ખંડ ૨૦
વિકરી, વિલિયમથી વૈંપટિ, ચિન્ન સત્યમ્
વિકરી, વિલિયમ
વિકરી, વિલિયમ (જ. 1914, વિક્ટૉરિયા, બ્રિટિશ કોલંબિયા, કૅનેડા; અ. 13 ઑક્ટોબર 1996, ન્યૂયૉર્ક) : અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. માત્ર અસમમિતીય માહિતી (asymetric information) જ ઉપલબ્ધ હોય તેવા સંજોગોમાં લેવાતા નિર્ણયો પાછળ કયા પ્રકારનાં પરિબળો કામ કરતાં હોય છે તેનું વિશ્લેષણ કરતો સિદ્ધાંત તારવવા બદલ 1996નું અર્થશાસ્ત્ર માટેનું…
વધુ વાંચો >વિકલ, શ્રીવત્સ
વિકલ, શ્રીવત્સ (જ. 1930, રામનગર, જમ્મુ; અ. 1970, તેજપુર, આસામ) : ડોગરી વિદ્વાન. પંડિત પરિવારમાં જન્મ. તેમણે નાની ઉંમરમાં તેમનાં માતાપિતા ગુમાવેલાં. તેથી અનુકૂળ સંજોગો માટે એક સ્થળેથી બીજા સ્થળે તેમને ભટકવું પડેલું. તે દરમિયાન તેઓ ક્ષયરોગનો ભોગ બન્યા હતા. તેમણે 20 વર્ષની વયે ટૂંકી વાર્તાઓ અને કાવ્યો લખવાનો પ્રારંભ…
વધુ વાંચો >વિકલ સમીકરણો
વિકલ સમીકરણો : x, y અને y ના x વિશેના વિકલન ફળોને સમાવતું કોઈ પણ સમીકરણ. દા.ત., વગેરે વિકલ સમીકરણો છે. વિકલ સમીકરણોનું જ્ઞાન ગણિત સિવાયની વિજ્ઞાનની અન્ય શાખાઓ તથા સમાજવિદ્યાની શાખાઓના અભ્યાસમાં પણ ઘણું ઉપયોગી છે. વિકલ સમીકરણમાં આવતા મહત્તમ કક્ષાના વિકલનફળની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા (order) કહેવાય છે.…
વધુ વાંચો >વિકસિત અને વિકાસશીલ દેશો
વિકસિત અને વિકાસશીલ દેશો : માથાદીઠ આવકની કસોટીના આધાર પર કરવામાં આવેલું દુનિયાના દેશોનું વર્ગીકરણ. 1950-60ના દસકામાં દુનિયાના ગરીબ દેશોના આર્થિક વિકાસના પ્રશ્નોની ચર્ચા અર્થશાસ્ત્રીઓએ હાથ ધરી ત્યારે તેમણે વિશ્લેષણના હેતુ માટે દુનિયાના દેશોને બે વિભાગમાં વહેંચ્યા હતા. એ દસકાના ઉત્તરાર્ધમાં દુનિયાની માથાદીઠ આવક અમેરિકાના 200 ડૉલર જેટલી અંદાજવામાં આવી…
વધુ વાંચો >વિકળો
વિકળો : દ્વિદળી વર્ગમાં આવેલા સિલેસ્ટ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gymnosporia montana (Roth) Benth syn. spinosa (Forsk.) Flori (l syn – Maytenus emarginata) (સં. વિકંકત્; હિં. કંટાઈ, વંજ, બૈકલ; ગુ. વિકળો, બહેકળ) છે. તે ક્ષુપ કે નાના વૃક્ષ-સ્વરૂપે સમગ્ર ભારતમાં, ખાસ કરીને ડુંગરાળ જમીનમાં થાય છે. પર્ણપાતી (deciduous)…
વધુ વાંચો >વિકાચીભવન (devitrification)
વિકાચીભવન (devitrification) : કાચમય કણરચનાવાળા ખડકોની અમુક ચોક્કસ ખનિજ-ઘટકોમાં છૂટા પડવાની ઘટના. છૂટા પડતા ઘટકોમાં સામાન્ય રીતે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના અતિસૂક્ષ્મ સ્ફટિકો હોય છે. કાચમય સ્થિતિમાં ઘનીભવન થયા પછીથી સ્ફટિકમય સ્થિતિમાં થતો ફેરફાર આ ઘટનાની ખાસિયત છે. ઑબ્સિડિયન કે પિચસ્ટૉન જેવા મળૂભૂત કાચમય અગ્નિકૃત ખડકમાંથી નાના પાયા પર થતા આ…
વધુ વાંચો >વિકાસ
વિકાસ : લોકોના જીવનધોરણને ઊંચે લઈ જતાં પરિવર્તનો. વિકાસનો ખ્યાલ આદર્શલક્ષી (normative) છે. તેથી તેમાં કયાં અને કેવાં પરિવર્તનોને વિકાસ ગણવો એ વિશે મતમતાંતર પ્રવર્તે છે. આને કારણે અર્થશાસ્ત્રીઓ વિકાસને બદલે આર્થિક વૃદ્ધિ (economic growth) કે વૃદ્ધિ(growth)ના ખ્યાલને પસંદ કરે છે; જેમાં કોઈ આદર્શ અભિપ્રેત નથી. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રના…
વધુ વાંચો >વિકાસનાં સોપાનો
વિકાસનાં સોપાનો : જુઓ સોપાનો, બાળવિકાસનાં.
વધુ વાંચો >વિકાસ બૅંકો
વિકાસ બૅંકો : આર્થિક વિકાસ માટે સહાયરૂપ બનતી બૅંકો. વિકાસ બૅંક અવિકસિત મૂડીબજાર તેમજ વ્યાપારી બૅંકોનું લાંબાગાળાનું ધિરાણ પૂરું પાડવાના આશયથી અસ્તિત્વમાં આવેલી સંસ્થા છે. તેનું કાર્ય મુખ્યત્વે નાણાકીય અછતને અનુરૂપ સહાય પૂરી પાડવાનું છે. આ ઉપરાંત તે તકનીકી સહાય તેમજ વિકાસ માટે તજ્જ્ઞો દ્વારા સલાહની પણ વ્યવસ્થા ગોઠવી આપે…
વધુ વાંચો >વિકાસ-વળતર
વિકાસ-વળતર : આયકર અધિનિયમ 1961 હેઠળ નવાં યંત્રો અને વહાણોની ખરીદકિંમતના નિર્દિષ્ટ દરે ધંધાની કરપાત્ર આવકમાંથી આપવામાં આવતી કપાત. દેશના ઝડપી ઔદ્યોગિક વિકાસ માટે વિશ્વભરની સરકારો જાહેર વિત્તવ્યવસ્થા હેઠળ વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવે છે. ભારત સરકારે પણ તેવી યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવી છે. સીધા કરવેરા હેઠળ સરકારે આવકવેરા દ્વારા આવી પ્રયુક્તિ અજમાવી છે.…
વધુ વાંચો >વેણીસંહાર
વેણીસંહાર : પ્રાચીન ભારતીય સંસ્કૃત નાટક. ભટ્ટનારાયણ નામના નાટકકારે આ નાટક સાતમી સદીના ઉત્તરાર્ધ અને આઠમી સદીના પૂર્વાર્ધમાં રચેલું છે. છ અંકનું બનેલું આ વીરરસપ્રધાન નાટક મહાભારતનાં પાત્રો અને પ્રસંગોને રજૂ કરે છે. પ્રથમ અંકમાં શૂરવીર ભીમને કૌરવો સાથે સંધિ કે સુલેહ પસંદ નથી, કારણ કે યુદ્ધ કરીને કૌરવો સામે…
વધુ વાંચો >વેણુગોપન નાયર, એસ. વી.
વેણુગોપન નાયર, એસ. વી. (જ. 18 એપ્રિલ 1945, કરોડે, જિ. તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાલી સાહિત્યકાર. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ., એમ.ફિલ., પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી છે. તેમણે એમ. જી. કૉલેજ, તિરુવનંતપુરમમાં રીડર તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કેરળ સાહિત્ય અકાદમીની કારોબારીના સભ્ય પણ રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં 10 ગ્રંથો આપ્યા છે.…
વધુ વાંચો >વેણુગોપાલ રાવ, એ. એસ.
વેણુગોપાલ રાવ, એ. એસ. (જ. 26 નવેમ્બર 1934, શિમોગા, કર્ણાટક) : કન્નડ લેખક અને અનુવાદક. તેમણે કન્નડમાં બી.કોમ. અને એમ.એ.ની પદવી મેળવી હતી. તેમણે અધ્યાપનકાર્ય સાથે લેખનકાર્ય પણ કર્યું. તેઓ કન્નડના પ્રાધ્યાપકપદેથી સેવાનિવૃત્ત થયા છે. તેમણે અત્યાર સુધીમાં કન્નડમાં 35 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય અને નોંધપાત્ર ગ્રંથોમાં ‘નાટકવન્તે નાટક’(1988,…
વધુ વાંચો >વેણુબાપુ, એમ. કે.
વેણુબાપુ, એમ. કે. (જ. 10 ઑગસ્ટ 1927, ચેન્નાઈ; અ. 1982) : સાહિત્ય, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે રસ-રુચિ ધરાવનાર ભારતના પ્રખર ખગોળવિદ. તેમના પિતાશ્રી હૈદરાબાદની નિઝામિયા વેધશાળામાં નોકરી કરતા હતા. આથી વેણુબાપુને આ વેધશાળાની મુલાકાતે અવારનવાર જવાનું થતું હતું. ત્યાં ટેલિસ્કોપ અને અન્ય વૈજ્ઞાનિક ઉપકરણો જોવાનો એમને લહાવો મળતો હતો. પરિણામે…
વધુ વાંચો >વેણુ મારુતયી (વેણુગોપાલ કૃષ્ણ)
વેણુ મારુતયી (વેણુગોપાલ કૃષ્ણ) (જ. 7 જાન્યુઆરી 1945, મારુતયી, જિ. કન્નુર, કેરળ) : મલયાળમ અને હિંદીના લેખક અને અનુવાદક. તેમણે હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી. તેમણે દેવગિરિ કૉલેજ કાલિકટમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડા તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કાલિકટના બાલગોકુલમ્ના ઉપાધ્યક્ષ; ભારતીય અનુવાદ પરિષદ, નવી દિલ્હીના આજીવન સભ્ય રહ્યા. તેમણે મલયાળમ…
વધુ વાંચો >વેતન
વેતન : શ્રમિકની ઉત્પાદકીય સેવાઓના બદલામાં શ્રમિકને વળતર તરીકે જે ચૂકવાય છે તે. આવી સેવાઓ શારીરિક કે માનસિક કે બંને પ્રકારની હોઈ શકે છે. શ્રમના અર્થઘટનમાં બધા પ્રકારના શ્રમનો સમાવેશ થાય છે. કાર્યકુશળતા ધરાવતો, ન ધરાવતો; શિક્ષિત, અશિક્ષિત; તાલીમ પામેલો, તાલીમ નહિ પામેલો; સ્વતંત્રપણે શ્રમકાર્ય કરનાર કારીગરનો શ્રમ; શિક્ષક, વકીલ,…
વધુ વાંચો >વેદ
વેદ : જગતસાહિત્યના સૌથી પ્રાચીનતમ ગ્રંથો. આ ગ્રંથોમાં પરમ જ્ઞાન અર્થાત્ ઈશ્વર વિશેનું જ્ઞાન રહેલું છે. સાયણાચાર્ય કહે છે કે જે ઉપાય પ્રત્યક્ષ (પ્રમાણ) કે અનુમાન(પ્રમાણ)થી જાણી શકાતો નથી એને વેદથી જાણી શકાય છે. તેથી તેને ‘વેદ’ કહે છે. ઋગ્વેદ વગેરે જ્ઞાનની પ્રાપ્તિમાં સાધન હોવાથી ‘વેદ’ કહેવાય છે. ‘ઋગ્વેદભાષ્યભૂમિકા’માં સ્વામી…
વધુ વાંચો >વેદપ્રકાશ (અમિતાભ)
વેદપ્રકાશ (અમિતાભ) (જ. 1 જુલાઈ 1947, ગાઝીપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ અને વિવેચક. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી. અને ડી.લિટ.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ ધરમ સમાજ કૉલેજ, અલીગઢમાં હિંદી વિભાગના રીડર ઉપરાંત ભારતીય હિંદી પરિષદ, અલ્લાહાબાદ તથા ભારતીય લેખક સંગઠન, દિલ્હીના સભ્ય તેમજ સેખાવતી સાહિત્ય, કલા ઔર સંસ્કૃતિ અકાદમીના માનાર્હ…
વધુ વાંચો >વેદ, રાહી
વેદ, રાહી (જ. 22 મે 1933, જમ્મુ) : ડોગરી ભાષાના નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને નાટ્યકાર. તેમના ટૂંકી વાર્તાના સંગ્રહ ‘આલે’ને 1983ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. તેઓ આકાશવાણી સાથે તેમજ અનેક ડોગરી, હિંદી અને ઉર્દૂ સામયિકો સાથે સંકળાયેલા રહ્યા છે. તેમણે પ્રગટ કરેલાં 10 પુસ્તકોમાં 3 મૂળ હિંદીમાં લખાયેલાં…
વધુ વાંચો >વેદાંગજ્યોતિષ
વેદાંગજ્યોતિષ : ભારતીય જ્યોતિષશાસ્ત્રનો સૌથી પ્રાચીન ગ્રંથ. ચાર વેદોનાં છ અંગોમાંનું નયન ગણાતું એક અંગ જ્યોતિષ છે, કારણ કે વેદમાં કહેલા યજ્ઞો કયા દિવસે કયા મુહૂર્તમાં કરવા તેને બતાવવા જ્યોતિષનો ઉદ્ભવ થયો છે. વેદની સંહિતાઓમાં યુગ, સંવત્સર, માસ, ઋતુ, તિથિ, વાર વગેરેના ઉલ્લેખો મળે છે. એ રીતે બ્રાહ્મણગ્રંથોમાં પણ જ્યોતિષના…
વધુ વાંચો >