ફ્રેન્ચ સાહિત્ય

લા રૉશફૂકો ફ્રાંસ્વા છઠ્ઠો, દિક દ

લા રૉશફૂકો ફ્રાંસ્વા છઠ્ઠો, દિક દ (જ. 15 સપ્ટેમ્બર 1613; અ. 16 માર્ચ 1680, પૅરિસ) : ફ્રેન્ચ લેખક. ‘મૅક્સિમ’ પ્રકારના ચતુરોક્તિ-સાહિત્યના મુખ્ય લેખકો પૈકીના એક. તેમના પિતા ફ્રાંસ્વા કાતે દ લા રૉશફૂકો અને માતા ગેબ્રિયલ દિક પ્લેસિલિયા કોર્ત હતાં. માત્ર 15 વર્ષની વયે તેમનું લગ્ન આન્દ્રે દ વિવૉન સાથે થયેલું.…

વધુ વાંચો >

લેમોનિયેર (એ. એલ.) કામિલ

લેમોનિયેર (એ. એલ.) કામિલ (જ. 24 માર્ચ 1844, ઇક્સેલ, બ્રસેલ્સ પાસે; અ. 13 જૂન 1913, ઇક્સેલ) : બેલ્જિયન નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર અને કલાવિવેચક. એ જમાનાના બેલ્જિયમ યુવા-સાહિત્યકારોને એવું લાગેલું કે ફ્રેન્ચ સાહિત્યકારોના પ્રભુત્વ હેઠળના સાહિત્યજગતમાં બેલ્જિયન સાહિત્યને પાંગરવાનો અવકાશ મળતો નથી. આ યુવા-સાહિત્યકારોએ ‘લ આર્ત મોદર્ન’ (1880) અને ‘લા જૂને…

વધુ વાંચો >

લૉત્રેમૉં, કૉંત દ

લૉત્રેમૉં, કૉંત દ (જ. 4 એપ્રિલ 1846, મૉન્ટિવિડિયો, ઉરુગ્વે; અ. 4 નવેમ્બર 1870, પૅરિસ) : મૂળ નામ ઇસિદોર-લૂસિયન દુકાસ. ફ્રેન્ચ કવિ અને રહસ્યમય ગૂઢ સાહિત્યના સર્જક. રિંબો, બૉદલેર અને પરાવાસ્તવવાદી (surrealist) કવિઓ પર તેમનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. પિતા એલચીકચેરી(consulate)માં એક અધિકારી હતા. પોતાનું તખલ્લુસ તેમણે યૂજીન સૂની ઐતિહાસિક નવલકથા…

વધુ વાંચો >

વર્લેઇન, પૉલ (મેરી)

વર્લેઇન, પૉલ (મેરી) (જ. 30 માર્ચ 1844, મેત્ઝ, ફ્રાન્સ; અ. 8 જાન્યુઆરી 1896, પૅરિસ) : ફ્રેન્ચ ઊર્મિકવિ. લકૉન્ત દ લિસ્લેના નેતૃત્વવાળા ‘પાર્નેશિયન્સ’ જૂથના કવિઓમાં અગ્રણી અને પાછળથી પ્રતીકવાદી કવિઓમાં આગલી હરોળના કવિ તરીકે જાણીતા સ્ટીફન માલાર્મે અને ચાર્લ્સ બૉદલેરની સાથે તેમણે ‘ડિકેડન્ટ્સ’ કવિજૂથની સ્થાપના કરેલી. પિતા લશ્કરી અફસર હતા. પોતે…

વધુ વાંચો >

વાલેરી પૉલ

વાલેરી, પૉલ (જ. 30 ઑક્ટોબર 1871, સેતે, ફ્રાન્સ; અ. 20 જુલાઈ 1945, પૅરિસ) : ફ્રેન્ચ કવિ, નિબંધકાર અને વિવેચક. પૂરું નામ ઍમ્બ્રોઇસ-પોલ-તૂસ-સેંત-જુલે વાલેરી. ‘લા ર્જ્યૂં પાર્ક’ (1917, ‘ધ યન્ગ ફેટ’) કાવ્યથી તેઓ ફ્રેન્ચ સાહિત્યમાં અમર થયા છે. ભૂમધ્ય સમુદ્રના એક નાના બંદરમાં તેમના પિતા સરકારી જકાત ખાતામાં ઉચ્ચ હોદ્દા પર…

વધુ વાંચો >

વિલોન, ફ્રાન્સ્વા

વિલોન, ફ્રાન્સ્વા (જ. 1431, પૅરિસ; અ. 1463 પછી) : ફ્રેન્ચ ઊર્મિકવિ. મૂળ નામ ફ્રાન્સ્વા દ મોન્તકોર્બિયર અથવા ફ્રાન્સ્વા દે લોગીસ. પિતાને વહેલી વયે ગુમાવ્યા. સેંત-બીનોઇત-લે-બીતોર્નના દેવળના પાદરી ગીલોમના શરણમાં ઉછેર. યુનિવર્સિટી ઑવ્ પૅરિસના દફતરની નોંધ મુજબ માર્ચ, 1449માં વિલોને સ્નાતકની ઉપાધિ અને માસ્ટર ઑવ્ આર્ટ્સની પદવી મે-ઑગસ્ટ, 1452માં મેળવેલી. 5…

વધુ વાંચો >

શેતોબ્રિયાં ફ્રાંસ્વા

શેતોબ્રિયાં ફ્રાંસ્વા (જ. 1768; અ. 1848) : ફ્રેન્ચ લેખક અને રાજનીતિજ્ઞ. ફ્રેન્ચ સાહિત્યમાં ઘણી વાર તેમને ‘Father of Romanticism’ કહેવામાં આવે છે. બ્રેટન (Breton) પરિવારમાં જન્મ. થોડા સમય માટે લશ્કરમાં જોડાયા. પછી 1791માં અમેરિકાનો પ્રવાસ કર્યો; જે ‘વૉયેજ ઍન અમેરિક’માં વર્ણવાયો છે. ફ્રાન્સ પાછા આવ્યા પછી નામુર પાસે લશ્કરમાં હતા…

વધુ વાંચો >

સલી પ્રુધોમ

સલી પ્રુધોમ (જ. 16 માર્ચ 1839, પૅરિસ; અ. 9 સપ્ટેમ્બર 1907, ચેતને, ફ્રાન્સ) : ફ્રેન્ચ કવિ. મૂળ નામ રૅને ફ્રાન્સ્વા આર્મેન્દ પ્રુધોમ. 1901ના સાહિત્યના સૌપ્રથમ નોબેલ પારિતોષિકવિજેતા. પિતાનું નામ સલી હતું અને તેમની અટક પ્રુધોમ હતી જે જોડીને તેમણે પોતાનું તખલ્લુસ સલી પ્રુધોમ રાખેલું. સાહિત્ય-જગતમાં તેઓ એ જ નામથી ઓળખાતા…

વધુ વાંચો >

સાર્ત્ર જ્યાઁ પૉલ

સાર્ત્ર, જ્યાઁ પૉલ (જ. 1905, પૅરિસ; અ. 1980, પૅરિસ, ફ્રાન્સ) : વીસમી સદીના મહાન ફ્રેન્ચ સર્જક અને તત્ત્વચિન્તક. તેઓ ફ્રેન્ચ અસ્તિત્વવાદના સ્થાપક હતા. તેમનો અસ્તિત્વવાદ (existentialism) નિરીશ્વરવાદી (atheistic) હતો. સાર્ત્રના પિતા જ્યાઁ બાપ્ટિસ્ટ ફ્રેન્ચ નૌકાદળમાં કામ કરતા હતા. સાર્ત્રનાં માતા એન મેરીચાર્લ્સ શ્વાઇત્ઝરનાં પુત્રી હતાં. ચાર્લ્સ શ્વાઇત્ઝર વિખ્યાત જર્મન મિશનરી…

વધુ વાંચો >

સિમેનોં જ્યૉર્જ (જોસેફ ક્રિશ્ચિયન)

સિમેનોં જ્યૉર્જ (જોસેફ ક્રિશ્ચિયન) (જ. 13 ફેબ્રુઆરી 1903, લીજ, બેલ્જિયમ; અ. 1989) : પોતાના સમકાલીનોમાં સૌથી વધુ લખનાર બેલ્જિયન-ફ્રેન્ચ નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર. રહસ્ય અને ગુનાખોરી અંગેના સર્જક. ફ્રેંચ પિતા અને ડચ માતાનું સંતાન. ભેદભરમથી ભરપૂર લેખનને સાહિત્યના દરજ્જા સુધી પહોંચાડીને દુનિયાભરના બૌદ્ધિકો દ્વારા પ્રશંસા પામનાર વિચક્ષણ સાહિત્યકાર. જ્યૉર્જ સિમેનોં…

વધુ વાંચો >