ફ્રેન્ચ સાહિત્ય

આઇડિયોગ્રામ (ચિત્રાક્ષર)

આઇડિયોગ્રામ (ચિત્રાક્ષર) : કોઈ ચોક્કસ શબ્દ કે ધ્વનિને રજૂ કરવાને બદલે સીધા વિચાર કે વસ્તુનું પ્રતિનિધાન કરતું લેખિત પ્રતીક. આ ભાવચિત્ર કે ચિત્રાક્ષર પ્રાચીન ઇજિપ્તની લિપિમાં કે પ્રાચીન ચીની લિપિમાં અવશિષ્ટ છે. પહેલાં તો ચિત્રો દ્વારા વસ્તુને રજૂ કરવામાં આવતી. (એમાં પુરુષો, સ્ત્રીઓ, વૃક્ષો, છોડ, ફૂલો શરીરનાં જુદાં જુદાં અંગો…

વધુ વાંચો >

કૅનેડિયન-ફ્રેન્ચ સાહિત્ય

કૅનેડિયન-ફ્રેન્ચ સાહિત્ય : જેક્વિસ કાર્ટિયર 1535માં ઉત્તર અમેરિકાની સફરે બીજી વાર આવેલા ત્યારે સેન્ટ લૉરેન્સ રિવરના ખીણપ્રદેશની ભાળ મેળવેલી. 17મી અને 18મી સદીમાં આ પ્રદેશમાં ફ્રેન્ચ સત્તાની વસાહત સ્થપાઈ હતી. 1763માં ન્યૂ ફ્રાન્સની હકૂમતનો પ્રદેશ બ્રિટિશ સત્તાને નામે ચડાવવામાં આવ્યો ત્યારે 60,000થી વધુ રોમન-કૅથલિક પંથના માણસો જે ભાષાનો ઉપયોગ કરતા…

વધુ વાંચો >

કેનો રેમોં

કેનો, રેમોં (જ. 21 ફેબ્રુઆરી 1903, લ હાર્વે, ફ્રાંસ; અ. 25 ઑક્ટોબર 1976, પૅરિસ) : ફ્રેન્ચ નવલકથાકાર અને કવિ. સૉરબોનમાં શિક્ષણ લીધા પછી 1936થી 1938 દરમિયાન વૃત્તાંત-નિવેદક તરીકે કામગીરી બજાવી. ત્યારબાદ પ્રશિષ્ટ સર્જકો વિશેની ‘આંસીક્લોપીદી દ લા પ્લેઇઆદ’ નામની ગ્રંથશ્રેણીમાં રીડર તરીકે જોડાયા અને 1955માં તેના નિયામક નિમાયા. 1920ના દાયકામાં…

વધુ વાંચો >

કૉર્નુય પિયેરી

કૉર્નુય પિયેરી (જ. 6 જૂન 1606, રોઆન (ફ્રાન્સ), અ. 1 ઑક્ટોબર 1684, પૅરિસ) : અગ્રગણ્ય ફ્રેંચ નાટ્યકાર. સંપન્ન પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કુટુંબની જેસ્યુઇટ ધર્મવિચારણાની ઊંડી અસર તેમના પર પડી હતી. ધારાશાસ્ત્રી તરીકે રોઆનમાં ખ્યાતિ મેળવ્યા બાદ  ખાસ કરીને નાટ્યસાહિત્યને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. જીવનના શેષ ભાગમાં…

વધુ વાંચો >

કૉર્બિયે ત્રિસ્તાં

કૉર્બિયે, ત્રિસ્તાં (જ. 18 જુલાઈ 1845, કોતકાંગાર, બ્રિતાની, ફ્રાંસ; અ. 1 માર્ચ 1875, મોર્લે) : ફ્રેંચ કવિ. મૂળ નામ એદુઆજોઆશિમ. પિતા ખલાસી, જહાજના કપ્તાન અને ખલાસીઓ તથા સમુદ્ર વિશેની નવલકથાઓના લેખક. એમનાં લખાણોનો કૉર્બિયેની કવિતા પર પ્રબળ પ્રભાવ હતો. પંદર વર્ષની વયે કૉર્બિયેને સંધિવા(rheumatism)નો રોગ થયો હતો. મોર્લેમાં અભ્યાસ કર્યો…

વધુ વાંચો >

ક્રેત્યુ દ ત્વા

ક્રેત્યુ દ ત્વા (આશરે 1160-1182) : મધ્યયુગીન ફ્રેન્ચ કવિ તથા પ્રેમશૌર્યની રોમાન્સ પ્રકારની રચનાઓના આદ્ય સર્જક. તેમના જીવનકાળ વિશે ભાગ્યે જ કશી માહિતી સાંપડે છે; પરંતુ એટલું કહી શકાય તેમ છે કે લૂઈ સાતમાની પુત્રી અને શૅમ્પેનની કાઉન્ટેસ મેરીના દરબારમાં તે અવારનવાર આવતા-જતા. રાજદરબાર સાથેના ઘરોબાના પરિણામે રાજરંગ આલેખતી રોમાન્સ…

વધુ વાંચો >

ક્રૉસ પર્પઝ

ક્રૉસ પર્પઝ (‘લા મલેન્તેન્દ’; 1944) : ફ્રેન્ચ નાટ્યકાર આલ્બેર કૅમ્યૂ(1913-1960)નું નાટક. કિશોર-અવસ્થામાં જ સુખની શોધમાં વિધવા મા અને નાની બહેનને છોડીને નાસી ગયેલ જેન વર્ષો પછી ખૂબ સમૃદ્ધ થઈને, પોતાની પત્ની મારિયા સાથે, વૃદ્ધ મા અને હવે ત્રીસે પહોંચી ગયેલી બહેન માર્યાને સુખી કરવા ઘેર પાછો ફરે છે. ‘‘હું તમારો…

વધુ વાંચો >

ગોત્યે, તેઓફીલ

ગોત્યે, તેઓફીલ (જ. 31 ઑગસ્ટ 1811, તરબિસ, ફ્રાન્સ; અ. 23 ઑક્ટોબર 1872, નયી–સર–સેન) : ફ્રેન્ચ કવિ, નવલકથાકાર, વિવેચક અને પત્રકાર. ફ્રાન્સના સાહિત્યજગતમાં પ્રારંભિક રોમૅન્ટિસિઝમમાંથી ઓગણીસમી સદીના અંતભાગમાં સૌન્દર્યવાદ અને પ્રકૃતિવાદ તરફ વળવાના સંક્રાંતિકાળના યુગમાં તેમણે વ્યાપક પ્રભાવ પાડ્યો હતો. તેમનું મોટા ભાગનું જીવન પૅરિસમાં વીત્યું હતું. અભ્યાસનો પ્રારંભ ચિત્રકલાથી કર્યો.…

વધુ વાંચો >

ચેર્સ (The Chairs, Les Chaises)

ચેર્સ (The Chairs, Les Chaises) : 1951, પ્રખ્યાત ફ્રાન્સિસી નાટ્યકાર યુજીન આયોનેસ્કોનું લાંબું નાટક. 1952માં સિલ્વેન ધોખે નામના દિગ્દર્શકે થિયેટર લેન્ક્રાઇમાં પ્રથમ રજૂ કર્યું ત્યારે દરરોજ માત્ર પાંચ-છ ટિકિટો વેચાતી; ચાર વર્ષ પછી જેન મેન્ક્લેર દ્વારા એના દિગ્દર્શન પછી આ નાટકને ભારે સફળતા મળી. યુરોપીય ઉદભટ (absurd) નાટ્યપ્રવાહનું આ ખૂબ…

વધુ વાંચો >

પ્રૂસ્ત, માર્સેલ

પ્રૂસ્ત માર્સેલ (જ. 26 સપ્ટેમ્બર 1754, એંજર્સ, ફ્રાન્સ; અ. 5 જુલાઈ 1826, એંજર્સ) : ફ્રેંચ નવલકથાકાર. ફ્રેંચ કૅથલિક કુટુંબના પિતા અને શ્રીમંત યહૂદી કુટુંબનાં માતાનું સંતાન. પિતા ખ્યાતનામ દાક્તર. પ્રૂસ્ત ઉપર 1880માં પ્રથમ વાર અસ્થમાનો હુમલો થયો. ત્યારબાદ તે દર્દ જીવનભર તેમનો પીછો કરતું રહ્યું. બાળપણમાં પોતાની નાનીમા સાથે ઇલિયસૅ…

વધુ વાંચો >