૪.૨૩

કાયનાઇટથી કારોબારી

કાયનાઇટ

કાયનાઇટ : રા. બં. – Al2O3.SiO2; સ્ફ. વ. – ટ્રાયક્લિનિક; સ્વ. – ચપટા, લાંબા પાનાકાર સ્ફટિક, વિકેન્દ્રિત તંતુમય કે દળદાર; રં. – સામાન્યત: વાદળી, ક્યારેક સફેદ રાખોડી, લીલો, પીળો કે લગભગ કાળો; સં. – પિનેકોઇડને સમાંતર; ચ. – સંભેદ સપાટી પર મૌક્તિક, કાચમય; ચૂ. – સફેદ; ક. – જુદી જુદી…

વધુ વાંચો >

કાયફળ

કાયફળ : સં. कट्फल; હિં. कायफल; શાસ્ત્રીય નામ Myrica. તે દ્વિદળીના કુળ Myricaceaeનું મધ્યમ કદનું ઝાડવું છે. તે એક જ પ્રજાતિના કુળનું છે અને તે આઠ જાતિઓ ધરાવે છે. તેમાંની એક M. nagi Thunb હિમાલયના રાવી પ્રદેશમાં, ખાસિયા ટેકરીઓ અને સિલહટ પાસે મળે છે. તે જલદ સુગંધી ફેલાવે છે. સાદાં…

વધુ વાંચો >

કાયમી જમાબંધી

કાયમી જમાબંધી : જમીન માપીને તેની જાત વગેરે તપાસી તેનું સરકારી મહેસૂલ કાયમને માટે નક્કી કરવું તે. જમીનમહેસૂલ બાબતમાં કાયમી જમાબંધી 1790માં પહેલાં બંગાળમાં દશ વર્ષ માટે દાખલ કરવાના અને તેને 1793માં બંગાળ, ઓરિસા તેમજ બિહાર પ્રાંતોમાં કાયમી ધોરણે લાગુ કરવાના કાર્યને હિંદના ગવર્નર-જનરલ કૉર્નવૉલિસ(1786-1793)ની મહત્વની વહીવટી સિદ્ધિ ગણવામાં આવે…

વધુ વાંચો >

કાયસ્થ, ભીમસેન રઘુનંદનદાસ

કાયસ્થ, ભીમસેન રઘુનંદનદાસ (જ. 1649, બુરહાનપુર) : ફારસી ભાષાના નોંધલેખક અને ઔરંગઝેબના સેનાની. તેમના કાકા ભગવાનદાસને ઔરંગઝેબ તરફથી દિયાનતરાયનો ખિતાબ અને દીવાનનું પદ મળ્યું હતું. બુંદેલા સરદાર રાવ દલપતની સરદારી હેઠળ ભીમસેને દખ્ખણમાં ઘણી લડાઈઓમાં ભાગ લીધો હતો. તે નલદુર્ગ નામના ગઢના સેનાધ્યક્ષ પણ નિમાયા હતા. ભીમસેને ઔરંગઝેબની દખ્ખણની લડાઈઓની…

વધુ વાંચો >

કાયાકલ્પ

કાયાકલ્પ : આયુર્વેદના પ્રાચીન કાળના આચાર્યો તથા ભારતના અનેક ઋષિમુનિઓએ માનવજીવનને દીર્ઘઆયુષી તથા યુવાનસશ સ્વસ્થ રાખવાની શોધેલી એક વિશિષ્ટ ચિકિત્સાપદ્ધતિ. ‘કાયાકલ્પ’ એટલે કાયા(દેહ)નું નવીનીકરણ, આમૂલ પરિવર્તન કે નવજીવન પામ્યાથી થતું દેહનું રૂપાંતરણ. ‘કલ્પ’ શબ્દ કોઈ ખાસ વિશિષ્ટ આહારદ્રવ્ય કે ઔષધિનો શરીરમાં ઉપયોગ કરવાની વિશિષ્ટ પદ્ધતિ માટે વપરાય છે. તેથી ‘કાયાકલ્પ’નો…

વધુ વાંચો >

કાયાકલ્પ (નદીનો)

કાયાકલ્પ (નદીનો) : નદીને નવજીવન પ્રાપ્ત થવાની અને તેનું ઘસારણકાર્ય અને વહનકાર્ય સક્રિય બનવાની પ્રક્રિયા. કાયાકલ્પનાં મુખ્ય કારણો અને પ્રકારો આ પ્રમાણે છે : (1) ઝડપી કે મંદ ભૂસંચલનને કારણે નદી નવજીવન પામે તેને ‘ગત્યાત્મક કાયાકલ્પ’ કહે છે. દા.ત., નદી વૃદ્ધાવસ્થામાં પહોંચી હોય પરંતુ ભૂસંચલનને કારણે તે ભૂમિક્ષેત્રનો ઊંચકાવ થાય…

વધુ વાંચો >

કારક

કારક : પ્રાતિપદિક (નામ આદિ શબ્દો) અને આખ્યાત (ક્રિયાપદ) વચ્ચેનો સંબંધ. વ્યુત્પત્તિ અનુસાર ‘કારક’ એટલે ક્રિયાવ્યાપારનો કર્તા. (कृ + ण्वुल्). વ્યાકરણશાસ્ત્રમાં ‘કારક’ શબ્દ ક્રિયાનું નિમિત્ત, ક્રિયાનો હેતુ, ક્રિયાનો નિર્વર્તક એવા પારિભાષિક અર્થમાં વપરાયો છે. અર્થાત્ પ્રાતિપદિક શબ્દનો (નામ, સર્વનામ, વિશેષણનો) ક્રિયાનિર્વૃતિ અર્થે એટલે કે ક્રિયા પૂર્ણ કરવા માટેના અનેક અવાન્તર…

વધુ વાંચો >

કારકાસોંનો કિલ્લો (1240-1285) (ફ્રાન્સ)

કારકાસોંનો કિલ્લો (1240-1285) (ફ્રાન્સ) : સ્થાપત્યની ર્દષ્ટિએ મહત્વનો ફ્રેન્ચ કિલ્લો. ફ્રાન્સના નગર કારકાસોંમાં લશ્કરની ટુકડીઓના રક્ષણાર્થે બાંધવામાં આવેલો ગૉથિક શૈલીનો આ નોંધપાત્ર કિલ્લો છે. એના ખંડો ચતુષ્કોણી હતા અને એના ખૂણા પર મિનારા હતા. દુશ્મનો સામે ટકવા માટે આ કિલ્લાનાં દ્વાર મજબૂત રખાયાં હતાં, પરંતુ એથી અવરજવરમાં બાધા ઉત્પન્ન થતી…

વધુ વાંચો >

કારગિલ (Kargil)

કારગિલ (Kargil) : જમ્મુ-કાશ્મીર રાજ્યનો સીમાવર્તી જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 340 34’ ઉ.અ. અને 760 06’ પૂ.રે.ની આજુબાજુનો 14,036 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પાકિસ્તાન હસ્તકનો ગિલગીટ જિલ્લો, પૂર્વ તરફ લદ્દાખ, દક્ષિણ તરફ હિમાચલ પ્રદેશ, નૈર્ઋત્ય અને પશ્ચિમ તરફ ડોડા,…

વધુ વાંચો >

કારગિલ યુદ્ધ

કારગિલ યુદ્ધ : ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં લડવામાં આવેલું અઘોષિત યુદ્ધ. 1947માં ભારતના ઉપખંડમાં થયેલ રાજકીય ઊથલપાથલને કારણે આ મહાદ્વીપમાં પાકિસ્તાન નામના એક નવા મુસ્લિમ મજહબી રાજ્યનો ઉદય થયો અને ત્યારથી 1999 સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર વાર યુદ્ધો થયાં છે, જેમાંથી બે છદ્મ-યુદ્ધો હતાં (1947 અને 1999)…

વધુ વાંચો >

કારાકાસ

Jan 23, 1992

કારાકાસ : દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા રાજ્યનું પાટનગર અને દક્ષિણ અમેરિકાના મુક્તિદાતા સાયમન-દ-બોલીવારનું જન્મસ્થળ. ભૌગોલિક સ્થાન : 100 30’ ઉ. અ. અને 660 56’ પ. રે.. તુર્કમેન ભાષામાં અહીંના રણને ‘ગારાગુમ’ કહે છે. તેનો અર્થ ‘કાળી રેતી’ એવો થાય છે. તે ઉત્તર મધ્ય કૅરિબિયન સમુદ્રના કિનારાથી 11 કિમી. દૂર 960 મી.ની…

વધુ વાંચો >

કારાકુમ (તુર્કમેનિસ્તાન)

Jan 23, 1992

કારાકુમ (તુર્કમેનિસ્તાન) : તુર્કમેનિસ્તાનમાં આમુદરિયા નદીની ‘કારાકુમ’ નહેરના નામ ઉપરથી ઓળખાતો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 460 49′ ઉ. અ. અને 790 33′ પૂ. રે.. અહીંનું મહત્તમ તાપમાન 500 સે. જેટલું નોંધાયેલું છે. અગાઉના યુએસએસઆરનું તે ઘટકરાજ્ય હતું. ઈરાન અને અફઘાન રાષ્ટ્રોની ઉત્તર સરહદે યુરલ પર્વત તેમજ કાસ્પિયન સમુદ્ર અને આમુદરિયા…

વધુ વાંચો >

કારાકોરમ

Jan 23, 1992

કારાકોરમ : જગતના છાપરા તરીકે ઓળખાતી મધ્ય એશિયાની પામીર ગિરિમાળાની ગાંઠમાંથી દક્ષિણ તરફ વિસ્તરતી તથા ઊંચાઈમાં હિમાલયથી બીજે ક્રમે આવતી ઉત્તુંગ ગિરિમાળા. પ્રાચીન નામ કૃષ્ણગિરિ. ભૌગોલિક સ્થાન : 340થી 370 ઉ. અ. અને 740થી 780 પૂ. રે. વચ્ચે પથરાયેલી આ ગિરિમાળાની ઉત્તર અને પૂર્વ તરફ હિમાલય, ઈશાનમાં કૂનલૂન પર્વતો તથા…

વધુ વાંચો >

કારાગંડા (કારાગંડી – Qaraghandy)

Jan 23, 1992

કારાગંડા (કારાગંડી – Qaraghandy) : પહેલાંના સોવિયેટ સંઘ તથા હાલના કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સના એક એકમ કઝાખસ્તાન રાજ્યનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લાનું બીજા નંબરનું શહેર. કારગન નામના છોડ આ વિસ્તારમાં પુષ્કળ ઊગતા હોવાથી જિલ્લા અને શહેરને આ નામ મળ્યું છે. જિલ્લાનું ક્ષેત્રફળ 4,28,000 ચોકિમી. છે. આ…

વધુ વાંચો >

કારાચી પરિવાર

Jan 23, 1992

કારાચી પરિવાર (કારાચી, ઍગોસ્તિનો : જ. 16 ઑગસ્ટ 1557, બોલોન્યા, ઇટાલી; અ. 23 ફેબ્રુઆરી 1602, પાર્મા, ઇટાલી. કારાચી, એનિબાલે : જ. 3 નવેમ્બર 1560, બોલોન્યા, ઇટાલી; અ. 15 જુલાઈ 1609, રોમ, ઇટાલી. કારાચી, લોડોવિકો : જ. 21 એપ્રિલ 1555, બોલોન્યા, ઇટાલી; અ. 3 નવેમ્બર 1619, બોલોન્યા, ઇટાલી. કારાચી, ઍન્તૉનિયો :…

વધુ વાંચો >

કારાજન, હર્બર્ટ ફૉન

Jan 23, 1992

કારાજન, હર્બર્ટ ફૉન (Karajan, Herbert Von) (જ. 5 એપ્રિલ 1908, સાલ્ઝબર્ગ, ઑસ્ટ્રિયા; અ. 1998, ન્યૂયૉર્ક, અમેરિકા) : વીસમી સદીના શ્રેષ્ઠ સંગીતકારોમાંના એક, ઑર્કેસ્ટ્રા અને ઑપેરા-કન્ડક્ટર. તરુણાવસ્થામાં જ સંગીતની રુચિ તેમણે દાખવેલી. પિતાએ તેમને સાલ્ઝબર્ગની વિખ્યાત સંગીતશાળા મૉત્સાર્ટિયમ(Mozarteum)માં સંગીતના અભ્યાસાર્થે દાખલ કર્યા. ઑર્કેસ્ટ્રા અને ઑપેરાના સંચાલનના વિષય સાથે સંગીતના સ્નાતક થઈ…

વધુ વાંચો >

કારાણી, દુલેરાય લખાભાઈ

Jan 23, 1992

કારાણી, દુલેરાય લખાભાઈ (જ. 26 ફેબ્રુઆરી 1896, મુંદ્રા (કચ્છ); અ. 26 ફેબ્રુઆરી 1989) : લોકસાહિત્યના સંશોધક, સંગ્રાહક અને સર્જક. ‘જળકમળ’, ‘હસતારામ’ ઉપનામો. ‘કચ્છના મેઘાણી’ તરીકે સુખ્યાત. અભ્યાસ ધોરણ દસ સુધી. કચ્છી ભાષા ઉપરાંત ગુજરાતી, ઉર્દૂ, સિંધી, વ્રજ અને અંગ્રેજી જેવી ભાષાઓ સ્વપ્રયત્ને શીખ્યા. કારકિર્દીનો આરંભ શિક્ષક તરીકે. પાછળથી બઢતી મળતાં…

વધુ વાંચો >

કારા, મણિબહેન

Jan 23, 1992

કારા, મણિબહેન (જ. 1905, મુંબઈ; અ. 1979) : ભારતનાં અગ્રણી મજૂરનેતા. કાપડનો વ્યાપાર કરતા ઉચ્ચ મધ્યમવર્ગી પરિવારમાં જન્મ. પિતા આર્યસમાજના સભ્ય અને પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હતા. સમાજસુધારણાના તેઓ પ્રખર હિમાયતી હતા. માધ્યમિક શિક્ષણ મુંબઈની સેન્ટ કોલંબા હાઈસ્કૂલમાં લીધું હતું. મેટ્રિકની પરીક્ષામાં નપાસ થવાથી પિતાએ મણિબહેનને આગળ ભણવા ઇંગ્લૅન્ડ મોકલ્યાં, જ્યાં…

વધુ વાંચો >

કારા મુસ્તફા-કોષકુ

Jan 23, 1992

કારા મુસ્તફા-કોષકુ (ટોપકાપી સરાઈ, ઇસ્તમ્બૂલ) : ઇસ્તમ્બૂલની ટોપકાપી સરાઈમાં બાંધેલો તુર્કીઓનો એક-ખંડી ઉદ્યાનમંડપ. આવા મંડપો સુલતાનોના નિવાસોના ભાગ તરીકે જ બંધાતા. એની બારીઓ બારણાં જેટલી જ ઊંડી અને દીવાલો કાચની છે. આ અઢારમી સદીનું કોષકુ (ઉદ્યાનમંડપ) સ્થાપત્યનું વિશિષ્ટ ઉદાહરણ છે. 1752માં આ મંડપનું પુન: બાંધકામ થયું હતું. મન્વિતા બારાડી

વધુ વાંચો >

કારાયેવ, કારા અબુલ્ફાઝ ઑગ્લી

Jan 23, 1992

કારાયેવ, કારા અબુલ્ફાઝ ઑગ્લી (Karayev, Kara Abulfaz Ogly) (જ. 1918, બાકુ, આઝરબૈજાન) : પ્રસિદ્ધ આઝરબૈજાની સંગીતકાર અને સ્વરનિયોજક. ઓગણીસ વરસની ઉંમરે કારાયેવ બાકુ કૉન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયા. મહાન રશિયન કવિ ઍલેકઝાન્ડર પુશ્કિનની સોમી જન્મજયંતી નિમિત્તે એકલ પિયાનો (solo piano) માટેની કૃતિ ‘સાર્સ્કોસેલ્સ્કાયા સ્ટેચ્યૂ’ (Tsarskoselskaya statue) લખી. આ કૃતિ…

વધુ વાંચો >