ખંડ ૯
તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)
તેલવાહક જહાજ
તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…
વધુ વાંચો >તેલંગ, કાશીનાથ ત્ર્યંબક
તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…
વધુ વાંચો >તેલંગાણા
તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…
વધુ વાંચો >તેલંગાણા આંદોલન
તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…
વધુ વાંચો >તેલિકા મંદિર, ગ્વાલિયર
તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…
વધુ વાંચો >તેલી
તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો
વધુ વાંચો >તેલીબિયાંના પાક
તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…
વધુ વાંચો >તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ
તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…
વધુ વાંચો >તેલુગુદેશમ્ પક્ષ
તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…
વધુ વાંચો >તેલુગુ ભાષા અને સાહિત્ય
તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…
વધુ વાંચો >દ્રવ્ય ગુણ રસ વીર્ય વિપાક પ્રભાવાદિ; દ્રવ્ય
દ્રવ્ય ગુણ રસ વીર્ય વિપાક પ્રભાવાદિ; દ્રવ્ય : આયુર્વેદમાં મુખ્યત્વે નવ કારણ દ્રવ્યો વર્ણવ્યાં છે : આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, દિશા, કાળ, આત્મા અને મન. તે પૈકી પાંચ મહાભૂતો જડ અને ચેતન બધાં દ્રવ્યોમાં હોવાથી આયુર્વેદમાં સર્વ દ્રવ્યો પંચભૌતિક ગણવામાં આવેલ છે. મહાભૂતોની અધિકતા દ્રવ્યોમાં રહેલ ગુણકર્મોને આધારે દર્શાવવામાં…
વધુ વાંચો >દ્રવ્યગુણવિજ્ઞાન
દ્રવ્યગુણવિજ્ઞાન આયુર્વેદ-અંતર્ગત ઔષધવિજ્ઞાન. આયુર્વેદનું વર્ણન ‘ત્રિસૂત્ર’ રૂપે કરવામાં આવ્યું છે. આ ત્રણ સૂત્રમાં હેતુ, લિંગ અને ભેષજ છે. તંદુરસ્ત અને રોગી બંનેના હેતુ એટલે કારણો, લિંગ એટલે લક્ષણો અને ભેષજ એટલે ઔષધ. આ ભેષજ એટલે દ્રવ્ય અથવા ઔષધદ્રવ્ય. આ દ્રવ્યના વિજ્ઞાનને ‘દ્રવ્યગુણવિજ્ઞાન’ કહે છે. આ ઔષધદ્રવ્ય વાનસ્પતિક કે ખનિજ હોય…
વધુ વાંચો >દ્રવ્યનું અપહરણ
દ્રવ્યનું અપહરણ : સામ્રાજ્યવાદીઓ દ્વારા તેમના રાજકીય વર્ચસ હેઠળની વસાહતોની સંપત્તિ ખેંચાઈ ગઈ તે. દાદાભાઈ નવરોજી (1825–1917)એ તેમના ‘પૉવર્ટી ઍન્ડ અન-બ્રિટિશ રુલ ઇન ઇન્ડિયા’ નામક ગ્રંથમાં આ અંગેનો સિદ્ધાંત સૌપ્રથમ રજૂ કર્યો હતો. આ સિદ્ધાંત દ્વારા તેમણે સાબિત કરી બતાવ્યું હતું કે બ્રિટિશ શાસકોએ ભારતની પ્રજાના આર્થિક શોષણ દ્વારા દેશની…
વધુ વાંચો >દ્રવ્યમાન
દ્રવ્યમાન (mass) : પદાર્થના જડત્વનું માપન દર્શાવતી મૂળભૂત ભૌતિક રાશિ. બધા જ ભૌતિક પદાર્થો પોતાની ગતિના ફેરફારોનો વિરોધ કરતા હોય છે. પદાર્થ સાથે સંકળાયેલી આ લાક્ષણિકતાને જડત્વ કહે છે અને પદાર્થનું તેનું માપન દર્શાવતી મૂળભૂત ભૌતિક રાશિને દ્રવ્યમાન તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશની ઝડપની સરખામણીમાં ઓછી ઝડપથી ગતિ કરતા પદાર્થનું…
વધુ વાંચો >દ્રવ્યમાન સંક્રમણ પ્રક્રમો
દ્રવ્યમાન સંક્રમણ પ્રક્રમો (mass transfer processes) : રાસાયણિક ઇજનેરીમાં એકમાંથી બીજી પ્રાવસ્થા(phase)માં અથવા એક જ પ્રાવસ્થામાં એક ભાગમાંથી બીજા ભાગમાં પદાર્થના સંક્રમણ સાથે સંકળાયેલ પ્રક્રમો કે પ્રકિયાઓ. મોટાભાગના પ્રક્રમી-એકમો, દ્રાવણો કે મિશ્રણોના સંઘટનમાં થતા ફેરફારના પ્રશ્ન સાથે સંકળાયેલા હોય છે. દ્રવ્યમાન સંક્રમણ દ્રાવણોના સંઘટનના ફેરફાર સાથે છે. આવી ક્રિયાઓ રાસાયણિક…
વધુ વાંચો >દ્રવ્યસંગ્રહ
દ્રવ્યસંગ્રહ (બારમી સદી) : જૈનદર્શનનાં જુદાં જુદાં દ્રવ્યોની વિચારણા કરતો ગ્રંથ. તેના લેખક નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી (બારમી સદી) નામના જૈન મુનિ છે. તેમાં પ્રાકૃત ભાષામાં ફક્ત 58 ગાથાઓની રચના કરવામાં આવી છે. લેખકે ‘ગોમ્મટસાર’, ‘ત્રિલોકસાર’ અને ‘લબ્ધિસાર’ – ત્રણ ગ્રંથોના લેખક તરીકે વધુ પ્રસિદ્ધિ મેળવેલી છે. ‘દ્રવ્યસંગ્રહ’માં ત્રણ અધિકારોમાં વિશ્વનાં ઘટક…
વધુ વાંચો >દ્રવ્યસંચયનો નિયમ
દ્રવ્યસંચયનો નિયમ : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યની અવિનાશિતા (indestructibility) દર્શાવતો રસાયણશાસ્ત્રનો એક અગત્યનો નિયમ. લાવાઝિયે(1789)ના આ નિયમ મુજબ દ્રવ્ય અવિનાશી છે અને તેથી જ્યારે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે ત્યારે પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોનું વજન અને પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતા પદાર્થો(નીપજો)નું કુલ વજન સરખું હોય છે અથવા રાસાયણિક પ્રક્રિયા…
વધુ વાંચો >દ્રાક્ષ
દ્રાક્ષ : દ્વિદળી વર્ગમાં આવેલા વાઈટેસી કુળની મોટી પર્ણપાતી આરોહી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vitis vinifera Linn. હિં. અંગુર; ગુ. મ. તે. કન્ન. ઓ. દ્રાક્ષ; અં. common grape છે. તે આરોહણની ક્રિયા પર્ણની સામે આવેલા લાંબા, ઘણુંખરું દ્વિશાખી સૂત્ર દ્વારા કરે છે. પ્રકાંડ લગભગ 35 મી. લાંબું હોય છે. જોકે…
વધુ વાંચો >દ્રાવક
દ્રાવક (solvent) : અન્ય પદાર્થ/પદાર્થોને ઓગાળી તેનું આણ્વીય અથવા આયનિક પરિમાપ(size)નું સમાંગ મિશ્રણ બનાવતો અને રૂઢિગત રીતે વધુ પ્રમાણમાં હાજર હોય તેવો પદાર્થ. મિશ્રણમાં ઓછા પ્રમાણમાં રહેલા દ્રાવ્ય (solute) કહે છે. તક્નીકીય ર્દષ્ટિએ ત્રણ પ્રકારનાં સમાંગ મિશ્રણો શક્ય છે : (1) પ્રવાહીમાં ઓગળેલા ઘન, પ્રવાહી કે વાયુઓ, (2) ઘનમાં ઘન…
વધુ વાંચો >દ્રાવકયોજન
દ્રાવકયોજન (solvation) : દ્રાવ્યના આયનિક, આણ્વિક અથવા કણરૂપ (particulate) એકમોનું દ્રાવકના અણુઓ સાથેનું સહયોજન (association) અથવા સંયોજન (combination). જલીય દ્રાવણમાં થતી આવી આંતરક્રિયા (hydration) તરીકે ઓળખાય છે. આ સહયોજન ભૌતિક, રાસાયણિક કે તે બંને પરિબળોને આભારી હોય છે અને તે મુજબ નિર્બળ, અનિશ્ચિત સંકીર્ણથી માંડીને ચોક્કસ રાસાયણિક સંયોજન બને છે.…
વધુ વાંચો >