ઇતિહાસ – જગત

માલ્ટા

માલ્ટા : ભૂમધ્ય સમુદ્રની મધ્યમાં યુરોપ અને આફ્રિકા વચ્ચે આવેલો નાનકડો ટાપુ – દેશ. ભૌગોલિક સ્થાન : તે 35° 53´ ઉ. અ. અને 14° 27´ પૂ. રે. પર, સિસિલીથી દક્ષિણે આશરે 50 કિમી.ને અંતરે આવેલો છે. વાસ્તવમાં તો તે દ્વીપસમૂહ છે. તેમાં વસ્તીવાળા ત્રણ ટાપુઓ માલ્ટા, ગોઝો અને કોમિનો તથા…

વધુ વાંચો >

માંડલે

માંડલે : મ્યાનમાર(બ્રહ્મદેશ)ની મધ્યમાં, ઇરાવદી નદીને કિનારે આવેલું શહેર. વસ્તીની ર્દષ્ટિએ રંગૂન, હવે યાંગોન પછી તે બીજા ક્રમે આવે છે. ભૌગોલિક સ્થાન : 22° 00´ ઉ. અ. અને 96° 06´ પૂ. રે.. આ શહેર ઇરાવદી અને તેની સહાયક નદીઓના કાંપથી જમાવટ પામેલા વિસ્તારમાં આવેલું હોવાથી અહીં સમતળ મેદાની પ્રદેશ નિર્માણ…

વધુ વાંચો >

મિતાની રાજ્ય

મિતાની રાજ્ય : ઉત્તર મેસોપોટેમિયામાં આવેલું એક પ્રાચીન રાજ્ય. ઈ. સ. પૂ. 1500થી ઈ. સ. પૂ. 1360 દરમિયાન તેનું અસ્તિત્વ હતું. તેની જાહોજલાલી વખતે પૂર્વમાં ઝાગ્રોસ પર્વતો તથા પશ્ચિમે ભૂમધ્ય સમુદ્ર સુધી તેનો વિસ્તાર થયો હતો. તેનું પાટનગર વસુક્કની ખાબુર નદીના પ્રદેશમાં આવેલું હતું. મેસોપોટેમિયા અને સીરિયામાં ઇન્ડો-ઈરાનિયનોએ સ્થાપેલાં કેટલાંક…

વધુ વાંચો >

મિથ્ર

મિથ્ર : ભારત અને ઈરાનના પ્રાચીન સાહિત્યમાં નિર્દિષ્ટ દેવ. આર્યો ઈરાનમાં આવ્યા અને તેમની એક શાખા ભારતમાં પ્રવેશી એ સમય દરમિયાન ભારતીય અને ઈરાની આર્યોના તે સંયુક્ત દેવ હતા. ભારતીય અને ઈરાની આર્યોના જીવનમાં પ્રકાશના દેવનું પણ સ્થાન હતું. મિત્રની ‘મિથ્ર’, અર્થાત્ સૂર્યદેવ કે પ્રકાશદેવ તરીકે તેઓ ઉપાસના કરતા હતા.…

વધુ વાંચો >

મિનેસોટા

મિનેસોટા : યુ. એસ.માં ઉત્તર તરફ આવેલાં મધ્ય-પશ્ચિમ રાજ્યો પૈકીનું મોટામાં મોટું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 46° 00´ ઉ. અ. અને 94° 15´ પ. રે.ની આજુબાજુનો 2,18,601 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કૅનેડા, પૂર્વ તરફ સુપીરિયર સરોવર અને વિસ્કૉન્સિન, દક્ષિણે આયોવા તથા પશ્ચિમે ઉત્તર અને દક્ષિણ…

વધુ વાંચો >

મિનોસ

મિનોસ : દંતકથા મુજબ ગ્રીસ પાસેના ક્રીટ ટાપુનો રાજા. તે દેવોના રાજા ઝિયસ અને યુરોપ ખંડની મૂર્તિસ્વરૂપ યુરોપાનો પુત્ર હતો. ગ્રીક દેવ પૉસિડોનની મદદથી મિનોસે ક્રીટની રાજગાદી મેળવી હતી અને નૉસસ નજીક આવેલા એજિયન સમુદ્રના ટાપુઓ ઉપર અંકુશ મેળવ્યો હતો. તેમાંના ઘણા ટાપુઓમાં તેણે વસાહતો સ્થાપી અને સમુદ્રમાંથી ચાંચિયાગીરી દૂર…

વધુ વાંચો >

મિરાબો

મિરાબો (જ. 9 માર્ચ 1749, બિગ્નન, ફ્રાંસ; અ. 2 એપ્રિલ 1791, પૅરિસ) : ફ્રાંસનો મુત્સદ્દી, પ્રખર વક્તા અને ક્રાંતિકારી નેતા. બંધારણીય રાજાશાહીનો હિમાયતી. તેના પિતા વિક્ટર રિક્વેટી, માર્કવિસ ડી મિરાબો જાણીતા અર્થશાસ્ત્રી હતા. તેનું નામ હોનોર ગેબ્રિયલ રિક્વેટી કોમ્ટે ડી હતું. 1767માં તે પૅરિસની લશ્કરી શાળામાં દાખલ થયો. એ જ…

વધુ વાંચો >

મિલાન

મિલાન : રોમ પછીના બીજા ક્રમે આવતું ઇટાલીનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 45° 28´ ઉ. અ. અને 9° 12´ પૂ. રે. પરનો 182 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. ઉત્તર ઇટાલીમાં આલ્પ્સની આરપારના ઘાટ નજીકના તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે તે બીજી સદીમાં વેપારી મથક હતું અને આજે પણ…

વધુ વાંચો >

મિલેટસ

મિલેટસ : પ્રાચીન ગ્રીસનું એક મોટું શહેર. તે આયોનિયા જિલ્લામાં એશિયા માઇનરના પશ્ચિમ કિનારે આવેલ હતું. તે ઘણું સારું બંદર પણ હોવાથી વેપારનું મહત્વનું કેન્દ્ર બન્યું હતું. ઈ. સ. પૂ. 700 અને 600 દરમિયાન મિલેટસના વસાહતીઓ હેલેસ્પોન્ટ અને કાળા સમુદ્રના કિનારે વસ્યા હતા. ઈ. સ. પૂ. 600માં ગ્રીક ફિલસૂફ થેલ્સે…

વધુ વાંચો >

મિલ્ટિયાડીઝ

મિલ્ટિયાડીઝ (જ. ઈ. સ. પૂ. 554, ઍથેન્સ, ગ્રીસ; અ. ઈ. સ. પૂ. 489, ઍથેન્સ) : ઈરાનીઓ સામે મૅરેથોનની લડાઈમાં વિજય મેળવનાર ઍથેન્સનો સેનાપતિ. તે શ્રીમંત પરિવારનો નબીરો હતો. તેના પિતા સિમોન ઑલિમ્પિક રમતોમાં ત્રણ વાર ઘોડદોડમાં વિજયી થયા હતા. તેને તુર્કીમાં ગેલીપોલી પેનિન્સ્યુલાની જાગીર વારસામાં મળી હતી. ઈરાનના સમ્રાટ દરાયસ…

વધુ વાંચો >