કારકાસોંનો કિલ્લો (1240-1285) (ફ્રાન્સ)

January, 2006

કારકાસોંનો કિલ્લો (1240-1285) (ફ્રાન્સ) : સ્થાપત્યની ર્દષ્ટિએ મહત્વનો ફ્રેન્ચ કિલ્લો. ફ્રાન્સના નગર કારકાસોંમાં લશ્કરની ટુકડીઓના રક્ષણાર્થે બાંધવામાં આવેલો ગૉથિક શૈલીનો આ નોંધપાત્ર કિલ્લો છે. એના ખંડો ચતુષ્કોણી હતા અને એના ખૂણા પર મિનારા હતા. દુશ્મનો સામે ટકવા માટે આ કિલ્લાનાં દ્વાર મજબૂત રખાયાં હતાં, પરંતુ એથી અવરજવરમાં બાધા ઉત્પન્ન થતી ન હતી. પુરાણા નકશા અને માહિતી અનુસાર આ કિલ્લાની મરામત કરી એને જાળવી રાખવામાં આવ્યો છે.

મન્વિતા બારાડી