ફારસી સાહિત્ય

રિઝા, તાજુદ્દીન

રિઝા, તાજુદ્દીન (અ. 1236) : મધ્ય યુગના ભારતના ઉચ્ચ કોટિના ફારસી કવિ. તેઓ ભારતીય મૂળના અને દિલ્હીના રહેવાસી હતા. તેમણે દિલ્હીના ગુલામ વંશના સુલતાન શમ્સુદ્દીન ઇલતુતમિશ (1210–1236) તથા તેમના પુત્ર સુલતાન રુક્નુદ્દીન ફીરુઝશાહ(અ. 1236)ના દરબારી કવિ તથા મંત્રી તરીકે નામના મેળવી હતી. કવિ તાજુદ્દીનનું કદ નાનું હતું તેથી અને તાજુદ્દીન…

વધુ વાંચો >

રૂદકી સમરકન્દી

રૂદકી સમરકન્દી (જ. આશરે 865, બન્જ [પંચદહ], રૂદક, સમરકંદ; અ. 940) : દસમા સૈકાના પ્રખર ફારસી કવિ. તેમનું મૂળ નામ અબુ અબ્દુલ્લાહ જાફર બિન મુહમ્મદ બિન હકીમ બિન અબ્દુર્રહમાન બિન આદમ હતું. રૂદકી ‘રૂદ’ (એક પ્રકારનું વાજિંત્ર) સરસ વગાડતા. તેને લીધે તેમણે પોતાનું કવિનામ ‘રૂદકી’ રાખેલું. તેમના જન્મ અને અવસાનનાં…

વધુ વાંચો >

રૂમી, જલાલુદ્દીન (મૌલાના)

રૂમી, જલાલુદ્દીન (મૌલાના) (જ. 30 સપ્ટેમ્બર 1207, બલ્ખ, અફઘાનિસ્તાન; અ. 17 ડિસેમ્બર 1273) : મહાન સૂફી સંત અને ફારસી ભાષાના કવિ. તેમનું મૂળ નામ જલાલુદ્દીન મુહમ્મદ બિન બહાઉદ્દીન મુહમ્મદ બિન હુસેન અલખતેલી હતું. તેમના પિતા બહાઉદ્દીન વલ્દ જાણીતા આધ્યાત્મિક ધર્મોપદેશક, લેખક તથા શિક્ષક હતા. તેમની ખ્યાતિ એક નિષ્ઠાવાન અને સમર્થ…

વધુ વાંચો >

વાકિફ, બટાલવી

વાકિફ, બટાલવી (અ. 1780) : ફારસી ભાષાના કવિ. તેમની કવિતામાં કાલ્પનિક વિષયોને બદલે સમકાલીન પરિસ્થિતિ તથા ઘટનાઓનું પ્રતિબિંબ પડે છે. તેનું નામ નૂરૂલ ઐન હતું અને તેમનું કુટુંબ પરંપરાગત રીતે બટાલા શહેરનું કાઝી પદ સંભાળતું હતું. વાકિફે કાઝીપદનો ત્યાગ કરીને સૂફી જીવન ઉપર પસંદગી ઉતારી અને કવિનો વ્યવસાય અખત્યાર કર્યો.…

વધુ વાંચો >

શકીલ બદાયૂની

શકીલ બદાયૂની (જ. 3 ઑગસ્ટ 1916, બદાયૂં, ઉત્તરપ્રદેશ; અ. 20 એપ્રિલ 1970) : શાયર અને ચલચિત્રોના ગીતકાર. ચલચિત્રો માટે અર્થપૂર્ણ ગીતો રચનારા શકીલ બદાયૂનીના પિતા મૌલાના જમીલ એહમદ ઓખ્તા કાદરી એવું ઇચ્છતા હતા કે શકીલ ભણીગણીને કાબેલ બને, એટલે તેમણે તેને ઘેર બેઠાં જ અરબી, ફારસી, ઉર્દૂ અને હિંદીનું શિક્ષણ…

વધુ વાંચો >

શમ્સુદ્દીન અહમદ

શમ્સુદ્દીન અહમદ (જ. 18 જૂન 1931, શ્રીનગર, કાશ્મીર, જમ્મુ અને કાશ્મીર) : ઉર્દૂ, કાશ્મીરી અને ફારસી લેખક અને વિદ્વાન સંશોધક. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી. તથા ઈરાનમાં તેહરાનની યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ કાશ્મીરની યુનિવર્સિટીમાં ફારસી વિભાગના પ્રાધ્યાપક અને વડા; ડીન ઑવ્ આર્ટ; ડીન ઑવ્ ઑરિયેન્ટલ લૅંગ્વેજિઝ;…

વધુ વાંચો >

શાહ, અબ્દુર્રહીમ દેહલવી

શાહ, અબ્દુર્રહીમ દેહલવી (જ. 1645, દિલ્હી; અ. 1718) : ફારસીના પ્રખર સૂફી વિદ્વાન. તેમના વડવાઓ અરબ હતા અને ઈરાન થઈને હિંદુસ્તાનમાં આવી વસેલા. તેમના ખાનદાનમાં કેટલીય પેઢીઓ સુધી કાજીનો પરંપરાગત વ્યવસાય હતો. પછીના વંશજો સૈન્યમાં જોડાયેલા. શાહના પિતા શેખ વજીહુદ્દીન એક બહાદુર સૂફી હતા અને ડાકુઓ સાથેની ઝપાઝપીમાં શહીદ થયેલા.…

વધુ વાંચો >

શાહ, વજીહુદ્દીન અલવી

શાહ, વજીહુદ્દીન અલવી (જ. ?; અ. 1589, અમદાવાદ) : અમદાવાદના અરબી-ફારસીના જાણીતા વિદ્વાન અને સંત પુરુષ. આ સૂફી સંત ચાંપાનેરના વતની હતા અને ઈ. સ. 1537થી અમદાવાદમાં આવીને વસ્યા હતા. તેમણે અમદાવાદમાં મદરેસા સ્થાપી હતી. એમનું અવસાન થતાં એમના નિવાસસ્થાન પાસે ખાનપુરમાં દફનાવવામાં આવ્યા હતા. એમની કબર ઉપર તત્કાલીન ગુજરાતના…

વધુ વાંચો >

શિબ્લી, નુમાની

શિબ્લી, નુમાની (જ. 1857, બિન્દોલ, જિ. આઝમગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1914, અલીગઢ) : ઉર્દૂ અને ફારસીના પ્રખર વિદ્વાન લેખક અને કવિ. તેમનું મૂળ નામ મોહંમદ હબીબુલ્લાહ શિબ્લી હતું. ‘નુમાની’ તખલ્લુસ રાખવાને કારણે તેઓ શિબ્લી નુમાની તરીકે ઓળખાયા. તેમના પિતા જાણીતા વકીલ હતા. શિબ્લીએ મૌલવી શકરુલ્લાહ પાસે પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ આઝમગઢમાં…

વધુ વાંચો >

શિહાબુદ્દીન જમાલુદ્દીન મેહમરા (તેરમું શતક)

શિહાબુદ્દીન જમાલુદ્દીન મેહમરા (તેરમું શતક) : પહેલા હિંદુસ્તાની ફારસી કવિ. તેઓ બદાયૂનના રહેવાસી હતા. તેમના વડવાઓ અરબસ્તાનના પવિત્ર શહેર મક્કા પાસેના મેહમરા કસ્બાથી હિજરત કરીને હિંદુસ્તાનમાં બદાયૂન શહેરમાં સ્થિર થયેલા. તે ઉચ્ચ કોટિના કવિ અને વિદ્વાન હતા. તેઓ દર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્રના પારંગત હતા. તેમનાં કાવ્યો લોકપ્રિય બનેલાં; પરંતુ તેનો…

વધુ વાંચો >