કે. કા. શાસ્ત્રી

જાની, અંબાલાલ બુલાખીરામ

જાની, અંબાલાલ બુલાખીરામ (જ. 18 ઑક્ટોબર 1880, નડિયાદ; અ. 28 માર્ચ 1942, મુંબઈ) : વડનગરા નાગર બ્રાહ્મણ અને નડિયાદના વતની. પ્રાથમિક શિક્ષણ નડિયાદમાં, માધ્યમિક નડિયાદ-અમદાવાદમાં. ગ્રૅજ્યુએશન જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં વિજ્ઞાન વિષયે. 1907માં મુંબઈની પન્નાલાલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી. 1909માં મુંબઈના ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં સહતંત્રી તરીકે જીવનપર્યંત સેવા આપી. 1914–21નાં વર્ષોમાં…

વધુ વાંચો >

જામ રાવળ

જામ રાવળ : કચ્છના જાડેજા વંશનો રાજવી. જામનગર રાજ્યનો સ્થાપક. કચ્છના જાડેજા વંશની મુખ્ય ગાદી લાખિયાર વિયરામાં હતી ત્યારે રાજ્ય કરતા જામ ગજણના નાના પુત્ર જેહાનો પુત્ર અબડો અબડાસા(પશ્ચિમ કચ્છ)માં આવી રાજ્ય કરવા લાગ્યો. એ વંશના જામ લાખાનો જામ રાવળ પુત્ર થાય. કોઈ કારણે જામ લાખાનું કચ્છના સંઘારોએ કે બીજા…

વધુ વાંચો >

જેઠવો, ભાણ

જેઠવો, ભાણ (શાસનકાળ 1360) : પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઘૂમલીનો જેઠવા વંશનો રાજવી. ઘૂમલીના જેઠવા રાજવંશના 1120–1150માં હયાત રાણા સંઘજીની પહેલાં જેનો સમય જાણવામાં નથી તેવા બે, 140મો ભાણજી 1લો તથા 145મો ભાણજી 2જો અને 151મો ભાણજી 3જો (1172–1179 રાજ્યકાલ) જાણવામાં આવ્યા છે. ઇતિહાસમાં ‘ભાણ જેઠવા’ તરીકે જાણીતો 159મો રાજવી ભાણજી 4થો…

વધુ વાંચો >

જૈત્રસિંહ

જૈત્રસિંહ : ગુજરાતના ઇતિહાસમાં ચાર જૈત્રસિંહો જાણવામાં આવ્યા છે. આમાંનો એક ચૌલુક્યયુગના અંતભાગના સુપ્રસિદ્ધ અમાત્ય વસ્તુપાલનો પુત્ર હતો. વીસલદેવ વાઘેલાના અમાત્યપદે વસ્તુપાલનો ભાઈ તેજપાલ હતો. ચાર વર્ષ બાદ તેજપાલનું અવસાન થતાં નાગડ નામનો નાગર બ્રાહ્મણ અમાત્યપદે આવ્યો હતો. ત્યારે અન્ય સામંતો અને અધિકારીઓ સલખણસિંહ, મહાપ્રધાન રાણક, શ્રીવર્દન, વસ્તુપાલનો પુત્ર જૈત્રસિંહ,…

વધુ વાંચો >

ટુચકો

ટુચકો : ર્દષ્ટાંત તરીકે આપવામાં આવતી ટૂંકામાં ટૂંકી વાર્તા. એમાં કોઈ પણ એક જ પ્રસંગ નિરૂપાતો હોય છે. ‘પંચતંત્ર’, ‘હિતોપદેશ’, ‘ઇસપનીતિની વાતો’, ‘ભોજ અને કાલિદાસ’, ‘બીરબલ અને અકબર’ કે ‘લવો અને બાદશાહ’ જેવા સાદા કે રમૂજી ટુચકા ખૂબ જાણીતા છે. ટુચકાના બીજ તરીકે માત્ર મુદ્દા આપવામાં આવે છે. ર્દષ્ટાંત :…

વધુ વાંચો >

તિથિકાવ્યો

તિથિકાવ્યો : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપ્રકાર. આવા સાહિત્યપ્રકારોમાં બારમાસી, રેખતા, ધોળ, લાવણી અને વારની સાથે તિથિકાવ્ય પ્રકાર પણ જાણવામાં આવ્યો છે. જાણવામાં આવેલાં તિથિકાવ્યોમાં ઋષભસાગર, અખો, ખીમસ્વામી, ગણા કવિ, જગજીવન, થોભણ, દયારામ, દામોદરાશ્રમ, દ્વારકો, નરભો, નિરાંત, નાનો, પ્રભાશંકર, પ્રાગજી, પ્રીતમ, ભોજો, પ્રાણજીવન, રઘુનાથ, તુલસી, વહાલો, દયાળહરિ, ભૂમાનંદ જેવાનાં છે. આ એક…

વધુ વાંચો >

દયારામ

દયારામ (જ. 16 ઑગસ્ટ 1777, ચાણોદ; અ. 28 ફેબ્રુઆરી 1853, ડભોઈ) : મધ્યકાલીન ગુજરાતના ભક્ત-કવિ. જ્ઞાતિએ સાઠોદરા નાગર, પિતા પ્રભુરામ ભટ્ટ અને માતા રાજકોર. નાની વયમાં જ માતાનું અવસાન થવાથી વતન ચાણોદમાં કાકાની પુત્રી પાસે અને પછી મોસાળ ડભોઈમાં માસી પાસે ઉછેર થયો. જ્ઞાતિધર્મની રીતે ઇષ્ટદેવ હાટકેશ્વર, પણ પિતાના સમયથી…

વધુ વાંચો >

દલાલ, ચિમનલાલ ડાહ્યાભાઈ

દલાલ, ચિમનલાલ ડાહ્યાભાઈ (જ. 1881, ખેડા; અ. 1918) : પ્રાચીન ગુજરાતી સાહિત્યના સંશોધક. જ્ઞાતિએ જૈન વણિક. ખેડાથી અમદાવાદ આવી વસેલા. 1908માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. પછી સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં એમ.એ. પણ થયા. તેમણે ઉપાશ્રય પાઠશાળામાં ‘સિદ્ધાંતકૌમુદી’નું અધ્યયન કર્યું. તેઓ લાઇબ્રેરી-પદ્ધતિના સારા જ્ઞાતા હતા અને ‘લાઇબ્રેરી’ ત્રૈમાસિકનું સંપાદન કરતા હતા.…

વધુ વાંચો >

દસ્યુ

દસ્યુ : એક પ્રાચીન આર્યવિરોધી પ્રજા. ઋગ્વેદ(1-51-8, 1-103-3, 1-117-21; 2-11-18 ને 19; 3-34-9, 6-18-3, 7-5-6, 10-83-6)માં દસ્યુઓને આર્ય (સંસ્કારી) ભારતીયોના શત્રુઓ કહેવામાં આવ્યા છે; અન્યત્ર (5-70-3, 10-83-6) એમને ચોક્કસ પ્રકારની પ્રજા કહેવામાં આવ્યા છે. આ દસ્યુઓને ‘અકર્મા’ (કર્મકાંડ ન કરનારા, 10-22-8), ‘અદેવયુ, (દેવોના વિષયમાં ઉપેક્ષાવૃત્તિવાળા, 8-70-11), ‘અબ્રહ્મન્ (બેવફા કે ભક્તિહીન,…

વધુ વાંચો >

દાશરાજ્ઞ

દાશરાજ્ઞ : ઋગ્વેદ(7–33–2 અને 5, 7–83–8)માં અને અથર્વવેદ- (10–128–32)માં ‘દાશરાજ્ઞ’ શબ્દ જોવા મળે છે તે દિવોદાસના પૌત્ર સુદાસના દસ રાજવીઓ સાથે થયેલા યુદ્ધનો વાચક છે. સુદાસ સામે યુદ્ધ માટે આવેલા આ દસ રાજવીઓ કોણ કોણ હતા એ વિશે સ્પષ્ટતા  ઋક્સંહિતામાં ક્યાંય જોવા મળતી નથી. તુર્વશોનો રાજવી દસ રાજવીમાંનો એક હતો.…

વધુ વાંચો >