ફારસી સાહિત્ય

‘તુઝૂકે બાબુરી’

‘તુઝૂકે બાબુરી’ : મુઘલ શાસક બાબરે (1483–1530) રચેલું સાહિત્ય. 1526માં પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીને હરાવીને બાબરે મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો. પિતા ઉમર શેખ મીરજા તૈમૂર બેગના ચોથા વંશજ અને માતા કુતલૂકનિગાર ખાનમ ચંગીઝખાનનાં તેરમાં વંશજ હતાં. પિતાના આકસ્મિક મૃત્યુ પછી બાબરે 12 વર્ષની નાની વયે ફરઘાનાની ગાદી સંભાળી. સફળ…

વધુ વાંચો >

તુરશેઝી, ઝુહૂરી

તુરશેઝી, ઝુહૂરી (અ. 1616, તુરાનિયા) : ખ્યાતનામ ફારસી કવિ. થોડાં વર્ષો સુધી ખુરાસાન, ઇરાક અને ઈરાનમાં વસવાટ કર્યા પછી ઈરાનમાં યોગ્ય કદર ન થતાં 1572માં હિન્દુસ્તાનમાં આવી દક્ષિણ હિન્દમાં બીજાપુર, અહમદનગર અને ગોલકુંડામાં રહ્યા. વિદ્વાનો પાસેથી ખૂબ વિદ્વત્તા હાંસલ કરી મક્કાની પવિત્ર યાત્રાએ જઈ આવ્યા પછી જીવનના અંતિમ કાળ સુધી…

વધુ વાંચો >

તૂની, અબ્દુલ હુસેન

તૂની, અબ્દુલ હુસેન (જ. 7 એપ્રિલ 1444, તૂન, ઈરાન; અ. આશરે 1489-90) : ફારસી ઇતિહાસ ગ્રંથ ‘મઆસિરે મહમૂદશાહી’ (‘નકે તારીખે મહમૂદશાહી’)ના કર્તા. જન્મસમયે તેમના પિતા બીદરના બહમની વંશના બાદશાહ અલાઉદ્દીન એહમદ બીજાના લશ્કરમાં  હતા. તેમણે ઇસ્ફહાનમાં ઈરાનના વિદ્વાન ખ્વાજા જલાલુદ્દીન મુહમ્મદ બિન ઝૈનદ્દીન તરકા પાસે શિક્ષણ લીધું હતું. અબ્દુલ હુસેન…

વધુ વાંચો >

દકીકી

દકીકી (જ. 10મી સદી; અ. 977) : ઈરાનના સામાની વંશનો છેલ્લો કવિ. આખું નામ અબુ મનસૂર મુહમ્મદ બિન એહમદ દકીકી તૂસી. સામાની વંશના બીજા કવિઓમાં રૂદકી પછી તે આવે. કેટલાકે તેનું વતન બલ્ખુ બુખારા કે સમરકંદ જણાવ્યું છે. બીજા મત મુજબ તે તૂસમાં જન્મ્યો હતો અને બલ્ખનો નિવાસી હતો. દકીકીને…

વધુ વાંચો >

દબીર, શમ્સ

દબીર, શમ્સ (અ. 1307 કે 1308) : ઉત્તર ભારતના ફારસી કવિ. પૂરું નામ શમ્સુદ્દીન દબીર. તેઓ મધ્યયુગના ઉત્તર હિન્દના વિદ્વાન અને ફારસી ભાષાના કવિ હતા. તેમણે દિલ્હીના ગુલામવંશના સુલતાન બલ્બન (1266–1287) અને તેના શાહજાદા નાસિરુદ્દીન મહમૂદ બુદરાખાનના સમયમાં ‘દબીર’ (રાજ્યમંત્રી)નું પદ મેળવ્યું હતું. શરૂઆતમાં તેમનો ઉછેર ખ્યાતનામ સૂફી સંત ફરીદુદ્દીન…

વધુ વાંચો >

(ડિપ્ટી) નઝીર એહમદ

(ડિપ્ટી) નઝીર એહમદ (જ. 6 ડિસેમ્બર 1836, બિજનોર, ઉત્તરપ્રદેશ; અ. 28 ડિસેમ્બર 1910, દિલ્હી) : ઉર્દૂના વિખ્યાત નવલકથાકાર, દિલ્હી કૉલેજના અરબી ભાષા-સાહિત્યના અધ્યાપક, ભારતીય ફોજદારી ધારો(Indian Penal Code)ના સર્વપ્રથમ ઉર્દૂ-હિન્દી અનુવાદક. પંજાબમાં Deputy Inspector of Schools અને અલ્લાહાબાદમાં Inspector of Schools તથા છેવટે નિઝામ હૈદરાબાદમાં Revenue Officerના ઉચ્ચ હોદ્દા ઉપર…

વધુ વાંચો >

(ડૉ.) નઝીર એહમદ

(ડૉ.) નઝીર એહમદ (જ. 3 જાન્યુઆરી 1915, કોલ્હી ગરીબ ગામ, જિ. ગોન્ડા, ઉત્તરપ્રદેશ; અ. 19 ઑક્ટોબર 2008, અલીગઢ) : ઉર્દૂ-ફારસીના સંશોધક, પ્રખર વિદ્વાન, વિશાળ દૃષ્ટિ ધરાવતા વિચારક, બુદ્ધિવાન સાહિત્યકાર અને દીર્ઘદૃષ્ટિવાળા વિવચક હતા. તેઓ ઉર્દૂ, ફારસી તથા અંગ્રેજી – ત્રણે ભાષાઓમાં નિપુણતા ધરાવતા હતા. ઉપરાંત અરબી અને હિન્દીમાં કુશળ હતા.…

વધુ વાંચો >

નઝીરી નીશાપુરી

નઝીરી નીશાપુરી (જ. – ; અ. 1662, અમદાવાદ) : મુઘલ યુગના ગઝલકાર. કવિનો જન્મ નીશાપુરમાં થયો હતો. મૂળ નામ મુહમ્મદ હુસેન અને કવિનામ ‘નઝીરી’. તેમણે નીશાપુરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને યુવાવસ્થા સુધી તે માદરે વતનમાં જ રહ્યા. પિતાના અવસાન પછી પોતાની મિલકત પોતાના ભાઈઓને સોંપી યુવાવસ્થામાં પ્રવાસે નીકળી પડ્યા.…

વધુ વાંચો >

નાગોરી, કાઝી હમીદુદ્દીન

નાગોરી, કાઝી હમીદુદ્દીન (જ. ઈ. સ. 1071; અ. 1245, દિલ્હી) : ફારસીના પ્રસિદ્ધ કવિ. જન્મનામ મોહમ્મદ હતું. તેમના પિતા અતાઉલ્લાહ બુખારાના બાદશાહ હોવાથી તે ‘સુલતાન અતાઉલ્લાહ મહેમૂદ’ તરીકે ઓળખાયા. તેમના પિતાએ તેમના શિક્ષણમાં ઊંડો રસ લીધો હતો. પત્નીના અવસાન બાદ હમીદુદ્દીન એકાંતવાસમાં રહેતા હતા અને જીવન વિશે સતત ચિંતન કરતા…

વધુ વાંચો >

નાયક, છોટુભાઈ રણછોડજી

નાયક, છોટુભાઈ રણછોડજી (જ. 18 જુલાઈ 1913, ભગોદ, જિ. વલસાડ; અ. 9 જાન્યુઆરી 1976, અમદાવાદ) : ફારસી, ઉર્દૂ અને મધ્યકાલીન ઇતિહાસના અભ્યાસી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પારડીમાં લીધું. સન 1931માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ઉચ્ચ અભ્યાસ કરવા તે બરોડા કૉલેજમાં દાખલ થયા અને સન 1935માં બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. આ…

વધુ વાંચો >