વિંદ : કેકય નરેશ જયસેનનો પાટવી કુંવર. વસુદેવની બહેન રાધિકાદેવીનાં લગ્ન જયસેન સાથે થયાં હતાં. એને વિંદ અને અનુવિંદ નામે બે પુત્રો અને મિત્રવિંદા નામે એક પુત્રી હતાં. વિંદા જરાસંધ અને દુર્યોધનનો પક્ષ ધરાવતો હતો અને તે પોતાની બહેન મિત્રવિંદાને દુર્યોધન વેરે પરણાવવા માગતો હતો. મિત્રવૃંદાને શ્રીકૃષ્ણ પ્રત્યે આકર્ષણ હોવાથી તેણે શ્રીકૃષ્ણ સાથે લગ્ન કર્યાં. દિગ્વિજય વખતે સહદેવે વિંદને હરાવ્યો હતો. મહાભારતના યુદ્ધમાં તેણે કૌરવોના પક્ષે રહીને યુદ્ધ કરેલું. કૌરવોના દસ પ્રધાન સેનાનાયકોમાં વિંદ પણ એક સેનાનાયક હતો. યુદ્ધમાં તે અર્જુનના હાથે વીરગતિ પામ્યો.

પ્રવીણચંદ્ર પરીખ