ફ્રેન્ચ સાહિત્ય

રોલાં, રોમાં

રોલાં, રોમાં (જ. 29 જાન્યુઆરી 1866, ક્લેમસી, ફ્રાન્સ; અ. 30 ડિસેમ્બર 1944, વેઝલે) : ફ્રેન્ચ નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર. પૂરું નામ રોમાં એદમે પોલ એમિલ રોલાં. વીસમી સદીના મહાન આધ્યાત્મિક સાધકો પૈકીના એક. 1915માં સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક-વિજેતા. સમકાલીન સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક પ્રશ્નોના ઉકેલ માટે સતત ચિંતિત. ફ્રેન્ચ લશ્કરમાં પ્રવર્તમાન…

વધુ વાંચો >

રૉસ્તાં, એડમંડ

રૉસ્તાં, એડમંડ (જ. 1 એપ્રિલ 1868, માર્સેલ, ફ્રાન્સ; અ. 2 ડિસેમ્બર 1918, પૅરિસ) : ફ્રેન્ચ નાટ્યકાર. વાસ્તવવાદની જ્યારે બોલબાલા હતી તે સમયમાં રૉસ્તાંનાં નાટકો ભાવકોને રોમૅન્ટિક આલમમાં લઈ જતાં હતાં. જોકે એમનાં નાટકોમાં બાહ્ય અને આંતરદૃષ્ટિએ દેશદાઝ ભરપૂર હતી. ‘સાયરેનો દ બર્જરેક’ (1897) અને ‘લૅગ્લૉં’(1900)માં વતનપ્રેમની અભિવ્યક્તિનો સ્પષ્ટ સૂર સંભળાય…

વધુ વાંચો >

રોંસા, પિયરે દ’

રોંસા, પિયરે દ’ (જ. 11 સપ્ટેમ્બર 1524, લ પૉસોનિયેર, ફ્રાન્સ; અ. 27 ડિસેમ્બર 1585, તૂર્સ) : ફ્રેન્ચ રેનેસાંસ કાળના અગ્રણી કવિ. ઉમદા કુટુંબમાં જન્મેલા આ કવિએ 1536માં 12 વર્ષની વયે રાજવી કુટુંબમાં અનુચર તરીકેની નોકરી સ્વીકારી અને રાજકુમારી મૅડલિનનાં લગ્ન પંચમ જેમ્સ સાથે થયાં ત્યારે તેમની સાથે એડિનબરો પ્રયાણ કર્યું.…

વધુ વાંચો >

લ બ્રાઝ ઍનાતોલ

લ બ્રાઝ ઍનાતોલ (જ. 2 એપ્રિલ 1859, દૉલ, ફ્રાન્સ; અ. 2૦ માર્ચ 1926, માંતોં) : ફ્રેન્ચ લોકસાહિત્યના વિશેષજ્ઞ, નવલકથાકાર અને કવિ. શિક્ષણ પૅરિસમાં. કેટલીક યુનિવર્સિટીઓમાં તત્વજ્ઞાનના પ્રાધ્યાપક રહ્યા. પાછળથી લાંબા સમય માટે  19૦1થી 1924 સુધી યુનિવર્સિટી ઑવ્ રેનમાં ફ્રેન્ચ સાહિત્યના પ્રાધ્યાપક રહ્યા. વચમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં 19૦6માં મુલાકાતી પ્રાધ્યાપક હતા. તેમની…

વધુ વાંચો >

લમેત્ર, જૂલ

લમેત્ર, જૂલ (જ. 27 એપ્રિલ 1853, ઑર્લિયન્સ નજીક; અ. 5 ઑગસ્ટ 1914, તેવર્સ, લૉઇરેન, ફ્રાન્સ) : ફ્રેન્ચ વિવેચક, નાટ્યકાર, કવિ અને ટૂંકી વાર્તાના લેખક. શિક્ષણ ઑર્લિયન્સ અને પૅરિસમાં. એકૉલ નૉર્માલ સુપીરિયરમાંથી સ્નાતક થયા. લ હાવ્ર અને અલ્જિયર્સમાં શિક્ષક હતા. નોકરી છોડ્યા પછી પત્રકારત્વ અને સાહિત્યને ખોળે માથું મૂક્યું. ‘લે મેદેલાં’…

વધુ વાંચો >

લસાઝ, ઍલૉં રેને

લસાઝ, ઍલૉં રેને (જ. 6 મે 1668, સાર્ઝો, ફ્રાન્સ; અ. 17 નવેમ્બર 1747, બૉલૉન) : ફ્રેન્ચ નવલકથાકાર અને નાટ્યલેખક. બ્રિટનીમાં જન્મેલા રેને કાયદાના અભ્યાસ માટે અને વકીલાત કરવા માટે પૅરિસ ગયેલા, પરંતુ થોડાક જ વખતમાં આ કારકિર્દીને તિલાંજલિ આપીને કલમના ખોળે માથું મૂકેલું. સાહિત્ય-સાધનાથી આજીવિકા રળવાની અને કુટુંબનું પોષણ કરવાની…

વધુ વાંચો >

લા કાલ્પ્રનેદ ગોત્યે દ કૉસ્ત સેનૉર દ (લૉર્ડ ઑવ્)

લા કાલ્પ્રનેદ, ગોત્યે દ કૉસ્ત, સેનૉર દ (લૉર્ડ ઑવ્) (જ. 1610, શૅતો ઑવ્ તુલ્ગૉં સાર્લા, ફ્રાન્સ; અ. 1663, ગ્રાન્દ ઍન્દલી) : ફ્રેન્ચ નવલકથાકાર. 17મી સદીના લાગણીપ્રધાન, સાહસિક, કાલ્પનિક, ઐતિહાસિક રોમાન્સકથાઓના અત્યંત લોકપ્રિય લેખક. શિક્ષણ તૂલૂઝમાં. પછીથી લશ્કરી તાલીમ રેજિમેન્ટ ઑવ્ ધ ગાર્ડ્ઝમાં લીધી. લશ્કરી અને સાહિત્યિક કારકિર્દીનો તેમનામાં સંગમ થયો…

વધુ વાંચો >

લા ફૉન્તેઇન, ઝાં દ

લા ફૉન્તેઇન, ઝાં દ (જ. 8 જુલાઈ 1621, શૅમ્પેન, ફ્રાન્સ; અ. 13 એપ્રિલ 1695) : ફ્રેન્ચ કવિ. પ્રાણીકથાઓના મુખ્ય કવિઓમાંના એક. ઈસપ અને ફિડ્રસની પરંપરામાં નોંધપાત્ર સર્જક-કવિ. ઉપલક દૃષ્ટિએ સીધાંસાદાં લખાણોમાં તેમનો કટાક્ષ અત્યંત વેધક અને અભૂતપૂર્વ હોય છે; એટલું જ નહિ, પરંતુ તેમનાં લખાણોમાં અદભુત માનસશાસ્ત્રીય અવલોકન વરતાય છે.…

વધુ વાંચો >

લાફૉર્ગ, ઝૂલ (Laforgue, Jules)

લાફૉર્ગ, ઝૂલ (Laforgue, Jules) (જ. 16 ઑગસ્ટ 1860, મૉન્ટે વિડિયો, ઉરુગ્વે; અ. 20 ઑગસ્ટ 1887) : ફ્રેન્ચ પ્રતીકવાદી કવિ તથા નવલિકાકાર. ફ્રાન્સના તાર્બમાં પરિવાર સાથે રહેવા ગયેલા. ત્યાં તેમણે શિક્ષણ લીધેલું. 1876માં તેઓ પૅરિસ ગયેલા અને ત્યાં તત્વજ્ઞાન અને લલિત કલાઓનો અભ્યાસ કર્યો. ‘ગાઝેલ દ ભોઝાર્ત’માં તેમણે કાર્ય કરેલું. જર્મનીમાં…

વધુ વાંચો >

લામાર્તિન, આલ્ફૉન્સ દ

લામાર્તિન, આલ્ફૉન્સ દ (જ. 21 ઑક્ટોબર 1790, માકો, ફ્રાન્સ; અ. 28 ફેબ્રુઆરી 1869, પૅરિસ) : ફ્રેન્ચ કવિ અને રાજપુરુષ. ફ્રેન્ચ સાહિત્યમાં રોમૅન્ટિક ચળવળના મુખ્ય પ્રચારકોમાંના એક. ફ્રાન્સની રાજ્યક્રાંતિ વખતે, ભયાનક ત્રાસ તરીકે ઓળખાયેલા કપરા જુલમી સમયમાં તેમના ઉમરાવ પિતા ગિલોટિનના માંચડે ચડતાં માંડ માંડ બચી ગયેલા. આલ્ફૉન્સનું શિક્ષણ બેલી મુકામે…

વધુ વાંચો >