ફારસી સાહિત્ય

મિર્ઝા, મોહંમદ તાહિર ‘આશના’

મિર્ઝા, મોહંમદ તાહિર ‘આશના’ (જ. 1628; અ. 1671, કાશ્મીર) : ફારસી ભાષાના સાહિત્યકાર. પિતાનું નામ ઝફરખાન બિન ખ્વાજા અબુલહસન. કવિનામ ‘આશના’. તેમના દાદા અબુલહસન જહાંગીરના એક વજીર હતા. શાહજહાંના રાજ્યઅમલ દરમિયાન તેમણે કાબુલ અને કાશ્મીરના ગવર્નર તરીકે ફરજ બજાવી હતી. પોતે એક કવિ હોવા ઉપરાંત કવિઓ અને વિદ્વાનોના આશ્રયદાતા પણ…

વધુ વાંચો >

મીર અબૂ તુરાબ વલી

 મીર અબૂ તુરાબ વલી: જુઓ, અબૂ તુરાબ વલી

વધુ વાંચો >

મીર મુહમ્મદ મોમિન અસ્તરાબાદી

મીર મુહમ્મદ મોમિન અસ્તરાબાદી (જ. 1543 અને 1552 વચ્ચે, અસ્તરાબાદ, ઈરાન; અ. 1625) : દક્ષિણ ભારતના એક વખતના ગોલકોંડા રાજ્યના મંત્રી, શિયા પંથના ધર્મગુરુ, લેખક, પ્રચારક, કવિ અને ભારત-ઈરાન વચ્ચે રાજકીય તથા સાંસ્કૃતિક જોડાણના પ્રણેતા. તેમણે પ્રાથમિક શિક્ષણ પોતાના મામા ફખ્રુદીન સમાકી પાસેથી મેળવ્યું હતું, જે શિયા વિચારસરણીના નિપુણ વિદ્વાન…

વધુ વાંચો >

મુખ્લિસ, આનંદરામ

મુખ્લિસ, આનંદરામ (જ. 1700, સોધરા, જિ. સિયાલકોટ; અ. 1751) : ફારસી ભાષાના વિદ્વાન, લેખક અને કવિ. તેઓ છેલ્લા મુઘલ રાજવીઓના અમીર-ઉમરાવોના દરબારોમાં રાજકીય વગ પણ ધરાવતા હતા. આનંદરામ પંજાબી કાયસ્થ હતા. તેમના દાદા ગજપતરાય અને પિતા રાજા હૃદયરામ ફારસી ભાષાના જાણકાર હતા. આનંદરામ ભરયુવાનીમાં દિલ્હીમાં મુઘલ વજીર એતિમાદ-ઉદ્-દૌલાના વકીલ બન્યા…

વધુ વાંચો >

મુફતી, સદરુદ્દીન આઝુર્દા

મુફતી, સદરુદ્દીન આઝુર્દા (જ. 1789; અ. 16 જુલાઈ 1868) : ઉત્તર ભારતના ઓગણીસમી સદીના પ્રખર વિદ્વાન અને ન્યાયાધીશ. તેમણે દિલ્હીની મોગલ સલ્તનતના છેલ્લા દિવસોમાં મુફતી તરીકે અને અંગ્રેજી શાસનના શરૂઆતના દિવસોમાં સદ્ર-ઉસ-સુદૂર (મુખ્ય ન્યાયાધીશ) તરીકે પ્રશંસનીય સેવા બજાવી હતી. વળી તેઓ એક ઉત્તમ શિક્ષક પણ હતા. તેમના શિષ્યોમાં કેટલાયે મુસ્લિમ…

વધુ વાંચો >

મુલ્લા, ફીરોઝ

મુલ્લા, ફીરોઝ (જ. 1757, ભરૂચ; અ. 8 ઑક્ટોબર, 1830) : ફારસી લેખક. તેમનું નામ દસ્તૂર મુલ્લા ફીરોઝ હતું. તેમના પિતાનું નામ દસ્તૂર કાવસ બિન રુસ્તમ હતું. તેઓ હિન્દુસ્તાનના પ્રાચીન ‘મુઆબ્બિદો’માંથી હતા. તેઓ મૂળ ઈરાનના સોહરાવર્દના વતની હતા. તેમના વડવાઓ ઈ. સ. 1267માં હિજરત કરીને હિન્દુસ્તાનમાં આવ્યા હતા. મુલ્લા ફીરોઝને ઉર્દૂ,…

વધુ વાંચો >

મુહસિનફાની

મુહસિનફાની (જ. અ. આશરે 1671–72) : મુઘલ શહેનશાહ શાહજહાંના સમયના પ્રસિદ્ધ કવિ અને સૂફી સંત. પોતાના સમયના મહાન વિદ્વાનોમાં તેમની ગણના થાય છે. તે સમયનાં પ્રચલિત તમામ શાસ્ત્રોમાં તેઓ પારંગત હતા. કાશ્મીરના અમીર-ઉમરાવો અને હાકેમો તેમની સાથે મિત્રતાનો સંબંધ રાખતા તથા અવારનવાર તેમની મુલાકાત પણ લેતા. શાહજહાંને પણ તેમના પ્રત્યે…

વધુ વાંચો >

મોહમ્મદ ઇસ્હાક

મોહમ્મદ ઇસ્હાક (જ. 1 નવેમ્બર 1898, કૉલકાતા; અ. 12 સપ્ટેમ્બર 1969, કૉલકાતા) : અરબી-ફારસીના વિદ્વાન. તેમના પિતાનું નામ મૌલવી અબ્દુર્રહીમ હતું. પ્રારંભિક શિક્ષણ કૉલકાતાના એક સ્થાનિક ‘મકતબ’માં મેળવી પછી તેઓ અરબીના વધુ અભ્યાસ અર્થે ‘કૉલકાતા મદ્રસહ’માં દાખલ થયા. તેમની રુચિ વિજ્ઞાન પ્રત્યે હોઈ સ્કૂલ તથા કૉલેજમાં અભ્યાસ કરવાની તેમને તક…

વધુ વાંચો >

મોહમ્મદ કાઝિમ

મોહમ્મદ કાઝિમ : મુઘલ સમ્રાટ ઔરંગઝેબ(1618–1707)ના દરબારી તબીબ. તેઓ ફારસી ભાષાના કવિ પણ હતા. તેમનું ઉપનામ ‘સાહિબ’ હતું. તેમણે ‘આઇનાખાના’, ‘પરીખાના’, ‘મલાહતે અહમદી’, ‘સબાહતે યુસુફી’ તથા ‘કમાલે મોહંમદી’ નામના મસ્નવી કાવ્યો લખ્યાં હતાં. તેમણે અન્ય કાવ્યકૃતિઓનો એક સંગ્રહ ‘અનફાસે મસીહી’ નામે આપેલો છે. તેઓ પોતાના દીવાનને ઘણું મહત્વ આપતા હતા…

વધુ વાંચો >

મોહમ્મદ સાલિહ કમ્બૂહ

મોહમ્મદ સાલિહ કમ્બૂહ (જ.–; અ. 1651) : મુઘલ યુગના ફારસી લેખક. મુઘલ યુગમાં શહેનશાહ શાહજહાઁનો સમય ભારતીય ઇતિહાસનો સુવર્ણયુગ લેખાય છે. સ્થાપત્યની સાથે કલા અને સાહિત્યને પણ ઉત્તેજન મળ્યું. લાહોર જેવા ઐતિહાસિક શહેરે અનેક સાહિત્યકારો અને વિદ્વાનોની ભેટ ધરી છે. મોહંમદ સાલિહ કમ્બૂહ પણ આ જ ઐતિહાસિક નગરના રહેવાસી હતા.…

વધુ વાંચો >