Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

કસ્ટમ યુનિયન

Jan 16, 1992

કસ્ટમ યુનિયન : બે અથવા વધુ સાર્વભૌમ દેશો વચ્ચે પારસ્પરિક તથા અન્ય દેશો સાથે થતા વ્યાપારને સ્પર્શતા જકાત દરો અંગે કરવામાં આવતો કરાર. જુદા જુદા દેશો આર્થિક એકીકરણ(integration)ના હેતુથી ભિન્ન ભિન્ન પ્રકારના કરારો કરે છે. કસ્ટમ યુનિયન તેનું એક વિશિષ્ટ સ્વરૂપ છે. આવા આર્થિક સંગઠનના બે મુખ્ય ગુણધર્મો હોય છે : (1) પરસ્પરની વસ્તુઓ તથા…

વધુ વાંચો >

સરસ્વતી (બૌદ્ધ મૂર્તિવિધાન)

Jan 13, 2007

સરસ્વતી (બૌદ્ધ મૂર્તિવિધાન) : બૌદ્ધ ધર્મમાં અપનાવાયેલ જ્ઞાન અને વિદ્યાકલાની દેવી સરસ્વતીનાં પૂજન માટે પ્રચલિત વિવિધ મૂર્તિસ્વરૂપ. બૌદ્ધ ધર્મના તાંત્રિક સંપ્રદાયોમાં તેનું મહત્વ વિશેષ છે. બૌદ્ધ ધર્મમાં આ દેવી એક મુખવાળી અને દ્વિભુજ તેમજ ત્રણ મુખ અને ષડ્ભુજાવાળી હોવાનું પણ વર્ણન મળે છે. તે જ્ઞાનદાતા દેવી હોવાથી મંજુશ્રી અને પ્રજ્ઞાપારમિતાની જેમ તેની પૂજા થાય છે.…

વધુ વાંચો >

સમાવર્તન

Jan 8, 2007

સમાવર્તન : આ પ્રાચીન ભારતમાં પ્રચલિત સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર. એનો શબ્દાર્થ છે વિદ્યાભ્યાસ પૂરો કરીને ગુરુને ઘેરથી પાછા વળવું. આ સંસ્કાર પછી ‘બ્રહ્મચારી’ સ્નાતક કહેવાતો. વિદ્યાને સાગરની ઉપમા અપાતી અને એમાં સ્નાન કરીને જે પાછો આવતો તે સ્નાતક કહેવાતો. ગુરુકુલમાં બ્રહ્મચારી બે પ્રકારના હતા. પહેલા પ્રકારના વિદ્યાર્થીઓ જે વિદ્યાભ્યાસ કરી ગૃહસ્થ જીવનમાં પ્રવેશ…

વધુ વાંચો >

સત્યકામ

Jan 3, 2007

સત્યકામ : ઉપનિષદકાલના એક પ્રખ્યાત તત્વદર્શી, જેઓ પોતાની સત્યવાદિતાને કારણે પ્રસિદ્ધ છે. તેઓ ગૌતમઋષિ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા ગયા ત્યારે ઋષિ એમનું ગોત્ર પૂછતાં સત્યકામે નિર્ભય થઈને જવાબ આપ્યો કે મને મારા ગોત્રની ખબર નથી. મારી માતાનું નામ જાબાલા છે અને મારું નામ સત્યકામ છે. મારા પિતા પોતાની યુવાવસ્થામાં જ મૃત્યુ પામ્યા હતા અને ઘરમાં…

વધુ વાંચો >

સપ્તદ્વીપ

Jan 5, 2007

સપ્તદ્વીપ : પુરાણોમાં વર્ણવેલા સાત દ્વીપ : જંબૂદ્વીપ, કુશદ્વીપ, પ્લક્ષદ્વીપ, શાલ્મલિદ્વીપ, ક્રૌંચદ્વીપ, શાકદ્વીપ અને પુષ્કરદ્વીપ. શાલ્મલિદ્વીપને ક્યાંક શાલભક્તિ પણ કહેવામાં આવેલ છે. જંબૂદ્વીપમાં ભારત આવે છે. સનાતનીઓ કર્મકાંડમાં સંકલ્પ લેતી વખતે આ દ્વીપનો નિર્દેશ કરે છે. જંબૂદ્વીપને આઠ લાખ માઈલ લાંબો અને એટલો જ પહોળો કહેવામાં આવ્યો છે. આ દ્વીપ આઠ લાખ માઈલ પહોળા સાગરથી…

વધુ વાંચો >

સદાચાર

Jan 4, 2007

સદાચાર : ધર્મનું સૌથી મહત્વનું અંગ. ધાર્મિક માણસ ઈશ્વર, જગત અને જીવને લગતી કઈ માન્યતાઓ ધરાવે છે અને તે ઈશ્વરની કઈ રીતે ઉપાસના કરે છે તે પ્રશ્ન ધાર્મિક માણસના વ્યક્તિગત જીવન સાથે સંબંધ ધરાવે છે. જ્યારે તે સદાચારી છે કે નહિ એ પ્રશ્નનું સામાજિક દૃષ્ટિએ ઘણું મહત્વ છે. ધાર્મિક જીવનમાં સદાચારના આ મહત્વને ધ્યાનમાં રાખીને…

વધુ વાંચો >

સહજોબાઈ

Jan 17, 2007

સહજોબાઈ (જ. 1683, ડેહરા, મેવાત, રાજસ્થાન; અ. 1763 : દિલ્હીના સંત ચરણદાસનાં શિષ્યા. આજીવન બ્રહ્મચારી રહી સંતજીવન ગુરુઆશ્રમમાં ગાળ્યું. તેમણે ‘સહજપ્રકાશ’ ગ્રંથની રચના 1743માં કરેલી. ‘શબ્દ’ અને ‘સોલહતત્વપ્રકાશ’ પણ એમની રચનાઓ મનાય છે. ગુરુની મહત્તા, નામ-માહાત્મ્ય, અજપાજપ, સંસારનું મિથ્યાત્વ, સંસાર-પ્રપંચથી દૂર રહેવાની ચેતવણી, કામ, ક્રોધ, લોભ, મોહ-માન વગેરેનો ત્યાગ કરવો, કર્મફળમાં વિશ્વાસ ધરાવવો, પ્રેમતત્વનો વિધિનિષેધનો…

વધુ વાંચો >

સત્યવતી

Jan 4, 2007

સત્યવતી : વેદવ્યાસનાં માતા જેના પાછળથી રાજા શાંતનુ સાથે લગ્ન થયાં. એમને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે બે પુત્રો જન્મ્યા. સત્યવતીના જન્મ અંગેની કથા એવી છે કે, એની માતા અદ્રિકા, જે અપ્સરા હતી તે બ્રહ્માજીના શાપને કારણે માછલી બની ગઈ હતી. માછીમારોએ એ માછલીનું પેટ ચીર્યું તો એમાંથી સત્યવતી નીકળી. તેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી…

વધુ વાંચો >

સત્યભામા

Jan 4, 2007

સત્યભામા : શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ પૈકીની બીજી પટરાણી જે યાદવ રાજા સત્રાજિતની કન્યા હતી. સત્રાજિતને સૂર્ય પાસેથી સ્યમંતક મણિ પ્રાપ્ત થયો હતો, જે ચોરાઈ જતાં સત્રાજિતે ચોરીનો જૂઠો આરોપ શ્રીકૃષ્ણને માથે નાખ્યો પરંતુ જ્યારે ખબર પડી કે શ્રીકૃષ્ણ નિર્દોષ છે તો એણે શ્રીકૃષ્ણની ક્ષમા માગી અને પોતાની કન્યા સત્યભામાના લગ્ન કૃષ્ણ સાથે કર્યાં. સત્યભામા એક…

વધુ વાંચો >

શુચીન્દ્રમ

Jan 18, 2006

શુચીન્દ્રમ : કન્યાકુમારીથી લગભગ 15 કિમી. દૂર શુચીન્દ્રમ નામના સ્થાને શિવનું એક મહામંદિર આવેલું છે. અહીંના શિવલિંગ અંગે અનુશ્રુતિ છે કે બાણાસુરે તપ કરી શિવને પ્રસન્ન કર્યા અને કોઈ કન્યા દ્વારા જ પોતાનું મૃત્યુ થાય એવું વરદાન મેળવ્યું. ત્યાર પછી તે ઘણો અત્યાચારી થઈ ગયો. ભયભીત દેવતાઓ વિષ્ણુને શરણે ગયા અને તેમની સલાહ મુજબ યજ્ઞ…

વધુ વાંચો >