ઇતિહાસ – જગત

માર્કસ, કાર્લ

માર્કસ, કાર્લ (જ. 5 મે 1818, ટ્રિયર, પ્રશિયા; અ. 14 માર્ચ 1883, લંડન, ઇંગ્લૅન્ડ) : 19મી સદીના મહાન સામ્યવાદી વિચારક. કાર્લ હાઇનરિક માર્કસ એક જર્મન યહૂદીના પુત્ર હતા. તે 6 વર્ષના હતા ત્યારે તેમના વકીલ પિતાએ સકુટુંબ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. ઈ.સ. 1835માં 17 વર્ષની વયે તે કાયદાનો અભ્યાસ કરવા…

વધુ વાંચો >

માર્ટી જોસ જુલિયન

માર્ટી જોસ જુલિયન (જ. 28 જાન્યુઆરી 1853, હવાના; અ. 19 મે 1895, ડોસ રાઓસ, ક્યુબા) : પ્રખર સ્વાતંત્ર્યપ્રેમી અને શહીદ, કવિ અને નિબંધકાર. ક્યુબાના સ્વાતંત્ર્યનું ધ્યેય ધરાવનાર આ સ્વાતંત્ર્યપ્રેમી સમગ્ર લૅટિન અમેરિકામાં સ્વાતંત્ર્યના પર્યાય બની ગયા. સ્પેનમાં રહીને તેમણે ક્યુબાના સ્વાતંત્ર્યની અહાલેક જગવી. ક્યુબાના સ્વાતંત્ર્ય માટેની લડતનું સંગઠન ઊભું કરી…

વધુ વાંચો >

માર્શલ ટાપુઓ

માર્શલ ટાપુઓ : પેસિફિક મહાસાગરના મધ્ય પશ્ચિમ ભાગમાં આવેલા 31 કંકણાકાર પ્રવાળદ્વીપોથી, 5 ટાપુઓથી તથા 1,152 નાનકડા બેટોથી બનેલો સમૂહ. તે 5°થી 15° ઉ. અ. અને 161°થી 173° પૂ. રે. વચ્ચે આવેલા છે. આ સમૂહ કેરોલિન ટાપુઓથી પૂર્વમાં અને ગિલ્બર્ટ ટાપુઓથી વાયવ્યમાં આવેલો છે, તે કિરિબાતી રાષ્ટ્રના એક ભાગરૂપ ગણાય…

વધુ વાંચો >

માર્શલ યોજના

માર્શલ યોજના : 1948–52 દરમિયાન, બીજા વિશ્વયુદ્ધને કારણે ભાંગી પડેલા યુરોપને બેઠું કરવા માટે, યુનાઇટેડ સ્ટેટ્સે અપનાવેલા યુરોપિયન રિકવરી પ્રોગ્રામનું લોકપ્રચલિત નામ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1941ના લૅન્ડ લીઝ ઍક્ટ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સે મિત્રરાજ્યોને ભરપૂર સહાય કરી હતી. બ્રિટન ને અન્ય મિત્રરાજ્યને લશ્કરી સામગ્રી આપવાની  તેમાં જોગવાઈ હતી. આ રકમની ચુકવણી…

વધુ વાંચો >

માર્સેલ્સ (માર્સેઇલ)

માર્સેલ્સ (માર્સેઇલ) : પૅરિસ પછીના બીજા ક્રમે આવતું ફ્રાન્સનું મોટામાં મોટું શહેર તથા મુખ્ય દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 43° 18´ ઉ. અ. અને 5° 24´ પૂ. રે. આ શહેર ફ્રાન્સનું જૂનામાં જૂનું શહેર ગણાય છે. તેનો આકાર અર્ધવર્તુળ જેવો છે. તે ટેકરીઓથી ઘેરાયેલું છે તથા નહેર દ્વારા રહોન નદી…

વધુ વાંચો >

માલદીવ

માલદીવ : હિંદી મહાસાગરમાં આવેલો એશિયા ખંડનો નાનામાં નાનો સ્વતંત્ર દેશ. દુનિયામાં પણ તે નાના દેશો પૈકીનો એક ગણાય છે. ભૌગોલિક સ્થાન : તે 3° 15´ ઉ. અ. અને 73° 00´ પૂ. રે. વચ્ચેનો માત્ર 298 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશ કુલ 1,196 જેટલા કંકણાકાર પ્રવાળદ્વીપોથી બનેલાં…

વધુ વાંચો >

માલપુર

માલપુર : ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 20´ ઉ. અ. અને 73° 30´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 365 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં મેઘરજ તાલુકો, પૂર્વ દિશાએ પંચમહાલ જિલ્લો, દક્ષિણે બાયડ તાલુકો અને ખેડા જિલ્લો…

વધુ વાંચો >

માલાવી (ન્યાસાલૅન્ડ)

માલાવી (ન્યાસાલૅન્ડ) : અગ્નિ આફ્રિકામાં આવેલો રમણીય દેશ. ભૌગોલિક સ્થાન : તે 13° 30´ દ. અ. અને 34° 00´ પૂ. રે. આજુબાજુનો 1,18,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 850 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ સ્થાનભેદે 80થી 160 કિમી. જેટલી છે. આ દેશનું મુખ્ય ભૂમિલક્ષણ તેની પૂર્વ સરહદે…

વધુ વાંચો >

માલી

માલી : પશ્ચિમ આફ્રિકાના મધ્ય ભાગમાં આવેલો વિશાળ દેશ. ભૌગોલિક સ્થાન : આ દેશ 17° ઉ. અ. અને 4° પ. રે. આજુબાજુનો (10° થી 25° ઉ. અ. અને 4° પૂ. રે.થી 12° પ. રે. વચ્ચેનો) 12,40,192 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 1,851 કિમી. અને ઉત્તર–દક્ષિણ પહોળાઈ…

વધુ વાંચો >

માલ્ટા

માલ્ટા : ભૂમધ્ય સમુદ્રની મધ્યમાં યુરોપ અને આફ્રિકા વચ્ચે આવેલો નાનકડો ટાપુ – દેશ. ભૌગોલિક સ્થાન : તે 35° 53´ ઉ. અ. અને 14° 27´ પૂ. રે. પર, સિસિલીથી દક્ષિણે આશરે 50 કિમી.ને અંતરે આવેલો છે. વાસ્તવમાં તો તે દ્વીપસમૂહ છે. તેમાં વસ્તીવાળા ત્રણ ટાપુઓ માલ્ટા, ગોઝો અને કોમિનો તથા…

વધુ વાંચો >