ફારસી સાહિત્ય

ફારસી ભાષા અને સાહિત્ય

ફારસી ભાષા અને સાહિત્ય મૂળ ઈરાન (Persia) દેશની ભાષા તે ફારસી. તેનો ફેલાવો પશ્ચિમમાં તુર્કીથી લઈને પૂર્વમાં ચીનની સરહદ સુધીના મધ્ય એશિયાના દેશોમાં થયો છે. ભારતીય ઉપખંડમાં પણ તે પ્રસાર પામી છે. ભારતીય ઉપખંડની વાયવ્યે આવેલા ઈરાન દેશમાં આર્યોની સંસ્કૃતિ વિકાસ પામી  હતી અને તે પ્રદેશમાં ઇન્ડો-ઈરાનિયન કુળની ભાષાનો ઉદભવ…

વધુ વાંચો >

ફિગાની શીરાઝી

ફિગાની શીરાઝી (જ. પંદરમી સદી; અ. 1519, મશહદ) : પંદરમા સૈકામાં થઈ ગયેલા ફારસીના નવી શૈલીના પ્રવર્તક કવિ. તેઓ ઈરાન ઉપરાંત ભારતમાં પણ લોકપ્રિય બન્યા હતા. તેમનું વતન શીરાઝ હતું. તેમણે કવિ તરીકેની કારકિર્દીની શરૂઆત આજના અફઘાનિસ્તાનના શહેર અને તૈમૂરી વંશના શાસકોના પાટનગર હિરાતમાં કરી હતી. તે સમયે ઈરાનમાં રૂઢિચુસ્ત…

વધુ વાંચો >

ફિરદોસી (હકીમ અબૂલ કાસિમ હસનબીન અલી)

ફિરદોસી (હકીમ અબૂલ કાસિમ હસનબીન અલી) (જ. 940, બાઝ તૂસ, ઈરાન; અ. 1020) : ફારસી સાહિત્યના વિખ્યાત મહાકવિ. તે એક સુખી ખેડૂત જમીનદાર. તેમની કુન્નિયત અબૂલકાસિમ હતી. તેમના પિતા ‘ચહાર બાગે ફિરદોસ’ નામે એક બગીચાના માલિક હોવાને લીધે તેમણે પોતાનું ઉપનામ ‘ફિરદોસી’ રાખ્યું હતું. ઈરાનનો ગઝનવી યુગ સાહિત્યની ર્દષ્ટિએ ફિરદોસીના…

વધુ વાંચો >

ફિરિશ્તા, મોહંમદ કાસિમ

ફિરિશ્તા, મોહંમદ કાસિમ (જ. 1570; અ. 1620) : યુરોપના ફારસી તવારીખનવીસોમાં પ્રસિદ્ધ ઇતિહાસકાર. કાસ્પિયન સમુદ્રને કિનારે આવેલા અસ્તરાબાદ મુકામે જન્મ્યા હતા. તેમના પિતા ગુલામઅલી હિન્દુશાહ પણ વિદ્વાન પુરુષ હતા, ફિરિશ્તાને બાલ્યાવસ્થામાં પોતાની સાથે હિંદ લઈ આવીને દક્ષિણ હિંદમાં અહમદનગર મુકામે વસવાટ કર્યો હતો. અહીં મુર્તુઝા નિઝામશાહે પોતાના પુત્ર મીરાન હુસયનના…

વધુ વાંચો >

ફૈઝી, અબુલ ફેઝ

ફૈઝી, અબુલ ફેઝ (જ. 1547, આગ્રા; અ. 1595) : પ્રસિદ્ધ ફારસી કવિ. અમીર ખુશરૂ તથા ઉર્ફી શીરાઝીની હરોળના ત્રીજા કવિ. તેઓ મુઘલ શહેનશાહ અકબરના દરબારના નવ રત્નોમાંના એક હતા. શેખ મુબારક નાગોરના બે પુત્રોમાં તેઓ જ્યેષ્ઠ હતા. ફૈઝીએ પોતાના વિદ્વાન પિતા પાસેથી વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હતું. ટૂંક સમયમાં જ…

વધુ વાંચો >

બરહમન, ચંદ્રભાણ

બરહમન, ચંદ્રભાણ (જ. આશરે 1574–75, લાહોર) : ભારતના ફારસી સાહિત્યના લેખકોમાંના સૌપ્રથમ હિંદુ લેખક. તેમની કામગીરી મુખ્યત્વે શાહજહાંના સમયમાં જોવા મળે છે. તેમનું પૂરું નામ રાયચંદ્રભાણ લાહોરી હતું. લાહોર તેમનું વતન હતું. તેમના પિતા ધરમદાસ, મુલ્લા અબ્દુલ હકીમ સિયાલકોટીના શિષ્ય હતા. બ્રાહ્મણ કુટુંબની પરંપરા મુજબ સંસ્કૃત અને હિન્દીનો તેમણે અભ્યાસ…

વધુ વાંચો >

બલ્ખી, શમ્સુદ્દીન મોહંમદ

બલ્ખી, શમ્સુદ્દીન મોહંમદ (ઈ. સ.નો તેરમો સૈકો) : હિન્દુસ્તાનના ફારસી કવિ. દિલ્હીના ગુલામવંશના સુલતાન શમ્સુદ્દીન ઇલતૂતમિશ(1210–1236)ના જમાઈ. મુલ્તાનના ગવર્નર તથા પાછળથી સ્વતંત્ર શાસક બનેલા નાસિરુદ્દીન કુબાચા(1206–1228)ના દરબારમાં કવિઓ, વિદ્વાનો તથા સૂફી સંતોને ઘણું માનભર્યું સ્થાન હતું. તેઓમાંના એક તે શમ્સુદ્દીન મોહંમદ. તેમણે ફારસી ભાષામાં સુલતાન નાસિરુદ્દીન કુબાચા અને તેના વજીર…

વધુ વાંચો >

બાઝિલ, રફીઅખાન

બાઝિલ, રફીઅખાન (જ. શાહજહાનાબાદ, દિલ્હી; આશરે 1711; અ.–) : હિન્દમાં મુઘલ કાળના સમાપ્તિસમયના ફારસી કવિ તથા રાજપુરુષ. તેમના પૂર્વજો ઈરાનના મશહદ શહેરના મૂળ વતની હતા. તેમના પૂર્વજોમાં શેખ સ દી શીરાઝીના મુરબ્બી ખ્વાજા શમ્સુદ્દીન સાહિબે દીવાન જેવી નામાંકિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તેમના પિતા મીરજા મહમૂદ અને કાકા મીરજા તાહિર…

વધુ વાંચો >

બાબા ફરીદ

બાબા ફરીદ (જ. 1173, ખોતવાલ, જિ. મુલતાન; અ. 15 ઑક્ટોબર 1265, અજોધન) : અરબી અને ફારસીના પ્રકાંડ પંડિત, ઉત્તમ શિક્ષક, ભારતમાં સૂફી પરંપરાના સ્થાપક અને સર્વપ્રથમ પંજાબી કવિ. તેમનું મૂળ નામ ફરીદ-મસ્ઊદ હતું. તે પ્રખ્યાત સૂફી સંત અને સૂફી પરંપરાના ત્રીજા પ્રમુખ હોવાથી અને આધ્યાત્મિક સિદ્ધિઓને કારણે શેખ ફરીદ-ઉદ્-દીન અને…

વધુ વાંચો >

બુઝુર્ગ અલવી

બુઝુર્ગ અલવી (જ. 1907, ઈરાન) : આધુનિક ફારસી લેખક. તેઓ ટૂંકી વાર્તાના ક્ષેત્રે, પાશ્ચાત્ય શૈલી અપનાવવા છતાં, પોતાની કલાને મૂળભૂત રીતે ઈરાની વિશિષ્ટતાઓવાળી રાખવામાં સફળ રહ્યા છે. આધુનિક ફારસી ગદ્યકારોમાં તેમનું આગવું સ્થાન છે. તેઓ 1922માં અભ્યાસાર્થે જર્મની ગયા હતા અને ત્યાંના નિવાસ દરમિયાન સિગ્મન્ડ ફ્રૉઇડના વિચારોથી પ્રભાવિત થયા હતા.…

વધુ વાંચો >