રસેશ જમીનદાર

દિવાકરસેન

દિવાકરસેન : દખ્ખણના વાકાટક નરેશ રુદ્રસેન બીજા(ઈ. સ. 385)નો યુવરાજ. પિતાના અવસાન સમયે તે સગીર વયનો હતો. આથી વાલી તરીકે રાજમાતા પ્રભાવતી ગુપ્તાએ સત્તા સંભાળી હતી. ઈ. સ. 400ની આસપાસ વાકાટકોની મુખ્ય શાખામાં વિંધ્યશક્તિથી પાંચમી પેઢીએ થનારા રાજા રુદ્રસેન બીજાના ત્રણ પુત્રો – દિવાકરસેન, દામોદરસેન અને પ્રવરસેનમાંનો એક શ્રેષ્ઠ પુત્ર…

વધુ વાંચો >

દીવાનજી, આત્મારામ મોતીરામ

દીવાનજી, આત્મારામ મોતીરામ (જ. 7 ઑગસ્ટ 1873; અ. 24 ફેબ્રુઆરી 1936) : ગુજરાતી લેખક અને અનુવાદક. વતન સૂરત. દક્ષિણ ગુજરાતના વાલ્મીક કાયસ્થ. માધ્યમિક શિક્ષણ સૂરતમાં પ્રાપ્ત કરીને 1891માં એમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં મેળવ્યું અને 1896માં વિજ્ઞાન વિષય સાથે બી.એ.ની ઉપાધિ મેળવી. મુંબઈ પ્રાન્તના કેળવણી-ખાતામાં નોકરીની શરૂઆત…

વધુ વાંચો >

દેવપાલ (ગૌડનરેશ)

દેવપાલ (ગૌડનરેશ) (શાસન નવમી સદીમાં) : આ નામના ચાર રાજાઓ પૂર્વકાલીન ભારતના રાજકીય ઇતિહાસમાં થઈ ગયા : (1) પ્રતીહાર વંશનો 14મો રાજા, મહીપાલનો પુત્ર અને વિજયપાલનો ગુરુબંધુ, ઈસવી 10મી સદીનો પૂર્વાર્ધ, રાજધાની કનોજ – કાન્યકુબ્જ, (2) માળવાના પરમાર વંશનો 19મો રાજા, યશોવર્માનો પ્રપૌત્ર અને હરિશ્ચંદ્રનો પુત્ર, 10મી સદીનું ચોથું ચરણ,…

વધુ વાંચો >

દેસાઈ, ગોવિંદભાઈ હાથીભાઈ

દેસાઈ, ગોવિંદભાઈ હાથીભાઈ (જ. 9 નવેમ્બર 1864; અ.) : ગાયકવાડ સરકારના સંનિષ્ઠ અધિકારી અને ઇતિહાસલેખક. તેઓ ચરોતરના લેઉઆ પાટીદાર હતા. પ્રાથમિક શિક્ષણ નડિયાદ તાલુકાના આંકલાવ ગામે અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં લીધું હતું. ઉચ્ચ શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં મેળવીને 1886માં બી.એ. અને 1888માં એલએલ.બી.ની પદવીઓ સંપાદન કરી. બીજે જ વર્ષે વડોદરા…

વધુ વાંચો >

દેસાઈ, ચંદુલાલ મણિલાલ

દેસાઈ, ચંદુલાલ મણિલાલ (જ. 26 સપ્ટેમ્બર 1882, અમદાવાદ; અ. 30 ઑગસ્ટ 1968, ભરૂચ) : સ્વાતંત્ર્યસૈનિક, સમાજસેવક, ગાંધીજીના અનુયાયી, પત્રકાર અને કવિ. તેમના પિતા મણિલાલ પાલનપુર રાજ્યના ચીફ મેડિકલ ઑફિસર હતા. માતા ધનલક્ષ્મી ધાર્મિક વૃત્તિ ધરાવતાં. ચંદુલાલે પ્રાથમિક શિક્ષણ પાલનપુર તથા અમદાવાદમાં લીધું. 1906માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને અમદાવાદની ગુજરાત કૉલેજમાં…

વધુ વાંચો >

નદવી, અબુઝફર અબુહબીબ

નદવી, અબુઝફર અબુહબીબ (જ. 1889, દસના, બિહાર; અ. 28 મે. 1958, દસના) : ઇતિહાસકાર અને અરબી, ફારસીના વિદ્વાન. તેમણે માધ્યમિક શિક્ષણ વતન દસનામાં તથા ઉચ્ચ શિક્ષણ લખનૌની કૉલેજમાં મેળવીને ‘નદવી’ની પદવી પ્રાપ્ત કરી. તે ધર્મે સુન્ની મુસ્લિમ હતા. તેમણે ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં તથા રવીન્દ્રનાથ ટાગોર પ્રસ્થાપિત શાંતિનિકેતનમાં અરબી-ફારસીના અધ્યાપક…

વધુ વાંચો >

નરવર્ધન

નરવર્ધન (ઈ. સ. 500 આશરે) : પુષ્યભૂતિ વંશનો થાણેશ્વરનો મહારાજા. સ્થાણ્વીશ્વર(થાણેશ્વર-થાણેસર)ના પુષ્યભૂતિ વંશમાં એકાધિક રાજાઓ થયા. મુદ્રાઓ અને તામ્રપત્રોમાંનાં લખાણો ઉપરથી આ વંશના રાજાઓની માહિતી ઉપલબ્ધ થાય છે. તે અનુસાર ઈ. સ. 500ના અરસામાં મહારાજા નરવર્ધન થઈ ગયા. સરસ્વતીના કાંઠે થાણેશ્વર હતું અને ત્યાં રાજ્ય સ્થાપનાર પુષ્યભૂતિ હતો. આ રાજાઓ…

વધુ વાંચો >

નરેન્દ્રસેન

નરેન્દ્રસેન : દખ્ખણના વાકાટક વંશનો રાજા. પ્રવરસેન દ્વિતીયનો પુત્ર અને વાકાટકનરેશ રુદ્રસેન દ્વિતીયનો પૌત્ર. બુધગુપ્તના સમકાલીન (જેમનું અંતિમ જ્ઞાત વર્ષ ઈસવી સન 495 છે.) આ રાજાના નિશ્ચિત સમયની જાણકારીનાં પ્રમાણો પ્રાપ્ત નથી. સમર્થ શાસક એવો આ રાજવી કુન્તલ દેશના રાજાની કુંવરી અજિતા-ભટ્ટારિકાને પરણ્યો હતો. કોશલ, મેકલા અને માલવ ઉપરના આધિપત્ય…

વધુ વાંચો >

નહપાન

નહપાન (નહવાહ કે નરવાહન) : ક્ષહરાત વંશનો ક્ષત્રપ રાજા. પશ્ચિમી ક્ષત્રપોથી જાણીતા શક જાતિના શાસકોમાંના ક્ષહરાત રાજવશંનો બીજો અને પ્રાય: છેલ્લો રાજા. તેની પત્નીનું નામ પદ્માવતી. નહપાને આશરે ઈસવી સન 32થી 78 સુધી શાસન કર્યું હતું. ભરૂચ એની રાજધાની હતી. એના રાજ્યની દક્ષિણે આવેલા આંધ્રના સપ્તવાહન રાજ્ય સાથેના સંઘર્ષમાં તેની…

વધુ વાંચો >

પદ્માવતી (1)

પદ્માવતી (1) (ઈ. સ.ની પ્રથમ સદી) : ગુજરાતના શક રાજા નહપાનની રાણી. દક્ષમિત્રાની માતા અને ઉષવદત્તની સાસુ. ગુજરાતના સૌપ્રથમ સ્વતંત્ર રાજકીય એકમના શાસકો પશ્ચિમી ક્ષત્રપો તરીકે જાણીતા હતા. શક જાતિના આ શાસકોમાં પહેલું કુળ ક્ષહરાત તરીકે ઓળખાતું હતું. આ કુળનો બીજો અને પ્રાય: છેલ્લો રાજા નહપાન હતો. તેણે ઈ. સ.…

વધુ વાંચો >