ઇમવિક કસોટી (Imvic Test) : દંડાકાર (કૉલિફૉર્મ) બૅક્ટેરિયાને ઓળખી કાઢવા નિશ્ચિત કરવામાં આવેલી I (Indol), M (Methyl red), V (Vages proskauer) અને C (Citrate) કસોટીઓનો સમૂહ. ઉચ્ચારની સરળતાની ર્દષ્ટિએ ‘V’ અને ‘C’ વચ્ચે ‘I’ વર્ણાક્ષરને ઉમેરી આ સમૂહની કસોટીઓને IMVIC નામ આપવામાં આવ્યું છે. ટ્રિપ્ટોફૅનમાં આવેલા ઇંડોલ સમૂહને અલગ કરનાર બૅક્ટેરિયાને ઓળખવા ઇંડોલ કસોટીનો ઉપયોગ થાય છે. મિથાઇલ કસોટીની મદદથી ઍરોબૅક્ટર સમૂહનાં અમલીય (non faecal) અને મલીય (faecal) ઇકોલિને જુદાં પાડી શકાય છે. વોગસ પ્રોસ્કર કસોટી દ્વારા અમલીય ઍન્ટેરોબૅક્ટરોને શોધી શકાય છે, જ્યારે સાઇટ્રેટ કસોટીના ઉપયોગથી અમલીય ઇશેરેશિયા તેમજ અમલીય ઍન્ટેરોબૅક્ટરોને ઓળખવામાં આવે છે.

ઊર્મિ અજય લાખિયા