Posts by Jyotiben
રબી, ઇસિડૉર આઇઝાક
રબી, ઇસિડૉર આઇઝાક (જ. 29 જુલાઈ 1898, રૈમાનોવ, ઑસ્ટ્રિયા; અ. 1988) : અમેરિકન ભૌતિકશાસ્ત્રી. પિતાનું નામ ડેવિડ રૉબર્ટ અને માતાનું નામ જેનેટ ટાઇગે. 1899માં પરિવાર સાથે અમેરિકામાં સ્થળાંતર કર્યું, શાળાનો અભ્યાસ ન્યૂયૉર્કમાં કર્યા બાદ, 1919માં ત્યાંની કૉર્નેલ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતકની અને 1921માં અનુસ્નાતકની પદવી મેળવી અને 1927માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી સ્ફટિકોના ચુંબકીય ગુણધર્મો ઉપર સંશોધનકાર્ય કરીને…
વધુ વાંચો >રમકડાં-મ્યુઝિયમ
રમકડાં-મ્યુઝિયમ : જર્મનીમાં સોનબર્ગ ખાતે સૈકા જૂનાં તથા આધુનિક રમકડાંનો વિપુલ સંગ્રહ. વિશ્વનાં રમકડાંનો પાંચમો ભાગ અહીં સંગૃહીત હોઈ તે ‘વિશ્વ રમકડાં રાજધાની’ (વર્લ્ડ ટૉઇઝ કૅપિટલ) તરીકે ઓળખાય છે. ત્રણ માળના મકાનમાં આ સંગ્રહસ્થાન આવેલું છે. સૌથી નીચેના માળે યાંત્રિક રમકડાં છે. તેમાં વરાળથી ચાલતું એન્જિન, રોલર કોસ્ટર, મોટા જથ્થામાં રેલગાડીઓ તથા પૈડાંવાળાં અનેકવિધ રમકડાં…
વધુ વાંચો >રમકડું
રમકડું : સામાન્યત: બાળકો દ્વારા રમવા માટે ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુ કે સાધન. વિશ્વના દરેક સમાજમાં બાળક રમકડે રમે છે. ધાવણી, ઘૂઘરો, દડો, ઢીંગલી, રથ કે ગાડી, કોયડા જેવાં રમકડાં પ્રાચીન કાળથી બાળકોનાં જીવનમાં મહત્વનો ભાગ ભજવતાં રહ્યાં છે. રમકડું બાળકનું મનોરંજન કરે છે. તે બાળકને જ્ઞાન પણ આપે છે અને તેનું કૌશલ વિકસાવે છે. તે…
વધુ વાંચો >રમ જંગલ
રમ જંગલ : ઑસ્ટ્રેલિયાની નૉર્ધર્ન ટેરિટરીમાં આવેલો યુરેનિયમ-ખાણ ઉદ્યોગનો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 13° 25´ દ. અ. અને 131° 0´ પૂ. રે. . તે ડાર્વિનથી દક્ષિણ તરફ આશરે 97 કિમી.ને અંતરે આવેલો છે. જૉન મિશેલ વ્હાઇટ નામના એક પૂર્વેક્ષકે (prospector) 1949માં અહીંના એક સ્થળેથી સર્વપ્રથમ વાર યુરેનિયમ શોધી કાઢેલું. 1952માં બ્રિટિશ-અમેરિકી સંયુક્ત એજન્સીએ આ સ્થળ…
વધુ વાંચો >રમણ મહર્ષિ
રમણ મહર્ષિ (જ. 30 ડિસેમ્બર 1879; તિરુચ્ચુળી, તમિલનાડુ, અ. 14 એપ્રિલ 1950, તિરુવન્નમલૈ) : અર્વાચીન ભારતીય તત્વજ્ઞ સંત. તેમનો જન્મ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યના રામનાડ જિલ્લામાં મદુરાઈ પાસે આવેલા તિરુચ્ચુળીમાં પિતા સુંદરઅય્યર અને માતા અળગમ્માળને ત્યાં થયેલો. મૂળ નામ વેંકટરમણ. પાછળથી તેઓ ‘રમણ મહર્ષિ’ બન્યા. પ્રાથમિક શિક્ષણ તેમણે પોતાના ગામમાં લીધેલું. તેમણે બાર વર્ષની વયે…
વધુ વાંચો >રમતનો સિદ્ધાંત (Game Theory)
રમતનો સિદ્ધાંત (Game Theory) ક્રિયાત્મક સંશોધન(operations research) માટે ઉપયોગમાં લેવાતી એક વિભાવના. રમતના સિદ્ધાંતનું બીજું નામ વ્યૂહાત્મક રમતો કે વ્યૂહરચનાનો સિદ્ધાંત પણ છે. મૂળભૂત રીતે રમત કે સ્પર્ધાઓ સાથે સંકળાયેલ આ વિષય તેની વિવિધ ઉપયોગિતાઓને કારણે વિશેષ રસપ્રદ છે. અહીં ‘રમત’ શબ્દને વ્યાપક અર્થમાં લેવાનો છે. બે ખેલાડી વચ્ચે રમાતી ચેસની રમત કે અન્ય કોઈ…
વધુ વાંચો >રમલા (Ramla)
રમલા (Ramla) : ઇઝરાયલમાં તેલઅવીવ-યાફોથી અગ્નિકોણમાં કિનારાના મેદાન પર આવેલું મધ્ય ઇઝરાયલનું મુખ્ય નગર. ભૌગોલિક સ્થાન : 31° 55´ ઉ. અ. અને 34° 52´ પૂ. રે. . પૅલેસ્ટાઇનમાં આરબો (ખલીફા સુલેમાન ઇબ્ન અબ્દ-અલ-મલિક, શાસનકાળ 715થી 717) દ્વારા આ નગર સ્થાપવામાં આવેલું. તેણે નજીકમાં આવેલા લોદ (લિડ્ડા) ખાતેના તત્કાલીન પાટનગરને ખેસવીને આ સ્થળે પાટનગરની સ્થાપના કરેલી…
વધુ વાંચો >રમાબાઈ (‘પંડિતા’, ‘સરસ્વતી’)
રમાબાઈ (‘પંડિતા’, ‘સરસ્વતી’) (જ. 23 એપ્રિલ 1858, ગંગામૂળ, આંધ્રપ્રદેશ; અ. 5 એપ્રિલ 1922) : પ્રખર સમાજસુધારક અને મહિલા-ઉત્કર્ષનાં પુરસ્કર્તા. પિતા અનંતશાસ્ત્રી ડોંગરે. માતા લક્ષ્મીબાઈ ડોંગરે. તેમના પિતા વેદાંતના વિદ્વાન હતા. તેમણે તે જમાનામાં રમાબાઈનાં માતાને શિક્ષણ આપ્યું હતું અને તે કારણસર જ્ઞાતિએ તેમની વિરુદ્ધ કામ ચલાવી તેમને તરછોડ્યા હતા. આથી તેમણે પોતાનું મૂળ વતન મૅંગલોર…
વધુ વાંચો >રયણચૂડરાયચરિય (રત્નચૂડરાજચરિત)
રયણચૂડરાયચરિય (રત્નચૂડરાજચરિત) : પ્રાકૃતમાં લખાયેલી ગદ્યકથા. ‘આખ્યાનકમણિકોશ’ના રચયિતા સુપ્રસિદ્ધ જૈનાચાર્ય નેમિચન્દ્ર(વિ. સં. 1129)નું ‘રયણચૂડરાયચરિય’ પ્રાકૃત ગદ્યમાં રચાયેલું ધર્મકથાપ્રધાન ગદ્યકાવ્ય છે. એમાં ગૌતમ ગણધર રાજા શ્રેણિકને રત્નચૂડની કથા સંભળાવે છે. આઠ વર્ષનો થતાં રત્નચૂડને વિદ્યાશાળામાં પાઠવવામાં આવ્યો. ત્યાં તે પંડિત જ્ઞાનગર્ભ કલાચાર્ય પાસે છંદ, અલંકાર, કાવ્ય, નાટક વગેરે ભણ્યો. તે મોટો થયો ત્યારે કોઈ વિદ્યાધર તેને…
વધુ વાંચો >રયણસેહરીકહા (રત્નશેખરીકથા)
રયણસેહરીકહા (રત્નશેખરીકથા) : પ્રાકૃત ગદ્યપદ્યમય કથા. જયચંદ્રસૂરિના શિષ્ય જિનહર્ષગણિ તેના કર્તા. તેમણે ‘વસુપાલચરિત્ર’, ‘સમ્યક્ત્વકૌમુદી’ અને ‘વિંશતિસ્થાનકચરિત્ર’ પણ લખ્યાં છે. પંદરમી સદીના અંતમાં થયેલા આ લેખક સંસ્કૃત અને પ્રાકૃતના પંડિત હતા. ચિતોડમાં લખાયેલી ‘રયણસેહરીકહા’ની પાટણ ભંડારની પ્રતિલિપિ સં. 1512માં થયેલી છે. એટલે તેની રચના તે પહેલાં થયેલી હોવી જોઈએ. આત્માનંદ જૈન ગ્રંથમાળામાં સં. 1974માં નિર્ણયસાગર, મુંબઈથી…
વધુ વાંચો >