શાહ, ભક્તિ રામલાલ

January, 2006

શાહ, ભક્તિ રામલાલ (. 8 સપ્ટેમ્બર 1924, મુંબઈ) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ભીંતચિત્રનો અભ્યાસ કરી ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. ત્યારબાદ કસ્તૂરબા સ્મારક માટે 1945માં મહિલા-કારીગરો અને લોકકલાકારો પાસેથી લોકકલાના નમૂનાઓ પ્રાપ્ત કર્યા. ભક્તિબહેન જગન્નાથ અહિવાસીને મળતી આવતી બંગાળ-શૈલીમાં ગ્રામજગતનાં દૃશ્યોને આલેખવા માટે જાણીતાં છે. મુંબઈ, ભોપાલ, કોલકાતા, દિલ્હી, હેગ, લંડન અને મ્યુનિકમાં તેમણે પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજેલાં છે. તેમણે સંશોધનો કરીને નીચેનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે :

1. રંગોળી પર ‘રંગરેખાવલિ’.

2. ગુજરાતના જરીકામ ઉપર ‘જરી, સિલ્વર ઍન્ડ ગોલ્ડ થ્રેડ વીવિંગ’.

3. કેશગુંફન પર ‘હિસ્ટરી ઑવ્ હેરસ્ટાઇલ્સ ઍન્ડ કૉસ્ટ્યૂમ્સ’.

હાલમાં તેઓ મુંબઈમાં નિવાસ કરે છે.

અમિતાભ મડિયા