કે. કા. શાસ્ત્રી

પુરોહિત

પુરોહિત : યજમાનને શ્રૌત યજ્ઞયાગાદિ અને સ્માર્ત ગૃહ્યકર્મ, 16 સંસ્કારો, શાંતિપુષ્ટિનાં કર્મો અને આભિચારિક અનુષ્ઠાનો કરાવનાર બ્રાહ્મણ. યજમાન વતી પોતે દેવપૂજન કરનારો બ્રાહ્મણ નિમ્ન કક્ષાનો ગણાય છે ‘કાલિકાપુરાણ’ મુજબ કાણો, અંગે ખોડવાળો, અપુત્ર, અનભિજ્ઞ, ઇન્દ્રિયો પર કાબૂ વગરનો, રોગી અને ઠીંગણો માણસ પુરોહિત બની શકે નહીં. ચાણક્ય અને `કવિકલ્પલતાકાર’ને મતે…

વધુ વાંચો >

પુષ્ટિમાર્ગ

પુષ્ટિમાર્ગ : ભારતીય દર્શન શુદ્ધાદ્વૈતવાદના આધાર પર શ્રી વલ્લભાચાર્યે સ્થાપેલો ભક્તિનો સંપ્રદાય. ‘પુષ્ટિ’ એટલે ‘પોષણ’ અને ‘પોષણ’ એટલે ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કૃપા (ભાગવત પુરાણ 2-10-4). ભારતીય ભક્તિમાર્ગ-ભાગવતમાર્ગ (મુખ્ય નામ ‘પાંચરાત્ર સંપ્રદાય’ તેમ ‘સાત્વત સંપ્રદાય’) ઈ. સ. પૂ. એક હજાર વર્ષ ઉપર વૈદિક હિંસામય યજ્ઞોની સામે ઊભો થયો અને વિષ્ણુનારાયણ તેમજ…

વધુ વાંચો >

પૃથ્વીચંદ્રચરિત

પૃથ્વીચંદ્રચરિત : ચૌદમી સદીના અંતભાગની ગુજરાતી ગદ્યકથા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓમાં સુંદર ગદ્યકથાનકો મળે છે. સંસ્કૃત ભાષામાંના આના ‘કથા’, ‘આખ્યાયિકા’, ‘ચંપૂ’ વગેરે અનેક ભેદ પણ મળે છે, પણ અપભ્રંશ પછીની લોકભાષાઓમાં એ પ્રકારનો કોઈ પણ જાતનો વિકાસ થયો નથી, માત્ર સોગંદ ખાવા પૂરતી મધ્યકાલીન ગુજરાતીમાં એક ગદ્યકથા મળે છે, જેને…

વધુ વાંચો >

પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (1930)

પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (1930) : અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ તરફથી પ્રકાશિત થયેલ મુનિશ્રી જિનવિજયજી દ્વારા સંપાદિત મધ્યકાલીન ગુજરાતી ભાષામાં રચાયેલી અનેક ગદ્યરચનાઓનો સંગ્રહ. અત્યાર સુધી બધી જ મધ્યકાલીન ગદ્યકૃતિઓનો આવો અન્ય ગ્રંથ આ પછી પ્રસિદ્ધ થયો નથી. 1920માં ગાયકવાડ ઑરિયેન્ટલ ગ્રંથમાળામાં તેરમા ગ્રંથ તરીકે 14 પદ્યરચનાઓ અને ‘પૃથ્વીચંદ્રચરિત’ સહિત નાનીમોટી ગદ્યરચનાઓના…

વધુ વાંચો >

પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ (1920)

પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ (1920) : ઉત્તર ગૌર્જર અપભ્રંશનાં ગદ્યપદ્યનો સંગ્રહ. માત્ર પ્રથમ ભાગ જ પ્રસિદ્ધ થયો છે. ગાયકવાડ ઑરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ગ્રંથમાળામાં તેરમા ગ્રંથ તરીકે એની સેન્ટ્રલ લાઇબ્રેરીના સંસ્કૃત વિભાગના ગ્રંથપાલ સી. ડી. દલાલે ઉત્તર ગૌર્જર અપભ્રંશની પ્રથમ ખંડમાં 14 પદ્યરચનાઓ, બીજા ખંડમાં 7 ગદ્યરચનાઓ અને પરિશિષ્ટમાં 10 રચનાઓ આપીને ‘પ્રાચીન…

વધુ વાંચો >

પ્રેમાનંદ (‘પ્રેમસખી’)

પ્રેમાનંદ (‘પ્રેમસખી’) [જ. અઢારમી સદી ઉત્તરાર્ધ; અ. 1855 (સં. 1911, માગસર સુદ 1)] : સ્વામિનારાયણ સંપ્રદાયના આઠ ભક્ત-કવિઓ પૈકીના એક. પ્રચલિત માહિતી અનુસાર તેઓ ગાંધર્વ કે ગવૈયા જ્ઞાતિના હતા. નાનપણમાં માતાપિતાનું અવસાન થતાં બાવાઓના હાથમાં સપડાયેલા. દોરા (જિ. ભરૂચ) ગામે સ્વામિનારાયણી સાધુ જ્ઞાનદાસજીના સંપર્ક પછી તેઓ ગઢડા કે જૂનાગઢમાં સહજાનંદ…

વધુ વાંચો >

બદરીનાથ

બદરીનાથ : હિમાલયના પ્રદેશમાં આવેલું ભારતનું પ્રાચીન અને વિખ્યાત તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન : 30° 45´ ઉ. અ. અને 79° 30´ પૂ. રે. તે ‘બદરીનારાયણ’, ‘બદરીધામ’, ‘બદરી વિશાલા’ જેવાં જુદાં જુદાં નામોથી પણ ઓળખાય છે. ઉત્તરપ્રદેશના ઉત્તરભાગમાં ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના જમણા કાંઠે સમુદ્રની સપાટીથી આશરે 3,000 મીટરની ઊંચાઈ પર નારાયણ…

વધુ વાંચો >

બ્રહ્મચર્ય

બ્રહ્મચર્ય : બ્રહ્મનો સાક્ષાત્કાર કરવા માટેનું વ્રત. ધર્મશાસ્ત્ર મુજબ વેદનો અભ્યાસ કરનારે સ્ત્રીસંગ વગેરેથી દૂર રહેવા માટે પાળવાના નિયમો. ભારતીય વેદાભ્યાસીની સંયમથી જીવવાની રીત અનુસાર તેણે સ્ત્રીસંગ વગેરેથી દૂર રહેવાના નિયમોનું પાલન કરવું પડે છે. બ્રહ્મચર્ય એટલે શરીર, મન અને વાણી દ્વારા વેદ કે ઈશ્વરની સેવા કરવી એવી વ્યાખ્યા મહાભારતના…

વધુ વાંચો >

બ્રહ્મવિહાર (વેદાંત)

બ્રહ્મવિહાર (વેદાંત) : જગતના સર્જન માટે પરબ્રહ્મ તત્વ વડે રચવામાં આવેલો ખેલ. અદ્વૈતવાદીઓ એક જ તત્વ જગતમાં રહેલું હોવાનું માને છે. એ સિવાય બીજું કશું નથી. આથી જગતને પરમ તત્વ એવું બ્રહ્મ પોતે જ પોતાનામાંથી સર્જે છે, પોતાની ઇચ્છા મુજબ તેને પાળે છે અને અંતે પોતાનામાં જ સમગ્ર બ્રહ્માંડને સમાવી…

વધુ વાંચો >

ભીમ (2)

ભીમ (2) (ઈ. સ. 1410માં હયાત) : મધ્યકાલીન ગુજરાતી ભાષાના ‘રાસયુગ’ અને ‘આદિભક્તિયુગ’ના સંધિકાલે ‘સદયવત્સચરિત’ શીર્ષકથી ‘લૌકિક કથા’-કાવ્ય આપી ગયેલો ભીમ નામનો કથાકવિ. ઈ. સ. 1410માં તે હયાત હતો એવું એના એકમાત્ર ઉપર કહેલા કાવ્યના અંતભાગ ઉપરથી જાણવામાં આવ્યું છે. આ કાવ્યમાંના કેટલાક ઉતારા લઈ કવિની આ ગણ્ય કોટિની રચનાનો…

વધુ વાંચો >