ખંડ ૧૮
રિકાર્ડો, ડૅવિડથી લૂસ, ક્લેર બૂથ
રિકાર્ડો, ડૅવિડ
રિકાર્ડો, ડૅવિડ (જ. 1772, ઇંગ્લૅન્ડ; અ. 1823) : અર્થશાસ્ત્રની પ્રશિષ્ટ વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને વિવાદાસ્પદ ચિંતક. મૂળ નેધરલૅન્ડ્ઝ(હોલૅન્ડ)ના નિવાસી યહૂદી પરિવારના નબીરા. પિતા સ્ટૉક માર્કેટમાં હૂંડીઓ અને જામીનગીરીઓના વટાવનો ધંધો કરતા. રિકાર્ડો ઓછું ભણેલા. ચૌદ વર્ષની વયે કામધંધાની શરૂઆત કરી અને ટૂંકસમયમાં ધનાઢ્ય બન્યા. તેઓ જર્મનના સોદાઓમાં માહેર હતા. ઇંગ્લૅન્ડની…
વધુ વાંચો >રિકેટ્સિયા
રિકેટ્સિયા : વિશિષ્ટ પ્રકારના જીવાણુ (bacteria) તરીકે જેમનું વર્ણન કરી શકાય તેવા પરોપજીવી સૂક્ષ્મજીવો. કદમાં તેઓ જીવાણુ કરતાં નાના હોય છે અને માત્ર યજમાન(host)ના જીવંત કોષોની અંદર પ્રજોત્પાદન કરી શકતા હોય છે. મોટાભાગના રિકેટ્સિયા પ્રજાતિના સૂક્ષ્મજીવો ઇતરડી (mite), રિકેટ્સિયા-પૉક્સ રોગ પેદા કરનાર રિકેટ્સિયા એકારી સૂક્ષ્મજીવ જૂ (lice), ઉંદર જેવાં યજમાનોના…
વધુ વાંચો >રિક્ટર, ઉર્લિક
રિક્ટર, ઉર્લિક (જ. 17 જૂન 1952, ગૉર્લિટ્ઝ [જીડીઆર]) : અગાઉના પૂર્વ જર્મની(જીડીઆર)નાં મહિલા તરણખેલાડી. 1973થી ’76નાં 4 વર્ષોમાં તેમણે 100 મીટર બૅકસ્ટ્રોકમાં 9 વિશ્વવિક્રમ સ્થાપ્યા અને 65.39 સે.ના વિક્રમને બદલે 61.51 સે.નો વિક્રમ નોંધાવ્યો. વળી 1974માં 200 મી.ની સ્પર્ધામાં 2 મિ. 18.41 સે. અને 2 મિ. 17.35 સે.ના વિક્રમો પણ…
વધુ વાંચો >રિક્ટર, ચાર્લ્સ એફ.
રિક્ટર, ચાર્લ્સ એફ. (જ. 26 એપ્રિલ 1900; અ. 1985, આલ્ટાડેના, કૅલિફૉર્નિયા) : જાણીતા ભૂકંપશાસ્ત્રી. 1927માં તેમણે કૅલિફૉર્નિયામાં પાસાડેનામાં ભૂકંપીય પ્રયોગશાળામાં કામગીરી શરૂ કરી હતી. 1928માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં ડૉક્ટરેટ મેળવી હતી. 1936થી 1970 વચ્ચે કાલકેટ ખાતે સિસ્મોલૉજિકલ લૅબોરેટરીમાં તેઓ પ્રોફેસર હતા. ભૂકંપની તીવ્રતા માપવા માટે તેમણે લોકલ…
વધુ વાંચો >રિક્ટર, બર્ટન
રિક્ટર, બર્ટન (જ. 22 માર્ચ 1931, બ્રૂકલીન, ન્યૂયૉર્ક) : નવા જ પ્રકારના ભારે મૂળભૂત કણોની શોધ અને તેને લગતું પાયાનું કાર્ય કરવા બદલ 1976ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1956માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ ત્યાંથી જ મેળવી. તે પછી તે સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >રિક્ટરનો ભૂકંપ આંક
રિક્ટરનો ભૂકંપ આંક : જુઓ ભૂકંપ.
વધુ વાંચો >રિક્ટરાઇટ
રિક્ટરાઇટ : સોડાધારક ટ્રેમોલાઇટ. ઍમ્ફિબોલ વર્ગનું ખનિજ. તે કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, લોહ, મૅંગેનીઝ અને ઍલ્યુમિનિયમ સહિતનું સોડિયમ સિલિકેટ છે. તેના રાસાયણિક બંધારણમાં કૅલ્શિયમની અવેજીમાં સોડિયમ આવતું હોવાથી તે ટ્રેમોલાઇટ સાથે સંબંધ ધરાવે છે. તેના બાકીના ભૌતિક ગુણધર્મો ઍમ્ફિબોલ વર્ગનાં ખનિજોને મળતા આવે છે. ઉત્પત્તિસ્થિતિના સંદર્ભમાં તે ઉષ્ણતાવિકૃતિ પામેલા ચૂનાખડકો અને સ્કાર્ન…
વધુ વાંચો >રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ)
રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ) : મહાન ડચ ચિત્રકારો જેવા કે રૅમ્બ્રાં, વરમીર, હૉલ્સ અને રૉટ્સડાલ જેવા પ્રસિદ્ધ ચિત્રકારોની ભવ્ય કૃતિઓનો સંગ્રહ. 1808માં હૉલૅન્ડના રાજા લૂઈ નેપોલિયનની આજ્ઞાથી, 1798માં હેગમાં સ્થાપેલા કલાસંગ્રહ ‘ધ નૅશનલ મ્યુઝિયમ’માંથી ફ્રાન્સમાં નહિ ખસેડાયેલાં ચિત્રોનો પ્રથમ સંગ્રહ આમાં ગોઠવવામાં આવ્યો. સૌપ્રથમ તે ડચ ચિત્રોને ઍમ્સ્ટરડૅમના ટાઉનહૉલમાં લટકાવવામાં…
વધુ વાંચો >રિખ્તર, ગૅર્હાર્ડ
રિખ્તર, ગૅર્હાર્ડ (જ. 1932, જર્મની) : અગ્રણી અનુઆધુનિક ચિત્રકાર. બીજાઓ દ્વારા પાડવામાં આવેલી તસવીરો ઉપરથી તેઓ ચિત્રો કરે છે. તસવીરની હૂબહૂ નકલ ઝીણવટભરી વિગત સાથે અને પીંછીના લસરકા ન દેખાય તે રીતે તેઓ કરે છે. અમિતાભ મડિયા
વધુ વાંચો >રિગર્ટ ડૅવિડ
રિગર્ટ ડૅવિડ (જ. 12 મે 1947, કૉકચેટાવ ઑબ્લાસ્ટ, કઝાખિસ્તાન, યુ.એસ.એસ.આર.) : રશિયાના વેટલિફ્ટર. તેઓ સદાકાળના એક સૌથી મહાન વેટલિફ્ટર હતા, પણ રમતના સર્વોત્તમ સ્તરે – ઓલિમ્પિક રમતોત્સવની કક્ષાએ તેમને બે વાર કરુણ નિષ્ફળતા વેઠવી પડી હતી. 1971માં તેમજ 1973–76 દરમિયાન તેઓ 90 કિગ્રા.ની સ્પર્ધામાં પાંચ વખત વિજેતા નીવડ્યા હતા; 1978માં…
વધુ વાંચો >રૅચેટ (ratchet)
રૅચેટ (ratchet) : સવિરામ (intermittent) પરિભ્રામી (rotary) ગતિ અથવા શાફ્ટની એક જ દિશામાં (પણ વિરુદ્ધ દિશામાં નિષેધ) ગતિનું સંચારણ કરતું યાંત્રિક સાધન. સાદા રૅચેટની યાંત્રિક રચના (mechanism) આકૃતિમાં દર્શાવવામાં આવી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ A રૅચેટચક્ર છે, B ઝૂલતું (oscillating) લીવર છે. આ લીવર ઉપર ચાલક પૉલ (pawl) C બેસાડેલું…
વધુ વાંચો >રે, જૉન
રે, જૉન (જ. 29 નવેમ્બર 1627, બ્લૅક નોટલે, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 17 જાન્યુઆરી 1705, બ્લૅક નોટલે) : સત્તરમી સદીના એક અંગ્રેજ તત્વજ્ઞાની, ધર્મશાસ્ત્રી અને અગ્રણી પ્રકૃતિવાદી. તે બાહ્યાકારવિદ્યા (morphology) પર આધારિત વનસ્પતિઓની વર્ગીકરણ-પદ્ધતિ આપનારા પ્રથમ તબક્કાના પ્રકૃતિવાદી હતા અને કેરોલસ લિનિયસ કરતાં ઘણા સમય પહેલાં તેમણે વર્ગીકરણ-પદ્ધતિ સૂચવી હતી. તેમના…
વધુ વાંચો >રેઝા, આકા-એ-અબ્બાસી
રેઝા, આકા-એ-અબ્બાસી (જ. આશરે 1570, મેશેદ, ઈરાન; અ. 1635, ઇસ્ફહાન, ઈરાન) : ઈરાની લઘુચિત્રકલાની ઇસ્ફહાન શૈલીનો એક મુખ્ય ચિત્રકાર તથા સમ્રાટ શાહ અબ્બાસ પહેલાનો પ્રીતિપાત્ર. પિતા અલી અશ્ગર મેશેદના સફાવીદ સૂબા ઇબ્રાહીમ મિર્ઝાનો દરબારી ચિત્રકાર હતો. અહીં જ બાળક રેઝાએ તાલીમ લીધી. તેનાં તેજસ્વી ચિત્રોએ ઇસ્ફહાનના સમ્રાટ શાહ અબ્બાસનું તરત…
વધુ વાંચો >રેઝિન
રેઝિન : પાઇન, ફર જેવાં ઝાડ તથા ક્ષુપ(shrubs)ની છાલ ઉપર રસસ્રાવ (exudation) રૂપે જોવા મળતું કાર્બનિક ઍસિડો, સુગંધી (essential) તેલો અને ટર્પીન-સંયોજનોનું ગુંદર જેવું, અસ્ફટિકમય (amorphous), હવામાં સખત બની જતું મિશ્રણ. સંશ્લેષિત રેઝિન એ માનવસર્જિત ઉચ્ચ બહુલક છે. કુદરતી રેઝિન દહનશીલ (combustible), વિદ્યુત-અવાહક, સખત અને ઠંડું હોય ત્યારે કાચસમ (glassy)…
વધુ વાંચો >રેઝિન તથા લિગ્નિનયુક્ત વાનસ્પતિક ઔષધો
રેઝિન તથા લિગ્નિનયુક્ત વાનસ્પતિક ઔષધો પાઇન અને ચીડ પ્રકારનાં વૃક્ષો તથા અન્ય છોડવામાંથી મળી આવતા ઔષધીય ગુણ ધરાવતા ઘટકો. રેઝિન એ પાઇન અને ચીડ જેવાં વૃક્ષોમાંથી ઝરતો અને હવામાં સખત બની જતો પદાર્થ છે, જ્યારે લિગ્નિન એ કાષ્ઠીય (woody) છોડવાની કોષદીવાલોમાંથી મળી આવતો કુદરતી બહુલક છે. તેમનો સીધો યા આડકતરો…
વધુ વાંચો >રેટન, મેરી લૂ
રેટન, મેરી લૂ (જ. 24 જાન્યુઆરી 1968, ફરમૉન્ટ, વેસ્ટ વર્જિનિયા, યુ.એસ.) : અમેરિકાનાં અંગકસરત(gymnastics)નાં મહિલા ખેલાડી. 1984માં એટલે કે પશ્ચિમ યુરોપના બહિષ્કારના વર્ષે લૉસ ઍન્જલીઝ ખાતેના ઓલિમ્પિક રમતોત્સવમાં તેઓ પ્રેક્ષકસમૂહનાં લાડકાં ખેલાડી બની રહ્યાં હતાં. તેઓ 1.44 મી. જેટલા નાના કદનાં હતાં, પણ તેમનું કૌશલ્ય પ્રભાવક હતું. કાંડાની ઈજાને કારણે…
વધુ વાંચો >રેટિક્યુલો-એન્ડોથેલિયલ તંત્ર
રેટિક્યુલો-એન્ડોથેલિયલ તંત્ર : રોગપ્રતિકાર માટે ભક્ષકકોષો (phagocytes) ધરાવતું તંત્ર. તેને જાલતન્વી અથવા તનુતન્ત્વી-અંતછદીય તંત્ર (reticulo-endothelial system, RES) કહે છે. આ કોષો મધ્યપેશી(mesenchyme)માંથી વિકસે છે. આ તંત્રના કોષો ઝીણા તાંતણાવાળી જાળીમયી પેશીમાં હોય છે, માટે તેમને ‘તનુતન્ત્વી’ કે ‘જાલતન્ત્વી’ (reticular) કહે છે. તેઓ નસો(વાહિનીઓ)ના અંદરના પોલાણ પર આચ્છાદન (lining) કરતા કોષોના…
વધુ વાંચો >રૅટિગન, ટેરન્સ મર્વિન (સર)
રૅટિગન, ટેરન્સ મર્વિન (સર) (જ. 10 જૂન 1911, લંડન; અ. 30 નવેમ્બર 1977, હેમિલ્ટન, બર્મૂડા) : લોકપ્રિય બ્રિટિશ નાટ્યકાર. પિતા રાજદ્વારી નોકરીમાં. શિક્ષણ હૅરો અને ટ્રિનિટી કૉલેજ, ઑક્સફર્ડમાં. 25 વર્ષની વયે તેમનું પ્રતિષ્ઠિત પ્રહસન, ‘ફ્રેન્ચ વિધાઉટ ટિયર્સ’ (1936) વેસ્ટ એન્ડ થિયેટરમાં ભજવાયેલું. ‘વ્હાઇલ ધ સન શાઇન્સ’ (1943) પણ તેમનું પ્રસિદ્ધ…
વધુ વાંચો >રેડ ક્રૉસ
રેડ ક્રૉસ : માનવસર્જિત તથા કુદરતી આપત્તિઓના સમયમાં પીડિતોની સેવા કરતી અને રાહત આપતી આંતરરાષ્ટ્રીય સંસ્થા. તેની સ્થાપના એક દાનવીર સ્વિસ નાગરિક જીન હેન્રી ડુનાં(1828–1910)ની પહેલથી કરવામાં આવી હતી. ડુનાં પોતે ડૉક્ટર હતા. જૂન 1859માં ઇટાલીના સોલફેરિનો ખાતેની લડાઈમાં યુદ્ધભૂમિ પર 40,000 મૃતદેહો પડેલા જોઈને તેમનું હૃદય દ્રવી ઊઠ્યું હતું…
વધુ વાંચો >રેડક્લિફ ચુકાદો
રેડક્લિફ ચુકાદો : ભારત અને પાકિસ્તાનની સરહદો અંગે ઑગસ્ટ 1947માં આપવામાં આવેલો ચુકાદો. ભારતનું વિભાજન કરવાનો નિર્ણય લેવાયા બાદ તેની સરહદો ઠરાવવા માટે બે સીમા-પંચ નીમવામાં આવ્યાં. એક પંચ બંગાળનું વિભાજન તથા આસામમાંથી સિલ્હટને અલગ કરવા અને બીજું પંચ પંજાબના વિભાજન માટે નીમવામાં આવ્યું. દરેક પંચમાં કૉંગ્રેસે નીમેલા બે તથા…
વધુ વાંચો >