રશિયન ચલચિત્ર : સોવિયેત સંઘ જ્યારે અખંડ હતું ત્યારે તેનાં 15 જેટલાં ગણરાજ્યોમાં જે ચિત્રોનું નિર્માણ થતું તે મોટા ભાગે રશિયન ચિત્રો કે સોવિયેત ચિત્રો તરીકે ઓળખાતાં, પણ સોવિયેત સંઘનું વિભાજન થયા બાદ ગણરાજ્યોનું પોતાનું અલગ અસ્તિત્વ છે અને તેમનો પોતાનો નોખો ચલચિત્ર-ઉદ્યોગ છે. સોવિયેત સંઘમાં નિર્માણ પામેલાં રશિયન ચિત્રોનો ઇતિહાસ મહત્ત્વપૂર્ણ રહ્યો છે. પ્રારંભે…

વધુ વાંચો >

રશિયન ભાષા અને સાહિત્ય રશિયાની સત્તાવાર ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. રશિયન સામ્રાજ્ય અને પૂર્વ સોવિયેત યુનિયનની તે લોકભાષા (lingua franka) કહેવાતી. જૂનાં સોવિયેત પ્રજાસત્તાકોમાં હજુ પણ તે માતૃભાષા ઉપરાંતની બીજી ભાષા તરીકે ભણાવાય છે. તે ‘ગ્રેટ રશિયન’ તરીકે પણ ઓળખાય છે, સ્લાવિક ભાષાઓની પૂર્વ શાખાની બેલારુશિયન અને યુક્રેનિયનની જેમ રશિયન પણ તે જ જૂથની…

વધુ વાંચો >

રશિયન મ્યુઝિયમ : સેંટ પીટર્સબર્ગમાં આવેલું રશિયન કલાના સંગ્રહનું અગત્યનું મ્યુઝિયમ. ઓગણીસમી સદીના પ્રારંભમાં સ્થપતિ કાર્લો રોસીએ સેંટ પીટર્સબર્ગમાં એક મહેલ બાંધવો શરૂ કરેલો. ‘મિખાઇલૉવ્સ્કી પૅલેસ’ નામ ઓળખાતા આ મહેલનું બાંધકામ 1823માં પૂરું થયેલું. 1891માં આ મહેલ ‘રશિયન મ્યુઝિયમ’માં ફેરવાયો અને ત્યાં પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન રશિયન કલાની કૃતિઓ જાહેર જનતાના દર્શનાર્થે સંઘરવામાં આવી. હાલમાં…

વધુ વાંચો >

રશિયા (રશિયન સમવાયતંત્ર) વિશ્વમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 42°થી 82° ઉ. અ. અને 20°થી 170° પૂ. રે. વચ્ચેનો 1,70,75,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 7,700 કિમી. જ્યારે ઉત્તર-દક્ષિણ પહોળાઈ 2,000થી 2,960 કિમી. જેટલી છે. તેની ઉત્તરે આર્ક્ટિક મહાસાગર, પૂર્વે પૅસિફિક મહાસાગર, નૈર્ઋત્યે કાસ્પિયન સમુદ્ર અને…

વધુ વાંચો >

રશિયા-જાપાન યુદ્ધ (1904-05) : રશિયા અને જાપાન વચ્ચે 1904-05માં થયેલું યુદ્ધ. ઈ. સ. 1868માં જાપાને નવું બંધારણ અપનાવ્યું અને સામંતશાહી નાબૂદ કરી એના સમ્રાટને સર્વસત્તાધીશ બનાવ્યો, એ પછી જાપાન શક્તિશાળી બનતું ગયું. પશ્ચિમમાં જે વૈજ્ઞાનિક શોધો થઈ હતી તે તેણે અપનાવી લીધી. એણે સેંકડો યુવાનોને શિક્ષણ અને તાલીમ માટે યુરોપ-અમેરિકાના દેશોમાં મોકલ્યા. શસ્ત્રો તથા દારૂગોળાનું…

વધુ વાંચો >

રશીદ, અબ્દુલ (જુ.) (જ. 3 માર્ચ 1947) : પાકિસ્તાનના હૉકી ખેલાડી. તેઓ પાકિસ્તાનના સૌથી વધુ ગોલ કરનારા ખેલાડી છે. તમામ મહત્વની ટુર્નામેન્ટમાં તેઓ સુવર્ણચન્દ્રકના વિજેતા બન્યા – 1968નો ઓલિમ્પિક રમતોત્સવ (સાથેસાથે એ રમતમાં 1972માં રૌપ્ય તથા 1976માં કાંસ્ય ચન્દ્રકો પણ જીત્યા); વિશ્વકપ 1971; એશિયન ગેમ્સ 1970 અને 1974. તેઓ પાકિસ્તાન ઇન્ટરનૅશનલ એરવેઝ ટીમ તરફથી રમતા.…

વધુ વાંચો >

રશીદ યાસ્મી (જ.1897, ગહવારા, જિ. ગોલાન, સીરિયા; અ. 1952, તેહરાન) : ફારસી ભાષાના કવિ, લેખક, પત્રકાર, અનુવાદક અને વિવેચક. તેમનું મૂળ નામ ગુલામ રઝા અને પિતાનું નામ વલીખાં મીરપંચ હતું. તેમના વડીલો કુર્દ વંશના હતા. પિતા વિદ્યાપ્રેમી, સારા લહિયા, ચિત્રકાર, લેખક અને કવિ હતા. 8 વર્ષની ઉંમરે રશીદે તેમના પિતા ગુમાવ્યા. તેમના નાના ખ્યાતનામ કવિ મુહમ્મદ મિર્ઝા…

વધુ વાંચો >

રશીદુદ્દીન : મૉંગોલ શાસકનો અલાઉદ્દીન ખલજીના દરબારમાં આવેલ રાજદૂત. દિલ્હીના સુલતાનો જેમ બગદાદના ખલીફાઓને ધાર્મિક કારણોસર રાજી રાખતા હતા તેમ માગોલ રાજ્યકર્તાઓનાં આક્રમણોથી બચવા એમને પણ ખુશ રાખવા પ્રયત્નો કરતા હતા. મૉંગોલ રાજ્યકર્તા ઘાઝાન મહમૂદે (1295-1304) રશીદુદ્દીન નામના વિદ્વાનને પોતાના પ્રતિનિધિ તરીકે અલાઉદ્દીન ખલજીના દરબારમાં (1296-1316) હિંદ મોકલ્યો હતો. આ પ્રતિનિધિ મોકલવા પાછળનો ઘાઝાન મહમૂદનો…

વધુ વાંચો >

રશોમોન : ચલચિત્ર. ભાષા : જાપાની. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1950. નિર્માતા : જિંગો મિનોરા. પટકથા : અકિરા કુરોસાવા અને શિનોબુ હાશિમોટો. કથા : રિયોનોસુકે અકુટાગાવાની નવલકથા ‘રશોમોન’ અને ટૂંકી વાર્તા ‘યાબુ નો નાકા’ પર આધારિત. છબિકલા : કાઝુઓ મિયાગાવા. કળા-નિર્દેશન : સો માત્સુયામા. સંગીત : ફુમિયો હાયાસાકા. મુખ્ય કલાકારો : તોશિરો મિફ્યુન, માચિકો…

વધુ વાંચો >

રસ પ્રાચીન ભારતીય સાહિત્યશાસ્ત્રનો એક સિદ્ધાંત. રસ વિશેનો ખ્યાલ અતિ પ્રાચીન છે. સૌપ્રથમ રસ વિશેના શાસ્ત્રીય નિર્દેશો ભરત-નાટ્યશાસ્ત્ર(ના.શા.)માં પ્રાપ્ત થાય છે (ઈ. પૂ. 1લી સદી). કાવ્યશાસ્ત્રની અલંકાર, રીતિ, વક્રોક્તિ, ધ્વનિ અને ઔચિત્ય તથા અનુમિતિ એમ સઘળી પરંપરાઓ ‘રસ’નો સ્વીકાર વિના સંકોચે કરે છે. મતભેદો માત્ર રસની અભિવ્યક્તિના સંદર્ભમાં રહેલા છે. ધ્વનિવિરોધી દિગ્ગજ આચાર્ય મહિમભટ્ટ પણ…

વધુ વાંચો >