રશક્લિફ (Ruschcliffe)

January, 2003

રશક્લિફ (Ruschcliffe) : ઇંગ્લૅન્ડના નૉટિંગહામશાયરમાં આવેલો સ્થાનિક સરકારી જિલ્લો. તે દેશના દક્ષિણ ભાગમાં આવેલો છે અને મુખ્યત્વે વિશાળ ખેતીપ્રધાન વિસ્તાર ધરાવે છે. અહીં કૉટગ્રેવ ખાતે કોલસાની ખાણ આવેલી છે. રશક્લિફ સોઅર (Soar) પરના રૅટક્લિફ ખાતે બ્રિટનમાંનું મોટામાં મોટું ઊર્જામથક છે. આ જિલ્લો ટ્રેન્ટ બ્રિજ ક્રિકેટમેદાન, નૉટિંગહામ ફૉરેસ્ટ ફૂટબૉલ મેદાન અને હોમ પિયરપૉઇન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય જલક્રીડામથક પણ ધરાવે છે. 1991 મુજબ તેની વસ્તી 95,600 છે.

જાહ્નવી ભટ્ટ