ફારસી સાહિત્ય

સિજ્ઝી અમીર હસન

સિજ્ઝી અમીર હસન (જ. 1255, બદાયૂન; અ. ?) : પ્રથમ પંક્તિના ફારસી કવિ. તેમનું મૂળ નામ નજમુદ્દીન હસન અને તેમના પિતાનું નામ અલા હતું. તેમના વડવાઓ હાશિમી કુળના હતા. તેમનું વતન સિજિસ્તાન અથવા સીસ્તાન હોવાથી તેઓ સિજ્ઝી કહેવાતા. નજમુદ્દીન પોતાને ‘હસન અલા સિજ્ઝી’ તરીકે ઓળખાવતા. હસનનો ઉછેર દિલ્હીમાં થયો હતો.…

વધુ વાંચો >

સિદ્દીકી અબ્દુલ સત્તાર (અબ્દુલ ગફ્ફાર)

સિદ્દીકી, અબ્દુલ સત્તાર (અબ્દુલ ગફ્ફાર) (જ. 26 ડિસેમ્બર 1885, સુંદેલા, જિ. હરદોઈ, ઉત્તરપ્રદેશ; અ. 28 જુલાઈ 1972, અલ્લાહાબાદ) : અરબી-ફારસી-ઉર્દૂના મહાન સંશોધક વિદ્વાન અને ભાષાવિદ. તેમના પિતા હૈદરાબાદ રાજ્યમાં નાણાખાતાના અફસર હતા. તેથી તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ હૈદરાબાદમાં અને ઉચ્ચ શિક્ષણ અલીગઢમાં થયું. 1907માં બી.એ., 1912માં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા…

વધુ વાંચો >

સિરાજુદ્દીન અલીખાન ‘આરઝૂ’

સિરાજુદ્દીન અલીખાન ‘આરઝૂ’ (જ. 1689, આગ્રા; અ. 1756, લખનૌ) : ફારસીના કવિ અને સમીક્ષક. તેમના પિતા હુસામુદ્દીન એક પ્રતિષ્ઠિત કવિ અને વિદ્વાન હતા. સિરાજુદ્દીને તેમના પિતા પાસેથી ધાર્મિક ગ્રંથોના અભ્યાસ દ્વારા કાવ્યશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રમાં નિપુણતા મેળવી. અમીર ખુસરો પછી ફારસીના મહાન કવિ અને સમીક્ષક તરીકે તેમની પ્રતિભા સર્વસ્વીકૃત બની હતી.…

વધુ વાંચો >

સુન્નામી અમીદ

સુન્નામી અમીદ (જન્મ : 1204) : દિલ્હી સલ્તનતના સુલતાન નાસિરૂદ્દીન મેહમૂદ (1246-1265) અને સુલતાન ગ્યાસુદ્દીન બલ્બન(1266-1287)ના સમકાલીન ફારસી કવિ. તેમનું વતન ઉત્તર હિન્દના એક સ્થળ સુન્નામને બતાવવામાં આવે છે. વતન અથવા જન્મસ્થળ ઉપરથી તે સુન્નામી અને તેમના વડવાઓ ઈરાનના ગીલાન પ્રાંતના એક ગામ લૂયકથી સ્થળાંતર કરીને હિન્દ આવ્યા હતા તેથી…

વધુ વાંચો >

સૈયદ આબિદ હુસેન

સૈયદ, આબિદ હુસેન (જ. જુલાઈ, 1896, ભોપાલ, મધ્યપ્રદેશ; અ. ?) : અરબી-ફારસીના વિદ્વાન. તેઓ પોતે કવિ અને લેખક હતા. તેમનું બાળપણનું શિક્ષણ ઘેર બેઠાં કુરાને શરીફ અને અરબી-ફારસીના અભ્યાસથી શરૂ થયું. 1910માં તેઓ ભોપાલની હાઈસ્કૂલમાં જોડાયા અને 1916માં મૅટ્રિક થયા પછી ઉચ્ચ શિક્ષણ માટે અલ્લાહાબાદની કૉલેજમાંથી ફિલસૂફી અને સાહિત્યના વિષય…

વધુ વાંચો >

સૈયદ જાફર બદ્રે આલમ

સૈયદ, જાફર બદ્રે આલમ : ઉચ્ચ કોટિના મુસ્લિમ વિદ્વાન. તેમના પિતાનું નામ સૈયદ જલાલ હતું. ‘બદ્રે આલમ’ તેમનો ઇલકાબ હોવાથી પુત્ર ‘સૈયદ જાફર બદ્રે આલમ’ તરીકે પ્રખ્યાત થયા. તેઓ અમદાવાદના વતની હતા. હદીસ અને તફસીરના તેઓ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. તેમની કૃતિઓમાં ‘રૌઝાતે શાહીયા’ પ્રસિદ્ધ છે. આ બૃહદ ગ્રંથ ચોવીસ…

વધુ વાંચો >

સૈયદ યાકુબ અબુલ હસન (મૌલાના)

સૈયદ, યાકુબ અબુલ હસન (મૌલાના) (જ. ?; અ. ઈ. સ. 1395, પાટણ) : ગુજરાતના 14મી સદીના જાણીતા સૂફી, વલી (પીર) અને આલિમ (વિદ્વાન). સુપ્રસિદ્ધ વિદ્વાન સૈયદ મુર્તુઝા તેમના પિતામહ અને સૈયદ અબુલ હસન તેમના પિતા હતા. સૈયદ યાકુબ ધર્મશાસ્ત્રમાં નિપુણ હતા. તેમનાં લખેલાં પુસ્તકો જાણીતાં છે. ખ્યાતનામ સૂફી અને ફિલસૂફ…

વધુ વાંચો >

સૈયદ, સબાહુદ્દીન અબ્દુલરહમાન મોહિયુદ્દીન

સૈયદ, સબાહુદ્દીન અબ્દુલરહમાન મોહિયુદ્દીન (જ. 1911, દેસ્ના, જિ. નાલંદા, બિહાર) : ફારસી-ઉર્દૂના લેખક, સંશોધક અને ઇતિહાસકાર. પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ વતનમાં પૂરો કર્યા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસાર્થે અલીગઢ ગયા. ફારસી-ઉર્દૂમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. પછી આઝમગઢની પ્રસિદ્ધ સંસ્થા ‘દારૂલ મુરાન્નિફીન’માં ‘નાઝિમેઆલા’ એટલે સર્વોચ્ચ વ્યવસ્થાપક તરીકે જોડાયા. તેઓ ‘મુઆરિફ’ના સંપાદક રહેલા. વિવિધ વિષયોને આવરી…

વધુ વાંચો >

હકીમ રૂહાની સમરકંદી

હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી…

વધુ વાંચો >

હકીમ સનાઈ (બારમો સૈકો)

હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની…

વધુ વાંચો >