૧૫.૧૦
મનોવિશ્લેષણથી મરકી
મનોવિશ્લેષણ
મનોવિશ્લેષણ (psychoanalysis) (આયુર્વિજ્ઞાન) : મનની અંદરનાં દ્વંદ્વો અથવા વિરોધિતાઓ(conflicts)નો અભ્યાસ અને તેનો માનસિક રોગોના ઉપચારમાં ઉપયોગ. મન તથા વ્યક્તિત્વના વિકાસની છેલ્લી વિભાવના (hypothesis) મુજબ મનના અચેતન-સ્તરમાં પારસ્પરિક વિરોધિતા અથવા દ્વંદ્વો રહેલાં છે. મનોવિશ્લેષણની પ્રક્રિયામાં આ વિભાવનાને આધારે માનસિક ક્રિયાઓનો અભ્યાસ કરીને તેનો માનસિક રોગોના ઉપચારમાં ઉપયોગ કરાય છે. મનોવિશ્લેષણની પ્રક્રિયા…
વધુ વાંચો >મનોવિશ્લેષણ (માનસશાસ્ત્ર)
મનોવિશ્લેષણ (માનસશાસ્ત્ર) ‘મનોવિશ્લેષણ’ શબ્દ બે અર્થમાં વપરાય છે. (1) અચેતનની વિભાવનાને આધારે માનવમન અને વર્તનનાં વિવિધ પાસાંઓની સમજૂતી આપતા સિદ્ધાંતો અને તદવિષયક કલ્પનાઓનું માળખું. (2) માનસિક રોગોની સારવાર માટેની એક માનસોપચાર પદ્ધતિ, જેનો હેતુ દર્દીઓના અચેતન માનસની પ્રક્રિયાઓનું વિશ્લેષણ કરી, તેમને મનોભાર અને માનસિક રોગોમાંથી મુક્ત કરવાનો છે. મનોવિશ્લેષણનું મુખ્ય…
વધુ વાંચો >મનોવિશ્લેષણ (સાહિત્ય)
મનોવિશ્લેષણ (સાહિત્ય) : સાહિત્ય જેવી વાક્કળાનો માનવચિત્ત સાથેનો સંબંધ ઘણો ગાઢ-ગૂઢ ને તેથી સંકુલ છે. સાહિત્યના સર્જન-ભાવનનો કારયિત્રી-ભાવયિત્રી પ્રતિભા સાથે, વ્યષ્ટિ તેમજ સમષ્ટિ-ચેતના સાથે, માનવસંવિતનાં આંતરબાહ્ય સ્ફુરણો-સંચલનો સાથેનો સંબંધ ઘણો ગહન, વ્યાપક અને સૂક્ષ્મ છે. જેમ જીવનનો તેમ સાહિત્યના અંતસ્તત્વનો પૂરો તાગ મેળવવો અશક્ય છે. તેથી સાહિત્યના સર્જન-ભાવનના સંદર્ભમાં રહસ્યતત્વનો,…
વધુ વાંચો >મનોવૈજ્ઞાનિક પરીક્ષણ
મનોવૈજ્ઞાનિક પરીક્ષણ (psychological testing) : શાબ્દિક/અશાબ્દિક પ્રતિક્રિયા વડે કે અન્ય પ્રકારના વર્તનના નમૂના વડે વ્યક્તિત્વના એક કે વધારે પાસાંને વસ્તુલક્ષી રીતે માપવા માટે રચવામાં આવેલું પ્રમાણીકૃત સાધન. આવા સાધનના વૈજ્ઞાનિક ઉપયોગ વડે વ્યક્તિનું કે સમૂહના માનસનું માપ લેવાની ક્રિયાને મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કહેવાય. માનસિક કસોટી રચવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા જટિલ હોઈ તેમાં…
વધુ વાંચો >મનોવૈજ્ઞાનિક વિકાસ
મનોવૈજ્ઞાનિક વિકાસ : માનવીમાં થતું સંકલિત, સર્વાંગીણ અને પ્રગતિ-અભિમુખ ગુણાત્મક પરિવર્તન. ‘વિકાસ’ (development) એટલે જીવતંત્રમાં થતાં શારીરિક અને માનસિક પરિવર્તન. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. માનવીના સંદર્ભમાં કહી શકાય કે વિકાસ એટલે સુસંકલિત, સર્વાંગીણ અને પ્રગતિ-અભિમુખ પરિવર્તન. ઇલિઝાબેથ હરલોક વિકાસને ગુણાત્મક પરિવર્તન કહે છે. તેમના મતે, વિકાસનો અર્થ ‘પરિપક્વતાના…
વધુ વાંચો >મનોહર
મનોહર (જ. 1560; અ. 1620) : મુઘલ ચિત્રશૈલીનાં લઘુચિત્રોના અગ્રણી ચિત્રકાર. વિખ્યાત મુઘલ ચિત્રકાર બસાવનના તે પુત્ર. તે વ્યક્તિચિત્રો, પ્રાણીચિત્રો તથા હસ્તપ્રતોનાં ચિત્રાંકનો માટે મશહૂર હતા. અકબર અને જહાંગીર બંનેના રાજ્યકાળ દરમિયાન તે મુઘલ રાજદરબારના ચિત્રકાર હતા અને બંનેના તે પ્રીતિપાત્ર હતા. મુઘલ રાજદરબાર અને તેની જીવનશૈલી તથા શિષ્ટાચારના ઠાઠભપકા…
વધુ વાંચો >મનોહરસિંહ
મનોહરસિંહ (જ. 1937) : ભારતીય રંગભૂમિના નોંધપાત્ર હિન્દી-ભાષી અભિનેતા અને દિગ્દર્શક. 1960ના દાયકામાં દેશના ઉચ્ચ કોટિના દિગ્દર્શક ઇબ્રાહીમ અલ્કાઝીના વડપણ હેઠળ ચાલતા રાષ્ટ્રીય નાટ્ય સંસ્થાન NSDમાં એમની ત્રણ વર્ષની તાલીમ દરમિયાન જ મનોહરસિંહે અભિનેતા તરીકે કાઠું કાઢવા માંડ્યું હતું. તાલીમ દરમિયાન અલ્કાઝીના દિગ્દર્શનમાં ગિરીશ કર્નાડલિખિત નાટક ‘તુઘલક’માં મુખ્ય ભૂમિકા ભજવી…
વધુ વાંચો >મન્ટો, સઆદત હસન
મન્ટો, સઆદત હસન (જ. 1912, સંબ્રાલા, જિ. લુધિયાણા; અ. 1955, લાહોર, પાકિસ્તાન) : જાણીતા ઉર્દૂ વાર્તાકાર, નાટ્યકાર અને અનુવાદક. તેમણે શિક્ષણ અમૃતસર અને અલીગઢમાં લીધું. 1939માં લગ્ન કર્યા બાદ અમૃતસર, લાહોર, દિલ્હી તથા મુંબઈ ખાતે વસવાટ કર્યા પછી ભારતના ભાગલા થતાં પાકિસ્તાનમાં જઈ વસ્યા. ત્રીશીની શરૂઆતમાં તેમણે તેમની સાહિત્યિક કારકિર્દીનો…
વધુ વાંચો >મન્નાર થીરુમલાઈ (ડિંડિગલ)
મન્નાર થીરુમલાઈ (ડિંડિગલ) : તમિલનાડુ રાજ્યના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. સ્થાન-સીમા-વિસ્તાર ભૌગોલિક સ્થાન : તે 10° 27´ ઉ. અ. અને 77° 58´ પૂ. રે.ની આજુબાજુનો 6,058 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પેરિયાર અને તિરુચિરાપલ્લી જિલ્લા, પૂર્વમાં તિરુચિરાપલ્લી અને મદુરાઈ જિલ્લા, દક્ષિણમાં મદુરાઈ જિલ્લો તથા પશ્ચિમે કોઇમ્બતુર જિલ્લો…
વધુ વાંચો >મન્વન્તર
મન્વન્તર : કાલમાનની પૌરાણિક વિભાવના. માનવકુલના ઉદભાવક મનુના વંશવિસ્તારનો કાલખંડ. કાલમાનની પૌરાણિક વિભાવના અનુસાર સુદીર્ઘ કાલના વ્યાપને 14 મન્વન્તરોમાં માપવામાં આવે છે. મન્વન્તર એટલે માનવકુલના ઉદભાવક મનુના વંશવિસ્તારનો સમગ્રકાલ. આ કાલખંડ 12,000 દૈવી વર્ષો અર્થાત્ 43,20,000 માનુષી વર્ષોનો છે. આ કલ્પના મુજબ આવા કુલ 14 મનુ થઈ ગયા છે. એમાં…
વધુ વાંચો >મન્સાર્ટ, જૂલે-હાર્ડવિન
મન્સાર્ટ, જૂલે-હાર્ડવિન (જ. 16 એપ્રિલ 1646, પૅરિસ; અ. 2 મે 1708, માર્લી) : જાણીતા ફ્રેંચ સ્થપતિ. તેઓ ફ્રાંસ્વા મન્સાર્ટના શિષ્ય હતા અને તેમના ભત્રીજાના ભત્રીજા થતા હતા અને 1666માં તેમની અટક જૂલે અપનાવી હતી. તેમના ઉપર મોટું ઋણ તેમને તાલીમ આપવાનાર લે વૂનું હતું. તેમણે અને લેબ્મે મળીને લે વૂની…
વધુ વાંચો >મન્સૂરી, આદિલ
મન્સૂરી, આદિલ (જ. 18 મે 1936, અમદાવાદ અ. 6 નવેમ્બર 2008, ન્યૂ જર્સી, યુનાઈટેડ સ્ટેટ) : ગુજરાતના ગઝલકાર-કવિ અને નાટ્યકાર. મૂળ નામ : ફકીર મહંમદ ગુલામનબી મન્સૂરી. પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યા પછી, માધ્યમિક શિક્ષણ અમદાવાદ અને કરાંચીમાં. કરાંચીમાં કાપડનો અને અમદાવાદમાં કાપડ તથા સૂતરનો વેપાર કર્યા પછી ‘ટૉપિક’ (અંગ્રેજી) અને…
વધુ વાંચો >મન્સૂરી, ફકીર મહંમદ જમાલભાઈ
મન્સૂરી, ફકીર મહંમદ જમાલભાઈ (જ. 10 ડિસેમ્બર 1926, ધિણોજ, જિ. મહેસાણા; અ. 29 ડિસેમ્બર 2000, વલ્લભવિદ્યાનગર, જિ. આણંદ) : ગુજરાતી ભાષા-સાહિત્યના પ્રાધ્યાપક અને કવિ. ફકીર મહંમદ મન્સૂરીએ શાળા-મહાશાળાનો અભ્યાસ વિસનગરમાં કર્યો. વિસનગર(ઉ.ગુ.)ની એમ. એન. કૉલેજમાંથી 1950માં ગુજરાતી મુખ્ય વિષય સાથે બી.એ. તથા 1958માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયો સાથે…
વધુ વાંચો >મપેટ્સ
મપેટ્સ : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને પ્રતિષ્ઠા પામેલું પપેટ-વૃંદ. પપેટ-સંચાલક જિમ હેન્સનનું આ સર્જન છે. 1968માં પબ્લિક બ્રૉડકાસ્ટિંગ સિસ્ટમ (PBS) તરફથી પ્રારંભાયેલા બાળકો માટેના કાર્યક્રમ ‘સિસમ સ્ટ્રીટ’ નિમિત્તે મપેટ્સને ખૂબ મહત્વ સાંપડ્યું. 1976માં વધારે પાત્રોનું ઉમેરણ કરીને આ વૃંદનું વિસ્તરણ કરવામાં આવ્યું અને સાંજના ટેલિવિઝન પર ‘ધ મપૅટ શો’ નામના સાપ્તાહિક…
વધુ વાંચો >મફતલાલ ગગલભાઈ
મફતલાલ ગગલભાઈ (જ. 1873, અમદાવાદ; અ. 1944, મુંબઈ) : આત્મબળ, ઉત્સાહ અને સાહસથી સફળ બનેલા ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ તથા દાનવીર. પાટીદાર જ્ઞાતિમાં જન્મેલા મફતલાલના પિતા ગગલભાઈની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી, તેથી મફતલાલ થોડું જ ભણી શક્યા અને તેર વર્ષની વયે નિશાળ છોડીને પિતાની કાપડની ફેરીમાં અને નાનકડી દુકાનમાં જોડાયા. થોડા…
વધુ વાંચો >મમફર્ડ, લૂઈસ
મમફર્ડ, લૂઈસ (જ. 19 ઑક્ટોબર 1895, ફ્લશિંગ, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 1990) : અમેરિકાના સાંસ્કૃતિક ઇતિહાસકાર, સામાજિક તત્વચિંતક તેમજ સ્થાપત્ય અને નગર-આયોજનના નિષ્ણાત. બ્રિટનના સમાજવિજ્ઞાની પૅટ્રિક ગિડ્ઝનાં પુસ્તકો વાંચીને તેઓ માનવ-સમુદાયો તેમજ તેમના સાંસ્કૃતિક પર્યાવરણમાં રસ લેવા પ્રેરાયા. તેમણે ન્યૂયૉર્કની સિટી કૉલેજમાં અભ્યાસ કર્યો; પછી થૉર્સ્ટિન વેબ્લેનના હાથ નીચે ન્યૂ સ્કૂલ…
વધુ વાંચો >મમ્મટ
મમ્મટ (આશરે 1050–1150) : ભારતીય અલંકારશાસ્ત્રના પ્રાચીન આચાર્ય. ટીકાકાર ભીમસેનના જણાવ્યા મુજબ મમ્મટનો જન્મ કાશ્મીરમાં થયો હતો. તેઓ જૈયટના પુત્ર હતા. કૈયટ અને ઉપટ એ બે તેમના ભાઈઓ હતા. કાશ્મીરમાં આનંદપુરમાં તેમનો નિવાસ હતો. મમ્મટ કાવ્યશાસ્ત્રમાં, કૈયટ વ્યાકરણશાસ્ત્રમાં અને ઉપટ વેદ અને વેદાંતમાં સમર્થ વિદ્વાનો હતા. મમ્મટે ‘કાવ્યપ્રકાશ’નું સર્જન કાશીમાં…
વધુ વાંચો >મય
મય : પ્રાચીન ભારતના એક પ્રસિદ્ધ દાનવ અને કુશળ શિલ્પી. તેઓ કશ્યપ ઋષિના પુત્ર હતા. તેમની માતાનું નામ ક્યાંક દનુ અને ક્યાંક દિતિ અપાયું છે. મહાભારતમાં પાંડવોના સમકાલીન અત્યંત કુશળ શિલ્પી તરીકે તેમનો નિર્દેશ થયેલો છે. તેમણે યુધિષ્ઠિરના અશ્વમેધ યજ્ઞ વખતે ‘મયસભા’ નામે વિચિત્ર સભાગૃહ રચ્યું હતું, જેમાં સ્થળભાગ જળની…
વધુ વાંચો >મયણપરાજયચરિઉ (મદનપરાજયચરિત)
મયણપરાજયચરિઉ (મદનપરાજયચરિત) : અપભ્રંશ ભાષામાં રચાયેલી સુંદર રૂપક-કથા. બે જ સન્ધિ ધરાવતી આ લઘુકૃતિ અદ્યાપિ અપ્રકાશિત છે. તેની એક જ ખંડિત હસ્તલિખિત પ્રતિ ઉપલબ્ધ છે. આમેર શાસ્ત્રભંડારમાં સચવાયેલી તે હસ્તપ્રતનાં 25.40 સેમી. × 11.426 સેમી.(10 × 4 ½ ઇંચ)ના કદનાં કુલ 23 પાનાં છે. તેના દરેક પૃષ્ઠ ઉપર 12 પંક્તિ અને…
વધુ વાંચો >મય-તિથિપત્ર
મય-તિથિપત્ર : મય લોકોએ વિકસાવેલ તિથિપત્ર. મેક્સિકો અને મધ્ય અમેરિકામાં યુરોપી વસાહતીઓના આગમન પહેલાં મય (કે માયા : Maya; ઉચ્ચાર My-ah) સંસ્કૃતિ વિકસી હતી. આ સભ્યતા મુખ્યત્વે દક્ષિણી મેક્સિકો અને ગ્વાટેમાલામાં કેન્દ્રિત થઈ હતી. તેનો ઉદભવ અજ્ઞાત છે. સંશોધકો તેનો સમયગાળો ઈ. સ. 300થી 900 વચ્ચેનો અંદાજે છે. આજે તો…
વધુ વાંચો >