Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

સહસ્રાર્જુન 

Jan 18, 2007

સહસ્રાર્જુન  : માળવામાં માહિષ્મતીનો રાજધાની બનાવી રાજ કરતો પ્રસિદ્ધ પૌરાણિક રાજા. તે હૈહય વંશના રાજા કૃતવીર્યનો પુત્ર હતો. એનું મૂળનામ અર્જુન હતું. દત્તાત્રેયની ઉગ્ર ઉપાસના કરવાથી તેને સહસ્ર ભુજાઓ તેમજ કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, આથી તે સહસ્રાર્જુનને નામે પ્રસિદ્ધ થયો. નર્મદા નદીમાં એ પોતાની રાણીઓ સાથે જલક્રીડા કરી રહ્યો હતો. ત્યાં નદીના તટ પર…

વધુ વાંચો >

સૂર્ય અને ચંદ્ર (વૈદિક પ્રતીક)

Jan 27, 2008

સૂર્ય અને ચંદ્ર (વૈદિક પ્રતીક)  : વૈદિક કાલથી આજદિન સુધી લોકમાન્ય રહેલાં પ્રતીકો. હિમ અન ધ્રંસ એટલે કે ઠંડી અને ગરમી એ બંનેના રૂપ ચંદ્ર અને સૂર્ય છે. અથર્વવેદમાં બંનેને અગ્નિનાં બે રૂપ કહ્યાં છે. त तैवाव्ग्नीं आधत्त हिमं ध्रंसं च रोहित (13-1-46). (અર્થાત્ એક જ રોહિત દેવ સૂર્યે ઠંડી અને ગરમી એ બંને અગ્નિને…

વધુ વાંચો >

સાક્ષી ગોપાલ

Jan 30, 2007

સાક્ષી ગોપાલ  : જગન્નાથપુરીથી 20 કિમી. દૂર આ પ્રસિદ્ધ મંદિર આવેલું છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં ગોપાલની મોટી મનોહર મૂર્તિ પ્રતિષ્ઠિત છે. નિકટમાં રાધિકાજીનું મંદિર છે. સાક્ષી ગોપાલ મંદિરને લગતી એક કથા પ્રચલિત છે. એક વૃદ્ધે યાત્રા પ્રસંગે એક યુવાનની સેવા લીધી અને યુવાનની સેવાથી પ્રસન્ન થઈ એને પોતાની દીકરી સાથે લગ્ન કરાવશે એવું આશ્વાસન આપ્યું.…

વધુ વાંચો >

સુહરાવર્દી સિલસિલા

Jan 24, 2008

સુહરાવર્દી સિલસિલા : શેખ શિહાબુદ્દીન ઉમર સુહરાવર્દીએ (મૃ. ઈ. સ. 1234) પ્રવર્તાવેલો રહસ્યવાદી મુસ્લિમ પંથ. આ પંથને દૃઢ પાયા પર સંગઠિત કરવાનું માન મુલતાનના તત્વજ્ઞાની સંત શેખ બહાઉદ્દીન ઝકરિયા (મૃ. ઈ. સ. 1262)ને ફાળે જાય છે. તેમણે મુલતાનમાં એક ભવ્ય ખાનકાહ સ્થાપીને સિંધ તેમજ બીજા પડોશી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિષ્યોને આકર્ષ્યા. તેમના પૌત્ર રુકનુદ્દીન અબૂલ…

વધુ વાંચો >

સૌતિ

Jan 4, 2009

સૌતિ : રોમહર્ષણ સૂત નામના પુરાણવેત્તા આચાર્યના પુત્ર અને શિષ્ય. પુરાણોમાં એમને ‘જગતગુરુ’ અને ‘મહામુનિ’ કહેવામાં આવ્યા છે. સૌતિએ જ નૈમિષારણ્યમાં ઋષિઓને મહાભારતની કથા સંભળાવી હતી. મહાભારતની કથાનાં ત્રણ સંસ્કરણો થયાં. પહેલું સંસ્કરણ જે ‘જય’ને નામે ઓળખાયું. તેમાં 1200 શ્લોક હતા અને તે વેદ વ્યાસજીએ પોતાના શિષ્ય વૈશંપાયનને સંભળાવ્યું હતું. એ ગ્રંથમાં જરૂરી સુધારાવધારાવાળી 24,000…

વધુ વાંચો >

સોહમ્ 

Jan 4, 2009

સોહમ્  : ‘તે હું છું’ અર્થાત્ ‘હું બ્રહ્મ છું’ એવો વેદાંતનો સિદ્ધાંત. વેદાન્ત પ્રમાણે જીવ અને બ્રહ્મ એક છે, બંનેમાં કોઈ ફરક નથી. જીવ બ્રહ્મ સિવાય કંઈ જ નથી. આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા માટે વેદાંતીઓ બોલે છે ‘સોહમ્’ = ‘सः अहं’ અર્થાત્ ‘હું તે બ્રહ્મ છું.’ ઉપનિષદોમાં પણ આ વાત ‘અહં બ્રહ્માસ્મિ’ અને ‘તત્વમસિ’ રૂપે…

વધુ વાંચો >

સોમસ્કંદ

Jan 3, 2009

સોમસ્કંદ : બાલ સ્વરૂપા સ્કંદ સાથેનું શિવ અને ઉમાનું મૂર્તિસ્વરૂપ. ‘શિલ્પરત્ન’ ગ્રંથમાં આ મૂર્તિસ્વરૂપનું વિધાન ખૂબ વિગતે અપાયું છે. આમાં શિવ ત્રિનેત્ર, ચતુર્ભુજ, સ્વરૂપે ભદ્રપીઠ પર સુખાસનમાં પણ ટટ્ટાર બેઠેલા છે. તેમના જમણા હાથમાં પરશુ અને ડાબા પાછલા હાથમાં મૃગ છે. જ્યારે બાકીના બે હાથ પૈકી એક અભય મુદ્રામાં અને બીજો વરદ કે સિંહકર્ણ મુદ્રામાં…

વધુ વાંચો >

સોમદત્ત

Jan 2, 2009

સોમદત્ત  : કુરુવંશી રાજા ભૂરિશ્રવાનો પિતા. દેવકીના સ્વયંવરમાં જ્યારે શનિ નામના યાદવે વસુદેવ માટે દેવકીનું હરણ કર્યું તો સોમદત્તે એનો વિરોધ કર્યો પરંતુ શનિએ એને ભૂમિ પર પછાડી અનેક રીતે અપમાનિત કર્યો. આ અપમાનનો બદલો લેવા સોમદત્તે રુદ્રની ઉગ્ર તપસ્યા કરી અને રુદ્રની કૃપાથી એને ભૂરિશ્રવા જેવો તેજસ્વી પુત્ર પ્રાપ્ત થયો. મહાભારતના યુદ્ધમાં ભૂરિશ્રવા એક…

વધુ વાંચો >

સોમ

Jan 2, 2009

સોમ : અગ્નિ અને ઇન્દ્ર પછી ત્રીજું સ્થાન ધરાવતા વૈદિક દેવતા. એની કલ્પના સ્વર્ગીય લતાનો રસ અને ચંદ્રમા સાથે કરવામાં આવી છે. આ રસ દેવતા અને મનુષ્ય બંને માટે સ્ફૂર્તિદાયક ગણાયો છે. વૈદિક સાહિત્યમાં સોમરસ તૈયાર કરવાની, યજ્ઞોમાં તેનો વિવિધ રીતે કરવાનો પ્રયોગ તેમજ દેવતાઓને એ સમર્પિત કરવાની વિધિનાં વિસ્તૃત વર્ણન મળે છે. ઇન્દ્ર અને…

વધુ વાંચો >

શર્મિષ્ઠા

Jan 8, 2006

શર્મિષ્ઠા : દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી, ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાનીની સખી. એક દિવસ કોઈ કારણવશ શર્મિષ્ઠાએ દેવયાનીને કૂવામાં ધકેલી દીધી. રાજા યયાતિએ દેવયાનીને બહાર કાઢી અને બંનેનાં લગ્ન થયાં. શુક્રાચાર્યના આગ્રહથી અસુર જાતિના હિત માટે શર્મિષ્ઠાએ દેવયાનીની દાસી બનીને સાથે જવાનું સ્વીકાર્યું. ત્યાં યયાતિ શર્મિષ્ઠાના પ્રેમમાં પડ્યા અને તેની સાથેના સંબંધથી શર્મિષ્ઠાને ત્રણ સંતાનો થયાં. આથી…

વધુ વાંચો >