ફારસી સાહિત્ય

ખ્વાજા, મહમૂદ ગાવાન

ખ્વાજા, મહમૂદ ગાવાન (જ. 1405) : ફારસી કવિ અને લેખક. મુહમ્મદ ગીલાની ઉર્ફે મહમૂદ ગાવાન. પિતા ઇમાદુદ્દીન મહમૂદ. તેમના પૂર્વજો ગીલાન રાજ્યમાં મંત્રીપદ પર હતા. ખ્વાજા મહમૂદ ગાવાન ગણિતશાસ્ત્ર અને વિજ્ઞાનક્ષેત્રમાં પણ પ્રવીણ હતા. યુવાનીમાં રાજકીય સ્પર્ધાને કારણે કેટલાક દ્વેષીઓના કાવતરાને લીધે ગીલાન છોડવાની ફરજ પડેલી. તેમણે વ્યાપારનો વ્યવસાય લીધો…

વધુ વાંચો >

ગઝાલી મશ્હદી

ગઝાલી મશ્હદી [જ. હિ. સ. 933, મશ્હદ (ઈરાન); અ. હિ. સ. 980, સરખેજ, અમદાવાદ] : ઈ. સ.ની સોળમી સદીના ફારસી કવિ. તેમના જીવન વિશે ઘણી ઓછી માહિતી પ્રાપ્ત થાય છે. કવિના પોતાના કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાંથી કંઈક માહિતી ઉપલબ્ધ થાય છે. ગઝાલીના જીવનકાળનાં લગભગ 156 વર્ષ પછી લખાયેલા તઝકેરા ‘હમેશા બહાર’ના કર્તા…

વધુ વાંચો >

ગાલિબ, અસદુલ્લાહખાન મિર્ઝા

ગાલિબ, અસદુલ્લાહખાન મિર્ઝા (જ. 27 ડિસેમ્બર 1797, આગ્રા; અ. 15 ફેબ્રુઆરી 1869, દિલ્હી) : શ્રેષ્ઠ ઉર્દૂ અને ફારસી કવિ. તેમનું નામ અસદુલ્લાહખાન, મિર્ઝા નૌશા ઉર્ફ હતું અને ‘ગાલિબ’ તેમનું તખલ્લુસ રાખ્યું હતું. શરૂઆતમાં ‘અસદ’ ઉપનામથી પણ તેમણે ગઝલો લખી હતી. તેમના પૂર્વજો અયબક તુર્કમાન હતા અને અઢારમી સદીમાં શાહઆલમના શાસનકાળ…

વધુ વાંચો >

ચિશ્તી જમ્મનશાહ (પહેલા)

ચિશ્તી જમ્મનશાહ (પહેલા) (જ. અમદાવાદ; અ. 27 સપ્ટેમ્બર 1535) : ફારસી સંતકવિ. મૂળ નામ જમાલુદ્દીન. પણ જમ્મનશાહ તરીકે પ્રખ્યાત છે. તેમની ગણના ગુજરાતના નામાંકિત ચિશ્તી ઓલિયામાં થાય છે. બીજા ખલીફા ઉમર ફારૂકના વંશજ હોવાથી તેઓ ફારૂકી શેખ પણ કહેવાય છે. પિતા શેખ મહમૂદ રાજન ચિશ્તી પાસેથી ધાર્મિક શિક્ષણ અને સૂફી…

વધુ વાંચો >

જહાંગીરનામા (તૂઝુકે-જહાંગીરી)

જહાંગીરનામા (તૂઝુકે-જહાંગીરી) : મુઘલ બાદશાહ જહાંગીરે લખેલી આત્મકથા. તેનું મૂળ નામ ‘તૂઝુકે-જહાંગીરી’ છે અને તે ફારસી ભાષામાં લખાયેલ છે. જહાંગીરનામા તરીકે જાણીતા આ પુસ્તકનું અંગ્રેજી ભાષાન્તર રોજર અને બીવરિજે કર્યું છે. જહાંગીરનામાનું મોટા ભાગનું લખાણ જહાંગીરે પોતે તેના શાસનના પ્રથમ 17 વર્ષના સમય દરમિયાન લખ્યું હોવાનું કહેવાય છે; પરંતુ આ…

વધુ વાંચો >

ઝફરખાન અહસન

ઝફરખાન અહસન (જ. આશરે 1605; અ. આશરે 1662) : મોગલકાળના હિંદુસ્તાનના એક મહત્વના ફારસી કવિ. તેમના પિતા ખ્વાજા અબુલહસન તુર્બતી અકબરના સમયમાં ઈરાનથી ભારત આવીને ઉમરાવપદ પામ્યા હતા. ઝફરખાને કાશ્મીરના સૂબેદાર તરીકે વિશિષ્ટ સેવાઓ આપી હતી અને કાશ્મીરમાં કવિઓને એકત્ર કરીને મુશાયરાઓનો રિવાજ શરૂ કર્યો હતો. તે પ્રથમ પંક્તિના ગઝલકાર…

વધુ વાંચો >

ઝફરનામા (ઝફરનામાએ તિમુરી)

ઝફરનામા (ઝફરનામાએ તિમુરી) (1424) : ફારસી ભાષાનો ઐતિહાસિક ગ્રંથ. તેમાં બે વિભાગમાં મુઘલ સમ્રાટ બાબરના છઠ્ઠા પૂર્વજ સમ્રાટ તિમુર વિશેનો સંપૂર્ણ ઇતિહાસ છે. તેનો કર્તા ઇતિહાસકાર શરફુદ્દીન અલી યઝદી, આરંભિક તિમુરી યુગનો વિદ્વાન સાહિત્યકાર, લેખક અને કવિ હતો. તિમુરના પાલ્યપુત્ર સમ્રાટ શાહરૂખના શાસનકાળ(1408થી 1447)માં તેને ખૂબ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી.…

વધુ વાંચો >

ઝીરક, શમ્સુદ્દીન મોહમ્મદ

ઝીરક, શમ્સુદ્દીન મોહમ્મદ (આશરે ઈ. સ.ની પંદરમી સદી) : ગુજરાતના ફારસી ઇતિહાસ ‘મઆસિરે મહમૂદશાહી’ના લેખક. તે ગુજરાતના મુઝફ્ફરશાહી સુલતાન મહમૂદ બેગડા(1458–1511)ના આશ્રિત હતા. તેમણે અબ્દુલ હુસેન નામના ઇતિહાસકારના આ જ નામના ફારસી ઇતિહાસના પૂરક ગ્રંથ તરીકે, સુલતાન મહમૂદ બેગડાના શાસનકાળના છેલ્લા બે દાયકાનો ઇતિહાસ લખ્યો છે. તેમના ઇતિહાસની પ્રસ્તાવના અનુસાર,…

વધુ વાંચો >

તફસીર

તફસીર : ઇસ્લામના ધર્મગ્રંથ કુરાનની વિસ્તૃત સમજૂતી. કુરાનની તફસીર કરનાર ‘મુફસ્સિર’ કહેવાય છે. તેના માધ્યમથી મુખ્યત્વે અરબી ભાષાના વ્યાકરણ તથા શબ્દશાસ્ત્ર અને અન્ય પંદર જેટલાં સંબંધિત શાસ્ત્રોની સહાયથી પવિત્ર કુરાનના અર્થની ચર્ચા કરવામાં આવે છે. તફસીર-શાસ્ત્રને બીજાં બધાં ઇસ્લામી શાસ્ત્રોમાં પ્રાધાન્ય આપવામાં  આવે છે. તેનો સંબંધ દિવ્ય વાણી સાથે છે…

વધુ વાંચો >

‘તાલીબ’ આમુલી

‘તાલીબ’ આમુલી (જ. ?; અ. 1625) : જાણીતા ફારસી કવિ. તેમનો જન્મ ઈરાનના માઝન્દરાન આમુલ નામના પરગણામાં થયો હતો. તેમનું નામ મુહમ્મદ અને કવિનામ ‘તાલીબ’ છે. તેમણે પ્રાથમિક શિક્ષણ વતનમાં મેળવ્યું હતું. 23 વર્ષની વયે તેમણે ભૂમિતિ, ગણિત, તર્કશાસ્ત્ર, તસવ્વુફ, જ્યોતિષ તથા સુલેખનકળામાં  નિપુણતા પ્રાપ્ત કરી હતી. કવિ તરીકેની તેમની…

વધુ વાંચો >