ફારસી સાહિત્ય
શાહ, વજીહુદ્દીન અલવી
શાહ, વજીહુદ્દીન અલવી (જ. ?; અ. 1589, અમદાવાદ) : અમદાવાદના અરબી-ફારસીના જાણીતા વિદ્વાન અને સંત પુરુષ. આ સૂફી સંત ચાંપાનેરના વતની હતા અને ઈ. સ. 1537થી અમદાવાદમાં આવીને વસ્યા હતા. તેમણે અમદાવાદમાં મદરેસા સ્થાપી હતી. એમનું અવસાન થતાં એમના નિવાસસ્થાન પાસે ખાનપુરમાં દફનાવવામાં આવ્યા હતા. એમની કબર ઉપર તત્કાલીન ગુજરાતના…
વધુ વાંચો >શિબ્લી, નુમાની
શિબ્લી, નુમાની (જ. 1857, બિન્દોલ, જિ. આઝમગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1914, અલીગઢ) : ઉર્દૂ અને ફારસીના પ્રખર વિદ્વાન લેખક અને કવિ. તેમનું મૂળ નામ મોહંમદ હબીબુલ્લાહ શિબ્લી હતું. ‘નુમાની’ તખલ્લુસ રાખવાને કારણે તેઓ શિબ્લી નુમાની તરીકે ઓળખાયા. તેમના પિતા જાણીતા વકીલ હતા. શિબ્લીએ મૌલવી શકરુલ્લાહ પાસે પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ આઝમગઢમાં…
વધુ વાંચો >શિહાબુદ્દીન જમાલુદ્દીન મેહમરા (તેરમું શતક)
શિહાબુદ્દીન જમાલુદ્દીન મેહમરા (તેરમું શતક) : પહેલા હિંદુસ્તાની ફારસી કવિ. તેઓ બદાયૂનના રહેવાસી હતા. તેમના વડવાઓ અરબસ્તાનના પવિત્ર શહેર મક્કા પાસેના મેહમરા કસ્બાથી હિજરત કરીને હિંદુસ્તાનમાં બદાયૂન શહેરમાં સ્થિર થયેલા. તે ઉચ્ચ કોટિના કવિ અને વિદ્વાન હતા. તેઓ દર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્રના પારંગત હતા. તેમનાં કાવ્યો લોકપ્રિય બનેલાં; પરંતુ તેનો…
વધુ વાંચો >શેખ, ફરીદુદ્દીન મસૂદ
શેખ, ફરીદુદ્દીન મસૂદ (જ. 1173, ખોતવાલ, હાલનું ચવાલી મશૈખ, જિ. મુલતાન, પાકિસ્તાન; અ. 1266, પાકપટ્ટન (અજોધન), જિ. સહિવાલ, પાકિસ્તાન) : બાબા ફરીદ તરીકે ખૂબ જાણીતા ભારતીય આદ્ય સૂફી સંત અને પંજાબી કવિ. તેમનું પૂરું નામ શેખ ફરીદુદ્દીન મોન્ડ ગંજેશકર જમાલુદ્દીન હતું. તેમના મૃત્યુ બાદ તેમના ભક્તોએ તેમનું ઉપનામ ‘મસૂદ’ રાખેલું.…
વધુ વાંચો >શેખ, સાંદી
શેખ, સાંદી (જ. 1184; અ. 1291) : તૈમૂરી યુગના મહાન સૂફી કવિ અને સાહિત્યકાર. તેમનું મૂળ નામ મુશરફુદ્દીન બિન અબ્દુલ્લાહ હતું. ‘મુસલેહ લકબ’ (ખિતાબ) અને ‘સાંદી’ તખલ્લુસ (ઉપનામ) ધરાવતા હતા. તેમણે બાળપણમાં પિતાને ગુમાવ્યા હતા. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ ઘર પર અને મદરેસાઓમાં મેળવ્યું. ઉચ્ચ શિક્ષણ મેળવવા તેઓ બગદાદ ગયા.…
વધુ વાંચો >સઈદ નફીસી
સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…
વધુ વાંચો >સરખુશ મોહમ્મદ અફઝલ
સરખુશ મોહમ્મદ અફઝલ (જ. 1640, કાશ્મીર; અ. 1714) : મુઘલ સમ્રાટ ઔરંગઝેબ આલમગીરના સમયના દરબારનો મહત્ત્વનો ફારસી કવિ અને કલિમાત-અશ-શુઅરા નામના જાણીતા તઝકિરાનો લેખક. તેના પિતા મોહમ્મદ ઝાહિદ, મુઘલ શહેનશાહ શાહજહાનના એક અમીર અબ્દુલ્લાખાન ઝખ્મીની સેવામાં હતા. સરખુશ પણ શરૂઆતમાં આ જ અમીરનો દરબારી અને તેના અવસાન બાદ આલમગીરની સેવામાં…
વધુ વાંચો >સરહિંદી નાસિર અલી
સરહિંદી નાસિર અલી (જ. ? ; અ. 1696-97) : ફારસી કવિ. પૂરું નામ નાસિર અલી ઇબ્ન રજબઅલી; ‘અલી’ ઉપનામ હતું. તેઓ ઉચ્ચ કોટિના ફારસી કવિ હતા. તેમનું વતન લાહોર હતું, પરંતુ ઉત્તર પ્રદેશના સરહિંદમાં સમગ્ર જીવન પસાર કર્યું હતું. તેઓ સરહિંદના નવાબ સૈફખાન અને નવાબ ઝુલફિકારખાન સાથે રહ્યા હતા, છતાં…
વધુ વાંચો >સહબાઈ, ઇમામબક્ષ
સહબાઈ, ઇમામબક્ષ (જ. ?, દિલ્હી; અ. 1857, દિલ્હી) : અરબી અને ફારસીના પ્રખર વિદ્વાન. તેઓ સૈયદ એહમદખાનના સાથી કાર્યકર અને મહાન કવિ ગાલિબના નિકટવર્તી મિત્ર હતા. અભ્યાસ બાદ દિલ્હી કૉલેજમાં તેઓ અધ્યાપક તરીકે જોડાયા હતા. મૌલવી મોહમદહુસેન આઝાદ તથા મુનશી પ્યારેલાલ આશૂબ તેમના ખાસ શિષ્યો હતા. તેઓ કાવ્યશાસ્ત્રમાં, ખાસ કરીને…
વધુ વાંચો >સાદિક હિદાયત
સાદિક હિદાયત (જ. 1903, તેહરાન; અ. 1951, પૅરિસ) : વીસમી સદીના ઈરાનના તેજસ્વી સાહિત્યકાર. તેઓ ફારસીમાં વ્યક્ત થયેલા આધુનિક વિચારોના પ્રતીક જેવા હતા. સાદિક હિદાયતનો જન્મ ઈરાનના એક શિષ્ટ અને કુલીન કુટુંબમાં થયો હતો. તેમના પિતામહ રિઝા કુલી ખાન હિદાયત (અ. 1872) ઈરાનના કાજારી વંશના સમ્રાટોના દરબારમાં ઉચ્ચ હોદ્દાઓ ભોગવતા…
વધુ વાંચો >