Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

હેરિસ, કમલા (કમલા હેરિસ)

Feb 19, 2009

હેરિસ, કમલા (કમલા હેરિસ) ( જ. 20 ઑક્ટોબર, 1964, ઓકલેન્ડ, કૅલિફૉર્નિયા) : અમેરિકાના યુવા રાજકારણી અને વ્યવસાયે એટર્ની. હાલ અમેરિકાનાં 49મા ઉપરાષ્ટ્રપ્રમુખ. વળી અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપ્રમુખ અને સર્વોચ્ચ પદ ધરાવતાં મહિલા અધિકારી તેમજ પ્રથમ આફ્રિકન-અમેરિકન અને પ્રથમ એશિયન-અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ. ડેમૉક્રૅટિક પક્ષના સભ્ય હેરિસ વર્ષ 2011થી 2017 સુધી કૅલિફૉર્નિયાના એટર્ની જનરલ અને 2017થી 2021…

વધુ વાંચો >

સિબ્બલ, કપિલ

Jan 12, 2008

સિબ્બલ, કપિલ (જ. 8 ઑગસ્ટ, 1949, જલંધર, પંજાબ, ભારત)  : ભારતના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને કોંગ્રેસના પૂર્વ પીઢ રાજકારણી. હાલ રાજ્યસભામાં સાંસદ. પિતા હિરાલાલ સિબ્બલ, જેમને આંતરરાષ્ટ્રીય બાર એસોસિયેશન દ્વારા વર્ષ 1994માં ‘કાયદા ક્ષેત્રમાં જીવંત દંતકથા સમાન વ્યક્તિ’ ગણાવ્યા છે. પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ચંડીગઢમાં સેન્ટ જોહન્સ હાઈસ્કૂલમાંથી મેળવ્યું. દિલ્હીમાં સેન્ટ સ્ટિફન્સ કૉલેજમાંથી કળા શાખામાં…

વધુ વાંચો >

ભાગવત મોહનરાવ મધુકરરાવ

Jan 12, 2001

ભાગવત, મોહનરાવ મધુકરરાવ (જ. 11 સપ્ટેમ્બર 1950, ચંદ્રપુર, મહારાષ્ટ્ર) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના છઠ્ઠા સરસંઘચાલક. મોહનરાવ મધુકરરાવ ભાગવતનો જન્મ મહારાષ્ટ્રના એક કરહાંગે બ્રાહ્મણ મરાઠી પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર ત્રણ પેઢીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલો હતો. તેમના દાદાનારાયણ ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા. પિતા મધુકરરાવે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે કાર્ય…

વધુ વાંચો >

સિંધિયા, જ્યોતિરાદિત્ય

Jan 16, 2008

સિંધિયા, જ્યોતિરાદિત્ય (જ. 1 જાન્યુઆરી 1971, મુંબઈ) : જાણીતા રાજકારણી. તેમનો જન્મ કુર્મી મરાઠા પરિવારમાં થયો હતો. પિતા માધવરાવ સિંધિયા અને માતા માધવી રાજે સિંધિયા. તેઓ સિંધિયા ગ્વાલિયર રજવાડાના છેલ્લા મહારાજા જીવાજીરાવ સિંધિયાના પૌત્ર છે. તેમના પિતા માધવરાવ સિંધિયા રાજીવ ગાંધીની સરકારમાં મંત્રી હતા. 30 સપ્ટેમ્બર 2001ના રોજ, ઉત્તરપ્રદેશમાં એક વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું…

વધુ વાંચો >

સ્યંભદ્વાર

Jan 16, 2009

સ્યંભદ્વાર : યોગસાધનામાં સુરતિ-નિરતિનો પરિચય થયા પછી ખૂલતું દ્વાર. સામાન્ય અર્થમાં એને સિંભુદ્વાર, સિંહદ્વાર, સ્વયંભૂ દ્વાર પણ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે બેગમપુરમાં પ્રવેશ કરવા માટે કોઈને કોઈ દ્વારા હોય અને જ્યારે એ રાણીનું અંતઃપુર હોય તો પછી પ્રવેશ દ્વાર તો સિંહદ્વાર જ હોય. સહસ્રારમાં પ્રવેશ કરવા માટે બ્રહ્મરંધ્રને ખોલવું…

વધુ વાંચો >

હિત-ચૌરાસી 

Feb 9, 2009

હિત-ચૌરાસી  : રાધાવલ્લભ સંપ્રદાયના સ્થાપક હિત હરિવંશ ગોસ્વામીરચિત વ્રજભાષાનો ચોરાસી પદોનો સંગ્રહ-ગ્રંથ. આ સંપ્રદાયની માધુર્યભક્તિનો સિદ્ધાંત પ્રતિપાદિત થયેલો હોવાને લઈને સંપ્રદાયનો આધારગ્રંથ બન્યો છે. આ ભક્તિગ્રંથ માટે કહેવાય છે કે આમાં ચોરાસી પદ સમાવિષ્ટ કરવામાં ગોસ્વામીજીનો આશય એ હતો કે એક એક પદનો મર્મ સમજવાથી અને એને આત્મસાત્ કરવાથી એક લાખ યોનિઓના ફેરાથી મનુષ્ય છૂટી…

વધુ વાંચો >

મિસ્ત્રી, સાયરસ

Feb 5, 2002

મિસ્ત્રી, સાયરસ  (જ.4 જુલાઈ, 1968 ; અ. 4 સપ્ટેમ્બર, 2022) : ભારતીય મૂળના, આયરિશ નાગરિકત્વ ધરાવતા, પોતાને વૈશ્વિક નાગરિક માનતાં સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રૂપના વર્ષ 2012થી વર્ષ 2016 સુધી ભૂતપૂર્વ ચૅરમૅન હતા. તેઓ ભારતીય મૂળના વિદેશી નાગરિક તરીકે ભારતમાં કાયમી રહેવાસીનો દરજ્જો ધરાવતા હતા. સાયરસ ટાટા ગ્રૂપના છઠ્ઠાં ચૅરમૅન અને ટાટા સરનેમ ન ધરાવતા નવરોજી…

વધુ વાંચો >

 મહાજન, પ્રમોદ

Jan 15, 2002

 મહાજન, પ્રમોદ (જ. 30 ઓક્ટોબર, 1949 ; અ. 3 મે, 2006, મહબૂબનગર, તેલંગાણા, દેશસ્ત બ્રાહ્મણ પરિવાર)  :  પ્રમોદ વેંકટેશ મહાજન, ભાજપની બીજી પેઢીના નેતાઓ પૈકીના એક હતા, ટૅકનૉક્રૅટિક નેતાઓ પૈકીના એક અને 21મી સદીમાં ભાજપના સંકટમોચક તરીકે પ્રસિદ્ધ રાજકારણી. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની ગઠબંધન સરકારમાં તમામ સાથીદારો પક્ષો સાથે સુમેળયુક્ત સંબંધ ધરાવવાની જવાબદારી ધરાવતા મહાજનને…

વધુ વાંચો >

પટનાયક, બીજુ

Jan 31, 1998

પટનાયક, બીજુ (જ. 5 માર્ચ, 1916; અ. 17 એપ્રિલ, 1997) :  સ્વતંત્રતાસેનાની, પાયલોટ, ઉદ્યોગપતિ, રાજકારણી. બીજુ પટનાયક રાષ્ટ્રીય એકતા, લોકશાહી, પંથનિરપેક્ષતા અને સામ્રાજ્યવાદના અંત એમ ચાર સિદ્ધાંતોના હિમાયતી હતા. 1961થી 63 અને 1990થી 95 એમ બે વાર ઓડિશાના મુખ્યમંત્રી. પિતા લક્ષ્મીનારાયણ પટનાયક અને માતા આશાલતા દેવી. પાથમિક શિક્ષણ કટકમાં મિશન પ્રાઇમરી સ્કૂલ અને મિશન (ક્રાઇસ્ટ…

વધુ વાંચો >

પટનાયક, નવીન

Jan 31, 1998

પટનાયક, નવીન  ( જ. 16 ઑક્ટોબર, 1946 -) : ભારતના પીઢ રાજકારણી અને ઓડિશાના 1998થી અત્યાર સુધી મુખ્યમંત્રી. તેઓ ઓડિશાની સાથે ભારતનાં કોઈ પણ રાજ્યમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી તરીકે શાસન કરનારાઓ રાજકારણીઓ પૈકીનાં એક. એટલું જ નહીં બે દાયકાથી વધારે સમય સુધી સતત પાંચ વાર ચૂંટણીમાં વિજય મેળવનાર પવન ચામ્લિંગ અને જ્યોતિ બસુ પછી…

વધુ વાંચો >