૧૬.૨૩
મૈનપુરીથી મોટવાની હરિ
મોજું
મોજું : સમુદ્રની જળસપાટી પર પવનથી ઉદભવતી હલનચલનની સ્થિતિ. સમુદ્રની ઉપલી સપાટી હવાના સંપર્કમાં આવવાથી તેનાં જળ હલનચલન તેમજ ગતિ પ્રાપ્ત કરે છે. આ પ્રકારની ક્રિયાને મોજું કહે છે. આ મોજાંનો પ્રભાવ મોટેભાગે માત્ર સપાટીની થોડીક ઊંડાઈ પૂરતો જ સીમિત રહે છે, ઊંડાઈ તરફ જતાં તેની અસર ઘટતી જાય છે.…
વધુ વાંચો >મોઝર-પૉલ, ઍનમૅરી
મોઝર-પૉલ, ઍનમૅરી (1953, કલીનાર્લ, ઑસ્ટ્રિયા) : આલ્પાઇન પર્વત પર બરફમાં સરકવાની રમતનાં નામી મહિલા-ખેલાડી. તેઓ 1970–79 દરમિયાન 62 વિશ્વકપ રેસ જીત્યાં હતાં. એક મહિલા-ખેલાડી માટે તે એક વિક્રમ હતો. આ ઉપરાંત 1979માં ઑવઑબ ચૅમ્પિયન, 1978 અને 1979માં ડાઉનહિલ ચૅમ્પિયન, 1980માં ઑલિમ્પિક ડાઉનહિલ, 1972 અને ’78માં વર્લ્ડ કંબાઇન્ડ તેમજ 1974, ’78…
વધુ વાંચો >મોઝલી, ઓસવાલ્ડ (અર્નેલ્ડ)
મોઝલી, ઓસવાલ્ડ (અર્નેલ્ડ) (જ. 16 નવેમ્બર 1896, લંડન; અ. 3 ડિસેમ્બર 1980, પૅરિસ નજીકનું ઓર્સે) : બ્રિટિશ રાજનીતિજ્ઞ. 1918થી 1931 સુધી સાંસદ તરીકે કામગીરી કર્યા બાદ તેમણે 1932માં બ્રિટિશ યુનિયન ઑવ્ ફાસિસ્ટની સ્થાપના કરી. આ સંસ્થા સેમેટિક જાતિઓ વિરુદ્ધ પ્રચાર કરતી અને લડાયક દેખાવો યોજી, નાઝી-વિચારનો પ્રચાર કરવા માટે જાણીતી…
વધુ વાંચો >મોઝામ્બિક
મોઝામ્બિક : આફ્રિકાના અગ્નિકોણમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 18° 15´ દ. અ. અને 35° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 7,99,380 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં ટાન્ઝાનિયા, માલાવી અને ઝામ્બિયા, પૂર્વમાં હિન્દી મહાસાગર, દક્ષિણમાં દક્ષિણ આફ્રિકા, નૈર્ઋત્યમાં સ્વાઝિલૅન્ડ તથા પશ્ચિમે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે દેશો આવેલા…
વધુ વાંચો >મોઝામ્બિકની ખાડી (મોઝામ્બિકની સામુદ્રધુની)
મોઝામ્બિકની ખાડી (મોઝામ્બિકની સામુદ્રધુની) : પશ્ચિમ હિન્દી મહાસાગરમાં આવેલી ખાડી અથવા સામુદ્રધુની. ભૌગોલિક સ્થાન : 19° 00´ દ. અ. અને 41° 00´ પૂ. રે. વિસ્તારની ર્દષ્ટિએ જોતાં તે આશરે 13° 25° દ. અ. અને 35° 45° પૂ. રે. વચ્ચેના ભાગમાં ઈશાન-નૈર્ઋત્ય દિશામાં વિસ્તરેલી છે. મકરવૃત્ત તેના દક્ષિણ ભાગમાંથી પસાર થાય…
વધુ વાંચો >મોઝામ્બિક પ્રવાહ
મોઝામ્બિક પ્રવાહ : મોઝામ્બિકના કિનારા નજીક વહેતો પશ્ચિમ હિન્દી મહાસાગરનો ગરમ પ્રવાહ. અગ્નિકોણી વ્યાપારી પવનો દક્ષિણ વિષુવવૃત્તીય મુખ્ય પ્રવાહને આફ્રિકાના પૂર્વ કિનારા તરફ વાળે છે. પૃથ્વીની અક્ષભ્રમણગતિને કારણે મુખ્ય પ્રવાહ દક્ષિણ તરફ ફંટાય છે. અહીં તે આફ્રિકાની કિનારા-રેખા તથા ત્યાંની ખંડીય છાજલીના આકારને અનુસરે છે. આફ્રિકાના કિનારા તરફ આવતા માડાગાસ્કર…
વધુ વાંચો >મૉઝિસ, ઍડવિન કૉરલી
મૉઝિસ, ઍડવિન કૉરલી (જ. 1955, ડ્રેટન, ઑહિયો) : વિઘ્ન-દોડના નિપુણ ખેલાડી. ઑગસ્ટ, 1977 તથા જૂન, 1987 વચ્ચેના ગાળા દરમિયાન તેમણે વિક્રમજનક 122 જેટલી રેસોમાં ભાગ લીધો અને તેમાંથી એકેયમાં તેમની હાર થઈ ન હતી. 1977, 1979 અને 1981માં 440 મીટર વિઘ્નદોડમાં તેઓ વિશ્વકપના સુવર્ણચંદ્રક વિજેતા બન્યા હતા. 1983માં તેઓ વિશ્વ-ચૅમ્પિયન…
વધુ વાંચો >મોઝેસ (મોશે)
મોઝેસ (મોશે) : યહૂદી ધર્મના મહાન સંત. જેનો ખ્રિસ્તી ધર્મમાં પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. ઇઝરાયલ દેશના યાકોબ અને લિયાના દીકરા લેવીના વંશમાં મોશેનો જન્મ થયો હતો. મોશેનાં માતાપિતા ઇજિપ્તમાં વસતાં હતાં. ઇજિપ્તના રાજા રામસેસ બીજાએ ઇઝરાયલથી આવીને વસેલી આ પ્રજા પર જુલમ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. એ જુલમના…
વધુ વાંચો >મોટ, નેવિલ ફ્રાન્સિસ (સર)
મોટ, નેવિલ ફ્રાન્સિસ (સર) (જ. 30 સપ્ટેમ્બર 1905, લીડ્ઝ, ઇંગ્લૅન્ડ, અ. 1996) : ચુંબકીય અને અસ્તવ્યસ્ત તંત્રની ઇલેક્ટ્રૉનિક્સ સંરચનાના મૂળભૂત સૈદ્ધાંતિક સંશોધન માટે 1977નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર ખ્યાતનામ બ્રિટિશ વિજ્ઞાની. તેમણે કેમ્બ્રિજમાં રહીને ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ત્યારબાદ કેમ્બ્રિજ, કૉપનહેગન અને ગૉટિંજન(Gottingen)માં સંશોધનકાર્ય કર્યું. તે પછી તેઓ કેમ્બ્રિજ ખાતે પ્રથમ…
વધુ વાંચો >મોટરકાર
મોટરકાર : મુખ્યત્વે અંતર્દહન એન્જિનથી સ્વયંચાલિત (ઑટોમોબાઇલ) અને સામાન્ય રીતે ત્રણથી ચાર વ્યક્તિઓના યાત્રાપરિવહન માટે વપરાતું ચાર પૈડાંવાળું, ઘણું પ્રચલિત સાધન. આ સાધન ટ્રક, ટ્રૅકટર, જીપ, મોટરસાઇકલ અને મોપેડ જેવાં અન્ય ઑટોમોબાઇલ સાધનો જેવું સાધન છે. મોટરના મુખ્ય ભાગોમાં ચેસીસ કે જેના પર એન્જિન અને ગતિપ્રસારણ સાધનો (ક્લચથી ટાયર સુધીનાં)…
વધુ વાંચો >મૈનપુરી (Mainpuri)
મૈનપુરી (Mainpuri) : ઉત્તરપ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 10´ ઉ. અ. અને 79° 00´ પૂ.રે.ની આજુબાજુના 2,759 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઈટાહ, પૂર્વે ફર્રુખાબાદ, અગ્નિ દિશાએ કનૌજ, દક્ષિણે ઇટાવાહ, અને પશ્ચિમે ફીરોઝાબાદ જિલ્લો આવેલો છે.…
વધુ વાંચો >મૈલા આંચલ (1954)
મૈલા આંચલ (1954) : હિંદીના લેખક ફણીશ્વરનાથ રેણુની નવલકથા. ‘મૈલા આંચલ’ના પ્રકાશનની સાથે જ હિન્દી નવલકથાક્ષેત્રે ‘આંચલિક’ શબ્દનો પ્રાદુર્ભાવ થયો. આમ નવલકથાના રચનાકૌશલ્યમાં નવીનતા લાવીને ‘રેણુ’એ આંચલિક નવલકથાને ઉચ્ચાસને સ્થાપી બતાવી. ‘મૈલા આંચલ’ કોઈ એક વ્યક્તિની કથા નથી, પણ બિહારના પૂર્ણિયા જિલ્લામાં આવેલા મેરીગંજ નામના પ્રદેશવિશેષની કથા છે. તેથી જ…
વધુ વાંચો >મૈસનર અસર
મૈસનર અસર (Meissner Effect) : અતિવાહક (superconducting) ધાતુને ચુંબકીય ક્ષેત્રમાં ક્રાંતિક તાપમાન નીચે અને નિરપેક્ષ શૂન્ય તાપમાનની નજીક ઠંડી પાડવામાં આવે ત્યારે તેના અંતરિયાળમાંથી ચુંબકીય ફ્લક્સનું થતું નિષ્કાસન. વાલ્ટર મૈસનર (Walther Meissner) અને આર. ઓશેનફેલ્ડે (R. Ochenfeld) 1933માં આ અસર શોધી કાઢી. જ્યારે કલાઈ(tin)ના લાંબા નળાકાર એકલ સ્ફટિકો પાસપાસે રાખીને…
વધુ વાંચો >મૈસૂર
મૈસૂર : કર્ણાટક રાજ્યના છેક દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 11° 30´થી 12° 18´ ઉ. અ. અને 76° 39´ પૂ. રે.ની આજુબાજુના 6,854 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હસન અને માંડ્યા જિલ્લા, પૂર્વમાં ચામરાજનગર જિલ્લો, દક્ષિણમાં કેરળ રાજ્યની…
વધુ વાંચો >મૈસૂર (શહેર)
મૈસૂર (શહેર) : કર્ણાટક રાજ્યમાં આવેલું ધાર્મિક અને ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વ ધરાવતું શહેર. મૈસૂર જિલ્લાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : તે 12° 18´ ઉ. અ. અને 76° 39´ પૂ. રે. પર રાજ્યના દક્ષિણ ભાગમાં (જિલ્લાના ઉત્તર ભાગમાં) આવેલું છે. રાજ્યના પાટનગર બૅંગાલુરુથી નૈર્ઋત્યમાં 130 કિમી. અંતરે ચામુંડી હિલના વાયવ્ય…
વધુ વાંચો >મૈસૂર વિગ્રહો
મૈસૂર વિગ્રહો (1766–1799) : અંગ્રેજો અને મૈસૂરના મુસ્લિમ શાસકો વચ્ચે થયેલા વિગ્રહો. મૈસૂરના હિંદુ રાજાનો સિપાઈ, હૈદરઅલી, આપબળે ક્રમશ: સેનાપતિ અને ત્યારબાદ રાજાને ઉથલાવીને મૈસૂરનો શાસક બની ગયો હતો. 1766માં હૈદરાબાદના નિઝામ, મરાઠા અને અંગ્રેજોએ હૈદરઅલી વિરુદ્ધ જોડાણ કરીને તેના રાજ્ય પર હુમલો કર્યો, ત્યારે પ્રથમ મૈસૂર વિગ્રહ શરૂ થયો.…
વધુ વાંચો >મોઇત્ર, રાધિકામોહન
મોઇત્ર, રાધિકામોહન (જ. 13 ફેબ્રુઆરી 1917, તાલંડ હાલ બાંગ્લાદેશમાં; અ. 15 ઑક્ટોબર 1981, કૉલકાતા) : ભારતના અગ્રણી સરોદવાદક. સમગ્ર શિક્ષણ કૉલકાતામાં. કૉલકાતા યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષય સાથે બી.એ. અને એમ.એ.ની પદવીઓ પ્રાપ્ત કર્યા પછી રાજશાહી ખાતેની શાસકીય કૉલેજમાં તત્વજ્ઞાન વિષયના અધ્યાપક તરીકે જોડાયા. દરમિયાન કૉલકાતા યુનિવર્સિટીની એલએલ.બી.ની પદવી પણ પ્રાપ્ત કરી…
વધુ વાંચો >મૉઇબ્રિજ, એડ્વર્ડ
મૉઇબ્રિજ, એડ્વર્ડ (જ. 1830, ગ્રેટર લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1904) : બ્રિટનના ઍક્શન ફોટોગ્રાફીના પ્રણેતા. મૂળ નામ એડ્વર્ડ જેમ્સ મ્યુગરિજ; પણ પોતાના વિચિત્ર સ્વભાવને કારણે નામ તથા જોડણી બદલી કાઢ્યાં. 1852માં તેઓ સ્થળાંતર કરી કૅલિફૉર્નિયા ગયા અને અમેરિકન સરકારના મુખ્ય ફોટોગ્રાફર બન્યા. 1887માં પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં દોઢથી પંદર મિનિટને અંતરે @ અને…
વધુ વાંચો >મોઇસાં, (ફર્ડિનાન્ડ ફ્રેડરિક) હેન્રી
મોઇસાં, (ફર્ડિનાન્ડ ફ્રેડરિક) હેન્રી (જ. 28 સપ્ટેમ્બર 1852, પૅરિસ; અ. 20 ફેબ્રુઆરી 1907, પૅરિસ) : વિખ્યાત ફ્રેંચ રસાયણશાસ્ત્રી. તેઓ ખૂબ ગરીબ ઘરમાંથી આવેલા. તેમણે તેમના અભ્યાસ માટે ખૂબ ઝૂઝવું પડેલું, પણ સંપત્તિવાન કુટુંબમાં લગ્ન થતાં તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો હતો. ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા પછી તેઓ 1886માં પૅરિસની સ્કૂલ…
વધુ વાંચો >મૉઇસેયેવ, ઇગૉર અલેક્ઝાન્ડ્રોવિચ
મૉઇસેયેવ, ઇગૉર અલેક્ઝાન્ડ્રોવિચ (જ. 21 જાન્યુઆરી 1906, કીવ, યુક્રેન, રશિયા) : રશિયાના નર્તક, નૃત્યનિયોજક અને બૅલેનિર્દેશક. તેમણે ખાનગી ધોરણે તથા બૉલશૉઈ બૅલે સ્કૂલમાં શિક્ષણ-તાલીમ લીધાં અને 1924માં બૉલશૉઈ બૅલેની મુખ્ય કંપનીમાં સ્નાતક થયા; 1939 સુધી ત્યાં જ એકલા પ્રમુખ પાત્ર તથા નૃત્યનિયોજક તરીકે કાર્યભાર સંભાળતા રહ્યા. 1936માં ‘થિયેટર ઑવ્ ફૉક…
વધુ વાંચો >