ફારસી સાહિત્ય

હસન ગૌસી (મુહમ્મદ બિન) ગુજરાતી–મંડવી (સોળમો–સત્તરમો સૈકો)

હસન ગૌસી (મુહમ્મદ બિન) ગુજરાતી–મંડવી (સોળમો–સત્તરમો સૈકો) : સાધક અને ફારસીના પ્રથમ પંક્તિના કવિ તથા લેખક. આખું નામ મુહમ્મદ બિન હસન ગૌસી. તેમના ફારસી ચરિત્ર-લેખ-સંગ્રહ ‘ગુલઝારે અબ્રારે’ તેમને અનન્ય ખ્યાતિ અપાવી છે. મુહમ્મદ બિન હસન ગૌસીનો જન્મ જૂન 1555માં માન્ડુ શહેરમાં થયો હતો જે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું ઐતિહાસિક અને…

વધુ વાંચો >

હસન નિઝામી નિશાપુરી (તેરમો સૈકો)

હસન નિઝામી નિશાપુરી (તેરમો સૈકો) : હિન્દુસ્તાનના સૌથી પ્રાચીન અને ગુલામવંશના શરૂઆતના બે સુલતાનો કુતુબુદ્દીન ઐબક (1206–1210) તથા શમ્સુદ્દીન ઈલતુતમિશ(1210–1236)ના સમયના ફારસી ઇતિહાસ તાજુલ મઆસિરના લેખક અને કવિ. તેમનો જન્મ ઈરાનના પ્રાચીન ઐતિહાસિક નગર નિશાપુરમાં થયો હતો. તેઓ પોતાનું વતન છોડીને પહેલાં ગઝની (અફઘાનિસ્તાન) અને ત્યાંથી દિલ્હી આવ્યા હતા. તેમણે…

વધુ વાંચો >

હસન બિન સબ્બાહ

હસન બિન સબ્બાહ (જ. ? ; અવસાન : 1124) : મુસલમાનોના શીઆ સંપ્રદાયના ઇસ્માઇલીઓના વિખ્યાત ધર્મગુરુ તથા શીઆ વિચારધારા વિશેનાં પુસ્તકોના લેખક. હસન બિન સબ્બાહે અગિયાર અને બારમા સૈકાઓમાં શીઆ ઇસ્માઇલીઓના પ્રચારક (દાઈ) તરીકે સર્વોચ્ચ સ્થાન ભોગવ્યું હતું. તેમણે ઈરાન તથા ઇજિપ્તમાં ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું અને ઇજિપ્તના પાટનગર કેરોથી…

વધુ વાંચો >

હિજાઝી મુહમ્મદ

હિજાઝી, મુહમ્મદ (જ. 1899; અ. ?) : વીસમા સૈકાના ઈરાનના આધુનિક લેખક અને રઝા શાહ પહેલવીના સમયના એક પ્રખ્યાત ફારસી નવલકથાકાર તથા ટૂંકીવાર્તાકાર. તેમણે તેહરાનની ઇસ્લામી સ્કૂલ તથા સેન્ટ લૂઈ નામની ફ્રેંચ રોમન કૅથલિક મિશનરી સંસ્થામાં શિક્ષણ મેળવ્યું હતું. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે યુરોપનો પ્રવાસ કરીને કેટલાક સમય માટે પૅરિસમાં…

વધુ વાંચો >