Posts by Jyotiben
રવાદાર-વટાણાદાર ચૂનાખડક
રવાદાર-વટાણાદાર ચૂનાખડક (oolitic-pisolitic limestone) : રવા કે વટાણાના આકાર અને કદ જેવડા લગભગ ગોળાકાર કણો કે કાંકરાથી બંધાયેલો ચૂનાયુક્ત ખડક. રવાદાર ચૂનાખડકના બંધારણમાં રહેલા કણો નાનકડા, ઓછાવત્તા ગોળાકાર હોય છે. મોટા ભાગના ગોલકો 0.5થી 1 મિમી. વ્યાસના હોય છે. વટાણાદાર ગોલકો રવાદાર કણો જેવા જ, પણ 2 મિમી. વ્યાસથી મોટા કદના હોય છે. કદની ભિન્નતા…
વધુ વાંચો >રવાન્દા (Rwanda)
રવાન્દા (Rwanda) : પૂર્વ-મધ્ય આફ્રિકામાં વિષુવવૃત્તની દક્ષિણે આવેલો નાનો દેશ. જૂનું નામ રુઆન્ડા. સત્તાવાર નામ રિપબ્લિક ઑવ્ રવાન્દા. ભૌગોલિક સ્થાન : તે 2° 00´ દ. અ. અને 30° 00´ પૂ. રે.ની આજુબાજુનો 26,338 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ અંતર અનુક્રમે 233 કિમી. અને 177 કિમી. જેટલું છે. આફ્રિકાના અતિ ગીચ…
વધુ વાંચો >રવિગુપ્ત
રવિગુપ્ત : પ્રાચીન આયુર્વેદિક ગ્રંથલેખક. આજે આયુર્વેદવિજ્ઞાનમાં મૂળ આધારભૂત ગણાતી ‘ચરક’ તથા ‘સુશ્રુત’ સંહિતાઓ રચાયા પછી, ભારતમાં અન્ય વૈદકીય લેખકો દ્વારા અનેક સંગ્રહગ્રંથો લખાયા હતા. જૂનામાં જૂનો સંગ્રહગ્રંથ ‘નાવનીતક’ ઈ. સ. ચોથા શતકમાં લખાયો છે. આ સંગ્રહગ્રંથોમાં વાગ્ભટ્ટપુત્ર તીસટાચાર્યકૃત ‘ચિકિત્સાકલિકા’, તીસટાચાર્યના પુત્ર ચન્દ્રટકૃત ‘યોગરત્નસમુચ્ચય’, માધવાચાર્યકૃત ‘માધવનિદાન’, વૃન્દકૃત ‘સિદ્ધયોગ’, ભોજરાજાકૃત ‘રાજમાર્તંડ’, ચક્રદત્તકૃત ‘ચક્રસંગ્રહ’, બંગસેનકૃત ‘ચિકિત્સાસારસંગ્રહ’, વૈદ્ય…
વધુ વાંચો >રવિભાણ સંપ્રદાય
રવિભાણ સંપ્રદાય : રવિસાહેબ અને તેમના ગુરુ ભાણસાહેબે પ્રવર્તાવેલો સંપ્રદાય. રવિભાણ સંપ્રદાય નામાભિધાનમાં બે વ્યક્તિનામો અથવા બે વિભૂતિનામોનો સમાસ છે. એક રવિ અને બીજા ભાણ. રવિ એટલે ભાણસાહેબના શિષ્ય રવિસાહેબ અને ભાણસાહેબ એટલે ગુજરાતમાં રામકબીરિયા શાખાના પ્રવર્તક અને રવિભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક. ભાણકબીર તરીકે પણ તેઓ ઓળખાય છે. આમ રવિભાણ સંપ્રદાયનું અભિધાન ગુરુ અને શિષ્યના નામ…
વધુ વાંચો >રવિવર્મા, રાજા
રવિવર્મા, રાજા (જ. 29 એપ્રિલ 1848, કીલીપનૂર, કેરળ; અ. 2 ઑક્ટોબર 1906, કેરળ) : યુરોપીય પદ્ધતિથી તૈલરંગોમાં વિશાળ કદનાં કૅન્વાસ આલેખનાર ભારતના પ્રથમ વિખ્યાત અર્વાચીન ચિત્રકાર. અર્વાચીન ભારતીય ચિત્રકલાના પિતામહ. ત્રાવણકોરના રાજકુટુંબમાં જન્મ. બાળપણમાં તેમના માનસપટ પર સંસ્કૃત સાહિત્યની ઊંડી ને કાયમી છાપ પડી, જેની અસર પુખ્ત વયે ચિત્રસર્જનમાં પણ જોવા મળે છે. તેમણે 1868માં…
વધુ વાંચો >રવિશંકર, પંડિત
રવિશંકર, પંડિત (જ. 7 એપ્રિલ 1920, વારાણસી) : વિશ્વવિખ્યાત સિતારવાદક. ચાર ભાઈઓમાં વિખ્યાત નર્તક ઉદયશંકર (1900-77) સૌથી મોટા અને રવિશંકર સૌથી નાના. મૂળ નામ રવીન્દ્રશંકર. પિતા શ્યામાશંકરે ઇંગ્લૅન્ડથી ‘બાર-ઍટ-લૉ’ અને જિનીવા વિશ્વવિદ્યાલયની રાજ્યશાસ્ત્રની પદવીઓ પ્રાપ્ત કરી હતી. તેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. તેમણે ઝાલાવાડ રિયાસતના દીવાનપદે કામ કર્યું હતું અને જીવનનાં અંતિમ વર્ષો યુરોપ અને…
વધુ વાંચો >રવિશંકર મહારાજ
રવિશંકર મહારાજ (જ. 25 ફેબ્રુઆરી 1884, રઢુ, તા. માતર, જિ. ખેડા; અ. 1 જુલાઈ 1984, વલ્લભ વિદ્યાલય, બોચાસણ) : ગુજરાતના ગાંધીવાદી મૂકસેવક. આખું નામ રવિશંકર શિવરામ વ્યાસ. તેમનો જન્મ તેમના મોસાળમાં મહાશિવરાત્રીના પર્વે થયો હતો. મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન. પિતા શિવરામ, માતા નાથીબા. પિતા વિદ્યાર્થી-વત્સલ શિક્ષક હતા. પિતા તરફથી મહારાજને સત્યનિષ્ઠા, નિર્ભયતા અને…
વધુ વાંચો >રવીન્દર રવિ (રવીન્દરસિંહ ગિલ)
રવીન્દર રવિ (રવીન્દરસિંહ ગિલ) (જ. 8 માર્ચ 1937, સિયાલકોટ, હાલ પાકિસ્તાનમાં) : પંજાબી કવિ. તેઓ પંજાબીમાં 1960માં બી.એ. (ઑનર્સ) અને પછી પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. અધ્યાપન અને લેખનકાર્ય શરૂ કર્યા બાદ તેમણે કૅનેડાના ડિસ્ટ્રિક્ટ રિસૉર્સ સેન્ટરના શિક્ષક-ગ્રંથપાલ તથા સંકલનકાર તરીકે કામગીરી કરી હતી. 1978થી તેમણે કૅનેડાના ઇન્ટરનૅશનલ ઍસોસિયેશન ઑવ્ પંજાબી ઑથર્સ ઍન્ડ આર્ટિસ્ટ્સ લિ.ના પ્રમુખ…
વધુ વાંચો >રશક્લિફ (Ruschcliffe)
રશક્લિફ (Ruschcliffe) : ઇંગ્લૅન્ડના નૉટિંગહામશાયરમાં આવેલો સ્થાનિક સરકારી જિલ્લો. તે દેશના દક્ષિણ ભાગમાં આવેલો છે અને મુખ્યત્વે વિશાળ ખેતીપ્રધાન વિસ્તાર ધરાવે છે. અહીં કૉટગ્રેવ ખાતે કોલસાની ખાણ આવેલી છે. રશક્લિફ સોઅર (Soar) પરના રૅટક્લિફ ખાતે બ્રિટનમાંનું મોટામાં મોટું ઊર્જામથક છે. આ જિલ્લો ટ્રેન્ટ બ્રિજ ક્રિકેટમેદાન, નૉટિંગહામ ફૉરેસ્ટ ફૂટબૉલ મેદાન અને હોમ પિયરપૉઇન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય જલક્રીડામથક…
વધુ વાંચો >રશિયન ક્રાંતિ (1917)
રશિયન ક્રાંતિ (1917) : રશિયામાંથી ઝારશાહી દૂર કરીને સામ્યવાદી શાસન સ્થાપવા થયેલી ક્રાંતિ. વીસમી સદીના પ્રારંભ સુધી રશિયા ઝાર નામે ઓળખાતા શાસકોના આપખુદ, અત્યાચારી તથા શોષણખોર શાસનથી પીડાતું હતું. અઢારમા સૈકાના રશિયાનાં બે શાસકો – પીટર તથા સમ્રાજ્ઞી કૅથરિને રશિયાનું પાશ્ર્ચાત્ય ઢબે આધુનિકીકરણ કરવા વાસ્તે ગણનાપાત્ર સુધારા કર્યા હતા; પરંતુ તેનાથી રશિયામાં રાજકીય, આર્થિક તથા…
વધુ વાંચો >