કે. કા. શાસ્ત્રી

વિશ્વ હિંદુ પરિષદ

વિશ્વ હિંદુ પરિષદ : વિશ્વમાં હિંદુત્વના પ્રસારને અનુલક્ષીને રચાયેલી ભારતીય સંસ્થા. સન 1947ના ઑગસ્ટની 15મી તારીખે હિંદુસ્તાનના બે ભાગ પાડવામાં આવ્યા તેથી ‘ભારત’ અને ‘પાકિસ્તાન’નાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. હિંદુસ્તાન પર પૂરા એક હજાર વર્ષથી ઇસ્લામીઓના આક્રમણને કારણે ત્રણ સૈકામાં મુસ્લિમ સત્તા સર્વોપરી થઈ અને હિંદુ પ્રજા ધીમે ધીમે પરાધીન…

વધુ વાંચો >

વૈરાગ્ય

વૈરાગ્ય : મનુષ્યનો મોક્ષ મેળવવા માટેનો ગુણ. ‘રાગ’  આસક્તિ ‘વિ’  ચાલી ગઈ છે એવી વ્યક્તિ એ ‘વિરાગ’. તે શુદ્ધ સંસ્કૃત શબ્દ છે. આપણે ગુજરાતી ભાષામાં એને ‘વેરાગી’ કહીએ છીએ. ‘વિરાગતા’  ‘રાગ’  આસક્તિનું ન હોવાપણું એ ‘વૈરાગ્ય’. આ બેઉ શબ્દ સંસ્કૃતતત્સમ છે : ‘વિરાગતા’ વ્યાકરણશુદ્ધ છતાં વ્યાપક થયો જોવામાં આવતો નથી;…

વધુ વાંચો >

શાસ્ત્રી, વ્રજલાલ કાળીદાસ

શાસ્ત્રી, વ્રજલાલ કાળીદાસ (જ. 26 નવેમ્બર 1825, મલાતજ, તા. પેટલાદ; અ. 14 નવેમ્બર 1892, મલાતજ) : ગુજરાતી ભાષાશાસ્ત્રી, સંશોધક, અનુવાદક અને કવિ. સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ. અવટંકે ત્રવાડી. પ્રાથમિક શિક્ષણ મલાતજમાં લીધું. પ્રાકૃત વ્યાકરણ, સંસ્કૃત કાવ્ય, કાવ્યશાસ્ત્ર, દર્શનો અને વ્યાકરણનો અભ્યાસ પેટલાદ સંસ્કૃત પાઠશાળામાં કર્યો. તેઓ પ્રાકૃત વ્યાકરણ અને…

વધુ વાંચો >

શુદ્ધાદ્વૈતવાદ

શુદ્ધાદ્વૈતવાદ : શ્રી વલ્લભાચાર્યજીએ સ્થાપેલો તત્વજ્ઞાનનો એક સિદ્ધાંત. પ્રાચીન ભારતના ઋષિ-મુનિઓએ પોતાને લાધેલા તત્વના જ્ઞાનને વેદના અંતભાગમાં આવેલાં ઉપનિષદોમાં થયેલું તત્વચિંતન શ્રુતિપ્રસ્થાન નામે ઓળખાય છે. ઉપનિષદોમાં રહેલા તત્વજ્ઞાનના સિદ્ધાંતોને સંક્ષેપમાં બાદરાયણે બ્રહ્મસૂત્રોમાં ગૂંથ્યા. આ સૂત્રોમાં નિહિત વિચારોને સારરૂપે શ્રીમદભગવદ્ગીતામાં સંગૃહીત કર્યા છે. સ્મૃતિ પ્રસ્થાનમાં ભગવદગીતા ઉપરાંત પુરાણોને પણ સમાવાયાં છે.…

વધુ વાંચો >

શ્રીનાથજી (શ્રી ગોવર્ધનનાથજી)

શ્રીનાથજી (શ્રી ગોવર્ધનનાથજી) : વૈષ્ણવોમાં પૂજાતું ભગવાન કૃષ્ણનું એક સ્વરૂપ. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ (ઈ.સ. 1473-1531) 15મી-16મી સદીઓના સંધિકાલમાં જીવન જીવી ભક્તિમાર્ગમાંથી ‘પુષ્ટિમાર્ગ’ એવી સંજ્ઞા આપી જે માર્ગ વિકસાવ્યો તેના પરમ ઇષ્ટદેવ, ગોવર્ધનગિરિ ડાબી ટચલી આંગળી ઉપર હોય એવા સ્વરૂપના અભીષ્ટદેવ સ્થાપ્યા એ શ્રી ગોવર્ધનનાથજી  શ્રી ગિરિરાજધરણ. એમનું ટૂંકું નામ ‘શ્રીનાથજી’…

વધુ વાંચો >

સગુણ

સગુણ : રૂપ, સત્વ વગેરે ગુણો ધરાવનારું તત્વ. ‘ગુણ’ શબ્દનો ગીતામાં 2122 વાર ઉલ્લેખ થયેલો છે, જ્યારે ચૌદમા અધ્યાયમાં તો ‘ગુણત્રયવિભાગ’નો સ્પષ્ટ ખ્યાલ અપાયો છે. મૂળ ‘ગુણ’ શબ્દના તો અનેક અર્થ છે, 24થી ઓછા નહિ એટલા. ‘સગુણ’ – ‘નિર્ગુણ’ શબ્દો આવે ત્યારે ગીતોક્ત ત્રણ ગુણો ચોક્કસ યાદ આવે અને ‘સત્વ’,…

વધુ વાંચો >

સંઘ

સંઘ : જૈન અને બૌદ્ધ ધર્મમાં પ્રચલિત શબ્દ. ‘સંઘ’ શબ્દના શબ્દ-કોશોમાં ત્રણ અર્થ જોવા મળે છે, જ્યાં (1) સમૂહ, ટોળું. (2) એકીસાથે રહેતો માનવસમૂહ. (3) સતત સંપર્ક. ‘ભૂતવિશેષસંઘ’, ‘ગંધર્વયક્ષાસુરસંઘ’, ‘મહર્ષિસિદ્ધસંઘ’, ‘સિદ્ધસંઘ’, ‘સુરસંઘ’ અને ‘અવનિપાલસંઘ’ જેવા શબ્દો અનુક્રમે ગીતાના 11, 15 22 22 36 21 26 શ્લોકોમાં આવે છે. આમાં ‘ભૂતવિશેષસંઘ’માં…

વધુ વાંચો >

સંત

સંત : સારો ધાર્મિક માણસ. ‘સંત’ શબ્દના મૂળમાં સં. सत् શબ્દ છે, એ अस् (હોવું) બીજા ગણના ક્રિયાર્થક ધાતુનું વર્તમાન કૃદંત છે, જે ‘હોતું હોનાર’, ‘છેસ્થિતિ છે, વર્તમાન’ એવા અર્થ આપે છે. અતિ પ્રાચીન કાલથી ‘સદા વર્તમાન સત્ત્વ’ને માટે એ રૂઢ છે. ‘एकं सत् विप्रा बहुधा वदन्ति’ એ વેદવાક્ય ઘણું…

વધુ વાંચો >