Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

આર્મેનિયન ભાષા

Jan 9, 1990

આર્મેનિયન ભાષા : ઇન્ડો-યુરોપિયન ભાષાકુળના એક પેટાકુળ થ્રાકો-ફીજિયન જૂથની ભાષા. પ્રાચીન કાળમાં આંતોલિયામાં આ ભાષાનું પૂર્વરૂપ અસ્તિત્વ ધરાવતું હતું. એમ પણ કહી શકાય કે ફીજિયન ભાષામાંથી જ સીધી આર્મેનિયન ઊતરી આવી છે. જૂની આર્મેનિયન ભાષા જૂની ઈરાની અને જૂની સંસ્કૃત ભાષાને ખૂબ મળતી આવે છે. ચાર લાખ કરતાં વધુ ભાષકો આજે આ ભાષા બોલે છે.…

વધુ વાંચો >

ઇસ્ફહાનનો રાજમહેલ-અલી કાપુ

Jan 28, 1990

ઇસ્ફહાનનો  રાજમહેલ – અલી કાપુ (સફવીદ કાલ સત્તરમી સદી પૂર્વાર્ધ) : ટીમુરિદ સમયની પહેલાંનાં મકાનોના પાયા પરથી ફરીથી બંધાયેલો રાજમહેલ. ઈરાનમાં સફવીદ સમય દરમિયાન રાજમહેલોનું આયોજન શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે એક વિશાળ બગીચાના રૂપમાં વિવિધ ઉપયોગ માટે રચાયેલાં અને ઘણુંખરું ઋતુ પ્રમાણે વપરાતાં મકાનોના સમૂહ તરીકે થતું. અલી કાપુ રાજમહેલ વિશાળ રાજમહેલના પ્રવેશ તરીકે તથા મહેમાનોની…

વધુ વાંચો >

ઈયોસીન રચના

Jan 30, 1990

ઈયોસીન રચના : પૅલિયોસીન પછીનો અને ઑલિગોસીન પહેલાંનો કાળ. પહેલાં તેના સૌથી પુરાણા કાળને ટર્શિયરી (tartiary) ગણવામાં આવતો હતો. આ મત પ્રમાણે ઈયોસીનનો ગાળો આજથી પૂર્વે. 5.35 કરોડ અને 3.8 કરોડ વર્ષોની વચ્ચેનો ગણાય. ટર્શિયરી યુગને મુખ્ય બે વિભાગોમાં વહેંચેલો છે : (1) પૅલિયોસીન, ઈયોસીન અને ઑલિગોસીનને આવરી લેતો નિમ્ન ટર્શિયરી વિભાગ અને (2) માયોસીન,…

વધુ વાંચો >

ઈવાન્સ, ઑલિવર

Jan 1, 1991

ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ કરી. આ માટે ગતિમાન વાહક…

વધુ વાંચો >

ઇમવિક કસોટી

Jan 25, 1990

ઇમવિક કસોટી (Imvic Test) : દંડાકાર (કૉલિફૉર્મ) બૅક્ટેરિયાને ઓળખી કાઢવા નિશ્ચિત કરવામાં આવેલી I (Indol), M (Methyl red), V (Vages proskauer) અને C (Citrate) કસોટીઓનો સમૂહ. ઉચ્ચારની સરળતાની ર્દષ્ટિએ ‘V’ અને ‘C’ વચ્ચે ‘I’ વર્ણાક્ષરને ઉમેરી આ સમૂહની કસોટીઓને IMVIC નામ આપવામાં આવ્યું છે. ટ્રિપ્ટોફૅનમાં આવેલા ઇંડોલ સમૂહને અલગ કરનાર બૅક્ટેરિયાને ઓળખવા ઇંડોલ કસોટીનો ઉપયોગ…

વધુ વાંચો >

કલિકાત્તાર કાછે

Jan 13, 1992

કલિકાત્તાર કાછે (1957) : નાયક વિનાની બંગાળી નવલકથા. સ્વાતંત્ર્યોત્તર-કાળના પ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર ગજેન્દ્રકુમાર મિત્રને આ નવલકથા માટે 1959ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. દેશના વિભાજન પછી પશ્ચિમ બંગાળમાં આવેલા નિર્વાસિતોના જીવનને તેમણે આ નવલકથામાં નિરૂપ્યું છે. ઝૂંપડાવાસીઓની દુર્દશા, એમની અનેકવિધ સમસ્યાઓ, એમની સમાજવિરોધી પ્રવૃત્તિઓ, એ બધાંનું તે મનોવિશ્લેષણાત્મક નિરૂપણ કરે છે. એ…

વધુ વાંચો >

કિરમાણી સઇદ મુજતબા હુસેન

Jan 1, 1993

કિરમાણી, સઇદ મુજતબા હુસેન (જ. 29 ડિસેમ્બર 1949, મદ્રાસ) : ભારતનો કુશળ વિકેટકીપર અને જમણેરી બેટધર. 1967માં ઇંગ્લૅંડનો પ્રવાસ કરનાર ભારતીય સ્કૂલ ટીમ તરફથી તેણે શ્રેષ્ઠ દેખાવ કરેલો. 1967ની 14 ઑક્ટોબરે રણજી ટ્રૉફીમાં મદ્રાસ સામે પ્રવેશ મેળવ્યો. 14 ટેસ્ટમાં ફારુખ એન્જિનિયરની હાજરીમાં અનામત વિકેટકીપર તરીકે રહ્યા બાદ 1976ની 24 જાન્યુઆરીએ ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડમાં તેને ટેસ્ટપ્રવેશ મળ્યો.…

વધુ વાંચો >

કર્ણીસિંહ શાર્દૂલસિંહ

Jan 12, 1992

કર્ણીસિંહ શાર્દૂલસિંહ (જ. 21 એપ્રિલ 1924, બિકાનેર; અ. 6 સપ્ટેમ્બર 1988, દિલ્હી) : નિશાનબાજીમાં ટ્રૅપ-શૂટિંગની સ્પર્ધાના ભારતના શ્રેષ્ઠ ખેલાડી. 28 વર્ષની વયે નૅશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો. એ પછી અમેરિકામાં કુશળ પ્રશિક્ષક પાસે તાલીમ લઈને ભારત આવ્યા. પાંચમી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધામાં સોમાંથી 93 નિશાન વીંધીને રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો અને એ પછી સતત સત્તર વર્ષ સુધી…

વધુ વાંચો >

એ એઇટ ઍન્ડ અ હાફ (1963)

Jan 14, 1991

એ એઇટ ઍન્ડ અ હાફ (1963) : શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ તરીકે ઑસ્કાર એવૉર્ડ પ્રાપ્ત કરનાર ચિત્રપટ. મૂળ ઇટાલિયન ફિલ્મ ‘ઑટો ઇ મેઝો’(Otto E Mezzo)નું અંગ્રેજી સંસ્કરણ. નિર્માતા : એન્જેલો રીઝોલી; કથાલેખક અને દિગ્દર્શક : ફ્રેડરિકો ફેલિની; પટકથા : ફ્રેડરિકો ફેલિની, ઍન્તોનિયો ફ્લેઇનો, ટુલિયો પીનેલી તથા બ્રુનેલો રોન્દી; સંગીત : નીનો રોટા. ફિલ્મની કથાનો નાયક ગાઇદો…

વધુ વાંચો >

આરિયોસ્તો, લુદોવિકો

Jan 7, 1990

આરિયોસ્તો, લુદોવિકો (જ. 8 સપ્ટેમ્બર 1474, રેગિયો, ઍમિલિયા, ઇટાલી; અ. 6 જુલાઈ 1533, ફેરારા, ઇટાલી) : ઇટાલિયન કવિ તથા નાટકકાર. ફેરારાના રાજદરબારમાં યૌવનના આરંભનો સમય વિતાવ્યા પછી પિતાના આદેશથી કાયદાના અભ્યાસમાં આરિયોસ્તોએ પાંચ વર્ષ વ્યતીત કર્યાં. પછી પ્રશિષ્ટ સાહિત્યનાં વિવિધ સ્વરૂપોના અભ્યાસને રસનો વિષય બનાવી, કાતુલ્લસ અને હૉરૅસના પ્રભાવ તળે આવી લૅટિન ભાષામાં કરુણપ્રશસ્તિઓ (elegies),…

વધુ વાંચો >