ખંડ-૨૩
સાગરથી સૈરંધ્રી
સામાન્ય વીમો (General Insurance)
સામાન્ય વીમો (General Insurance) અકસ્માતના જોખમ સામે વળતરનો કરાર. વીમાનું કાર્ય દુર્ઘટનાથી થનાર નુકસાનના ખર્ચની અનિશ્ચિતતા સામે વળતર પૂરું પાડવાનું છે. તેમાં વીમાકંપની નિશ્ચિત સમયગાળા દરમિયાન, મુકરર પ્રીમિયમ સામે, અકસ્માતથી થયેલ નુકસાનનું ખર્ચ, કરારની શરતો અનુસાર ભરપાઈ કરી આપવા વચનબદ્ધ થાય છે. વીમાનો સિદ્ધાંત સરાસરીના નિયમ (Law of averages) પર…
વધુ વાંચો >સામાયિક
સામાયિક : જૈનોની છ આવશ્યકોમાંની એક આવશ્યક ક્રિયા. આ સામાયિક ક્રિયાથી સમતાભાવની પ્રાપ્તિ થાય છે. આત્માને કષાયનો અભાવ થાય, રાગ-દ્વેષની પરિણતિ ઓછી થાય તે માટે સામાયિક કરવામાં આવે છે. શ્રાવક અને શ્રાવિકા તે સમયે સર્વ પ્રકારની સંસાર-ભાવના છોડીને આ ક્રિયા કરે છે. શુદ્ધ, પવિત્ર અને જ્ઞાનાદિ ગુણોના વાતાવરણવાળા સ્થળે બે…
વધુ વાંચો >સામાર્તિની બંધુઓ
સામાર્તિની બંધુઓ (સામાર્તિની જુસેપે : જ. આશરે 1693, મિલાન, ઇટાલી; અ. આશરે 1750, લંડન, બ્રિટન. સામાર્તિની જિયોવાની બાતિસ્તા : જ. 1700-1701, મિલાન, ઇટાલી; અ. 15 જાન્યુઆરી 1775, મિલાન, ઇટાલી) : ઇટાલિયન સંગીતકાર અને સંગીતનિયોજક બંધુઓ. સામાર્તિની જિયોવાની જુસેપેનું તખલ્લુસ ‘ઇલ લોન્ડોનિઝ’ હતું. અઢારમી સદીના પૂર્વાર્ધમાં બ્રિટનમાં ઓબોવાદક તથા સંગીતનિયોજક તરીકે…
વધુ વાંચો >‘સામી’ ચૈનરાય બચોમલ
‘સામી’, ચૈનરાય બચોમલ (જ. 1743, શિકારપુર, સિંધ; અ. 1850, શિકારપુર) : ખ્યાતનામ સિંધી કવિ. તેમનો જન્મ ધનાઢ્ય વેપારી પરિવારમાં થયો હતો. તેમણે તેમના શ્લોકો અથવા કાવ્યોમાં સિંધી ‘બેત’ રૂપે વૈદિક બોધને ઘરગથ્થુ ભાષામાં ઉતાર્યો છે. તેઓ શેઠ ટિંડનમલાનીના એજન્ટ તરીકે પંજાબ સુધી માલ વેચવા જતા હતા. તેમાં તેમના સિદ્ધાંત પ્રમાણે…
વધુ વાંચો >સામુદ્રિક ગહરાઈઓ (Deeps or Trenches)
સામુદ્રિક ગહરાઈઓ (Deeps or Trenches) : સમુદ્રતળના અગાધ ઊંડાણમાં અસ્તિત્વ ધરાવતી ઊંડી કમાન આકારની સાંકડી ખાઈઓ. સમુદ્રતળ પરનું અગાધ ઊંડાણ ધરાવતું ભૂમિસ્વરૂપ. તે સમુદ્રતળની કુલ સપાટીના 7 % જેટલો વિસ્તાર રોકે છે. તેમની બંને બાજુઓનો ઢોળાવ ઉગ્ર હોય છે, અને આવી ખાઈઓ તેમના મથાળાથી નીચે તરફ 6,000 મીટર જેટલી ઊંડાઈ…
વધુ વાંચો >સામુદ્રિક તિલક
સામુદ્રિક તિલક : સમુદ્રે ઉપદેશેલાં સ્ત્રી-પુરુષનાં લક્ષણોનો શાસ્ત્રીય ગ્રંથ. વેંકટેશ્વર પ્રેસ દ્વારા પ્રગટ થયેલો મૂળ ગ્રંથ અને તેનો હિન્દી અનુવાદ આજે ઉપલબ્ધ નથી. રઘુનાથ શાસ્ત્રી પટવર્ધને મરાઠી ભાષા સાથે તેનું સંપાદન કર્યું છે. હિમ્મતરામ મહાશંકર જાની વડે સંપાદિત ગ્રંથ સારાભાઈ મણિલાલ નવાબે ઈ. સ. 1947માં જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથોમાં પ્રકાશિત…
વધુ વાંચો >સામૂહિક સલામતી (collective security)
સામૂહિક સલામતી (collective security) : આંતરરાષ્ટ્રીય સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આક્રમણખોર રાજ્ય વિરુદ્ધ સંગઠિત બની સામૂહિક પ્રયાસો દ્વારા યુદ્ધ રોકવાના અન્ય તમામ રાજ્યોના પ્રયાસો. સામૂહિક સલામતી યુદ્ધો અટકાવવાની કે બંધ કરવાની સામૂહિક પ્રયાસોની એક વ્યવસ્થા છે. સામૂહિક સલામતીનો વિચાર પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)ને અંતે આરંભાયેલો વિચાર છે, જે વૈશ્ર્વિક કક્ષાએ જ કરી…
વધુ વાંચો >સામૂહિક સંરક્ષણ (સુરક્ષા) (collective defence)
સામૂહિક સંરક્ષણ (સુરક્ષા) (collective defence) : કોઈ પણ એક દેશ પર બીજા દેશનું આક્રમણ થાય તો આવા આક્રમણનો ભોગ બનેલો દેશ માત્ર પોતાની લશ્કરી અથવા રાજદ્વારી તાકાત પર પોતાનું રક્ષણ કરે તેના બદલે તેનાં મિત્રરાષ્ટ્રો ભેગાં મળીને અથવા રાષ્ટ્રસંઘ જેવી આંતરરાષ્ટ્રીય શાંતિ માટે સ્થાપવામાં આવેલી સંસ્થા તેની વહારે જાય અને…
વધુ વાંચો >સામો
સામો : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echinocloa frumentacea Link syn. Panicum frumentaceum Roxb. (સં. શ્યામાક; હિં. સાંવા, સમા; બં. શમુલા, શ્યામાવાસ; ગુ. સામો; મ. જંગલી સામો, સામુલ; તે. શ્યામાલુ, બોન્ટા શામા; ત. કુદ્રૈવાલી પીલ્લુ; ક. સામાઈ; ફા. શામાખ; અં. જાપાની બાર્નયાર્ડ મિલેટ, જંગલ રાઈસ)…
વધુ વાંચો >સામોસ બોગદું
સામોસ બોગદું : ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ એજિયન સમુદ્રમાં આવેલા સામોસ ટાપુમાં તૈયાર કરાયેલું બોગદું. ભૌગોલિક સ્થાન : 37° 45´ ઉ. અ. અને 26° 45´ પૂ. રે.. આ બોગદું માઉન્ટ કૅસ્ટ્રોની એક બાજુ પર ઈ. પૂ.ની છઠ્ઠી સદીમાં જુલમી રાજાના પાટનગરને તત્કાલીન પાણી પૂરું પાડવા બનાવવામાં આવેલું. હીરોડોટસના જણાવ્યા મુજબ, તેનું…
વધુ વાંચો >સાગર
સાગર (જ. 7 ફેબ્રુઆરી 1883, જંબુસર; અ. 17 ઑગસ્ટ 1936) : મસ્તરંગના ગુજરાતી કવિઓમાંના એક. મૂળ નામ જગન્નાથ. પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ રુક્મિણી. અવટંકે ત્રિપાઠી. અભ્યાસ સાત ધોરણ સુધીનો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા. કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન. બાળપણથી હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય બન્યા પછી…
વધુ વાંચો >સાગર
સાગર : મધ્યપ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 50´ ઉ. અ. અને 78° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,252 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝાંસી (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વમાં દમોહ જિલ્લો, દક્ષિણે નરસિંહપુર, નૈર્ઋત્યમાં રાયસેન, પશ્ચિમે વિદિશા, વાયવ્યમાં ગુના…
વધુ વાંચો >સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો
સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે. ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના…
વધુ વાંચો >સાગરનંદિન્
સાગરનંદિન્ (12મી સદી) : પ્રાચીન ભારતીય નાટ્યશાસ્ત્રી અને ‘નાટકલક્ષણરત્નકોશ’ નામના ભારતીય નાટ્યવિવેચન વિશેના ગ્રંથના લેખક. તેમના જીવન વિશે વિગતો મળતી નથી. તેથી તેમના સમય વિશે પણ અનુમાનનો આશ્રય લેવો પડે છે. ‘અમરકોશ’ પરની ‘પદાર્થચંદ્રિકા’ નામની ટીકામાં રાયમુકુટ નામના તેના ટીકાકારે ‘નાટકલક્ષણરત્નકોશ’નો ઉલ્લેખ કર્યો છે. આ ટીકા 1431માં લખાઈ છે, તેથી…
વધુ વાંચો >સાગર મૂવીટોન
સાગર મૂવીટોન : સ્થાપના 1930. ભારતીય ચલચિત્રનિર્માતા સંસ્થા. ભારતીય ચલચિત્રોનો સવાક યુગ શરૂ થવા આડે માંડ એકાદ વર્ષની વાર હતી ત્યારે સાગર ફિલ્મ કંપનીની સ્થાપના ચિમનલાલ વી. દેસાઈએ કરી હતી. તેમના ભાગીદાર અંબાલાલ પટેલ હતા. ચિમનલાલ દેસાઈ મૂળ તો બૅંગાલુરુમાં કોલસાનો વેપાર કરતા હતા. ચલચિત્રો સાથે આમ કોઈ લેવાદેવા હતી…
વધુ વાંચો >સાગર, રામાનંદ
સાગર, રામાનંદ (જ. 29 ડિસેમ્બર 1917, અસલ ગુરુ કે નામ, લાહોર ઇલાકો, હવે પાકિસ્તાનમાં; અ. 12 ડિસેમ્બર 2005, મુંબઈ) : ચલચિત્ર અને દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક તથા પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક. મૂળ નામ ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પક્ષના પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું.…
વધુ વાંચો >સાગર સંગમે
સાગર સંગમે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1958. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. દિગ્દર્શક : દેવકી બોઝ. પટકથા : દેવકી બોઝ, પ્રેમેન્દ્ર મિત્ર. સંગીત : આર. સી. બોરાલ. છબિકલા : બિમલ મુખોપાધ્યાય. મુખ્ય કલાકારો : ભારતી દાસ, મંજુ અધિકારી, નીતેશ મુખોપાધ્યાય, ઝહર રૉય, તુલસી લાહિડી, શૈલેન મુખરજી. બંગાળી ચિત્રજગતમાં નોંધપાત્ર…
વધુ વાંચો >સાગરા, ઈશ્વર
સાગરા, ઈશ્વર (જ. 1936, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. અમદાવાદમાં હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરતા મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. બાળપણ અમદાવાદમાં વીત્યું. ઈશ્વર સાગરાનું ઍબ્સર્ડ ચિત્ર કલાના કોઈ પણ પ્રકારના વૈધિક અભ્યાસ વિના જ એમણે ચિત્રકલાની સાધના કરી. એમાં એમના મોટાભાઈ અને જાણીતા ચિત્રકાર પિરાજી સાગરાનાં માર્ગદર્શન…
વધુ વાંચો >સાગરા પિરાજી
સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની…
વધુ વાંચો >સાગોળ (lime)
સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ…
વધુ વાંચો >