૯.૦૩
ત્રિપાઠી ગોવર્ધનરામથી ત્રુટિજન્ય રોગો
ત્રિપુરાન્તક
ત્રિપુરાન્તક : ગુજરાતમાં સોમનાથ પાટણના નામાંકિત પાશુપત આચાર્ય. એ વાલ્મીકિ ઋષિના શિષ્ય હતા. એમનાં માતાનું નામ માલ્હણદેવી અને પત્નીનું નામ રમાદેવી હતું. ચૌલુક્ય રાજા સારંગદેવના સમયમાં વિ. સં. 1343(ઈ. સ. 1287)માં પ્રભાસ પાટણમાં ત્રિપુરાન્તક-પ્રશસ્તિ કોતરાઈ છે. એમણે સમસ્ત ભારતમાં તીર્થયાત્રા કરી હતી. ત્રિપુરાન્તકે સોમેશ્વર મંદિરના મંડપની ઉત્તરે પાંચ શિવાલય કરાવ્યાં…
વધુ વાંચો >ત્રિપોલી (લિબિયા)
ત્રિપોલી (લિબિયા) : લિબિયાનું પાટનગર અને દેશનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 24’ ઉ. અ. અને 13° 11’ પૂ. રે.. તે દેશના ઉત્તર-પશ્ચિમ કિનારે ટ્યૂનિશિયાની સરહદથી 200 કિમી. દૂર ભૂમધ્ય સાગર પર આવેલ છે. વસ્તી 11,75,830 (2023) છે. લિબિયાનું મહત્ત્વનું બંદર હોવા ઉપરાંત ખેતપેદાશોના વ્યાપાર માટે તે મુખ્ય…
વધુ વાંચો >ત્રિપોલી (લેબેનૉન)
ત્રિપોલી (લેબેનૉન) : લેબેનૉનનું બેરુત પછીનું બીજા નંબરનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 34° 26’ ઉ.અ. અને 35° 51’ પૂ.રે. તે દેશના વાયવ્ય ખૂણે પૂર્વ ભૂમધ્ય સમુદ્ર ઉપર આવેલું ધીખતું બંદર વેપારી અને ઔદ્યોગિક કેન્દ્ર છે. વસ્તી આશરે 7,30,300 (2023) છે. ઇરાકથી આવતી તેલની પાઇપલાઇન માટે તે અંતિમ સ્થાન છે.…
વધુ વાંચો >ત્રિફળા
ત્રિફળા : આયુર્વેદનું લોકપ્રિય અને ઉપયોગી ઔષધ. હરડે-બહેડાં અને આમળાં આ ત્રણ દ્રવ્યોનું બનેલ ચૂર્ણ તે ત્રિફળા ચૂર્ણ. મહર્ષિ ચરકાચાર્યે ત્રિફળાને રસાયન ઔષધ કહેલ છે. જે ઔષધિ યુવાનીને સ્થિર રાખે, વૃદ્ધત્વ આવવા ન દે, તેને રસાયન કહે છે. ત્રિફળા ચૂર્ણ : આયુર્વેદમાં ત્રિફળા ચૂર્ણ બે રીતે બને છે. (1) હરડે…
વધુ વાંચો >ત્રિભુવનદીપક પ્રબંધ
ત્રિભુવનદીપક પ્રબંધ (પંદરમા શતકનું પહેલું ચરણ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું જૈન સાધુ જયશેખરસૂરિકૃત વિશિષ્ટ રૂપકકાવ્ય. ઈ. સ. 1406માં પોતે જ રચેલી સંસ્કૃત કૃતિ ‘પ્રબોધચિંતામણિ’ પરથી પંદરમા શતકના પહેલા ચરણમાં તેનું ગુજરાતી રૂપાંતર લેખકે જ કરેલું છે. સંસ્કૃત નહિ જાણનારના લાભાર્થે તેમણે આ રૂપાંતર કર્યું હશે. આ પ્રબંધનાં ‘પરમહંસપ્રબંધ’, ‘અંતરંગપ્રબંધ’ તથા…
વધુ વાંચો >ત્રિભુવનપાલ
ત્રિભુવનપાલ : ગુજરાતના સોલંકી વંશની મુખ્ય શાખાના બે રાજપુરુષો : એક, કુમારપાલના પિતા અને બીજા ભીમદેવ બીજાના પુત્ર. પ્રથમ ત્રિભુવનપાલ રાજઘરાણાના સભ્ય હતા પણ શાસક ન હતા. તે કર્ણદેવ પહેલાના ભત્રીજા દેવપ્રસાદના પુત્ર હતા અને સિદ્ધરાજ જયસિંહના સામંત અને સહાયક હતા. કુમારપાલના મંત્રી ઉદયનના પુત્ર અને મહામાત્ય વાગ્ભટે સંવત 1211માં…
વધુ વાંચો >ત્રિરશ્મિ પર્વત
ત્રિરશ્મિ પર્વત : બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર. નાસિક અને કાર્લાની ગુફાઓમાં ઈ. સ. 119-149 દરમિયાનના લગભગ પાંચ શિલાલેખોમાં આ પર્વતનો ઉલ્લેખ મળી આવ્યો છે. નાસિક પાસે ગોવર્ધનાહાર (પ્રદેશનું પ્રાચીન નામ)માં ત્રિરશ્મિ પર્વતના શિખર પર ગૌતમીએ બૌદ્ધિભિક્ષુઓ માટે સ્વખર્ચે આવાસ બંધાવીને તે તેમને અર્પણ કર્યા. ત્રિરશ્મિ પર્વત કૈલાસપર્વત જેવા ઊંચા શિખર…
વધુ વાંચો >ત્રિલોચન
ત્રિલોચન (જ. 20 ઑગસ્ટ 1917, ચિવનીપત્તી, સુલતાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 9 ડિસેમ્બર 2007) : હિંદી ભાષાના કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘તપ કે તય હુએ દિન’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે હિંદીમાં ‘સાહિત્યરત્ન’ની પદવી મેળવવા ઉપરાંત ફારસી, સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો હતો. તેમણે હિંદીનાં અનેક સામયિકો–દૈનિકોના સંપાદનમાં સહાય…
વધુ વાંચો >ત્રિવિક્રમપાલ
ત્રિવિક્રમપાલ : દક્ષિણ ગુજરાતનો ચાલુક્યવંશનો રાજવી. તે લાટના ચાલુક્યવંશી રાજા ત્રિલોચનપાલનો પુત્ર હતો. ચેદિના કલચૂરિવંશના રાજા કર્ણના સેનાપતિ વલ્લકે લાટના અધિપતિ ત્રિલોચનપાલને હરાવ્યો હતો. ત્રિલોચનપાલ પાસેથી લાટને ચૌહાણવંશના સિંહે જીતી લીધું હતું. તેના પૂર્વજોના હાથમાંથી ચાલ્યા ગયેલા લાટના નાગસારિકામંડળને ત્રિવિક્રમપાલે કબજે કર્યું હતું. તેમ કરવામાં તેના કાકા જગતપાલ સહાયભૂત થયા…
વધુ વાંચો >ત્રિવૃતાદિ ચૂર્ણ
ત્રિવૃતાદિ ચૂર્ણ (કલ્પ) : આયુર્વેદિક ઔષધ. વિવિધ ઋતુઓમાં વિરેચન માટે નસોતર નામનું ઔષધ જુદી જુદી ઔષધિ સાથે મેળવીને અપાય છે; જેમ કે, ગ્રીષ્મઋતુમાં નસોતરમાં સમાન ભાગે ખડીસાકરનું ચૂર્ણ મેળવીને પાણી સાથે આપવાથી બરાબર વિરેચન થાય છે. વર્ષાઋતુમાં નસોતર, ઇંદ્રજવ, લીંડીપીપર અને સૂંઠ સરખા પ્રમાણમાં લઈ ચૂર્ણ કરી મધ તથા દ્રાક્ષના…
વધુ વાંચો >ત્રિપાઠી, ગોવર્ધનરામ
ત્રિપાઠી, ગોવર્ધનરામ (જ. 20 ઑક્ટોબર 1855, નડિયાદ; અ. 4 જાન્યુઆરી 1907, નડિયાદ) : ગુજરાતના યુગપ્રવર્તક સાહિત્યકાર. પ્રથમ મહાનવલ (epic novel) આપનાર સર્જક. પિતાનું નામ માધવરામ ને માતાનું નામ શિવકાશી હતું. બાળપણમાં મુનિ મહારાજના સમાગમથી વૈષ્ણવ ભક્તિના સંસ્કારો, દલપતરામની ચોપાઈથી જાગેલો કવિતાપ્રેમ, પાછળથી ‘કાવ્યદોહન’ આદિના વાચનથી સંવર્ધિત થતાં ર્દઢ થયેલા કાવ્ય-સંસ્કારો…
વધુ વાંચો >ત્રિપાઠી, જગન્નાથ દામોદર
ત્રિપાઠી, જગન્નાથ દામોદર : જુઓ, સાગર.
વધુ વાંચો >ત્રિપાઠી, બકુલ પદ્મમણિશંકર
ત્રિપાઠી, બકુલ પદ્મમણિશંકર (જ. 27 નવેમ્બર 1928, નડિયાદ; અ. 31 ઑગસ્ટ 2006, અમદાવાદ) : ગુજરાતી હાસ્યકાર અને નાટ્યકાર. તખલ્લુસ ‘ઠોઠ નિશાળિયો’ માતાનું નામ સૂર્યબાળા મગનલાલ વોરા અને પિતાનું નામ પદ્મમણિશંકર. 1944માં મૅટ્રિક; 1948માં બી.કૉમ.; 1952માં એમ.કૉમ. અને 1953માં એલએલ.બી.. 1953થી અમદાવાદની એચ.એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાં. 1988માં નિવૃત્ત થયા ત્યાં સુધી વાણિજ્યના…
વધુ વાંચો >ત્રિપાઠી, ભાસ્કરાચાર્ય
ત્રિપાઠી, ભાસ્કરાચાર્ય (જ. 1 જુલાઈ 1942, પાંડર જસરા, જિ. અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃત કવિ અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘નિર્ઝરિણી’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. અને ડી.ફિલ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ હિંદી અને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન ધરાવે છે. તેમણે…
વધુ વાંચો >ત્રિપાઠી, મન:સુખરામ
ત્રિપાઠી, મન:સુખરામ (જ. 23 મે 1840, નડિયાદ; અ. 30 મે 1907, નડિયાદ) : ગુજરાતના પ્રાચીનતાના પક્ષપાતી વિદ્વાન લેખક. પિતા સૂર્યરામ, માતા ઉમેદકુંવર, જ્ઞાતિએ વડનગરા નાગર. આઠ વર્ષની વયે પિતાનું અવસાન. શિક્ષણ ખેડામાં. નડિયાદના સાક્ષરોમાં તેમનું સ્થાન મહત્વનું છે. મન:સુખરામ આમ તો ગોવર્ધનરામના કાકા થતા હતા પણ એમનો સંબંધ પિતા-પુત્ર જેવો…
વધુ વાંચો >ત્રિપાઠી, રાધાવલ્લભ
ત્રિપાઠી, રાધાવલ્લભ (જ. 1949, જિ. રાજગઢ, મધ્યપ્રદેશ) : સંસ્કૃતના વિદ્વાન સંશોધનકાર, વાર્તાકાર અને કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સંધાનમ્’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. ફક્ત 7 વર્ષની ઉંમરે તેમણે સંસ્કૃતમાં વાર્તાઓ લખવી શરૂ કરી હતી. તેમણે એમ.એ., પીએચ.ડી અને ડી.લિટ્.ની પદવીઓ મેળવ્યા બાદ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધનકાર્ય તેમજ…
વધુ વાંચો >ત્રિપાઠી, સૂર્યકાન્ત
ત્રિપાઠી, સૂર્યકાન્ત : જુઓ, નિરાલા
વધુ વાંચો >ત્રિપાર્શ્વ કાચનું હોકાયંત્ર
ત્રિપાર્શ્વ કાચનું હોકાયંત્ર (prismatic compass) : ભૂસ્તરીય તેમજ ભૌગોલિક સર્વેક્ષણ – ક્ષેત્રીય અભ્યાસકાર્ય માટે ઉપયોગમાં લેવાતું સાધન. આ સાધનથી દિશા અને દિશાકોણ જાણી શકાય છે. ક્ષેત્રમાં પોતાના સ્થાનનું બિંદુ નકશામાં મૂકી આપવા માટે દિશાકોણનો વિશેષે કરીને ઉપયોગ થાય છે. એ રીતે જોતાં તે સાદા હોકાયંત્રનું સુધારા-વધારાવાળું સ્વરૂપ ગણાય. આ સાધન…
વધુ વાંચો >ત્રિપિટક
ત્રિપિટક : બૌદ્ધ ધર્મના આગમ ગ્રંથો. तिपिटक (સં. त्रिपिटक)માં सुतपिटक, विनयपिटक, अभिधम्मपिटकનો સમાવેશ થાય છે. જે દિવસે ભગવાન બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું અને પરિનિર્વાણમાં પ્રવેશ કર્યો તે સમયગાળા દરમિયાન તેમણે જે કોઈને, જે કાંઈ, ઉપદેશ રૂપે કહ્યું તેનો સંગ્રહ तिपिटक(त्रिपिटक)માં કરવામાં આવ્યો છે. બુદ્ધે પોતાનો ઉપદેશ મૌખિક રીતે આપ્યો હતો.…
વધુ વાંચો >ત્રિપુરા
ત્રિપુરા : ઈશાન ભારતનું પર્વતીય રાજ્ય. ભૌગોલિક સ્થાન : 24° ઉ. અ. અને 95° પૂ. રે.. ઈશાન ખૂણે આસામ અને મિઝોરમને બાદ કરતાં સમગ્ર રાજ્ય બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 10,492 ચોકિમી. છે. રાજ્યના ઈશાન ખૂણે પ્રાચીન ખડકો અને ચૂનાના પથ્થરોની રચના ધરાવતી લુસાઈ ટેકરીઓ છે. ઉત્તરમાં નદીની…
વધુ વાંચો >