શાહ, કે. ટી.
શાહ, કે. ટી. (જ. 20 ફેબ્રુઆરી 1888, માંડવી, કચ્છ; અ. 10 માર્ચ 1953, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, પ્રખર દેશભક્ત તથા આર્થિક આયોજનના હિમાયતી. મૂળ ગુજરાતના કચ્છ પ્રદેશના વતની. આખું નામ ખુશાલ તલકસી શાહ. પ્રાથમિક, માધ્યમિક અને અર્થશાસ્ત્રમાં બી.એ. સુધીનું ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં લીધા બાદ વધુ શિક્ષણ…
વધુ વાંચો >શાહ, ગજેન્દ્ર
શાહ, ગજેન્દ્ર (જ. 1937, સાદરા, ગુજરાત) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. મૅટ્રિક્યુલેશન પછી 1956માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1961માં ત્યાંથી ચિત્રકલાનો ડિપ્લોમા હાંસલ કર્યો. ત્યારબાદ પહેલાં દિલ્હીમાં અને પછી અમદાવાદમાં 1961થી 1996 સુધી મકાનોની સજાવટ કરવાનો ઇન્ટિરિયર ડિઝાઇનરનો હુન્નર સ્વીકાર્યો અને 35 વરસ આ…
વધુ વાંચો >શાહ ગઝની
શાહ, ગઝની (જ. ?, અ. ઈ.સ. 1512, અમદાવાદ) : અમદાવાદના સોળમી સદીના મુસ્લિમ સંત. ગુજરાતના સ્વતંત્ર સુલતાનોના શાહ ગઝની ઘણા જ નજીકના સગા થતા હતા. પરિણામે તેઓ અત્યંત ગર્વિષ્ઠ બની ગયેલા અને આમપ્રજાને પજવતા હતા. એક વખત તો તેમણે સંત શાહઆલમસાહેબના એક મુરીદ (સેવક) શેખ અહમદ પાસેથી પૈસા ખૂંચવી લીધા…
વધુ વાંચો >શાહ, ગુણવંત
શાહ, ગુણવંત (જ. 12 માર્ચ 1937, સૂરત) : જાણીતા ગુજરાતી સાહિત્યકાર. સારા વક્તા અને ચિંતક. લલિત નિબંધોના લેખનમાં તેમણે એક આગવી મુદ્રા ઉપસાવી છે. માતાનું નામ પ્રેમીબહેન. પિતાનું નામ ભૂષણલાલ. પિતા વ્યવસાયે શિક્ષક હોવાના કારણે સદ્વાચન, શિક્ષણ અને સાહિત્યના સંસ્કાર તેમને બાળપણથી જ મળ્યા. બી.એસસી. અને એમ.એડ. સુધીનો ઉચ્ચ અભ્યાસ…
વધુ વાંચો >શાહ, ચુનીલાલ વર્ધમાન
શાહ, ચુનીલાલ વર્ધમાન (જ. 2 મે 1887, વઢવાણ, સૌરાષ્ટ્ર; અ. 12 મે 1966, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, પત્રકાર વાર્તાકાર અને વિવેચક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાં. 1903માં મૅટ્રિક થયા બાદ કર્મભૂમિ તરીકે અમદાવાદ પસંદ કર્યું. તેમણે ‘રાજસ્થાન’ અને ‘જૈનોદય’ પત્રોનું સંપાદનકાર્ય કરેલું. એના સંપાદકીય અનુભવોના આધારે 1919માં ‘ગુજરાત સમાચાર’ તરફથી…
વધુ વાંચો >શાહ, જગુભાઈ
શાહ, જગુભાઈ (જ. 1916, ટીંબડી, ગિરનાર નજીક, ગુજરાત; અ. 22 મે 2001, અમેરિકા) : ગુજરાતના ચિત્રકાર અને કલાગુરુ. માતા લાધીબાઈ અને પિતા ભીમજીભાઈ આઝાદીના લડવૈયા હતા; પરંતુ જગુભાઈના બાળપણ દરમિયાન જ તેમનાં માબાપનું મૃત્યુ થયું; તેથી માંગરોળ(સૌરાષ્ટ્ર)માં રહેલાં તેમનાં માશીએ તેમને પોતાને ત્યાં જ બોલાવી લઈને તેમને અંગ્રેજી ધોરણ પાંચ…
વધુ વાંચો >શાહ, જયાબહેન વજુભાઈ
શાહ, જયાબહેન વજુભાઈ (જ. 1 ઑક્ટોબર 1922, ભાવનગર; અ. 14 એપ્રિલ 2014, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક તથા હિન્દીપ્રચાર, ખાદીપ્રચાર, હરિજનસેવા, મહિલાવિકાસપ્રવૃત્તિ અને ગ્રામવિદ્યાપીઠમાં મહત્ત્વનું યોગદાન આપનાર ગુજરાતનાં ગાંધીવિચારનિષ્ઠ મહિલા કાર્યકર. પિતા ત્રિભુવનદાસ અને માતાનું નામ લક્ષ્મીબહેન હતું. રાજનીતિ અને અર્થશાસ્ત્ર સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યા બાદ ગુજરાતના જાણીતા રાજકીય આગેવાન અને…
વધુ વાંચો >શાહજહાનપુર
શાહજહાનપુર : ઉત્તરપ્રદેશના ઉત્તર ભાગમાં નૈર્ઋત્ય નેપાળની દક્ષિણે રોહિલખંડ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 27° 28´થી 28° 28´ ઉ. અ. અને 79° 17´ થી 80° 23´ પૂ. રે. વચ્ચેનો 4,575 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની સરહદ રાજ્યના બીજા…
વધુ વાંચો >શાહજહાં
શાહજહાં : જાણીતા બંગાળી નાટકકાર કવિ દ્વિજેન્દ્રલાલ રાય(1863-1913)નું પ્રસિદ્ધ ઐતિહાસિક નાટક. તેમનું રામાયણ-આધારિત ‘સીતા’ નાટક પણ અત્યંત વિખ્યાત છે. રાજપૂત ઇતિહાસના આધારે તેમણે ‘પ્રતાપસિંહ’ નાટક લખ્યું છે. ગુજરાતીમાં તેનો ઝવેરચંદ મેઘાણીએ ‘રાણો પ્રતાપ’ (1923) નામથી અનુવાદ કર્યો છે. દ્વિજેન્દ્રલાલનું મૂળ ‘સાજાહન’(1910)નો ‘શાહજહાં’ (1927) નામે મેઘાણીનો જ અનુવાદ મળે છે. આ…
વધુ વાંચો >શાહજહાં
શાહજહાં (જ. 15 જાન્યુઆરી 1592, લાહોર; અ. 22 જાન્યુઆરી 1666, આગ્રા) : શહેનશાહ જહાંગીરનો પુત્ર અને પાંચમો મુઘલ સમ્રાટ. તેનું મૂળ નામ ખુર્રમ હતું. તેની માતા મારવાડના નરેશ ઉદયસિંહની પુત્રી હતી. ખુર્રમ અકબરને બહુ પસંદ હતો. તેણે સૂફી વિદ્વાનો પાસે અભ્યાસ કર્યો હતો. તેને તીરંદાજી, પટ્ટાબાજી અને ઘોડેસવારીમાં વધુ રસ…
વધુ વાંચો >શાહની મસ્જિદ, ઇસ્ફાહાન
શાહની મસ્જિદ, ઇસ્ફાહાન : ઈરાનની જાણીતી મસ્જિદ. શાહ અબ્બાસ 1લાએ સ્થપતિ ઉસ્તાદ અબુલ કાસિમના માર્ગદર્શન નીચે 1611માં ઇસ્ફાહાનમાં આ મસ્જિદનું બાંધકામ શરૂ કરાવ્યું. મસ્જિદનું સંપૂર્ણ બાંધકામ 1638માં પૂર્ણ થયું હોવાનું જણાય છે. તેના પ્રાંગણનો ઉત્તરાભિમુખ દરવાજો (portal) 1616માં બંધાઈને પૂર્ણ થયો હતો એમ ત્યાંના શિલાલેખ પરથી જાણવા મળે છે. આર્થર…
વધુ વાંચો >શાહ, (પ્રો. ડૉ.) પારુલબહેન
શાહ, (પ્રો. ડૉ.) પારુલબહેન (જ. ?) : ભરતનાટ્યમનાં નિષ્ણાત નૃત્યાંગના. વડોદરા ખાતે પદાર્થવિજ્ઞાનમાં બી.એસસી., ટૅક્સેશનમાં એલએલ.બી. તથા એલએલ.બી.(સ્પેશિયલ)ની પદવીઓ મેળવ્યા બાદ, 1965થી તેમણે વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સમાં ભરતનાટ્યમમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો. તેઓ ‘ગુજરાતનાં પ્રથમ નૃત્યકાર છે, કે જેમને તેમના ‘ગુજરાતનું રાસનૃત્ય’ …
વધુ વાંચો >શાહ, પીરમોહંમદ
શાહ, પીરમોહંમદ (જ. ?; અ. 1749) : અમદાવાદના સૂફીસંત. શાહ પીર મોહમંદ આમલોકોમાં હજરત પીર મોહંમદ શાહ નામે જાણીતા હતા. તેઓ પોતાની યુવાનીમાં અમદાવાદ આવ્યા હતા. ‘મિરાતે અહમદી’નો કર્તા નોંધે છે તેમ તેઓ અમદાવાદમાં આવ્યા પછી જુમા મસ્જિદમાં રહેતા હતા. તેમના જ્ઞાનની ખ્યાતિ ચારેય બાજુ ફેલાયેલી હતી. તેઓ કાદરી કળાપરંપરાના…
વધુ વાંચો >શાહ, પ્રફુલ્લ અનુભાઈ
શાહ, પ્રફુલ્લ અનુભાઈ (જ. 20 જાન્યુઆરી 1938, અમદાવાદ) : ગુજરાતના ઉદ્યોગપતિ અને વ્યવસ્થાપનક્ષેત્રના નિષ્ણાત. પિતાનું નામ અનુભાઈ ચિમનલાલ શાહ, જેઓ વ્યાપાર કરતા હતા. માતાનું નામ માણેકબહેન. તેમનું સમગ્ર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં થયું. ત્યારબાદ મુંબઈની પોદ્દાર કૉલેજમાંથી તેમણે 1957માં મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમ.ની પદવી તથા 1961માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સની…
વધુ વાંચો >શાહ, પ્રભા
શાહ, પ્રભા (જ. 12 જાન્યુઆરી 1947, જોધપુર, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. 1966થી 1969 સુધી જયપુરના કનોરિયા મહિલા વિદ્યાલય ખાતે કલાનો અવૈધિક (informal) અભ્યાસ કર્યો. ત્યારબાદ રાજસ્થાનના ખ્યાતનામ આધુનિક ચિત્રકાર ચોયલ પાસે કલાનો વધુ ત્રણ વરસ સુધી અભ્યાસ કર્યો. 1976થી 1980 સુધી તેમને ભારત સરકારના શિક્ષણ ખાતા તરફથી ચિત્રો ચીતરવા…
વધુ વાંચો >શાહ, પ્રિયબાળાબહેન
શાહ, પ્રિયબાળાબહેન (જ. 13 જાન્યુઆરી 1920; અ. 14 જાન્યુઆરી, 2011, અમદાવાદ) : ભારતીય સંસ્કૃતિ અને કલાના તજ્જ્ઞ. 1938માં માતાના મૃત્યુ પછી પાંચ ભાંડુઓનો ઉછેર અને શિક્ષણ મોસાળ અમદાવાદમાં થયાં. ગાંધીજીની અસરથી રંગાયેલા મોસાળમાંથી જ બાળપણમાં સાદગી અને સ્વરાજની ભાવના મળેલી, જે અદ્યાપિ પર્યંત જળવાયેલી જોઈ શકાય છે. પ્રાથમિક શાળાના અભ્યાસ…
વધુ વાંચો >શાહ, ફૂલચંદ ઝવેરભાઈ
શાહ, ફૂલચંદ ઝવેરભાઈ (જ. 10 સપ્ટેમ્બર 1879, નડિયાદ, ગુજરાત; અ. 14 માર્ચ 1954, નડિયાદ) : ગુજરાતી નાટ્યકાર, કવિ અને ચિત્રકાર. સંસ્કારી ખડાયતા બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ઝવેરભાઈ અને માતા કૃષ્ણાબાના સંગીત અને નાટ્યકલાના ચાહક પુત્ર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા સહાધ્યાયીઓ સાથે નડિયાદમાં લીધું;…
વધુ વાંચો >શાહબાનુ ખટલો
શાહબાનુ ખટલો : છૂટાછેડા(તલાક)ની શિકાર બનેલી મુસ્લિમ મહિલાના ભરણપોષણની કાયદાકીય જોગવાઈ વિશેનો ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલો શકવર્તી ચુકાદો. વિવાદાસ્પદ બનેલા આ કેસની વિગતો આ પ્રમાણે છે : લગભગ 43 વર્ષના લગ્નજીવન બાદ શાહબાનુને તેમના પતિ મોહમ્મદ એહમદખાને જેઓ આ મુકદ્દમામાં ઉપલી અદાલતમાં અપીલ કરનાર પક્ષકાર હતા, 1975માં તલાક આપી દીધા.…
વધુ વાંચો >શાહ, બારકુલ્લા ચિશ્તી
શાહ, બારકુલ્લા ચિશ્તી : દિલ્હીના નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય. તેમનું મોટાભાગનું જીવન અમદાવાદમાં પસાર થયું. તેમની દરગાહ દિલ્હી દરવાજાની બહાર પેન્ટર ગાર્ડન પાસે આવેલી છે. અમદાવાદના પ્રસિદ્ધ સંત શાહઆલમસાહેબનું ‘શાહઆલમ’ નામ તેમણે પ્રસિદ્ધ કર્યું હતું. આ બાબત પર પ્રકાશ પાડતાં ‘મિરાતે અહમદી’ના કર્તા નોંધે છે કે, શાહઆલમસાહેબ એમના પિતાશ્રીની આજ્ઞા અનુસાર…
વધુ વાંચો >શાહ, ભક્તિ રામલાલ
શાહ, ભક્તિ રામલાલ (જ. 8 સપ્ટેમ્બર 1924, મુંબઈ) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ભીંતચિત્રનો અભ્યાસ કરી ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. ત્યારબાદ કસ્તૂરબા સ્મારક માટે 1945માં મહિલા-કારીગરો અને લોકકલાકારો પાસેથી લોકકલાના નમૂનાઓ પ્રાપ્ત કર્યા. ભક્તિબહેન જગન્નાથ અહિવાસીને મળતી આવતી બંગાળ-શૈલીમાં ગ્રામજગતનાં દૃશ્યોને આલેખવા માટે જાણીતાં…
વધુ વાંચો >