Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

સત્તારી સિલસિલા

Jan 3, 2007

સત્તારી સિલસિલા : શાહ અબ્દુલ્લા સત્તારી (મૃ. ઈ. સ. 1485) એ હિંદમાં પ્રવર્તાવેલો એક સૂફી પંથ. 15મી–16મી સદીઓ દરમિયાન હિંદમાં ત્રણ અગત્યનાં ધાર્મિક આંદોલનો ઉદભવ્યાં : (1) સત્તારી સિલસિલા, (2) મહાદેવી આંદોલન અને (3) રોશનિયા સંપ્રદાય. હિંદુઓમાં વ્યાપકપણે પ્રચલિત થયેલા ભક્તિ-આંદોલનની ભાવનાનું તેમનામાં પ્રતિબિંબ પડ્યું હતું. સત્તારીપંથને શાહ અબ્દુલ્લા સત્તારીએ પ્રવર્તાવેલો જેમને માંડૂમાં દફનાવવામાં આવ્યા…

વધુ વાંચો >

ષટ્ચક્ર

Jan 27, 2006

ષટ્ચક્ર : ભારતીય યોગ પરંપરામાં યોગસાધકે પોતાની કુંડલિની શક્તિને જાગ્રત કરીને સહસ્રારચક્રમાં બિરાજતા પરમ શિવ સાથે એકાકાર થવા માટે ભેદવાનાં દેહમાં આવેલાં છ ચક્રો. હઠયોગીને તો આ ષટચક્રના ભેદનમાં મુક્તિ વરતાય છે. આ છ ચક્રોની વિભાવના તંત્રગ્રંથોમાં ખૂબ સૂક્ષ્મપણે અને વિસ્તારથી સમજાવેલી છે. માનવદેહને ઉપર-નીચેથી અર્ધો અર્ધો વિભાજિત કરવાનો કલ્પવામાં આવે તો કટિપ્રદેશ મધ્યમાં આવે.…

વધુ વાંચો >

ષટ્કર્મ

Jan 27, 2006

ષટ્કર્મ : બ્રાહ્મણાદિ વર્ગો માટે આચરણ પરત્વે જીવનયાપન અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટેનાં વિહિત કર્મો. સાધનાપદ્ધતિઓ અને દાર્શનિક ચિંતનપ્રણાલીના ભેદને ષટકર્મોના નિર્ધારણમાં ફરક વરતે છે. વૈદિક કર્મકાંડના સમયે બ્રાહ્મણ માટેનાં ષટકર્મોમાં ભણવું, ભણાવવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન લેવું અને દાન દેવું આ ષટકર્મોનું વિધાન હતું. પાછળના સમયમાં અર્થવ્યવસ્થા જટિલ થતાં એને માટેનાં અવિહિત કર્મો પણ…

વધુ વાંચો >

શ્રવણકુમાર

Jan 24, 2006

શ્રવણકુમાર : પુરાણોમાં વર્ણિત અંચકમુનિના માતૃ-પિતૃ ભક્તિના આદર્શરૂપ વિખ્યાત પુત્ર. તેઓ પોતાનાં અંધ માતા-પિતાને કાવડમાં બેસાડીને તીર્થયાત્રા કરાવવા નીકળ્યા હતા. એક દિવસ તે વનમાં એક સરોવરમાંથી માતા-પિતા માટે જળ લેવા ગયા. વનમાં અયોધ્યાના રાજા દશરથ શિકાર અર્થે આવ્યા હતા. શ્રવણકુમારે જ્યારે ઘડો પાણીમાં ડુબાડ્યો ત્યારે એનાથી નીકળતો અવાજ મૃગના અવાજ જેવો સમજીને દશરથે શબ્દવેધી બાણ…

વધુ વાંચો >

શૈવાગમ

Jan 22, 2006

શૈવાગમ : શૈવમત-પ્રતિપાદક શાસ્ત્રો. ઉપ-આગમો સહિતનાં આગમોની સંખ્યા 200 કરતાં પણ વધુ છે. તેમની રચના ઈ. સ.ની સાતમી સદીથી આરંભાઈ અને સમય જતાં એમાંથી તમિળ શૈવ, વીર શૈવ અને કાશ્મીરી શૈવ મતોનો વિકાસ થયો. આગમો અનુસાર એમની રચના સ્વયં શિવે અને દુર્વાસા ઋષિએ કરી હતી. જોકે શિવની ઉપાસના તો આગમો રચાયાં એ પૂર્વે ઘણે વહેલેથી…

વધુ વાંચો >

શૃંગેરી

Jan 20, 2006

શૃંગેરી : બૅંગાલુરુ-પૂના રેલવે માર્ગ પર બિરૂદ સ્ટેશનથી 120 કિમી. દૂર આવેલ ભારતનું પ્રસિદ્ધ સાંસ્કૃતિક કેન્દ્ર. આદિ શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો દક્ષિણનો મઠ શૃંગેરીમાં સ્થાપેલો છે. તુંગભદ્રા નદીને કિનારે આ નાનું નગર વસેલું છે. નદી પર પાકા ઘાટ બનેલા છે. ઘાટની ઉપર જ શંકરાચાર્યનો મઠ આવેલો છે. મઠના પરિસરમાં શંકરાચાર્યે સ્થાપેલા શારદા અને મહેશ્વરદેવનાં…

વધુ વાંચો >

શૂન્યવાદ

Jan 19, 2006

શૂન્યવાદ : બધી ધારણઓમાં વિરોધી ધર્મોની ઉપસ્થિતિ છે, આથી બધું શૂન્ય છે એવો મતવાદ. મહાયાન બૌદ્ધ સંપ્રદાય માધ્યમિક (શૂન્યવાદી) અને વિજ્ઞાનવાદ (યોગાચાર) એવી બે શાખાઓમાં વિભાજિત છે. એમાં શૂન્યવાદના પ્રબળ પ્રતિપાદક આચાર્ય નાગાર્જુન ઈ. સ.ની બીજી સદીમાં થઈ ગયા. નાગાર્જુને ‘માધ્યમિકશાસ્ત્ર’ની રચના કરી, તેના દ્વારા શૂન્યવાદને દાર્શનિક ક્ષેત્રે પ્રતિષ્ઠિત કર્યો. એમણે ઉત્પત્તિ, ગતિ, દુઃખ, બંધન,…

વધુ વાંચો >

શિવરાત્રિ

Jan 16, 2006

શિવરાત્રિ : ગુજરાતમાં માઘ (ઉત્તર ભારતમાં ફાલ્ગુન) માસની કૃષ્ણ ચતુર્દશીએ ઊજવાતું શિવરાત્રિ વ્રતપર્વ. આને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. આ દિવસે શિવ અને પાર્વતીનાં લગ્ન થયાં હતાં. હસ્તમેળાપ વિષ્ણુ ભગવાને કરાવ્યો હતો અને બ્રહ્માજીએ પૌરોહિત કાર્ય સંભાળ્યું હતું. આ તિથિએ શંકરે તાંડવનૃત્ય કર્યું હતું અને પોતાના ડમરુથી સર્વત્ર જ્ઞાન-વિજ્ઞાનને ફેલાવ્યું હતું. શિવ સર્વમાન્ય દેવતા છે. તેમની…

વધુ વાંચો >

શિવકાંચી

Jan 16, 2006

શિવકાંચી : દક્ષિણ ભારતનું એક શૈવ તીર્થ. અહીં 108 મંદિરો આવેલાં છે જેમાં મુખ્ય મંદિર એકાગ્રેશ્વરનું છે. સપ્તતીર્થ સરોવર પાસે આ વિશાળ મંદિર ત્રણ ગોપુર દ્વારોની ભીતર આવેલું છે. રેતિયા પથ્થરના મંદિરના ગર્ભગૃહમાં શ્યામવર્ણની લિંગમૂર્તિનાં દર્શન થાય છે. અહીં એકાગ્રેશ્વર પર જળાભિષેક થતો નથી. તેમનો અભિષેક ચમેલીના સુગંધિત તેલથી કરવામાં આવે છે. આ મંદિરની નિકટ…

વધુ વાંચો >

સંજય

Jan 21, 2007

સંજય : મહાભારત અનુસાર ધૃતરાષ્ટ્રનો સારથિ અને પરામર્શદાતા. તે સૂત જાતિમાં ઉત્પન્ન થયો હતો. તે વેદવ્યાસનો કૃપાપાત્ર અને શ્રીકૃષ્ણનો ભક્ત હતો. દુર્યોધનના અત્યાચારોનો એ વિરોધ કરતો રહ્યો. એણે યુધિષ્ઠિર અને ધૃતરાષ્ટ્રને યુદ્ધ રોકવાની સલાહ આપી હતી. પાંડવો ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય મળવાથી શાંતિને માટે સમ્મત હતા પરંતુ કૌરવો માન્યા નહિ. તેણે ધૃતરાષ્ટ્રને શ્રીકૃષ્ણ અવતારી પુરુષ છે એ…

વધુ વાંચો >