐતિહાસિક આખ્યાયિકા. ઉત્તર ગુજરાતના અજ્ઞાત જૈન કર્તા રચિત દસ લઘુ પ્રબન્ધોમાં સૌથી મોટો ‘વિક્રમાદિત્યપંચદંડચ્છત્રપ્રબન્ધ’ (8 પૃષ્ઠ) અને નાનો ‘કૂંઆરીરાણા-પ્રબન્ધ’ (1…

વધુ વાંચો >

લાટ્યાયન શ્રૌતસૂત્ર

લાટ્યાયન શ્રૌતસૂત્ર : જુઓ કલ્પસૂત્ર.

વધુ વાંચો >

લાવણ્યવિજયસૂરિ

લાવણ્યવિજયસૂરિ (જ. 1897, બોટાદ, સૌરાષ્ટ્ર; અ. 1964) : દેરાવાસી જૈન મુનિ તથા વ્યાકરણવિદ. સંસારી નામ લવજીભાઈ જીવણભાઈ બગડિયા. તેમના બાળપણ અંગેની માહિતી ઉપલબ્ધ નથી, છતાં દીક્ષા સ્વીકાર્યા પૂર્વેથી તેમનામાં જૈન ધર્મ પ્રત્યેની નિષ્ઠા તથા જ્ઞાનપિપાસા જાગ્રત થઈ હતી, જે માટે તેમની સ્વાધ્યાયપરાયણતા જવાબદાર હતી. તેમણે 1916માં રાજસ્થાનમાં સાદડી મુકામે દીક્ષા…

વધુ વાંચો >