ફારસી સાહિત્ય

નાયક, છોટુભાઈ રણછોડજી

નાયક, છોટુભાઈ રણછોડજી (જ. 18 જુલાઈ 1913, ભગોદ, જિ. વલસાડ; અ. 9 જાન્યુઆરી 1976, અમદાવાદ) : ફારસી, ઉર્દૂ અને મધ્યકાલીન ઇતિહાસના અભ્યાસી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પારડીમાં લીધું. સન 1931માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ઉચ્ચ અભ્યાસ કરવા તે બરોડા કૉલેજમાં દાખલ થયા અને સન 1935માં બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. આ…

વધુ વાંચો >

નાસિર ખુસરવ

નાસિર ખુસરવ (જ. 28 ઓગસ્ટ 1004, કુબાદિયાન, જિ. બલ્ખ; અ. 1088, યમકાન) : સલ્જૂક યુગના ખ્યાતનામ ફારસી કવિ અને વિદ્વાન. તેમનું પૂરું નામ હકીમ અબુ મુઈન નાસિર બિન ખુસરવ બિન હારિસ. તેમણે સલ્જૂક રાજ્યમાં મર્વ શહેરમાં સરકારી સેવા બજાવી હતી અને ‘અદીબ’ તેમજ ‘દ્બીરે ફાઝિલ’ જેવાં ઉપનામો રાખ્યાં હતાં. 43…

વધુ વાંચો >

નિઝામી સમરકંદી (બારમી સદી)

નિઝામી સમરકંદી (બારમી સદી) : ફારસી સાહિત્યના સલ્જુકયુગની પ્રસિદ્ધ ગદ્યકૃતિ ‘ચહાર મકાલા’ (ચાર નિબંધ) (1155)ના કર્તા. પૂરું નામ નિઝામુદ્દીન અથવા નજમુદ્દીન અહમદ બિન ઉમર બિન અલી, પણ નિઝામી અરૂઝી સમરકંદી તરીકે જાણીતા સલ્જુકયુગના આ એક પ્રખ્યાત ગદ્યકાર સમરકંદનિવાસી હતા. બારમી સદીના વિદ્વાનોમાં તેમની ગણના થાય છે. તેમની ગદ્યકૃતિ ‘ચહાર મકાલા’ને…

વધુ વાંચો >

નિહાવંદી, અબ્દુલ બાકી

નિહાવંદી, અબ્દુલ બાકી (જ. 1577–78, જોલક ગામ, નિહાવંદ, ઈરાન; અ. 1632–33) : અકબર તથા જહાંગીરના સમયના પ્રખ્યાત વહીવટકર્તા તથા લેખક. તેમના પિતા અને ભાઈની જેમ તેઓ પોતે પણ શાસન સાથે સંકળાયેલા રહ્યા હતા. તેઓ 1613માં ભારત આવીને બુરહાનપુરમાં અબ્દુર્રહીમ ખાનખાનાનના દરબારમાં કવિ અને લેખક તરીકે જોડાયા હતા. પોતાના આશ્રયદાતા અબ્દુર્રહીમ…

વધુ વાંચો >

નીમા યુશીજ

નીમા યુશીજ (જ. 12 નવેમ્બર 1896, ઈરાન; અ. 3 જાન્યુઆરી 1960, તેહરાન) : આધુનિક ફારસી કવિતામાં નવી વિચારસરણી દાખલ કરનાર કવિ. પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં અને ઉચ્ચ શિક્ષણ તેહરાનની સેંટ લૂઈ શાળામાં. તે ફ્રેંચ ભાષા-સાહિત્યથી સારી પેઠે વાકેફ હતા. તેહરાનમાં નિઝામ વફા નામના શિક્ષકે તેમને કવિતા લખવાની પ્રેરણા અને પ્રોત્સાહન…

વધુ વાંચો >

નૂરુદ્દીન અબ્દુર્રહમાન ‘જામી’

નૂરુદ્દીન અબ્દુર્રહમાન ‘જામી’ (જ. 9 નવેમ્બર 1414, ગામ ખર્જર્દ, ખુરાસાન પ્રાંત, ઈરાન; અ. 29 ઑક્ટોબર 1492, હિરાત શહેર, હાલ અફઘાનિસ્તાન) : ફારસીના છેલ્લા વિખ્યાત પ્રશિષ્ટ કવિ અને લેખક. જામીને હિરાતના સુલતાન હુસેન મિર્ઝા (મુઘલ સમ્રાટ બાબરના પિત્રાઈ) અને તેમના વિદ્વાન વજીર મીર અલીશેર નવાઈનો આશ્રય તથા સ્નેહ મળ્યા હતા તેથી…

વધુ વાંચો >

નેઅમતખાન, ‘આલી’

નેઅમતખાન, ‘આલી’ (જ. ; અ. 1710, દિલ્હી) : ભારતના પ્રસિદ્ધ ફારસી લેખક અને કવિ. મૂળ નામ મિરઝા નૂરુદ્દીન મુહમ્મદ. તેમના પિતાનું નામ હકીમ ફત્હુદ્દીન શીરાઝી હતું. તેમના પિતા તેમને શીરાઝ લઈ ગયા, જ્યાં બધા જ પ્રકારનું પ્રચલિત જ્ઞાન પ્રાપ્ત કરીને તેઓ પાછા ફર્યા. શાહજહાંએ તેમની જવાહિરખાતાના દારોગા તરીકે નિમૂણક કરી.…

વધુ વાંચો >

પરવીઝ, નાતલ ખાનલરી

પરવીઝ, નાતલ ખાનલરી (જ. 1914, તહેરાન; અ. 23 ઑગસ્ટ 1990, તહેરાન) : આધુનિક ફારસી ભાષાના કવિ તથા લેખક. ભારતનાં સાહિત્યિક તથા સાંસ્કૃતિક વર્તુળો સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો હતા. તેમણે ભારતમાં ફારસી ભાષાના શિક્ષણ તથા સંશોધનના વિકાસમાં ઊંડો રસ લઈને વિદ્વાનોને તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. ભારતમાં ઈરાનના દૂતાવાસ તરફથી દિલ્હીમાં…

વધુ વાંચો >

પંડિત બ્રિજમોહન દત્તાત્રેય ‘કૈફી’

પંડિત બ્રિજમોહન દત્તાત્રેય ‘કૈફી’ (જ. 13 ડિસેમ્બર 1866, દિલ્હી; અ. 1 નવેમ્બર 1955, ગાઝિયાબાદ) : કૈફીના પૂર્વજો મુઘલ બાદશાહ ફર્રુખસિયરના સમયમાં કાશ્મીરથી દિલ્હી આવ્યા અને રાજ્યના ઉચ્ચ હોદ્દાઓ ઉપર નિયુક્ત થયા. બ્રિજમોહનના પિતા પંડિત કનૈયાલાલ નાભા ભરતપુરના રાજાના સમયમાં કોટવાલ હતા; પરંતુ પિતાનું અકાળે અવસાન થતાં પંડિત કૈફી દિલ્હી આવી…

વધુ વાંચો >

પીર કમાલુદ્દીન સૈયદ

પીર કમાલુદ્દીન સૈયદ (ઈ. સ.ની પંદરમી સદી) : ચિશ્તિયા સંપ્રદાયના ફારસી ભાષાના લેખક. સૈયદ કમાલુદ્દીને ઈરાનના કઝવીન શહેરમાંથી હિજરી સંવત નવમા સૈકામાં ગુજરાતમાં ભરૂચ આવીને વસવાટ કર્યો હતો. તેઓ કઝવીન શહેરના હોવાથી ઇસ્લામી પરંપરામાં કઝનવી (રહ.) તરીકે પ્રસિદ્ધ છે. તેમના પિતાનું નામ સૈયદ શફીઉદ્દીન હતું, જેઓ હુસૈની સૈયદ હતા. તેઓ…

વધુ વાંચો >