રસેશ જમીનદાર

પદ્માવતી (2)

પદ્માવતી (2) (ઈ. સ. પૂ. 1000 આશરે) : જૈન પરંપરાનુસાર ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુનાં શાસનદેવી. તેમની ઐતિહાસિકતા વિશે કોઈ અન્વેષણ થયાનું જાણમાં નથી, પણ પાર્શ્વનાથનાં સમકાલીન હોવાના નાતે તેમનો કાર્યસમય આશરે ત્રણેક હજાર વર્ષ પૂર્વેનો સૂચવવામાં આવ્યો છે. વિવિધ સ્વરૂપો (ભુવનેશ્વરી, મહાકાલી, ગાયત્રી, વિદ્યા, સાવિત્રી વગેરે) અને વિવિધ નામો(સંકટવિમોચન, વિપદહરી,…

વધુ વાંચો >

પદ્માવતી

પદ્માવતી (ઈ. સ.ની ચોથી સદી) : મધ્યપ્રદેશમાં આવેલું નાગવંશનું એક રાજ્ય. નાગવંશના બે શાસકો નાગસેન અને ગણપતિનાગે સમુદ્રગુપ્તની દક્ષિણની દિગ્વિજયયાત્રા પછી, ત્રણ રાજ્યો સ્થાપ્યાં હતાં તેમાં એક પદ્માવતીનું રાજ્ય હતું. આ સ્થળ વર્તમાનમાં જૂના ગ્વાલિયર રાજ્યમાં નરવારની ઉત્તરપૂર્વમાં 40 કિલોમીટરે પદમપવાયા તરીકે જાણીતા સ્થળે હોવાનું જણાય છે. આ ઉપરાંત અન્ય…

વધુ વાંચો >

ભારતીય વિદ્યા

ભારતીય વિદ્યા (indology) : ભારતના બધા સમયખંડનાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં બધાં પાસાંઓનું અધ્યયન, સર્વેક્ષણ અને સંશોધન. જ્યારથી પશ્ચિમી પ્રજાઓ, વિશેષ રૂપે યુરોપીય પ્રજાઓ, આપણા દેશના સંપર્કમાં આવી ત્યારથી તે પ્રજાઓમાં પૌરસ્ત્ય ભૂમિ ભારત વિશે જાણવાની વૃત્તિ વિકસતી ગઈ. આ પ્રજાઓને ભારત એક નૂતન વાણિજ્યતીર્થ અને રાજકીય તીર્થભૂમિ તરીકે જ નહિ,…

વધુ વાંચો >

મહેતા, રમણલાલ નાગરજી

મહેતા, રમણલાલ નાગરજી (જ. 15 ડિસેમ્બર 1922, કતારગામ, જિ. સૂરત; અ. 22 જાન્યુઆરી 1997, વડોદરા) : પ્રસિદ્ધ પુરાવસ્તુવિદ તથા અન્વેષક. રમણલાલનો જન્મ મધ્યમવર્ગના અનાવિલ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નવસારી, મરોલી અને વડોદરામાં તથા ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું હતું. તેમણે સ્નાતક અને અનુસ્નાતક શિક્ષણ વડોદરામાં તથા…

વધુ વાંચો >

મિરાબો

મિરાબો (જ. 9 માર્ચ 1749, બિગ્નન, ફ્રાંસ; અ. 2 એપ્રિલ 1791, પૅરિસ) : ફ્રાંસનો મુત્સદ્દી, પ્રખર વક્તા અને ક્રાંતિકારી નેતા. બંધારણીય રાજાશાહીનો હિમાયતી. તેના પિતા વિક્ટર રિક્વેટી, માર્કવિસ ડી મિરાબો જાણીતા અર્થશાસ્ત્રી હતા. તેનું નામ હોનોર ગેબ્રિયલ રિક્વેટી કોમ્ટે ડી હતું. 1767માં તે પૅરિસની લશ્કરી શાળામાં દાખલ થયો. એ જ…

વધુ વાંચો >

મીડિયા

મીડિયા : ઉત્તર ઈરાનમાં આવેલ પ્રાચીન દેશ. વાયવ્ય ઈરાનમાં આઝરબૈજાન, કુર્દિસ્તાન પ્રાંતો આવેલા છે. ત્યાં મીડીઝ લોકો રહેતા હતા. મીડીઝ લોકો ઇન્ડો-યુરોપિયન હતા. તેઓ ઈ. સ. પૂ. 1200 પછી ઈરાનમાં પ્રવેશ્યા હતા. તે વખતે તેઓ અસિરિયન રાજાઓની સત્તા હેઠળ હતા. અસિરિયન રાજા શાલમનસેર ત્રીજાએ મીડિયા પર ઈ. સ. પૂ. 836માં…

વધુ વાંચો >

મુઘલ શાસન

મુઘલ શાસન બાબરથી બહાદુરશાહ ‘ઝફર’ સુધી (1526થી 1857 દરમિયાન) ભારતમાં પ્રવર્તેલું મુઘલ બાદશાહોનું શાસન. સમકાલીન રાજકીય સ્થિતિ : સોળમી સદીના ત્રીજા દાયકામાં બાબરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે ભારત પરસ્પર લડતાં અનેક નાનાં સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત હતું. કોઈ કેન્દ્રીય સત્તા નહોતી અને સર્વોપરિતા માટે રાજ્યો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. કોઈ…

વધુ વાંચો >

મૂર

મૂર : પ્રાચીન કાળમાં આફ્રિકાના વાયવ્ય પ્રદેશમાં વસતા અરબી અને બર્બર મુસ્લિમો. તેમનો પ્રદેશ મોરેતાનિયા કહેવાતો હતો. આઠમી સદીની શરૂઆતમાં તેમણે સ્પેન જીતી લીધું. આ લોકોએ બર્બર ભાષા ઉપરાંત અરબી ભાષા પણ અપનાવી હતી. સ્પેનની મોટાભાગની ઇસ્લામી ઇમારતો આ પ્રજાનું પ્રદાન છે. મધ્ય યુગમાં મૂર સંસ્કૃતિ અરબી સંસ્કૃતિથી પ્રભાવિત થયેલી…

વધુ વાંચો >

મૅકિયાવેલી

મૅકિયાવેલી (જ. 3 મે 1469, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 22 જૂન 1527 ફ્લૉરેન્સ) : નવજાગૃતિના સમયના મહત્વના રાજકીય ચિંતક અને લેખક. ઈ. સ. 1498માં તેમને ફ્લૉરેન્સના પ્રજાસત્તાકના સરકારી તંત્રમાં મંત્રી નીમવામાં આવ્યા. તેમાં તેમનું મુખ્ય કાર્ય રાજકીય પ્રતિનિધિમંડળોના સંચાલનનું અને તેમને માર્ગદર્શન આપવાનું હતું. આ પ્રજાસત્તાક માટે તેમણે લશ્કરી દળ પણ…

વધુ વાંચો >

મૅસિડોનિયસ (ચોથી સદી)

મૅસિડોનિયસ (ચોથી સદી) : ચોથી સદીના કૉન્સ્ટૅન્ટિનોપલના ગ્રીક બિશપ. તેમણે એરિયનોના ટેકાથી રૂઢિચુસ્ત વિચારસરણીના બિશપ પાસેથી આ હોદ્દો છીનવી લીધો હતો. મૅસિડોનિયસ વિવાદાસ્પદ બિશપ હતા. તેમણે ઈ. સ. 360 સુધી આ હોદ્દો ધારણ કર્યો. તેમણે કૉન્સ્ટૅન્ટિનોપલના તેમના વિરોધીઓ એટલે કે રૂઢિચુસ્તોને દબાવી દીધા. રાજકીય મતભેદોને લીધે તેમને 360માં બિશપ-પદેથી દૂર…

વધુ વાંચો >