ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પાલખ
પાલખ : દ્વિદળી વર્ગના ચિનોપોડિયેસી કુળની એક વનસ્પતિ. તેની બે પ્રજાતિઓ છે : (1) Beta vulgaris Linn.; (2) Spinacia oleracea Linn. [પાલખ-1] પ્રથમ પ્રજાતિને ‘બીટ’ પણ કહે છે અને તેની આર્થિક અગત્યને આધારે તેને બે જૂથમાં વહેંચવામાં આવે છે : (I) સિસ્લા જૂથ : (i) ચાર્ડ અથવા સ્વિસ ચાર્ડ, (ii)…
વધુ વાંચો >પાલખીવાલા નાની
પાલખીવાલા, નાની (જ. 16 જાન્યુઆરી 1920, મુંબઈ; અ. 11 ડિસેમ્બર 2002, મુંબઈ) : વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવતા કાયદાશાસ્ત્રી, બંધારણ-નિષ્ણાત, કરવેરાતજ્જ્ઞ તથા અર્થશાસ્ત્રી. પિતાનું નામ અરદેશર, માતાનું નામ શેહરબાનુ. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. અર્થશાસ્ત્ર વિષય સાથે 1942માં એમ. એ. તથા 1944માં એલએલ.બી.ની પદવી પ્રથમ વર્ગમાં મેળવ્યા પછી મુંબઈમાં વકીલાત શરૂ કરી અને ટૂંકસમયમાં…
વધુ વાંચો >પાલઘાટ (પલક્કડ)
પાલઘાટ : જુઓ પલક્કડ
વધુ વાંચો >પાલતુ પ્રાણી
પાલતુ પ્રાણી : માણસ દ્વારા અનેકવિધ હેતુઓ માટે પાળવામાં આવતાં પ્રાણી. પ્રાણીસૃષ્ટિની વ્યવસ્થા એવી છે કે અપવાદરૂપ પ્રાણી જ અલિપ્ત કે એકલદોકલ પરિસ્થિતિમાં જીવતું જોવા મળે છે. મોટેભાગે પ્રાણીઓ નાનામોટા સમાજો રચીને એકબીજાને આધારે જીવે છે. માનવી વિશિષ્ટ પ્રાણી છે. ઉત્ક્રાંતિનાં પાછલાં વર્ષોમાં તેની બુદ્ધિનો વિકાસ થયો; પણ દૃષ્ટિ, ઘ્રાણ,…
વધુ વાંચો >પાલનપુર
પાલનપુર : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય શહેર અને જિલ્લા વહીવટી મથક. ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 24o 10′ ઉ. અ. અને 72o 26′ પૂ. રે.. તેનું પ્રાચીન નામ પ્રહ્લાદનપુર છે. આબુના પરમારવંશી રાજા ધારાવર્ષદેવના ભાઈ પ્રહ્લાદનદેવે ઈ. સ. 1184માં તેની સ્થાપના કરી હતી. ચૌદમી સદીમાં પાલણશી ચૌહાણ અહીંનો…
વધુ વાંચો >પાલના
પાલના : રશિયાના કોર્યાક સ્વાયત્ત પ્રદેશનું નગર તથા પ્રમુખ કેન્દ્ર. તે પાલના નદીના મુખપ્રદેશથી 8 કિમી. અંતરે કામચાટકા દ્વીપકલ્પના પશ્ચિમ કિનારા પર વસેલું છે. તે રશિયાના દૂર પૂર્વના પ્રજાસત્તાકનું મુખ્ય કેન્દ્ર છે. તેની પશ્ચિમે ઓખૉત્સ્ક સમુદ્ર, છેક ઉત્તરે કામેનકોજ નગર, ઈશાન દિશામાં ઓસોરા બંદર, અગ્નિ દિશામાં ઉકા બંદર તથા દક્ષિણે…
વધુ વાંચો >પાલની (ટેકરીઓ)
પાલની (ટેકરીઓ) : દક્ષિણ ભારતમાં તમિળનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લામાં નૈર્ઋત્ય-ઈશાન દિશામાં વિસ્તરેલી ટેકરીઓ. વાસ્તવમાં તે પશ્ચિમ ઘાટનું પૂર્વતરફી વિસ્તરણ છે. પાલઘાટથી દક્ષિણ તરફ તમિળનાડુ-કેરળ સરહદ પર આવેલી અનામલાઈ ટેકરીઓ જ્યાં પૂરી થાય છે ત્યાંથી પાલની ટેકરીઓ પૂર્વ તરફ 24 કિમી. લંબાઈમાં અને 70 કિમી. પહોળાઈમાં વિસ્તરે છે. વધુ દક્ષિણ તરફ…
વધુ વાંચો >પાલ બચેન્દ્રી
પાલ, બચેન્દ્રી (જ. 24 મે 1954, ઉત્તરકાશી, ઉત્તરાખંડ) : એવરેસ્ટ આરોહણ કરનારી સર્વપ્રથમ ભારતીય મહિલા પર્વતારોહક. બચેન્દ્રી પાલે બી.એ. અને એમ.એ.ની પદવી મેળવી, ઉત્તરકાશીમાં આવેલી નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માઉન્ટેનિયરિંગમાં પર્વતારોહણનો પ્રાથમિક અને એડવાન્સ કોર્સ સફળતાપૂર્વક પૂરો કર્યો. 1982-1983માં એવરેસ્ટની તૈયારી રૂપે યોજાયેલાં બે આરોહણોમાં ભાગ લીધો અને 23,000 ફૂટની ઊંચાઈ…
વધુ વાંચો >પાલ બિપિનચંદ્ર રામચંદ્ર
પાલ, બિપિનચંદ્ર રામચંદ્ર (જ. 7 નવેમ્બર 1858, પોઈલ, જિ. સિલ્હટ, બાંગ્લાદેશ; અ. 20 મે 1932, કૉલકાતા) : બંગાળના પત્રકાર, લેખક અને રાજકીય નેતા. તેમણે સિલ્હટની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં તથા કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ આનંદમોહન બોઝ, દ્વારકાનાથ ગાંગુલી, અઘોરનાથ ચૅટરજી, કેશવચંદ્ર સેન જેવા પ્રતિષ્ઠિત આગેવાનોના સંપર્કમાં આવ્યા અને…
વધુ વાંચો >પાલ બેન્જામિન પિયરી
પાલ, બેન્જામિન પિયરી (જ. 26 મે 1906, મુકંદપુર, પંજાબ; અ. 14 સપ્ટેમ્બર 1989, નવી દિલ્હી) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતીય કૃષિવૈજ્ઞાનિક. તેમણે વનસ્પતિશાસ્ત્ર વિષયમાં એમ. એસસી.ની ડિગ્રી રંગૂન યુનિવર્સિટી-મ્યાનમારમાંથી અને વનસ્પતિઉછેર (plant breeding) અને જનીનવિદ્યા વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી (1932) કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડમાંથી પ્રાપ્ત કરી. કેમ્બ્રિજમાં તેમણે ખ્યાતનામ બ્રિટિશ વ્હીટ-બ્રીડર સર…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >