ટુચકો : ર્દષ્ટાંત તરીકે આપવામાં આવતી ટૂંકામાં ટૂંકી વાર્તા. એમાં કોઈ પણ એક જ પ્રસંગ નિરૂપાતો હોય છે. ‘પંચતંત્ર’, ‘હિતોપદેશ’, ‘ઇસપનીતિની વાતો’, ‘ભોજ અને કાલિદાસ’, ‘બીરબલ અને અકબર’ કે ‘લવો અને બાદશાહ’ જેવા સાદા કે રમૂજી ટુચકા ખૂબ જાણીતા છે. ટુચકાના બીજ તરીકે માત્ર મુદ્દા આપવામાં આવે છે.

ર્દષ્ટાંત : પંડિત

1. દિલ્હીમાં એક ગરીબ બ્રાહ્મણ હતો.

2. પોતે તદ્દન અભણ છતાં લોકો એને ‘પંડિત’ કહે એવી એની ઇચ્છા.

3. એનો તોડ બીરબલ કાઢી આપશે એમ માની એ બીરબલના ઘેર જાય છે.

4. બીરબલે યુક્તિ બતાવી.

5. ‘પંડિત’ કહે એનાથી ચિડાવું.

6. સૌ લોકો ‘પંડિત’ કહી બ્રાહ્મણને ચીડવવા લાગ્યા.

7. થોડા દિવસ બ્રાહ્મણે બીરબલની સલાહ પ્રમાણે ચિડાવાનું કર્યું.

8. લોકો ‘પંડિત’ કહેવા લાગ્યા.

9. બ્રાહ્મણે ચિડાવાનું બંધ કર્યું, પણ છાપ ‘પંડિત’ની ચાલુ રહી.

આમાં નાના નાના મુદ્દાની વાર્તા સંક્ષેપમાં નિરૂપાય. આ સાહિત્યપ્રકારમાં એક જ નાનો પ્રસંગ હોય છે. પણ એ મજાક ને ચાતુરીથી ભરેલો હોય છે.

કે. કા. શાસ્ત્રી