કે. કા. શાસ્ત્રી

ગંગ (કવિ)

ગંગ (કવિ) : મધ્યકાલીન હિંદી ભાષાના માર્મિક કવિ. તે સન 1534થી 1614ના ગાળામાં થઈ ગયાનું માનવામાં આવે છે. ગંગની કવિતાનો મોટો ભાગ નષ્ટ થઈ ગયો છે; જે બચ્યો છે તેનાથી પણ એમની પ્રતિભાનો પરિચય મળી રહે છે. એમનો એક ‘ખાનખાનાકવિત’ શીર્ષક ગ્રંથ મળ્યો છે. એમનાં કાવ્યોનું વાહન વ્રજભાષા હતું. એમ…

વધુ વાંચો >

ગંગા

ગંગા : ભારતની સર્વ નદીઓમાં અત્યંત પવિત્ર મનાતી નદી. હિમાલયમાં આશરે 4062 મીટરની ઊંચાઈએ આવેલી ગંગોત્રી ગ્લેશિયરની ગોમુખ તરીકે ઓળખાતી હિમગુહાથી આરંભી ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં થઈ 2,510 કિલોમીટરનો પ્રવાસ કરતી ગંગા બંગાળના ઉપસાગરને મળે છે. ગંગાના ઉદગમ વિશેની પુરાકથાઓમાં તેનું અત્યંત પાવનત્વ સૂચવાયું છે. ગંગા શબ્દની વ્યુત્પત્તિ પણ આવા…

વધુ વાંચો >

ગંગો (પશ્ચિમના)

ગંગો (પશ્ચિમના) : દક્ષિણ ભારતના ગંગ વંશના મૈસૂરના શાસકો. આ વંશના રાજવીઓ પોતાને ઇક્ષ્વાકુ વંશના ગણાવતા હતા. જાણવા જેવું છે કે આ વંશનો સ્થાપક કોંગુણિવર્મા ઉર્ફે માધવ પહેલો ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત(ઈ. સ. 350–400)ના સમયમાં હયાત હતો. માધવ બીજો (ઈ. સ. 400–435) નીતિશાસ્ત્ર અને ઉપનિષદોનો જ્ઞાતા હતો અને એણે દત્તકના ‘કામસૂત્ર’…

વધુ વાંચો >

ગંગો (પૂર્વના)

ગંગો (પૂર્વના) : ઇન્દ્રવર્મા પહેલાએ કલિંગ પ્રદેશમાં ઈ. સ. 496માં સ્થાપેલ ગંગ વંશના શાસકો. આ નવા વંશની રાજધાની કલિંગનગર(ગંજામ જિલ્લામાં આવેલા મુખલિંગમ્)માં હતી. આ વંશના ઇષ્ટદેવ ગંજામ જિલ્લામાં આવેલા મહેન્દ્રગિરિના શિખર ઉપરના ગોકર્ણેશ્વર મહાદેવ હતા. આ નવા રાજવંશનો સ્થાપક ઇન્દ્રવર્મા પહેલો (ઈ. સ. 496–536) હતો. પાછળથી એના રાજ્યાભિષેકના વર્ષ(ઈ. સ.…

વધુ વાંચો >

ગંધાર

ગંધાર : ભારતનો પુરાણ-પ્રસિદ્ધ પ્રદેશ. ઐતરેય આરણ્યક(7.34)માં ‘ગંધાર’ પ્રદેશના રાજા નગ્નજિત્નો ઉલ્લેખ થયેલો છે. શતપથ બ્રાહ્મણ(8.1.4.10)માં એ અથવા તો એનો કોઈ વંશજ સ્વર્જિત્ નાગ્નજિત કે નગ્નજિત્ ઉલ્લિખિત થયેલો છે. ઋગ્વેદ(1.126.7)માં ભારતીય ઉપખંડના નૈર્ઋત્યકોણની પ્રજાને માટે ‘ગંધારી’ શબ્દ જોવા મળે છે. ગંધારીઓનાં ઘેટાંઓનું ઊન ત્યાં પ્રશંસિત થયેલું છે. ગંધારીઓનો ઉલ્લેખ અથર્વવેદ(5.22.14)માં…

વધુ વાંચો >

ગીતકાવ્ય

ગીતકાવ્ય : ગાનશાસ્ત્રના નિયત કરેલા સાત સ્વરોમાં નિશ્ચિત થયેલા તાલોથી ગવાતી પદ્યબદ્ધ રચનાઓ. આનો આરંભ ભારતીય ઉપખંડમાં વેદકાલ જેટલો જૂનો છે. નાના કે મોટા યજ્ઞો થતા ત્યારે રાત્રિના સમયે થાકેલા મગજને આનંદ આપવા નાટ્યરચનાઓ અને ગાનરચનાઓ અસ્તિત્વમાં આવી હતી. યમ અને યમી તથા પુરૂરવા અને ઉર્વશીને લગતાં સૂક્તોમાં નાટ્યરચનાઓનાં બીજ…

વધુ વાંચો >

ગુજરાત સાહિત્ય સભા

ગુજરાત સાહિત્ય સભા : રણજિતરામ વાવાભાઈએ સ્થાપેલી સાહિત્યિક સંસ્થા. 1898માં ‘સોશિયલ ઍન્ડ લિટરરી ઍસોસિયેશન’ની અમદાવાદમાં સ્થાપના થઈ હતી. 1904ના એપ્રિલમાં મિત્રોના સહકારથી એ સંસ્થાનું નામ ‘ગુજરાત સાહિત્ય સભા’ રાખવામાં આવ્યું અને એનું બંધારણ નવેસરથી ઘડાયું. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ‘ગુજરાતી સાહિત્યનો બને એટલો બહોળો વિસ્તાર કરવો તેમજ બનતા પ્રયાસે તેને…

વધુ વાંચો >

ગુણમતિ

ગુણમતિ : ગુપ્તયુગના વિદ્વાન બૌદ્ધ ભિક્ષુ. સ્થિરમતિ અને ગુણમતિ નામના બે વિદ્વાન બૌદ્ધ ભિક્ષુઓ ગુપ્તયુગમાં વલભી અને નાલંદામાં થઈ ગયા. સ્થિરમતિ અસંગ નામના વિદ્વાન બૌદ્ધ ભિક્ષુના અને ગુણમતિ એવા જ વસુબંધુના શિષ્ય હતા. પ્રખ્યાત ચીની યાત્રી યુ અન શાંગ સાતમી સદીમાં છેક વલભી સુધી આવેલા. તેમણે પોતાના પ્રવાસગ્રંથમાં નોંધ લીધી…

વધુ વાંચો >

ગુર્જરત્રા – ગૂર્જરત્રા

ગુર્જરત્રા – ગૂર્જરત્રા : દેશવાચક સંજ્ઞા. સંસ્કૃતીકરણ પામેલા ‘ગૂર્જરત્રા’ શબ્દનો ઉલ્લેખ દેશવાચક તરીકે રાજસ્થાનના ઘટિયાલ-(વિ. સં. 918 – ઈ. સ. 862)ના લેખમાં અને પ્રતિહાર કક્કુક(નજીકના સમય)ના લેખમાં જોવા મળે છે. ઘટિયાલ(એ જ વર્ષ)ના પ્રાકૃત લેખમાં ‘ગુજ્જરત્તા’ પ્રાકૃતીકરણ જોવા મળે છે. ગુર્જર પ્રતિહારોનું રાજ્ય પશ્ચિમ મારવાડમાં હતું અને આ પ્રદેશના એ…

વધુ વાંચો >

ગુર્જર દેશ

ગુર્જર દેશ : ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ઉપયોગમાં લેવાતી સંજ્ઞા. આ સંજ્ઞાના જૂનામાં જૂના ઉલ્લેખ પ્રમાણે રાષ્ટ્રકૂટ વંશના દંતિદુર્ગે ઉજ્જનમાં ઈ. સ. 754માં હિરણ્યગર્ભદાન આપેલું ત્યારે ત્યાં હાજર થયેલા બહારના રાજવીઓમાં એક ‘ગુર્જર દેશ’નો પણ રાજવી હતો. આ પછીના અમોઘવર્ષના ઈ. સ. 871–72ના અભિલેખમાં ‘ગુર્જરદેશાધિરાજક’ શબ્દમાં દેશનામ નોંધાયું છે.…

વધુ વાંચો >