Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

સૂરજમલ 

Jan 27, 2008

સૂરજમલ  : ભરતપુરનો પ્રતાપી જાટ રાજા. જાટ રાજ્યની જાહોજલાલી રાજા સૂરજમલના અમલમાં 1756થી 1763 દરમિયાન ચરમસીમાએ પહોંચી હતી. સૂરજમલ પોતે જાટ સરદાર બદનસિંઘનો દત્તકપુત્ર અને ઉત્તરાધિકારી હતો. બદનસિંઘે તેને રાજ્યની બધી આંટીઘૂંટીઓ બતાવી હતી. સૂરજમલ સત્તા પર આવ્યા પછી સૌપ્રથમ જાટ સરદાર ખેમકરણ સોમારિયા પાસેથી ભરતપુર મેળવ્યું અને ત્યાં પોતાની રાજધાની સ્થાપી. મેવાતના ઘણા મુલકો…

વધુ વાંચો >

સુંદરદાસ

Jan 24, 2008

સુંદરદાસ (જ. ઈ. સ. 1596 ધૌસા (જયપુર) અ. ઈ. સ. 1689 સાંગાનેર, રાજસ્થાન)  : દાદૂ દયાળના મુખ્ય શિષ્ય, નિર્ગુણી સંત કવિ. તેમનો જન્મ જયપુરની જૂની રાજધાની ધૌસમાં એક ખંડેલવાલ વૈશ્ય પરિવારમાં થયો હતો. તેઓ 6-7 વર્ષની નાની વયે દાદૂ દયાળની શરણમાં આવ્યા હતા. તેમના રૂપથી પ્રભાવિત થઈને દાદૂએ તેમને સુંદર નામ આપ્યું હતું. 11 વર્ષની…

વધુ વાંચો >

સુલતાનગંજની બુદ્ધપ્રતિમા

Jan 23, 2008

સુલતાનગંજની બુદ્ધપ્રતિમા : સુલતાનગંજ(બિહાર)માંથી મળી આવેલ અને હાલ બર્મિંગહામ મ્યુઝિયમ- (યુ.કે.)માં સુરક્ષિત બુદ્ધની વિખ્યાત ધાતુપ્રતિમા. ગુપ્તકાલનાં ઉત્તમોત્તમ ધાતુશિલ્પો પૈકીનું એક છે. આ સાડા સાત ફૂટ ઊંચું શિલ્પ આ શૈલીનાં શિલ્પોમાં કદાચ સૌથી મોટું છે. પાંચમી સદીમાં ગુપ્તકલા કેટલી ઉન્નતકક્ષાએ પહોંચી હતી તે આ શિલ્પ દ્વારા સમજી શકાય છે. આ શિલ્પ પર ઘૂંટણ સુધી પહોંચતા વસ્ત્રની…

વધુ વાંચો >

સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો

Jan 1, 2008

સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો  : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે. ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના શંક અને ચક્ર આયુધ પુરુષો…

વધુ વાંચો >

સુભદ્રા

Jan 22, 2008

સુભદ્રા : રોહિણીના ગર્ભથી ઉત્પન્ન થયેલ વસુદેવની પુત્રી તથા બલરામ અને કૃષ્ણની નાની બહેન. સ્કંદપુરાણ અનુસાર તે પૂર્વજન્મમાં ગાલવઋષિની કન્યા માધવી હતી. એક વાર ઋષિ આ કન્યાને લઈને વિષ્ણુ ભગવાનના દર્શને ગયા. બાળસુલભ ચંચળતાને કારણે તે ત્યાં આસન ઉપર બેસી ગઈ. એ જોઈને ગુસ્સે ભરાયેલ લક્ષ્મીજીએ  તેને અશ્વમુખી થવાનો શાપ આપ્યો. જ્યારે એનો જન્મ થયો…

વધુ વાંચો >

સુગ્રીવ 

Jan 20, 2008

સુગ્રીવ  : કિષ્કિંધાનો એક વાનર રાજા અને રાજા વાલીનો નાનો ભાઈ. એક વાર માયાવી રાક્ષસ સાથે લાંબા સમય સુધી એક ગુફામાં વાલીએ યુદ્ધ કર્યું. ઘણો વખત વીતી ગયો છતાં વાલી ગુફામાંથી બહાર ન આવ્યો અને ગુફામાંથી બહાર લોહી વહી આવેલું જોઈને સુગ્રીવે વાલીનો વધ થઈ ગયો છે એમ માની પોતે રાજસિંહાસન પર બિરાજમાન થઈ ગયો.…

વધુ વાંચો >

સુખાવતીલોકેશ્વર

Jan 20, 2008

સુખાવતીલોકેશ્વર : નેપાળમાં પ્રચલિત બોધિસત્વ અવલોકિતેશ્વરનું એક વિશિષ્ટ સ્વરૂપ. અમૃતાનંદરચિતા ‘ધર્મકોશસંગ્રહ’માં આ સ્વરૂપનું વર્ણન મળે છે. અવલોકિતેશ્વર વર્તમાન ભદ્રકલ્પના અધિષ્ઠાતા મનાતા હોઈ વર્તમાન જગતના રક્ષણની જવાબદારી એમના શિરે છે. સાધનમાલામાં અવલોકિતેશ્વરનાં લગભગ 31 સાધનો જાણવા મળે છે, જે એમની જે-તે સ્વરૂપની ઉપાસનાનાં સૂચક છે. આમાંથી 15 સાધનોનું વર્ણન સાધનમાલામાં પ્રાપ્ત થાય છે. એમાં સુખાવતી લોકેશ્વરને…

વધુ વાંચો >

સિંહાચલમ્

Jan 17, 2008

સિંહાચલમ્ : દક્ષિણ ભારતમાં વૉલ્ટેયર નગરની નિકટ આવેલું યાત્રાધામ. આ સ્થાન અહીંના વરાહમંદિર અને લક્ષ્મી-નૃસિંહ સ્વામીના મંદિરને કારણે ખૂબ પ્રસિદ્ધ છે. વરાહ મંદિરની મૂર્તિ વરાહની મૂર્તિ જેવી દેખાય છે પરંતુ લોકો એને નૃસિંહ મૂર્તિ કહે છે. એવી માન્યતા છે કે હિરણ્યકશિપુએ પોતાના પુત્ર પ્રહલાદને સમુદ્રમાં ડુબાડીને તેના પર આ પર્વત વજન રૂપે મૂકી દીધો હતો…

વધુ વાંચો >

સિંહનાદ

Jan 17, 2008

સિંહનાદ : મહાયાન સંપ્રદાયમાં અવલોકિતેશ્વરનું રોગવિનાશક ઉગ્ર સ્વરૂપ. અવલોકિતેશ્વર બોધિસત્વ તરીકે ચીન, જાપાન, તિબેટ તેમજ પ્રાચીન ભારતમાં ખૂબ લોકપ્રિય હતા. ધ્યાની બુદ્ધ અમિતાભ અને તેમની બુદ્ધશક્તિ પાંડરામાંથી પ્રગટેલા અવલોકિતેશ્વરનાં બધાં સ્વરૂપોમાં મસ્તક પર ધ્યાની બુદ્ધ અમિતાભને ધારણ કરેલા બતાવાય છે. એમનાં પૂજાતાં વિવિધ સ્વરૂપો પૈકી પંદર સ્વરૂપોનું સાધનમાલામાં નામજોગ વર્ણન મળે છે. એમાં સિંહનાદ સ્વરૂપ…

વધુ વાંચો >

સાંદીપનિ

Jan 10, 2008

સાંદીપનિ : શ્રીકૃષ્ણ અને બલરામના ગુરુ અને કશ્યપ કુલના વિદ્વાન બ્રાહ્મણ. તેઓ ઉજ્જયિની કે અવંતિના નિવાસી હતા. ઉપનયન સંસ્કાર થયા પછી શ્રીષ્કૃણ અને બલરામે એમના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કર્યો હતો. સાંદીપનિએ બહુ જ ટૂંકા સમયમાં એ બંનેને વેદ, ઉપનિષદ, ધર્નુવેદ, રાજનીતિ, ચિત્રકલા, ગણિત, ગજશિક્ષા, અશ્વશિક્ષાદિનું ગહન અધ્યયન કરાવ્યું. ધનુર્વેદના તો એ મહાન જ્ઞાતા હતા. વિદ્યાધ્યયન…

વધુ વાંચો >