૫.૦૭
કુંભ (રાશિ)થી કૃત્રિમ બીજદાન (આયુર્વિજ્ઞાન)
કૂર્મપુરાણ ‘કૌર્મપુરાણ’
કૂર્મપુરાણ, ‘કૌર્મપુરાણ’ : અઢાર મહાપુરાણો પૈકીનું એક સાત્વિક મહાપુરાણ. એના અધિષ્ઠાતા દેવ શિવ. એના વક્તા વ્યાસ. રચનાનો સમય ઈ.સ.ની બીજીથી પાંચમી સદી. ‘નારદપુરાણ’ (1-106-3) ‘ભાગવતપુરાણ’ (12-13-8) અનુસાર એની શ્લોકસંખ્યા સત્તર હજાર છે, જ્યારે ‘અગ્નિપુરાણ’ (272-19) અનુસાર શ્લોકસંખ્યા આઠ હજાર છે. કેટલાક વિદ્વાનોના મતે ‘કૂર્મપુરાણ’ મૂળે પાંચરાત્ર (વૈષ્ણવ) પુરાણ હતું, પરંતુ…
વધુ વાંચો >કૂર્મવંશ યશપ્રકાશ (લાવારાસા)
કૂર્મવંશ યશપ્રકાશ (લાવારાસા) : ચારણ કવિ ગોપાલદાસ(1815–1885)રચિત વીરરસાત્મક ગ્રંથ. અઢારમી સદીના ઉત્તરાર્ધ અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ઉત્તર ભારતમાં ફેલાયેલી અરાજકતાની ઝલક આ ગ્રંથમાંથી મળે છે. આ કૃતિમાં પાંચ પ્રસંગોમાં અમીરખાં પઠાણ પિંડારી અને કછવાહ ક્ષત્રિયોની નરૂકા શાખાના વીર રાજપૂતો વચ્ચે થયેલાં યુદ્ધોનું વર્ણન અપાયું છે. આ યુદ્ધ લાવા નામના સ્થાને…
વધુ વાંચો >કૂલે, ચાર્લ્સ હૉર્ટન
કૂલે, ચાર્લ્સ હૉર્ટન (Cooley Charles Horton) (જ. 17 ઑગસ્ટ 1864 એન આર્બોર, મિશિગન, યુ. એસ.; અ. 8 મે 1929, એન આર્બોર, મિશિગન, યુ. એસ.) : સમાજલક્ષી મનોવિજ્ઞાનના સ્થાપકોમાંના એક. પિતા થૉમસ એમ. ફૂલે આંતરરાજ્ય કૉમર્સ કમિશનના અધ્યક્ષ હતા. ચાર્લ્સ મિશિગન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને મિકૅનિકલ એન્જિનિયરિંગની તાલીમ લીધી. બાલ્યાવસ્થાથી બોલવામાં તેમની…
વધુ વાંચો >કૂવિયર જૉર્જેસ બૅરોન
કૂવિયર, જૉર્જેસ બૅરોન (જ. 23 ઑગસ્ટ 1769, મોનેબેલિયાર્ડ, ફ્રાંસ; અ. 13 મે 1832, પેરિસ, ફ્રાંસ) : જીવાવશેષવિજ્ઞાન (paleontology) અને પ્રાણીવિજ્ઞાનના ફ્રેન્ચ વિશારદ. કૂવિયર જર્મનીના સ્ટુટગાર્ટમાં પ્રાણીશરીરરચના(animal morphology)નો અભ્યાસ કરી સ્નાતક બન્યા. તુલનાત્મક શરીરરચનાના પ્રખ્યાત મ્યુઝિયમ ઑવ્ નેચરલ હિસ્ટરીના પ્રાણીવિજ્ઞાનના પ્રૉફેસર ઑટિને જ્યોફ્રૉય સેંટ હિલેરના સંપર્કમાં આવ્યા, જેમના અનુરોધથી કૂવિયર મ્યુઝિયમમાં…
વધુ વાંચો >કૂવો (નવલકથા)
કૂવો (નવલકથા) : કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મેળવનારી અશોકપુરી ગોસ્વામી કૃત નવલકથા. આ નવલકથા (1994) 1950 આસપાસના બેત્રણ દાયકાના ચરોતરના ખેડૂત સમાજની જીવનરીતિ તથા સમસ્યાઓને તાગવા તાકે છે. એક વર્ગ બીજા વર્ગનું, – એક ભાઈ બીજા ભાઈનું – કોઈ ને કોઈ રીતે શોષણ કરે જ છે. ‘કૂવો’ પાટીદાર અને બારૈયા…
વધુ વાંચો >કૂ સી
કૂ સી (જીવનકાળ આશરે 1060થી 1080; જન્મસ્થળ : વેન-સિન, લો-યાન્ગ, ચીન) : સૂન્ગ રાજવંશ દરમિયાન ઉત્તર ચીનના સૌથી વધુ પ્રખ્યાત ચિત્રકાર. પ્રકૃતિમાં જોવા મળતા વિવિધ ઋતુઓના પ્રભાવને આલેખવામાં એમનું નૈપુણ્ય બેનમૂન ગણાયું. માત્ર એકરંગી (monochromatic) હોવા છતાં એમનાં ચિત્રોમાં નિસર્ગની અલગ અલગ ઋતુનું તાર્દશ આલેખન જોવા મળે છે. એમનાં ચિત્રોમાંથી…
વધુ વાંચો >કૂંપળનો કોહવારો
કૂંપળનો કોહવારો : વનસ્પતિનો એક રોગ. તેને અગ્રકલિકાનો સડો (bud rot) પણ કહે છે. લક્ષણો : ટોચનાં કુંપળનાં પાન ચીમળાઈને કોહવાઈ જાય છે. દાંડી આગળથી મોટાં પાન પણ કોહવાઈને ભાંગી પડે છે. આવા રોગનાં લક્ષણો નાળિયેરી (Cocosnucifera L.) સોપારી (Areca nut) તેમજ તાડી પામ જેવી જાતોમાં પણ જોવા મળે છે.…
વધુ વાંચો >કૂંવાડિયો
કૂંવાડિયો : દ્વિદળી વર્ગના સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia tora Linn. (સં. ચક્રમર્દ; હિં. પવાડ, બં. એડાંચી, ચાકુંદા; મ. તરોટા, ટાકળા; ક. ટકરીકે; તે. ટાંટ્યમુ, તગિરિસ; તા. તગેરે, વિંદુ; મલ. તકર; અં. ઓવલલીવ્ડ કેશ્યા) છે. તે નાનો, 30 સેમી.થી 100 સેમી. ઊંચો, શાકીય, એકવર્ષાયુ, અપતૃણ તરીકે ઊગી…
વધુ વાંચો >કૃતિ-કૃતિત્વ
કૃતિ-કૃતિત્વ : કલાત્મક રચના. લેખક, કવિ કે કલાકારના કર્તૃત્વથી રચાયેલ સાહિત્ય, સંગીત, મૂર્તિ કે ચિત્ર. પ્રત્યેક કલાત્મક કૃતિ એ વિચારો, ભાવનાઓ અને સંવેદનાઓનું પ્રકટીકરણ છે, જેનું વ્યક્ત સ્વરૂપ જુદાં જુદાં માધ્યમો દ્વારા વિશિષ્ટ સંકેત રૂપે વ્યક્ત થાય છે. આ વ્યક્ત સ્વરૂપ પ્રતીક બનીને ભોક્તા કે ભાવકના મનમાં કલાકારના વિચારો, તેની…
વધુ વાંચો >કૃત્તિકા
કૃત્તિકા (pleiades) : કારતક માસની રાત્રીના પ્રથમ ચરણમાં પૂર્વાકાશમાં રોહિણીની સહેજ નીચે અને મૃગશીર્ષની સહેજ ઉપર આવેલું ખાસ ધ્યાન ખેંચતું તારાનું ઝૂમખું. વિવૃત ગુચ્છ (open cluster) કે મંદાકિનીય ગુચ્છ (galactic cluster) તરીકે ઓળખાતા તારાનાં ઝૂમખાંમાં આ ઝૂમખું ઘણું જ જાણીતું છે. ખગોળની ર્દષ્ટિએ નજીકના ભૂતકાળમાં હાઇડ્રોજન વાયુના અણુઓના વાદળનું એકત્રીકરણ…
વધુ વાંચો >કુંભ (રાશિ)
કુંભ (રાશિ) (Aquarius) : ત્રીજા વર્ગના ઝાંખા તારાઓની બનેલી રાશિનો એક ઘણો મોટો વિસ્તાર. તેમાં અનેક યુગ્મ, ત્રિક અને રૂપવિકારી તારા આવેલા હોવાને કારણે પાણીનો ભાસ ઉત્પન્ન થાય છે. ड કુંભ (λ), શતતારા નક્ષત્ર છે, જેમાં થઈને ક્રાંતિવૃત્ત પસાર થાય છે. NGC 7293, NGC 7089 અને NGC 7009 કુંભની ખાસ…
વધુ વાંચો >કુંભકર્ણ
કુંભકર્ણ : ‘રામાયણ’નું વિકરાળ પાત્ર. પુલસ્ત્યપુત્ર વિશ્રવસ ઋષિ અને રાક્ષસકન્યા કૈકસીનો દ્વિતીય પુત્ર અને રાવણનો લઘુબંધુ. તે 600 ધનુષ્ય ઊંચો, 100 ધનુષ્ય પહોળો હતો. (1 ધનુષ્ય = 4 હાથ કે 96 આંગળ). જન્મતાં જ એક હજાર મનુષ્યોને ખાઈ ગયેલો અને વજ્ર મારનાર ઇન્દ્રને ઐરાવતના દાંતથી મારી નસાડેલો. આથી બ્રહ્માએ ઊંઘ્યા…
વધુ વાંચો >કુંભકોણમ્
કુંભકોણમ્ : તામિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં આવેલું શહેર તથા તાલુકામથક. ભૌ. સ્થાન તે 10o 58′ ઉ. અ. અને 79o 23′ પૂ. રે. પર કાવેરી નદીને કાંઠે આવેલું છે. પૌરાણિક અનુશ્રુતિ અનુસાર બ્રહ્માના અમૃતકુંભમાં છિદ્ર પડવાથી વહી ગયેલા અમૃતથી ભીની થયેલી ભૂમિ તે કુંભકોણમ્. તે જૂના સમયમાં કોમ્બકોનુપ તરીકે ઓળખાતું હતું.…
વધુ વાંચો >કુંભનદાસ
કુંભનદાસ (જ. 1468, મથુરા – અ. 1582,ગોવર્ધન) : પુષ્ટિમાર્ગના પ્રસિદ્ધ અષ્ટછાપ કવિઓ પૈકીના પ્રથમ કવિ. સાંપ્રદાયિક દીક્ષા 1492માં મહાપ્રભુશ્રી વલ્લભાચાર્ય પાસે લીધી હતી. શ્રીનાથજીના મંદિરમાં કીર્તનકારના પદ ઉપર તેમની નિયુક્તિ થઈ હતી. સાત પુત્રો, સાત પુત્રવધૂઓ અને એક ભત્રીજીના બહોળા પરિવારનું પોષણ પોતાની નાનકડી જમીનની ઊપજમાંથી જ કરતા અને સ્વયં અયાચક્ર…
વધુ વાંચો >કુંભમેળો
કુંભમેળો : ભારતના ઘણા તહેવારો ચાંદ્ર તિથિ ઉપર આધારિત છે, જ્યારે કેટલાક તહેવારો સૌર સંક્રાંતિ અનુસાર ગણાય છે. ઉત્તરાયણ સૂચવતો તહેવાર સૂર્યની મકર રાશિમાં સંક્રાંતિ થાય ત્યારે આવે છે. ભારતીય ગ્રહગણિતમાં સૂર્ય અને ચંદ્રની જેમ બૃહસ્પતિ (ગુરુ) પણ મહત્વનું સ્થાન ધરાવે છે. પૃથ્વીને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતાં એક વર્ષ લાગે…
વધુ વાંચો >કુંભલગઢનો કિલ્લો
કુંભલગઢનો કિલ્લો : રાજસ્થાનનો પ્રસિદ્ધ કિલ્લો. કુંભલગઢ રાજસ્થાનમાં ઉદેપુરની વાયવ્યે 80 કિમી. દૂર અરવલ્લીની ટેકરીઓમાં આવેલો છે. તેના વ્યૂહાત્મક સ્થાનને લીધે રાજસ્થાનના કિલ્લાઓમાં તે બીજા ક્રમે આવે છે. રાણા કુંભાએ 1443–1458 દરમિયાન પ્રસિદ્ધ સ્થપતિ મંડનની દેખરેખ નીચે તે બંધાવ્યો હતો. માળવા અને ગુજરાતના સુલતાનોએ તેને જીતવા અનેક પ્રયત્નો કર્યા હતા;…
વધુ વાંચો >કુંભારકામ
કુંભારકામ : અગ્નિમાં તપાવેલા ભીની માટીના વિવિધ ઘાટ ઉતારવાનું કામ. ભીની માટીના અનેક ઘાટ ઘડી શકાય છે. તેને અગ્નિમાં યોગ્ય રીતે તપાવવાથી તેમાં વિશિષ્ટ શક્તિ પેદા થઈને પાણીથી તે ઓગળી જતા નથી, તેમજ તે પથ્થર કે અન્ય પદાર્થોની માફક વાપરી શકાય છે. એ જ્ઞાન કુંભારકામનું મૂળ છે. આ જ્ઞાન પૃથ્વી…
વધુ વાંચો >કુંભારચાક
કુંભારચાક (1977) : ઊડિયા આત્મકથા. ઊડિયા લેખક કાલિચરણ પટનાયકની આ આત્મકથાને 1977નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. આ આત્મકથામાં લેખકે જે જે પરિસ્થિતિ અને પરિબળોએ લેખકનું ઘડતર કર્યું તેનો ઉલ્લેખ તો કર્યો છે, પણ પોતાના જીવનમાં અને છેલ્લા દસકામાં ઓરિસામાં જે રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક પરિવર્તનોનું પ્રવર્તન થયું તેનો પણ…
વધુ વાંચો >કુંભા રાણા
કુંભા રાણા (જ. 1428; અ. 1488) : સિસોદિયા વંશના મેવાડના પ્રખ્યાત રાજવી અને વિદ્વાન. પિતા મોકલ અને માતા હંસાબાઈ. પિતાનું મૃત્યુ 1433માં થતાં ગાદી મળી. સગીર અવસ્થા દરમિયાન મોટા સાવકા ભાઈ ચુન્ડા તથા મામા રાઠોડ રણમલે કારભાર સંભાળ્યો હતો. મામા રણમલનું 1438માં ખૂન થયું હતું. પ્રારંભનાં સાત વરસ દરમિયાન મારવાડ…
વધુ વાંચો >કુંભારિયાનાં જૈન મંદિરો
કુંભારિયાનાં જૈન મંદિરો : બનાસકાંઠાના દાંતા તાલુકાના અંબાજી-દાંતા માર્ગ ઉપર પાંચ જૈન મંદિરોની શ્રેણી આવેલી છે. આ મંદિરો ભીમદેવ પહેલાના (ઈ.સ. 1022-1064) શાસન દરમિયાન તેના મંત્રી અને દંડનાયક વિમલ શાહે બંધાવેલાં કહેવાય છે. નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી, શાંતિનાથ અને સંભવનાથનાં આ મંદિરો છે. અહીં ગર્ભગૃહથી આગળ ગૂઢમંડપ, ત્રિકમંડપ, સભામંડપ અને…
વધુ વાંચો >